એક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ

[મૂળ હિન્દી લેખિકા ડૉ. રચનાબેન નિગમના હિન્દી કાવ્યસંગ્રહ ‘એક મુઠ્ઠી આકાશ’નો શ્રીમતી નલિનીબેન રાવલે સુંદર અનુવાદ કરીને ગુજરાતીમાં ‘એક મુઠ્ઠી આકાશ’નું પ્રકાશન ગુજરાતી સાહિત્ય અકાદમીની સહાયતાથી કર્યું છે. નલિનીબેન (વડોદરા) વ્યવસાયે સ્થાનિક ન્યુઝ-ચેનલમાં ‘સ્ક્રિપ્ટ રાઈટર’ છે. ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં લેખન ક્ષેત્રે તેઓ કાર્યરત છે. તેમના હિન્દી કાવ્યસંગ્રહ ‘કશિશ’ ને ‘મહાદેવી વર્મા એવોર્ડ’ પ્રાપ્ત થયેલો છે. તેમાંની ‘દ્રોપદી’ કવિતા ‘મહિલા દિન વિશેષ એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. તેમનું આ પુસ્તક ‘રાષ્ટ્રભાષા આચાર્ય’ એવોર્ડ માટે નોમિનેટ થયેલું છે.  આપ તેમનો આ સરનામે amee_vagadiya@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[1] ચાલ્યા આવો !

ekmuthhiaakashપ્રગટાવી દીપ બેઠી છું,
ચાલ્યા આવો !
આશાઓ બાંધી બેઠી છું,
ચાલ્યા આવો !
તમારી રાહ જોતા એ સનમ !
થાકી હવે ઘડીઓ
તમારી યાદ કરતાં એ સનમ !
પડી હાથમાં કડીયો
ઝુકાવી શિશ બેઠી છું,
ચાલ્યા આવો !
રહ્યું છે ઓગળી મીણ સમું યૌવન રહ્યું છે કરમાઈ તડકા સમું જીવન,
પાથરી નયન બેઠી છું,
ચાલ્યા આવો !
રહ્યું છે વધી અંધારું પરોઢ ઓછું છે,
ઓટ-ભરતીનો ઘૂઘવાટ ઓછો છે,
જગાવી નેહ બેઠી છું,
ચાલ્યા આવો !
.

[2] મનમોર

ઊગતાં’તા દિવસો
થીજેલી ક્ષણોએ.
ઊગતી’તી પહોરને
ઢળતી’તી સાંજ.
પહોરનાં બારણે,
ગગનનાં આંગણે,
તારોની ઝાંઝરે,
ગાતા’તા મન !
ખેતરોનાં શેઢે,
ઝાડવાની ડાળે,
પમરીને ખિલતાએ
પ્રીતનાં સુમન !
કોયલની કૂકે,
પાંદડાનાં ખખડાટે,
વનનાં એ મોર સંગ
નાચતાં’તા મન !
.
[3] અમર સંદેશ

પુસ્તકોનાં અથાહ સાગરમાં
મારો ડૂબકી
ને
વીણી લાવો જ્ઞાનનાં અમૂલ મોતી.
થાઓ હૈયે પ્રગટ ઉજ્જવળ જ્યોતિ
ઓળખી લો બ્રહ્માંડ-ખગોળ
ભટકો છો ક્યાં ?
વિચારો છો શું ? ઊઠો, જાગો
તોડો અજ્ઞાનનાં ઝંઝાવાતો,
ચીરી અંધકાર અજ્ઞાનનો,
જ્ઞાનચક્ષુઓ ખોલો.
મનની આંખે નિહાળો
સીમાડાઓની કાંટાળી વાડે બંધ
ચિત્ર-વિચિત્ર સંસાર,
થઈ યજસ્વી, કીર્તિપુંજ લઈ,
અખિલ વિશ્વે ઘોળો જ્ઞાન સુગંધ.
.

[4] મુક્તક – હિસાબો

સત્ય બોલીને ગુનાહિત થઈ ગયા
સજ્જનોનાં નગરે બેનકાબ થઈ ગયા
પાળી-પોષી કર્યા મોટા જેમને જન્મથી
કંઈક કટકાઓમાં તેમના થકી
જિંદગીભરનાં હિસાબો થઈ ગયા.
.
[5] ઈન્ટરવ્યૂ

મોટા વિશાળ હોલમાં
અર્થહીન શો
બણબણતો ડિગ્રીઓનો
ઘોંઘાટ !
રેતી શા સપનાને
પાકટ વયે ઊગી નીકળેલી
આશાઓનાં સ્મશાન
યોગ્યતા, વિદ્વત્તા અને શિક્ષાનું
છડે ચોક અપમાન.
મોટા સાહેબો, નેતાઓને
વી.આઈ.પી.ઓનાં જીહજુરિયાઓનું
ગર્વિષ્ઠ અભ્યુત્થાન.

[કુલ પાન : 100. કિંમત રૂ. 70. પ્રાપ્તિ સ્થાન : નલિની રાવલ, C-201, કલ્પવૃક્ષ કોમ્પ્લેક્ષ, જી.ઈ.બી સબસ્ટેશન સામે, ટી.બી. હોસ્પીટલ પાસે, ગોત્રીરોડ, વડોદરા. ફોન : +91 265 2323427.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રસમાધુરી – સંકલિત
ભાગ્ય કે ભૂલ ? – અમિત ત્રિવેદી Next »   

15 પ્રતિભાવો : એક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ

 1. અતુલ જાની (આગંતુક) says:

  જેવી રીતે ગંધ તે પૃથ્વીનો, રસ તે જળનો, રુપ તે તેજનો અને સ્પર્શ તે વાયુનો ગુણ છે તેવી જ રીતે શબ્દ તે આકાશનો ગુણ છે.

  ‘એક મુઠી આકાશ’ માંથી નીકળેલા આ શબ્દો વાંચનારના હ્રદયને ઝંકૃત કરી મુકે તેવા છે.

 2. nayan panchal says:

  બધી જ રચનાઓ ખૂબ જ સુંદર.

  નયન

 3. ભાવના શુક્લ says:

  સત્ય બોલીને ગુનાહિત થઈ ગયા
  સજ્જનોનાં નગરે બેનકાબ થઈ ગયા
  ………………………………….

  દમદાર રચનાઓ…

 4. pragnaju says:

  પાંચેય સુંદર હિંદી કાવ્યોનો મઝાનો અનુવાદ

 5. jayshri Anil says:

  Nalini we r proud of u.keep it up.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.