રસમાધુરી – સંકલિત

[1] ફરાળી ચેવડો

faraichevdoસામગ્રી :
બટાટા 500 ગ્રામ,
તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ,
લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન,
બુરુખાંડ ર ચમચી, શીંગદાણા 100 ગ્રામ,
વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર,
લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી.

રીત :
સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાંખવા, તે પછી બટાટાના છીણને પાણીમાં નાંખીને કોરા કપડાં પર પાથરી દેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં બટાટાના છીણને તળી લેવું. છીણ તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવું. ત્યારબાદ એ જ તેલમાં શીંગદાણા, લીલા મરચાંના ટુકડા અને કાજુને તળી લેવા. હવે એ કડાઈમાં થોડું તેલ લઈને તેમાં વરિયાળી, તલ અને મીઠો લીમડો સાંતળી લેવો. તે પછી તેને છીણમાં નાંખીને બરાબર હલાલવું. તળેલા કાજુ, લીલાં મરચાંના ટુકડા અને શીંગદાણા નાખીને બરાબર મિક્સ કરવું. છેલ્લે તેમાં બૂરું ખાંડ, લાલ મરચાંની ભૂકી, લીંબુનાં ફૂલ નાંખી ફરી હલાવવું. તૈયાર થયેલો ફરાળી ચેવડો બરણીમાં ભરી લેવો.
.

ravalaadu[2] રવાના લાડુ

સામગ્રી :
રવો 250 ગ્રામ,
દળેલી ખાંડ 250 ગ્રામ,
ઘી 150 મિલી,
કાજુ 30 ગ્રામ, કિસમિસ 30 ગ્રામ,
એલચી 10 ગ્રામ.

રીત :
સૌપ્રથમ રવાને આછો બદામી રંગનો શેકીને મિક્સરમાં દળી લો. તેમાં ખાંડ અને એલચી મિક્સ કરો. હવે થોડા ઘીમાં કાજુના ટૂકડા અને કિસમિસ સાંતળીને રવાના મિશ્રણમાં નાંખો. બાકી રહેલું ઘી ગરમ કરીને ઓગળે એટલે રવના મિશ્રણમાં નાંખી દો. મિશ્રણને બરાબર એકરસ કરો જેથી લાડુ વાળતી વખતે તે છૂટું ન પડી જાય. જરૂર પડે તો થોડું વધુ ઘી લઈ શકાય. આ રીતે રવાના લાડુ તૈયાર કરો.
.

[3] મકાઈની કચોરી

makaikachoriસામગ્રી :
લીલી મકાઈ 500 ગ્રામ,
લીલાં મરચાં 10 નંગ,
કોથમીર 50 ગ્રામ,
લીંબુ 1 નંગ, મેંદો 250 ગ્રામ,
મીઠું-હળદર, ધાણા-જીરું સ્વાદ મુજબ,
તળવા માટે તેલ, 1 ચમચી તલ,
1 ચમચી વરિયાળી, 50 ગ્રામ કોપરાની છીણ,
તળવા માટે તેલ

રીત :
સૌપ્રથમ મકાઈનાં છોતરાં ઉખાડી આખાને આખા મકાઈ દાણા સાથે કૂકરમાં ચાર સીટી મારી બાફી લો. ઠંડા પડે એટલે ચાકુ વડે દાણા ઉતારી લેવા. તે દાણા પાણીમાં નીતારી નાંખવા, જેથી સફેદ રેસા છૂટાં પડી જશે. ત્યારબાદ દાણા મિક્સરમાં વાટી લેવા. લીલાં મરચાં, કોથમીર અલગથી વાટી રાખવાં. મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ જરૂર મુજબ નાંખીને પૂરી જેવો લોટ બાંધો. હવે એક કડાઈમાં બે ચમચા તેલ મૂકો. તેલ ગરમ થવા આવે એટલે તેમાં રાંઈ નાંખો. રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાં, કોથમીરની પેસ્ટ નાંખીને સાંતળવી. ત્યારબાદ તેમાં મકાઈના દાણાની પેસ્ટ નાંખવી. હવે તેમાં મીઠું, હળદર, ધાણા-જીરૂં, ખાંડ, લીંબુ, તલ અને વરિયાળી નાંખવાં. બરાબર લચકા પડતું થાય એટલે તેમાં કોપરાંની છીણ નાંખવી. તેને બરાબર હલાવી આંચ ઉપરથી નીચે ઉતારવું.

હવે મેંદાના લોટના નાના લૂઆની પૂરી વણીને તેમાં પુરણ ભરવું. તેની કચોરી વાળીને બરાબર વણી લેવી. બધી કચોરી વણાઈ જાય એટલે કડાઈમાં તેલ નાંખી ગુલાબી રંગની કચોરી તળી લેવી. ગરમાગરમ કચોરી દહીં અથવા ટામેટાના સોસ સાથે લઈ શકાય.
.

[4] સાબુદાણા-બટાટાના વડાં

saubdanavadaસામગ્રી :
બટાટા 1 કિલો,
સાબુદાણા 250 ગ્રામ,
કોથમીર 1 ઝૂડી,
6 વાટેલાં લીલાં મરચાં,
1 લીંબુનો રસ, તજ 4 ટુકડા,
લીલા નાળિયેરનું ખમણ 50 ગ્રામ,
લવીંગનો ભૂકો 2 ચમચી, મીઠું પ્રમાણસર

રીત :
સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો. ત્યારબાદ સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી રાખવા. સાબુદાણા ફૂલી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને કોરા કરવા. ત્યારબાદ બટાટાના માવામાં સાબુદાણા, મીઠું વાટેલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કોપરાનું ખમણ, લવીંગનો ભૂકો અને તજનો ભૂકો નાંખીની મિક્સ કરવું. પછી સહેજ તેલવાળો હાથ કરીને તેના ગોળા વાળી લેવા. હવે એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં આ ગોળા તળી લેવા. ગોળા બદામી રંગના થાય એટલે નીચે ઉતારી લેવા. વડાં લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.
.
[5] કોપરાના લાડુ

coconutlaaduસામગ્રી :
કન્ડેન્સ્ડ મિલ્ક 400 ગ્રામ,
સમારેલી કિસમિસ 1 ચમચી,
બદામના ટુકડા 1 ચમચી,
છીણેલું કોપરું 4 કપ,
એલચીનો ભૂકો અડચી ચમચી.

રીત :
સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘અખંડ આનંદ’ સામાયિકે લીધી રીડગુજરાતીની નોંધ – તંત્રી
એક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ Next »   

8 પ્રતિભાવો : રસમાધુરી – સંકલિત

 1. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર વાનગીઓ જોઈને મોઢામાં પાણી આવી ગયુ. સાબુદાણા શેમાંથી બને છે તે જો કોઈને ખબર હોય તો અહીં જણાવવા વિનંતિ.

 2. pragnaju says:

  સ્વાદિષ્ટ વાનગીઓ
  હવે આવી વાનગીની કેલરી,ચરબીનો પ્રકાર વિ વિગતો આપવી જરુરી છે
  અતુલભાઈના સવાલનો જવાબ
  Sago is a starch extracted from the pith inside stems of the sago palm Metroxylon sagu. Sago forms a major staple food for the lowland peoples of New Guinea and the Moluccas where it is called sagu and traditionally is cooked and eaten in the form of a pancake served with fish.
  Sago looks like many other starches, and both sago and tapioca are produced commercially in the form of “pearls”. These two kinds of pearls are similar in appearance and may be used interchangeably in some dishes. This similarity causes some confusion in the names of dishes made with the pearls.
  Sago palms grow very quickly, up to 1.5m of vertical stem growth per year, in the fresh water swamps and lowlands in the tropics. The stems are thick and either self supporting or grow with a somewhat climbing habit. The leaves are pinnate, not palmate. The palms are harvested at the age of 7 to 15 years just before they flower. They only flower and fruit once before they die. When harvested the stems are full of the stored starch which would otherwise be used for flowering and fruiting. The trunks are cut into sections and into halves and the starch is beaten or otherwise extracted from the “heartwood”, and in some traditional methods it is collected when it settles out of water. One palm yields 150 to 300kg of starch.
  sago= english name for sabudana!

 3. હવે કોઈ આ ખવડાવો..ભૂખ લાગી ગઈ.

 4. ભાવના શુક્લ says:

  અરે આ બધી ફરાળી આઈટમો તો શ્રાવણમાસ પહેલા જરુરી હતી… કઈ વાંધો નહી મિત્રો, નવરાત્રી તો આ આવી લાગી…
  સાબુદાણા વડા માટે સાબુદાણાની ક્વોલીટી જો સારી હોય તો બે કલાક મા પલળી જાય. કોઇને બરાબર ના બને તો સાબુદાણાને આઠ થી દસ કલાક પલાળી રાખવાથી પણ સરસ બને… અને ખરેખર વિશ્વાસ કરજો તળવા કરતા પણ શેલો ફ્રાય કરીને ક્રિસ્પી કરેલા વડા આછા ગળ્યા દહી સાથે બહુ જ ટેસ્ટી ટેસ્ટી ભાઈ… કેલેરીની ચીંતા થોડી હળવી કરીને બે વડા વધુ ખાઈ ને ખવડાવી શકાય…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.