બુરા મત માનો …..હોલી હૈ – ધૂળેટી રંગોત્સવ

વ્યાખ્યાતા : ‘મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.’
શ્રોતાઓમાંથી અવાજ : ‘અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?’
***********
પત્ની એને કહેવાય જે લગ્ન પછી 10-15 વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતો ને બદલતી રહે અને પછી પાછી એની એ જ એવું કહે કે :
‘તમે હવે પહેલાં જેવા નથી રહ્યા !!’
***********
નાનો ભાઈ: ‘આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.’
મોટો ભાઈ : ‘એ કેવી રીતે?’
નાનો ભાઈ : ‘આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવાય તે શિખવાડવાના છે.’
***********
પત્ની : ‘હું પિયર જાઉં છું અને પછી તને છૂટાછેડાની નોટિસ મોકલી આપું છું.’
પતિ : ‘જા જા હવે. આવી મીઠી મીઠી વાતો કરીને હંમેશની જેમ મને ખુશ કરવાની કોશિશ ન કર. હવે હું તારી વાતમાં નથી આવવાનો.
***********
સન્ટાસિંગે એક એન્ટિકશૉપ (જૂની-પુરાણી ચીજોની દુકાન) પર જઈને પૂછ્યું : ‘ઓયે ! કોઈ નવી ચીજ આવી છે કે નહીં?’
***********
‘તમે આરામથી આરામ લો છો પણ આરામમાંથી આરામ નથી લેતાં!’
‘હા. હું આરામથી આરામ લઈ શકું છું. આરામમાંથી મને આરામ મળી રહે છે, આરામમાંથી આરામ લેવાની જરૂર નથી પડતી.’
***********
દર્દી : ‘ડૉકટર સાહેબ, જ્યારે જ્યારે હું કૉફી પીવા કપ મોઢે માંડુ છું ત્યારે ત્યારે મારી આંખમાં સખત દુ:ખાવો ઊપડે છે. મારે શું કરવું?’
ડૉકટર : ‘કપમાંથી ચમચી કાઢી નાખો. બધું બરાબર થઈ જશે.’
***********
ડૉકટર : ‘તમને રાતે શેનાં સપનાં આવે છે?’
દર્દી : ‘ક્રિકેટનાં.’
ડૉકટર : ‘તમને બીજાં કોઈ સપનાં નથી આવતાં ? જેમ કે ખાવાનાં-પીવાનાં?’
દર્દી : ‘તો મારી બેટિંગ જતી ન રહે !!’
***********
મુરખ : ‘મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.’
ડાહ્યો માણસ : ‘અરે વાહ ! જોઉં તો ખરો તારી શોધ !’
મુરખ : ‘આ બારી જો !!’
***********
એક સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ મારી : ‘એ લારીવાળા, રૂપિયાનાં ગરમાગરમ ભજીયાં આલજે, ને મરચાંનો સંભાર ને આંબલીની ચટણી મહીં સારી પેઠે નાખજે – અને અલ્યા, બધું આજના છાપામાં વીંટીને લાવજે !!
***********
‘દાકતર સાહેબ, દાકતર સાહેબ, હું માઉથ-ઑરગન વગાડતો હતો ને તે ઓચિંતો એને ગળી ગયો.’
‘હશે, આપણે તો કોઈપણ બાબતની ઊજળી બાજુ જોવી – ધારોકે તમે મોટો પીઆનો વગાડતા હોત તો?’
***********
‘અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!’
‘એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.’
‘ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.’
‘બાપ નથી – હું એની મા છું !!’

ઘડિયાળનું ટાવર (હાસ્યલેખ) – નિરંજન ત્રિવેદી

ક્યારે પણ કોઈ વાત ઉપર એકમત નથી થઈ શકતા એવા મારા નજીકના બે મિત્રો, એક વાત ઉપર તો જરૂર એકમત છે, અને તે છે કે મારી પાસે કોઈ વસ્તુ ટકી શકતી નથી.

મારા પક્ષે એટલું હું જરૂર કહી શકું કે આ છાપ ટકાવી રાખવાના મારા નમ્ર પ્રયાસો જારી છે, મેં જેટલા ચોમાસાં જોયાં છે એના કરતાં ત્રણગણી છત્રીઓ મેં ખરીદી છે એ આ વાતની સાક્ષી પૂરે છે. આજ સુધી મારાં કપડાં પાછળ પૈસા ખર્ચાયા હશે તેથી વધુ પૈસા હાથરૂમાલ પાછળ ખર્ચાયા છે.

હું ફાઉન્ટનપેન ખરીદું છું ત્યારે છૂટક વેપારી પાસેથી નહિ પણ જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદું છું. મહિનાની બાર પેન તો હું સામાન્ય રીતે ખોઈ નાખું છું એટલે જથ્થાબંધ વેપારી પાસેથી જ ખરીદવી પોસાય. એ વેપારી શરૂમાં મને પેનની ફેરીવાળો સમજતો હતો.

મેં હમણાં જ મારા કાંડા-ઘડિયાળની રજતજયંતી ઊજવી. આ અંગે મને એક પ્રસંગ યાદ આવે છે. બે મિત્રો વાત કરતા હતા :
‘આજે મારે ત્યાં રામાની રજતજયંતી છે.’ એક મિત્રે બીજા મિત્રને કહ્યું.
‘એમ ! તમારા રામાએ તમારે ત્યાં 25 વર્ષ પૂરાં કર્યાં ?’
‘ના, આ તો આ વર્ષનો પચીસમઓ રામો છે!’

મારી કાંડાઘડિયાળની રજતજયંતી પણ આ જ પ્રકારની છે. મેં હમણાં જ પચીસમું ઘડિયાળ ખરીદ્યું. હું જ્યારે પચીસમી વાર ઘડિયાળ ખરીદવા ગયો ત્યારે દુકાનદારે પૂછ્યું હતું : ‘ઘડિયાળ ખરીદવા અને ખોવાના કાર્યની વચ્ચે તમને ઘડિયાળનો ટાઈમ જોવાની ફુરસદ મળે છે ખરી?’

આવાં ઘડિયાળ ખરીદવાં અને ગુમાવવાના એક ગાળામાં એક પ્રસંગ બન્યો. મારી પાસે ઘડિયાળ ન હતું. એક લગ્નમાં જવાનું હતું એટલે તાત્કાલિક મારા પિતરાઈભાઈનું ઘડિયાળ માંગી લેવાનું નક્કી કર્યું.

‘જો ભાઈ, હમણાં જ 650 રૂપિયાનું લીધું છે, સાચવજે.’ તેણે ઘડિયાળ આપતા કહ્યું. મેં બે દિવસમાં પરત કરવાનું વચન આપ્યું. પરંતુ મારા ગ્રહોએ ફરી પોત પ્રકાશ્યું. મારા હાથ ઉપરથી અચાનક ઘડિયાળ ગુમ ! આખું ઘર ફેંદી માર્યું. ઘરના દરેક માણસો ઘડિયાળની શોધમાં લાગી ગયા. ઘડિયાળ તો ન મળ્યું, પણ આ પહેલાં ગુમ થયેલી ઘણી વસ્તુઓ આ શોધખોળમાં મળી આવી.

હું જે રસ્તે ઘરે આવ્યો હતો ત્યાં નીચી મૂંડીએ ફરવા માંડ્યું. – ક્યાંક ઘડિયાળ મળી જાય એ આશાથી !

હું નીચું જોઈને ચાલી રહ્યો હતો. સામેથી ધસી આવતી મોટરે મને બેધ્યાન જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો અને રસ્તો ચૂકી ફૂટપાથ ઉપર ચડી ગઈ. એક ભયંકર અવાજ સાથે મોટર દિવાલને અફળાઈ. આ અવાજથી ગભરાઈને ફૂટપાથ ઉપર સુતેલી ગાયે શિંગડાં વીંઝતા વીંઝતાં દોડવા માંડ્યું. પરિણામે સત્તરથી અઢાર માણસોના હાથ-પગ અને માથાં રંગાઈ ગયાં. બે-ત્રણ માણસો કચડાઈ ગયા.

આ દોડાદોડીમાં એક કેળાંની લારી અને એક પ્યાલા-રકાબીવાળાની લારી ઊંધી વળી ગઈ. ધાંધલથી ડરી ગયેલી કેટલીક સ્ત્રીઓએ શાકના પૈસા ચૂકવ્યા વગર જ દોડવા માંડ્યું. તેઓની પાછળ શાકની લારી રેઢી મૂકી શાકવાળાએ, ‘મારા પૈસા… મારા પૈસા…’નું આક્રંદ કરી દોડવા માંડ્યું. રેઢી મૂકેલી લારીમાંથી કેટલાક દલા તરવાડીઓએ પોતાનું મનમાન્યું શાક ઉપાડીને ચાલતી પકડવા માંડી.

પેલી મોટર મકાન સાથે અથડાતાં ફૂરચો થઈ ગઈ હતી. ડ્રાઈવર દૂર બેહોશ થઈને પડ્યો હતો. પેટ્રોલની ટાંકી તૂટવાથી એ મકાનને આગની જ્વાળાએ ઘેરવા માંડ્યું હતું. પ્યાલા-રકાબીના વેરાયેલા કટકા અને છૂંદાયેલા કેળાંથી આખા રસ્તાની રોનક ફરી ગઈ હતી. દૂરથી ફાયર બ્રિગેડના ઘંટનો અવાજ આવી રહ્યો હતો. એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ રહી હતી. આવા વાતાવરણમાં ઘડિયાળ નહિ મળે તેવી ખાતરી થતાં હું ઘરે પાછો ફર્યો.

મારું મગજ ગુમ થયેલ ઘડિયાળમાં જ વ્યસ્ત હતું. મને દરેક માણસની આંખમાં ઘડિયાળનું ડાયલ જ દેખાતું.
‘હેં ભાઈ ! પાછું શું ખોવાયું છે?’
એ અવાજ હતો મારાં દાદીમાનો. ઘરના ખળભળાટથી તેઓ જાણી શકતાં હતાં કે કાંઈ ખોવાયું છે. દાદીમા ખૂબ જ ધાર્મિક સ્વભાવનાં. મને ખાતરી હતી કે તેઓ મારું ઘડિયાળ જડે તે માટે સત્યનારાયણની કથાની બાધા લેશે જ. તેઓ કોઈ પણ બાબતમાં તરત જ સત્યનારાયણની કથાની માનતા માની લે, સોનાની વીંટી ખોવાઈ હોય કે 1॥ રૂપિયાની ઈન્ડિપેન હોય, તેઓ તે જડે તે માટે સત્યનારાયણની કથાની બાધા માની લે.

એકવાર મારી પેન્સિલ ખોવાઈ ત્યારે હું ખૂબ જ ગભરાતો હતો, કે કયાંક દાદીમાને પેન્સિલ ખોવાયાની ખબર ન પડે, નહીંતર પેન્સિલ જડે તે માટે પણ સત્યનારાયણની કથા માનશે. ચાની ગરણી, ચપ્પુ, સાણસી, પ્રાઈમસની પીન વગેરે ખોવાયાની ખબર દાદીમાને ન પડે તે માટે અમારે ખાસ માનતાઓ માનવી પડતી હતી ! પણ આ વખતે તો ઘરના ઉગ્ર વાતાવરણે દાદીમાને જાણ કરી દીધી કે મેં ઘડિયાળ ખોયું છે અને દાદીમાએ કથાની માનતા માની લીધી.

હું ઘડિયાળ વિષે ખૂબ જ ચિંતિત હતો, એ જોઈ મારા ખાસ મિત્રે મને મીંદડીવાળા મહારાજને મળવા કહ્યું.
‘મીંદળીવાળા મહારાજને તો મોટામોટા મિલમાલિકો પણ મળવા જાય છે. એ ખોવાયેલી વસ્તુ ક્યાં છે તે આંખ મીંચીને કહી દે. એકવાર ‘ઍડવાન્સ બુકિંગ’ કરાવેલી મારી સિનેમાની ટિકિટો જડે નહીં. તેમણે તુરંત કહી દીધું કે ‘કાળા પેન્ટનાં પાછલાં ખિસ્સાં તપાસો – અને બાપુ, ટિકિટો ત્યાંથી જ નીકળી.’ મારા મિત્રે મહારાજની પ્રશસ્તિ પુરાવા સાથે આપી.

હું મીંદડીવાળા મહારાજને મળ્યો. તેમણે જે લાંબો વિધિ કરાવ્યો તેનો ખર્ચ ફકત રૂપિયા 310 થયો.

અને બે દિવસ પછી અચાનક ઘડિયાળ મળી ગયું. ઘરમાંથી જ. નહાવાના બાથરૂમના ઉપરના ગોખલામાંથી. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. મારો મિત્ર આ મીંદડીવાળા મહારાજની કૃપાથી થયું છે તેમ જણાવી મહારાજના ચરણમાં મૂકવા માટે રૂપિયા 111 લઈ ગયો. અને 50 રૂપિયાના પેંડા ઘરમાં ખાવા માટે મંગાવ્યા.

આનંદ પછી આઘાત, એ તો કુદરતનો ક્રમ છે. મારા આનંદને ઘીરે ધીરે આઘાત મળવા લાગ્યો.

દાદીમાએ જાહેર કર્યું કે આ વખતની કથા તો 2 મણ શીરાની જ કરવી પડશે. બધાં સગાંવહાલાંને તે દિવસે જમવા બોલાવીશું. મારી નાની બહેન કહે, ‘એ તો મેં 221 રૂપિયાનો માતાજીનો થાળ માન્યો હતો એટલે ઘડિયાળ મળ્યું !’

મારી માતાએ તો શ્રીનાથજી જવાની બાધા લીધી હતી તેની મને ત્યારે જ ખબર પડી.

ત્યાર પછી નાનો ભાઈ, મોટી બહેન, પિતાજી વગેરે દરેક જણ કશુંક બોલી રહ્યા હતાં, જે હું સાંભળવા અશક્તિમાન હતો.

રૂપિયા 650 ની ઘડિયાળ પાછળ મને થયેલ ખર્ચનો સરવાળો મૂક્યો ત્યારે લાગ્યું કે આટલી રકમમાં હું મારા નામનું ટાવર ઊભું કરી શક્યો હોત !!

સરકારી કામકાજ – મહેન્દ્ર શાહ

Sarkari

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ
ચાંદીની શુદ્ધિ – સં. દિલીપ રાજગોર Next »   

15 પ્રતિભાવો : બુરા મત માનો …..હોલી હૈ – ધૂળેટી રંગોત્સવ

 1. Viral says:

  Nice article. While reading this article, It make me to remember Tarak Mehta of Chitralekha. Keep it up.

 2. NARESH says:

  FIAND BEUTE FULA HASHY LEKHA

 3. nikul gohil says:

  I really enjoyed it. It’s very nice article.

 4. I really enjoyed readGujarati.com first time today i have seen this site. its very good for all gujarati, please visit every Gujarati this web site & enjoy all thanks
  SJ Vagadiya,48 nuthatch close, Hartlepool,TS26 0RZ. UK
  0044 1429868041

 5. 😀
  😀
  😀
  😀
  😀

 6. nayan panchal says:

  મજા આવી ગઈ. આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.