દીકરી મારી દોસ્ત – નીલમ દોશી
[‘દીકરી’ એટલે માનવીય સંવેદનાનું કૂમળુંશુ નાજુક અને નમણું ફૂલ ! એના વિશે જેટલું લખાય એટલું ઓછું જ પડે ! પ્રત્યેક માતા દીકરી સાથેના પોતાના સંસ્મરણો વાગોળીને જીવવાનો સહારો મેળવી લે છે. એ મધુર યાદો ક્યારેક અનાયાસે દીકરીને લખાતા પત્રોમાં શબ્દદેહ ધારણ કરી લે છે. લાગણીનું આ અતૂટબંધન તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘દીકરી મારી દોસ્ત’માં પત્રસ્વરૂપે અભિવ્યક્ત થઈને ખૂબ લોકચાહના પામ્યું છે. કોઈ પણ માતાની તેની દીકરી પ્રત્યેની લાગણીનું તેમાં પ્રતિબિંબ ઝળહળી ઊઠ્યું છે. આ સુંદર પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા માટે લેખિકા શ્રીમતી નીલમબેન દોશી (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]
બેટા ઝીલ,
સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ચર્ય અને હરખથી છલકાઇ ગઈ. આમ તો દેખીતું કોઈ પરિવર્તન તારામાં નહોતું આવ્યું અને છતાં…. છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી :
પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,
એના ગમતા આકાશ પાસે દોડી ગયું.
યૌવનના ઉંબરે પગ મૂકતી છોકરીના તન, મનમાં ઉઠતાં આવેગોથી દરેક મા પરિચિત હોય જ છે. કેમકે એ અવસ્થામાંથી તે પોતે પણ પસાર થયેલ છે. અને છતાં, ઘણીવાર મા દીકરી વચ્ચે આ પ્રશ્ને ચકમક કે તણખા ઝરતા રહે છે. એનાં કારણો જોકે ઘણાં હોઇ શકે અને બધા માટે એ કારણો અલગ અલગ જ હોય. એટલે એ માટે કોઈ સર્વસામાન્ય નિયમ બાંધી ન શકાય પણ લગભગ દરેક મા થોડી ઘણી રોકટોક કરતી રહે છે. દીકરી રાત્રે મોડી આવે ત્યારે ચિંતા કરતી રહે છે અને એ ચિંતા શબ્દોમાં વ્યકત થાય છે ત્યારે દીકરીને મા જુનવાણી લાગે છે. ‘એમાં શું ?’ આ દીકરીનો સર્વસામાન્ય જવાબ હોય છે. જે માને સ્વીકાર્ય નથી હોતો.
યાદ છે, આપણી સામે રહેતા અંજુ આન્ટીની પુત્રી, દિશાની સગાઇ થઈ અને ગામમાં જ સાસરું હોવાથી રોજ બંને ફરવા જતા. રાત્રે મોડું થતું ત્યારે આન્ટી કેવા ગુસ્સે થતા. પુત્રીને મા નો ગુસ્સો સમજાતો નહીં… અને મા દીકરી વચ્ચે રોજ એ પ્રશ્ને ચકમક ઝરતી રહેતી. અંજુ આન્ટીના એક સગાની પુત્રીની સગાઈ આવા જ કોઇ સંજોગોને લીધે તૂટી ગઇ હતી. તેથી આન્ટી ડરતા હતા. જોકે પાંચેય આંગળીઓ સરખી ન હોય. બધાની સાથે કંઈ આવું નથી થતું…છતાં દીકરીની મા ની ચિંતા અવગણી શકાય તેમ પણ નથી જ. અત્યારે સમાજમાં બનતા બનાવોથી દરેક માના મનમાં એક અજાણ્યો ડર રહે જ છે. ખેર…! અત્યારે આ વાત અચાનક મનમાં ઊગી આવી. બાકી પાંખ આવે ને પંખી માળામાંથી ઊડી જાય એમ દીકરી પણ સમય આવે અને પોતાના આગવા આકાશમાં ઊડી જાય. દીકરીના મા બાપે જીવનનું આ પરમ સત્ય સ્વીકારવું જ રહ્યું અને ફકત દીકરી જ નહીં….દીકરા માટે પણ આ એટલું જ સત્ય છે. પાંખો આવે ને ઉડ્ડયન શરૂ થાય એ તો કુદરતનો ક્રમ છે. એનો અફસોસ શા માટે ? એક ધરામાં પ્રગટી, બીજી ધરામાં ધરબાવું એ દરેક પુત્રીની આગવી વિશિષ્ટતા છે. હું એને મજબૂરી નહીં કહું. સદીઓથી ચાલ્યો આવતો એ ક્રમ છે.
આજે તારી પણ આગવી દુનિયાની શરૂઆત થઈ છે. એને હોશે હોંશે મૌન બની હું નીરખી રહું છું….વધાવી રહું છું. અને મારા અંતરમાંથી અજાણતા જ તમારા બંને માટે આશિષો વરસી રહી છે. તારી ક્ષિતિજો વિસ્તરતી રહે, અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઈ હોઈ શકે ? આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું ‘મીઠી’ કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને ? તારું એ માનીતું કાવ્ય….! જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ મને કરતી આવી છો અને હું ગાતી આવી છું.
ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે. તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી. કેમકે મને યે એ બહુ પ્રિય છે અને ન જાણે કેમ પણ એ કાવ્ય તારી ઊંઘ સાથે અજબ રીતે સંકળાઈ ગયું. તને ઘોડિયામાં હિંચોળતી હું કેટલાંયે કાવ્યો લલકારતી રહેતી. ગાતા ભલે ને સારું નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી અને તું જાણે હું લતા મંગેશકર હોઉં તેમ સાંભળતી રહેતી. કેટલાંયે જોડકણાં, હાલરડાં અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી. તું કંઈ ન સમજતી અને છતાં મને થતું કે તું બધું સમજે છે ! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચું હસતી ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા અને સાથે યાદ આવતી આ પંક્તિ :
પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મ્હોંમાં, બ્રહ્માંડો અનેક અવલોકતી.
શિશુની આંખમાં બ્રહ્માંડ જોવા, અનુભવવા માટે એક માની દ્રષ્ટિ જોઈએ. તારી આંખો બંધ થાય એટલે તું સૂઇ ગઈ માની હું ગાવાનું બંધ કરતી અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઈ ખોયાની બંને સાઇડ પકડીને ટગર ટગર મારી સામે જોઈ ડિમાન્ડ કરતી હોય તેમ જોઈ રહેતી અને બે મિનિટ રાહ જોઈને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં કહેતી. અર્થાત્ રડવાનું ચાલુ કરી દેતી. ને હું ગમે તેટલી થાકી ગઈ હોઉં તોયે મારું ગાવાનું ચાલુ થઇ જાય ! અને તું સંતોષ પામી….. ‘હં હવે બરાબર’નું સ્મિત કરી ધીમેથી સાચવીને પાછી ઘોડિયામાં લંબાવી દેતી….! એ પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઊંઘ આવે ત્યારે અચૂક ‘મીઠી’ એટલું બોલતી અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે એટલે મારે હવે એ કાવ્ય ગાવાનું છે….! આ વાત તો તું આજેય યાદ કરે જ છે ને ? આજેય હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલીયેવાર રાત્રે મારી પાસે ‘મમ્મી, મીઠી ગાને. આજે ઊંઘ નથી આવતી…’ કહીને ગવડાવ્યું છે. પપ્પા ફોનનું બિલ ભરતા રહેતા અને આપણે મા દીકરી ‘મીઠી’ ગાતા રહેતા.
મને ડર છે કે પછી ખાતરી છે કે લગ્ન કરીને તું અમેરિકા જઈશ ત્યારેય કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે ‘મમ્મી, મીઠી ગાને….’ અને શુભમ બિલ ભરતો રહેશે…!
માઇલોના માઇલોનું અંતર ખરી પડે.
જયાં અંતરનો સેતુ નિરંતર.
અને ત્યારે આપણી વચ્ચેનું માઈલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા-દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઈ જશે….સાત સાગરની પાર… કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે, નહીં ? હાલરડાં…કદાચ આપણી સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. બાળ શિવાજીને હાલરડા સુણાવી ભવિષ્ય માટે તૈયાર કરતી માતા જીજાબાઇનું સ્મરણ આજે સહેજે થઈ આવે છે.
આભમાં ઊગ્યો ચાંદલોને જીજીબાઇને આવ્યો બાળ,
બાળુડાને માતા હિંચોળે, ધણણણ ડુંગરા બોલે,
શિવાજીને નીંદરુ ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે
આ ભાવવાહી હાલરડું ઈતિહાસમાં એક સ્થાન બનાવી ચૂક્યું છે. બાળ શિવાજીને ગર્ભમાંથી જ સંસ્કાર આપતી, આવનાર ભવિષ્ય માટે તૈયાર કરતી, માતા જીજાબાઈનું નામ ઇતિહાસકારો આદરપૂર્વક લે છે. આજે વિજ્ઞાન પણ કહે છે બાળકના સંસ્કાર…. તેની શીખવાની શરૂઆત માતાના ગર્ભમાંથી શરૂ થઈ જાય છે. (હવે તો ઘણી જગ્યાએ સગર્ભા સ્ત્રીને આ માટે રીતસરની ટ્રેનીંગ આપવામાં આવે છે. કેમકે માતાના વિચારોની અસર બાળક પર ગર્ભમાંથી પડે છે એ સાબિત થઈ ચૂકયું છે.) મહાભારતમાં બાળક અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ ચક્રવ્યુહના છ કોઠા શીખીને જન્મેલ…. તે વાતથી આપણે કોઈ અજાણ નથી જ. એટલે હાલરડાં સાંભળતું બાળક કંઈ નથી સમજતું એમ કેમ કહી શકાય ? હા, બની શકે કે પછી ભવિષ્યમાં એને એ મુજબના ખાતર, પાણી અર્થાત્ વાતાવરણ ન મળે તો એ બધું વિસરાઈ જાય. માતાના અવાજને બાળક ચોક્કસ ઓળખે જ છે. એ અવાજ કદાચ એના અજ્ઞાત મનમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. એ અવાજ માતા પોતાની આસપાસ છે એનો અહેસાસ બાળકને કરાવે છે. એટલે જ બાળક સમજતું હોય કે નહીં પણ એને ગીત, સંગીત ગમે છે. સંગીતની અસર વૃક્ષ પર પણ થતી હોય તો ચૈતન્યથી ભરપૂર, પરમના અંશ સમાન બાળક પર કેમ ન થાય ? માતાના કંઠે ગવાતા હાલરડામાં છલકતો ઉત્સાહ બાળક ચોક્કસપણે અનુભવી શકે છે. શિશુને પોઢાડતી દરેક માએ કંઈક ગાયું કે ગણગણ્યું જ હશે. હાલરડાના એ શબ્દો માના અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એ સામાન્ય શબ્દોમાં ભાવનાનો અર્ક ભળેલ હોય છે. તેથી જ એ અવિસ્મરણીય બની દરેક બાળકની યાદ સાથે જોડાઈ જાય છે. એ શબ્દો વહાલના પ્રતીક બની રહે છે. જેમ તારે માટે ‘મીઠી’ શબ્દ વહાલનો લાડનો પર્યાય બની ગયો છે.
કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે. શું યાદ કરું ને શું ભૂલું ? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમું ? આ બધું શું કામ લખુ છું. એ યે આજે અત્યારે તો ખબર નથી. બસ છલકાઉં છું… એટલે શબ્દો સરતા જાય છે. કોઈ સભાનતા વિના… આ કંઈ મારી એકની વાત નથી. દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે. દરેક મા-દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે. વહાલનો દરિયો સેતુ બનીને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે. કોઈ ઓટ વિના. અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઊછળતાં મોજાં….એ કયારેક ન દેખાય તોપણ હાજર હોય જ ! ઉપરથી સૂકી દેખાતી નદીને પણ ખોદો તો એની ભીનાશ અકબંધ હોય જ. એમ ઘણીવખત સંજોગોને લીધે ઉપરથી શુષ્ક જણાતાં મા કે દીકરીના અંતરના ઊંડાણમાં તો લાગણીનો અખૂટ ઝરો વહેતો જ રહે છે. નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઈના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે : ‘ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.’ હકીકતે તારા ફોનની રાહ જોઈ ને બેઠી છું. આંખોમાં ઊંઘ નથી એટલે હાથમાં ફરી એકવાર ડાયરી લઇને બેઠી છું અને મનમાં જે ભાવો ઉઠે તેને શબ્દદેહ આપું છું.
આજે શું કર્યું શુભમ સાથે ? કયાં ફર્યા ? શું વાતો કરી ? મને ખબર છે કે મને વાત કર્યા વિના તનેય ઊંઘ નહીં જ આવે અને મને તો આવવાનો સવાલ જ નથી. બસ…હવે કાલે વાત.
પપ્પા જાણી જોઇને તારી કોઈ વાત મારી પાસે કાઢતા નથી. કેમકે એને ખબર છે કે હું રડીશ. એ પણ તને એટલી જ યાદ કરે છે. જોકે પુરૂષ હંમેશાં પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો. પણ હું જાણું છું, અનુભવુ છું. પપ્પાનું મન પણ છલકાઈ રહ્યું છે. ફકત આંખો જ મારી જેમ નથી છલકતી. દરેક દીકરીની જેમ તું પણ પપ્પાની ચમચી રહી ને ! તારી કિલકારી તો કેટલે દૂરથી પણ પપ્પા સાંભળી શકે છે. દીકરી હમેશાં બાપની સંવેદનાને અનાયાસે વધુ ઉજાગર બનાવે છે. વહાલને એક વિશિષ્ટ અર્થ દીકરી દ્વારા મળે છે. મારી જેમ જ કયા માતા-પિતા પાસે આવાં કોઈ ને કોઈ સંસ્મરણો નહીં હોય ?
હૈયાના ઝાડવાને મૂળિયાં અનેક,
એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.
તું સારી પત્ની, સારી વહુ, સારી માતા , સારી ભાભી વગેરે જરૂર બનજે…પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મસન્માન અને અભિમાન વચ્ચે બહુ
બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતાં શીખજે. અહંકાર હંમેશાં બંને પક્ષે વિનાશકારક જ બની રહે છે. પતિની આગળ કે પાછળ નહીં….પણ પતિની સાથે ચાલી રહેજે. તને મિત્ર પતિ મળ્યો છે. ત્યારે સાચા
અર્થમાં તમ પતિ-પત્ની વચ્ચે મૈત્રીનું આકાશ વિસ્તરી રહે…. અક્ષુણ્ણ મૈત્રીનો દીપ તમારી વચ્ચે પ્રજવલિત રહે એ પ્રાર્થના…….અને મૈત્રીએ પિંજર નહીં…..ખુલ્લું…..મુકત આકાશ છે એ ભૂલીશ નહીં. તમારી મિત્રતાનું વર્તુળ સદા વિસ્તરી રહેશે…એ શ્રધ્ધા સાથે….
– માનું વહાલ.
પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલાં સાત;
પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવનનો સંગાથ.
[કુલ પાન : 212. કિંમત રૂ. 170. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ઍપાર્ટમેન્ટ. 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. અમદાવાદ-300007.]
Print This Article
·
Save this article As PDF
ખૂબ જ સરસ લેખ, નીલમબેન્. મારી પાસે શબ્દો નથી.
મારા જેવાની આંખો ભીની થઈ ગઈ તો બહેનો તો આજે રડશે જ. કાશ આવો જ એક લેખ દિકરાઓ પર પણ મળે તો મજા આવી જાય.
અભિનંદન.
નયન
really nice emotions ..Ek maa and daughter vacche no…
ખુબ જ સુન્દર અભિવ્યક્તિ! આંખો મા આંસુ આવી ગયા.
Really wonder this site as well as novel really great.
From:
http://dhawalpatel.blogspot.com/
Very heart touching…….It recalled all the memory of my mummy….she is Puna and I am not aqble to meet her since long……………I miss u mumma………………………Thanks a lot for such a fantastic lekh……..
heartwarming article – daughters are like ‘oasis’ in mothers life
it was a pleasure to read this article
‘ કાશ આવો જ એક લેખ દિકરાઓ પર પણ મળે તો મજા આવી જાય.’
I agree with above – boys are equally emotionally attached to parents
છલકાઉં છું… એટલે શબ્દો સરતા જાય છે…………..
અમે પ ણ છલકાઇ ગ યા…….
અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઊછળતાં મોજાં…………
ખુબ જ સુન્દર અભિવ્યક્તિ!!!!!
આ સુંદર લેખ માટે શબ્દો નથી મલતા. મારે આ પુસ્તક મગાવવું છે તો કઇ રીતે મગાવી શકાય તેની જાણકારી આપવા લેખિકા અથવા તંત્રીને વિનંતિ. આંખમાં આંસુ વિના કોઇ મા કે દીકરી આ વાંચી ન શકે. બનેને ખૂબ અભિનનદન
આ પુસ્તકના શકય હોય તો બીજા પ્રકરણો પણ મૂકવા વિનંતિ.
Internal Eternal love never die.very nice.
Saras Lekh Nilam Ben !
આજ ની આ materialistic દુનિયા મા આવો લેખ ખરેખર મન ની લાગણી ને વાચા આપે છે.
શબ્દો નથિ મળ્તા કઈ લખ્વા માટે….
Please give details of this novel, from where can we get it?
Excellent……….
No more words. I’m Speechless.
સરસ
મા તથા દિકરી વચ્ચેના સમ્બન્ધ તથા ભાવનાઓનુ ખૂબજ સુન્દર નિરુપણ.
Too good, I am definitely going to buy this book. Moreover, we all are wellwishers of Gujarati Sahitya, then rather than demanding other article on ReadGujarati, why not to buy a book and support Gujarati sahitya?
Support Gujarati Sahitya, Invest in Gujarati Books !!!
Geetika
very nice article.
ઘનો જ સરસ લેખ. વાહ! વાચિને ખુબ જ ગમ્યુ. ખુબ ખુબ આભાર.
અવનિ સોનિ
IT IS REALLY VERY GOOD ARTICLE, I WAS CRYING AND REMEMBER MY PARENTS WHO ARE IN INDIA I AM IN CANADA NOW AND ALSO HAVE ONE LITTLE QUITE DAUGHTER.ITS REMIND MY DAYS WHEN I WAS SMALL.AND I ALSO SING HALARDA FOR MY DAUGHTER.
PAHELA RADU AVTU TYARE MUMMYPAPPA YAD AVTA HATA ,HAVE MUMMYPAPPA YAD AVE CHENE RADU AVE CHE.
LIKE TO READ THIS KIND OF ARTICLES.
DIKRI MARI VAHAL NO DARIO.
(DIKRO TARO DHAMAL NO DARIO) JUST KIDDING!!!!!!!!
THANKS A LOT
SEJAL
Nilamben:
It’s a very beautiful article. I will surely buy your book and read. My eyes are full of tears as I feel it’s written by my Mom and Dad. I am not sure whether you have only daughter as your kid or do you have any son ? You should write similar feelings for your son and that may be a voice of every other woman. The advice what you gave to your daughter needs to be given to sons also, that will make this world beautiful.
excellent!
My mother is here with me in America now a days and I too have a daughter…….
Will miss you a lot mom, once you go back.
Enjoying motherhood also, I sing lots of songs to my daughter, and she really enjoys that…….
Does anybody know where can I find કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું ‘મીઠી’ કાવ્ય? Unfortunately I don’t live in India. So, it would be nice if it is available on web. I have named my daughter ‘મીઠી’ and now would like to sing this poem for her. She is 2 and 1/2 and loves Halarada.
Thanks
ખુબ જ સરસ
વસાવવા અને પ્રસંગોએ વહેંચવા જેવું પુસ્તક
Here is the famous poem મીઠી માથે ભાત if anyone is interested.
(દોહરો)
ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.
સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.’
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’
ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’
કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’
પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.
‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.
‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !
નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત
સહુ પ્રથમ તો શ્રી નીલમબહેનને ખુબ ખુબ ધન્યવાદ – આવા સુંદર પત્રોનો પુસ્તક રુપે સંગ્રહ બહાર પાડવા બદલ. એક પત્ર વાંચીને બધા જ પત્રો વાંચવાની ઇચ્છા થઈ આવી.
એક જ દિવાસમાં આટલા બધા હકારાત્મક પ્રતિભાવો જ આ લેખ કેટલો બધો સફળ રહ્યો છે તે દર્શાવે છે.
સેજલ બહેનની સુંદર વાત – “પહેલા રડવું આવે ત્યારે મમ્મી-પપ્પા યાદ આવતાં હતા, હવે મમ્મી-પપ્પા યાદ આવે છે ને રડવું આવે છે”
નામી-અનામી -> જો આપ “મીઠી” વિષેની આ કવિતા વાંચવા માગતા હો તો નીચેની લીન્ક ઉપર ક્લિક કરશો. એક ચેતવણી આપી રાખુ છું કે આ કવિતા ઘણી કરૂણ છે અને જો તમે અતિશય ભાવુક હો તો ન વાંચવાની સલાહ છે.
http://drsiddharth.blogspot.com/2005/04/blog-post_10.html
અરે હજુ હું લીન્ક આપુ તે પહેલા તો પાયલબહેને આખી કવિતા જ અહીં મુકી દીધી !
હશે, ચાલો હવે, કરૂણ રસમાંથી બહાર આવી જઈને જેને નાનકડી વિર બાળાનો વિર-રસ માણવો હોય તે અહીં ક્લિક કરે.
http://drsiddharth.blogspot.com/2005/03/blog-post_18.html
Thank you Payalben & Atulbhai for providing this poem.
Atulbhai, I was a student in Saurashtra high school, Rajkot between 1985-1992 and every Thrusday we used to have a half hour cultural program every week where whole school would get to gether and enjoy performance given by handful of fellow students. This peom was in sixth grade gujarati book at the time. And we 4 friends (it was all boys school at the time and one of us had played the role of Mithi) played this poem on stage while singing it. Most of the students were too young to be touched by the emotions but majority of teachers (male teachers too) had watering eyes at the end.
Some how Meghani stuck to my mind as an author for this peom, hence I kept search the net fruitlessly for it in reference to Meghani.
શ્રી નામી અનામી ભાઈ,
ઓહ ! તમે તો ભાઈ નામી કલાકાર નીકળ્યાં. અને છતાં તમારૂં નામ અમે ન જાણતાં હોવાથી અનામી પણ છો જ. ગમે તેમ પણ એક કલાકારને મળીને ઘણો જ આનંદ થયો.
ખૂબ ખૂબ આભાર આપ સૌનો.
પુસ્તક ગુર્જર પ્રકાશન, અમદાવાદ નો સંપર્ક કરવાથી મળી શકશે.
ફોન નંબર…
079- 26620472 છે.
અથવા મને પણ આપ ફોન કરી શકો છો. તો હુ વ્યવસ્થા કરી આપીશ મારો ફોન નંબર
079- 26871262
ખાસ એક વાત મારી દ્રષ્ટિએ આ પુસ્તક લગ્ન પ્રસંગે આપવા માટે ની ઉત્તમ ભેટ ગણી શકાય. આ પુસ્તક તેથી જ વિશ્વની સમસ્ત દીકરીઓને અર્પણ કરેલું છે. જેમને દીકરી ન હોય તે પોતે તો કોઇની દીકરી છે જ ને ?
અને આ પુસ્તકનું વિમોચન પૂ. મોરારીબાપુના હસ્તે થયેલ છે અને તેમના આશીર્વાદ આ પુસ્તકને મળેલ છે તે મારે માટે આનંદની વાત છે.
આપ સૌની લાગણી બદલ આનંદ અનુભવું છું.
ફરી એકવાર આપ સૌ અને મૃગેશભાઇના આભાર સાથે
નીલમ દોશી.
અભિનંદન અને આભાર…. નીલમ આંટી
મારી પણ ફરીયાદ ખરી –
કેમ દીકરો દોસ્ત ના બની શકે ???
નવું પુસ્તક વાંચીને કદાચ દીકરી ના હોવાનું દુઃખ ઓછું થઈ જાય …!!
આદરણીય નીલમબહેને દિકરી અને તેની સાથે વણાયેલી માતા અને પિતાની કોમળ લાગણીઓનુ સરસ રસપાન કરાવ્યુ. દિકરી શબ્દ સાથે કરુણા એટલે વધુ વણાયેલી છે કે ભારતીય આચાર મુજબ લગ્ન થતા દિકરી મા-બાપથી દુર જઈ રહે છે અને પોતાનો એક અલગ સંસાર એકડાથી શરુ કરે છે…
મારે ત્યા મારા દિકરાનો જન્મ થયો ત્યારે મારી મમ્મી ધીરેથી બોલી ગઈ કે “હાશ સરસ થયુ..દિકરો આવ્યો” મને આ સાંભળીને ખુબ લાગી આવ્યુ અને ધીરેથી પુછ્યુ કે કેમ મમ્મી દિકરી આવી હોત તો તને ના ગમત કે ઓછુ લાગત… ત્યારે કરુણા ભરેલી બોલી રહી કે “બેટા દિકરીને આંખથી દુર કરી સતત તેના ગમા- અણગમા અને સુરક્ષિતતા વિશે વિચારતા રહેવુ એ તુ ધારે એટલુ સરળ નથી, હુ ને તારા પપ્પા તમારી બહેનોના સાસરે ગયા પછી જે એકલતા અને વિષાદ લઈને દિવસ રાત બેઠા હોય છે તેમાથી તમે ના પસાર થાઓ એવી તો એકાદ ઇચ્છા ને વશ એવુ બોલાઈ ગયુ બેટા….માતા બની છે તો માતાને સમજવા ની ભુલ ના કરજે..” અને ત્યારે માતાને ન સમજવા માટે જાત પર ફીટકાર થઈ આવ્યો.
પાયલબહેન ને થેંક્યુ કહેવાનુ કે મીઠી કાવ્ય શોધીને મુકી આપ્યુ. મને યાદ છે લાઠી ની કન્યાશાળામા ભણતા ભણતા જ્યારે આ કાવ્ય સમુહ ગાન કરતા અને વિષાદ ઘેરા થઈ જતા વર્ગને પાછો રંગમા લાવવા વર્ગ શિક્ષક બહેન “ચારણકન્યા” ગવડાવતા અને આ બન્ને કરુણ અને વિરરસથી ભરપુર કન્યા કાવ્યો કન્યાશાળામા ગાઈને ઘરે જતા. આજે પણ ખળભળે છે એ યાદો..
અભિનંદન…
ખુબ જ સરસ પુસ્તક.. ભાવનાઓ નું જાણે શબ્દો માં નિરુપણ..!! મારા ખુબ જ ગમતા પુસ્તકો માં તો સ્થાન પામી જ ચુકી છે આ બુક.. મારી સાથે સાથે ,મારી બેસ્ટ ફ્રેન્ડ -મારી મમ્મી- ને પણ ખુબ જ ગમ્યું…
અને હા, ગીફ્ટ આપવા માટે ઉત્તમ..બધી જ રીતે…કેમ.. શું કહેવું છે આંટી..!! બરાબર ને..!! હવે આનો જવાબ તો કદાચ તમે અને હું જ જાણીએ છીએ..!! 😉 પણ ખરેખર.. એક ઉમદા પુસ્તક.
અભિનંદન, નીલમ આંટી.
neelamben , i am born & brought up in ahmedabad .at present iam at america staying with my daughter for last three years in atlanta . really very good & appealing article . somehow i feel that if u would have touched father”s emotions then this article & book would have been much better . somehow very appealing . upendra .
Excellent book !
This is just a begining, best luck for future !
really very touchy article….. each mother may cry after reading this article apart of mother of a son or a daughter… because every mother is a daughter…
i m still crying because my 1 n half yr old daughter is playing infront of my eyes…
thank u
shruti
ઉપેન્દ્રભાઇ અને અન્ય સૌના જવાબમાં એટલું કહેવાનું કે આખું પુસ્તક વાંચશો ત્યારે કદાચ આપ સૌની આ ફરિયાદ નહીં રહે. કેમકે અહીં પિતાની લાગણી પણ સાથે જ વણાયેલી છે. અને દીકરો પણ કયાંય ગેરહાજર નથી જ. એ માટે આખું પુસ્તક વાંચવું રહ્યું. ત્રીસ ચેપ્ટરમાં ખાલી દીકરી હોઇ જ ન શકે ને ? અહીં તો કુટુંબમેળાના કંકુછાટણા છે. જેમા રંગાઇને આપ સૌ પણ આપના પુત્ર, પુત્રી કે માતા, પિતાનું પ્રતિબિંબ અવશ્ય નિહાળી શકશો એ શ્રધ્ધા છે.
આપ સૌના ખૂબ આભાર સાથે.
આપ સૌની પુત્રીને ખૂબ ખૂબ વહાલ સાથે….અને હા, પુત્રને પણ હોં…નહીંતર કોઇ પીંકી જરૂર ફરિયાદ કરશે…
પુરુષ હોવાથી લેખ વાંચીને રડયો તો નથી પરંતુ અન્દરથી આખો ભીનો જરૂર થયો. શબ્દોની તાકાત અનુભવી. મારા જેવી રુક્ષ વ્યક્તિને પણ એ ભીની કરી શકયા.
અભિનન્દન, હવે આખુ પુસ્ત્ક વાંચવુ જ રહ્યુ. કદાચ એ વાંચીને મનની સાથે આંખ પણ છલકશે એવું લાગે છે.
આ પુસ્તકની પ્રસ્તાવના વાંચવા મળી શકે ? વધારે પ્રકરણ કદાચ ન મૂકી શકો તો પ્રસ્તાવના જરૂર મૂકી શકાય…આશા રાખુ છું.
આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી છે તે જણાવવા વિનતિ..
I read it then .. again i read. and then ….
well , I remember ” dikari vahal no dario” book by Chitralekha..
same…
two things I like most ‘
Dikari vahal no dario while dikaro dhamal no dario.
” પહેલા રડવું આવે ત્યારે મમ્મી-પપ્પા યાદ આવતાં હતા, હવે મમ્મી-પપ્પા યાદ આવે છે ને રડવું આવે છે”
too good
દેીકરેી વહાલનો દરિયો વાચન યાદ આવ્યુઁ.
Thanks to payalbahen !
Abhinandan bahena !!pl.sing “Mithi”.
Kindly try to dig the land more….more !
Quest for Gujarati fonts and that too so lovely Sahitya link is over now with this readgujarati.com.
Thanks a lot for taking care and efforts to bring out Gujarati on Internet which is flushed with English, English & English.
No Words to express the gratitude I feel.
આપનો લેખ વાચિને ખુબ આનદ થયો.પણ જેવિ રિતે દિકરિ વહાલ નો દરિયો તેમ દિકરો વહાલ નુ આકાશ છે. એવુ અનુભવિયઉ.દિકરા પર પણ આવો લેખ હોય્…..
દીકરીની વાત નીકળે અને આકાશદીપનું આ કાવ્ય કેમ વિસરાય ભાઈ? નીલમ બેન તમે પણ બે શબ્દો કહેશો. વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી
રમેશ પટેલ(આકાશદીપ)
કાવ્ય ખરેખર ખૂબ સુન્દર છે. પહેલા મળ્યું હોત તો બની શકે કે તેની કોઇ લાઇનનો સમાવેશ પુસ્તકમાં થયો હોત.
” આકાશદીપ” શ્રી રમેશભાઇને આકાશ જેટલા અભિનન્દન….
સરસ લેખ ,મિઠિ કાવ્ય શાળાજિવનનિ યાદ અપાવિ ગયુ. લેખ વાંચતિ વખતે થયુ આખુ કાવ્ય વાંચવા મળૅ તો કેવુ સારું ત્યાતો કોમેન્ત્સ મા એ ઇચ્ચ્હા પણ પાયલબહેને પુરિ કરિ દિધિ.આભાર. હવે તો આખું પુસ્તક વાંચવુ રહ્યું.
સરસ લેખ ,મિઠિ કાવ્ય શાળાજિવનનિ યાદ અપાવિ ગયુ. લેખ વાંચતિ વખતે થયુ આખુ કાવ્ય વાંચવા મળૅ તો કેવુ સારું ત્યાતો કોમેન્ત્સ મા એ ઇચ્ચ્હા પણ પાયલબહેને પુરિ કરિ દિધિ.આભાર. હવે તો આખું પુસ્તક વાંચવુ રહ્યું.મેઘાણી નિ ચારણ કન્યા, મિઠિ માથે ભાત એ સ્મરણ પટ પર અમિટ રિતે અન્કિત થઇ ગયેલા કાવ્યો મા ના એક ચ્હે.
મારે ફક્ત એટલુ જે કહેવું છે કે આર્ટિકલ એટલ ભાવવાહી છે કે વાંચત વાંચતા મને મારી મોમ યાદ આવી ગઈ.
Its just beautiful.
Neelam bahen, Thanks allot for sharing this book with us. Its somethign people will cherish for years..
Thanks again.
Dear Nilamben,
You have really strike a chord. Too good. No words to express.
Cannot wait to get the book.
Thank you all for their lovely posts.
Ashish Dave
Sunnyvale, California
mummyyyyyyyyyyyyyyyyyyyy……………………………………..
Mithi to mara man ma vanai gayi chhe….std 6 ma kavita vanchi tyar thi………….
Amri diakri nu ladku naam kadach etle j Mithi chhe……
Wonderfull article Neelamben
Im so far from ma mother… i just read it n ma eyes full with tears.. મારા લગન પછી મને ખબર પડી કે મારી mum મને કેટલા નજીકથી જાણે છે…….
i just bought this book. and really an excellent book.i have no words to express my feelings.i will buy some more copies and will give this to my friends too. nice book to gift.
નિલમ બેન, સાચેનજ મારિ દિકરિ shreya યાદ આવિ ગઈ. આખ મા પાનિ આવિ ગયુ. શાબાશ નિલમબેન્.
મા બાપ ના ભાવ ને વાચા આપિ ને દિકરિ ના સન્માન ને વધારિ દિધુ. સુદર લેખ.આભાર.
અનુ
સરસ લેખ્ ! anko sajal bani!!! aa vanchta darek ma ne ponani vahali dikri yaad aavya vina kem rahe?
નીલમબેન, આજે ઘણાં દિવસે રીડ ગુજરાતી સાઇટ ખોલી અને સૌથી વધારે વંચાયેલા લેખમાં દિકરી મારી દોસ્ત ને જોઈ ફરીથી પ્રકરણ વાંચ્યું અને ફરીથી આંખો ભીની થઈ. ફરીથી ડાઊનલોડ કરી રાખેલા બધાં પ્રકરણો જૉઈ ગયા.ફરીથી સંવેદનશીલ વાંચકોની આંખો કયારે ભીની કરાવો છો?
જિતેન અને દર્શના દેસાઈ
“ઉપરથી સૂકી દેખાતી નદીને પણ ખૉદો તો એની ભીનાશ અકબંધ હોય જ.”
આ અભિવ્યકિતી માં ની દીકરી પ્રત્યેની ચિંતા અને હ્રદયનો પ્રેમ વર્ણવે છે. જે પુરેપુરો શબ્દો મા વર્ણવી શકતો નથી.
Excellent
Congratulation
અદભુત, માત્ર આટલુ જ કહીશ.
Nilam aunty pehla to khub khub abhar tamari dikri pratye ni lagani mate.
Aunty tame to mari ankh bhinjavi nakhi.mane mari Mata ni yad appavi didhi.Mare Mata jya che tya hu jai shakti nathi pan tamari varta vanchi ne mai mari Mata ne dil thi yad kari lidhi. darek dikri na hraday ma Mata mate sharkhi j lagani hoy che. hu pan mare Mata ne bahu miss karu chu.
Hu pan vicharti k mara lagna thay ne hu ghare awu to mare Mata vahal thi gale lagave ne mane pche k “beta tu khush to chu ne?” mara kam naseb k mare Mata mare pase hayat nathi. Tame mara jivan no karun prasang yad karavi didho. Hu jyare lagan kari pratham var mara ghare awi to hu mare Mata ne j shodhti hati. kash mari mata mare pase awe ne mane gale lagavi ne khub vahal kare.
Aunty tamare pan dikri hase?. Tame ene khub vahal karjo sasare thi awe to khub prem appjo badhhi man ni vat janjo dikri ne bahu jarur hoy che k ene man ni vat koi jane koi puche k Beta tu khush to chu ne?
aunty appna kimti samay ma thi thodo samay kadhi ne mane reply karjo hu ek dikri banine appna reply ne rah joish…………………………………..
ખ્યાતિ, આભાર. અત્યારે સંજોગોને લીધે વધારે લખી શકુ તેમ નથી. પરંતુ તું દીકરી બનીને રાહ જુએ છે એમ લખ્યુ છે. તેથી તુરત જવાબ લખવા બેસી છું. દીકરીને કેમ નિરાશ કરાય ? તારું મેઇલ એડેર નથી તેથી અહીં જ લખુ છું.
” દીકરી મારી દોસ્ત ” પુસ્તકનો નૉ 60% જેટલો ભાગ મારા બ્લોગ ” પરમ સમીપે ” પર મૂકેલ છે. જેની લીંક આપુ છું. આશા છે તને વાંચવુ ગમશે. અને તારી માતાને પણ તું એમાં અનુભવી શકીશ.
http://paramujas.wordpress.com
and my mail id is
nilamhdoshi@yahoo.com
if u want to mail me…u can…and be happy always…
right now i may not reply regularly..as i am out of station for few days
have a nice time. take care.beta..
and thanks to mrugeshbhai too
સુ સુન્દર્ લેખ્ કે નિબન્ધ્ કે વિચાર્ કે પુશતક્
What about sons…? just kidding….Really touching article…!!!
મારે બે દિકરીઓ છે,બહુ વ્હાલી અને પ્રેમાળ છે.આપની રચના વાચીને દિલ ભરાઇ આવ્યુ.એની મમ્મી પણ રડી પડી. સુન્દર રચના મનને સીધી સ્પર્શી ગઈ.ખુબ ખુબ આભાર, આવી સરસ રચના અમને વાન્ચવા મળી.
કનુ યોગી, રાજપીપલા, નર્મદા.
Excellent description of mom-daughter’s love Nilamben.
Very touchy. Full of sentiments.
I am also away from my mom. She is in India and I am in USA.
When I had decided to depart from her, I had remembered these lines, which I heard somewhere,
“Sentiments have their own place in life. They must be accepted, they must be respected, but they must also be set aside and should not prove to be an hindrance in the progress of anyone to the higher stages of success in life.”
I made myself very strong and I am sure, my mom was more stronger than me at that moment, when I came here to pursue my studies. It was my and my mom’s collective decision and by God’s grace everything has worked out well till now. Now within a short span of time I will be meeting my mom and I seriously cannot wait for that time to come.
Mom’s are simply so sweet. Thank you once again Ms. Nilam Doshi.