એકલતા અને એકલતા – ચંદ્રકાન્ત બક્ષી

[‘લવ… અને મૃત્યુ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

loveandmrutuએકલતાને માટે અંગ્રેજી ભાષા પાસે બે શબ્દો છે : અલોનનેસ અને લોનલીનેસ, અને આ બે શબ્દો વચ્ચે એક તાત્વિક ફર્ક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, ‘અલોન’ છો. દુનિયાની દયા ઉપર નથી, તમે ખુદમુખ્તાર છો, તમે તમારા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો, તમારી હવેની જિંદગીનો ગ્રાફ તમે નક્કી કરો છો, તમારી હથેળીની રેખાઓ પર તમારો અખ્તિયાર સંપૂર્ણ છે. જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે, જોડે, પડખે હોવું જોઈએ. તમે લાચાર અને મોહતાજ બની જાઓ છો, દયા એક સહારો બની જાય છે. મહોબ્બત નહીં પણ મહેરબાનીની દિશામાં તમારી આંખો અપલક તાકી રહી છે, ત્યારે તમે ‘લોનલી’ બની જાઓ છો. મર્દ અલોન હોય છે, નામર્દ લોનલી હોય છે. મર્દ તૂટી જઈ શકે છે, નામર્દ ટકી જઈ શકે છે.

પણ એકલતા, અલોનનેસ હોય કે લોનલીનેસ હોય, એક ભયાનક દુ:સ્થિતિ છે. જીવનમાં કંઈ ઘટના જ ન ઘટે, એના કરતાં કંટાળો બહેતર છે, કારણ કે કંટાળો કમથી કમ બુદ્ધિ વિદ્રોહનું લક્ષણ છે. મિત્ર વીનેશ અંતાણી કહે છે એમ પીડા કરતાં પણ એકલતા વધારે ભયંકર છે. કારણ કે પીડા સહ્ય થઈ જાય છે, એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે. એકલતા પુરુષત્વની અગ્નિપરીક્ષા છે. ઘરમાં એકલી રહેતી સ્ત્રી, અને ઘરમાં એકલો રહેતો પુરુષ બે ભિન્ન મનુષ્યપ્રાણીઓ છે. સ્ત્રી પતિના મૃત્યુ પછી 20-30 વર્ષો સુધી તૂટન ભરેલું પણ સામાન્ય જીવન જીવી લે છે, જીવી શકે છે. વૈધવ્ય એ ઘણીવાર જીવનનો લેફટ કે રાઈટ ટર્ન છે. પત્નીના મૃત્યુ પછી પુરુષ તૂટનની સાથે સાથે ઘૂટન ભરેલું જીવન જીવવાનો આયાસ કરે છે જે શેષશૂન્ય ‘લેફટઑવર લાઈફ ટુ લિવ’ છે, એ જીવનને લેફટ કે રાઈટ ટર્ન નથી, માત્ર ડેડ-ઍન્ડ છે. ‘કલદ’સેક’ છે, ખાસ કરીને જો એ ઉત્તરાવસ્થામાં વિધુર થયો હોય તો….!

વર્ષો પહેલાં મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો : બેકલતા ! ગુજરાતીઓનો આ અનુભવ હવે ફેલાતો જાય છે. પતિ અને પત્ની હોય, દીકરી પરણી ગઈ હોય, દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમાં હોય, અથવા બંને વિદેશમાં રહેતાં હોય. રંગીન ફોટાઓ જોયા કરવાના, પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના; ફોન પર વાતો કરતા રહેવાનું, દસ-અગિયાર કલાક ઘડિયાળને પાછળ મૂકીને, અને ઘરમાં બે જણાએ સાથે સાથે બૂઢા થતા જવાનું. આ સ્થિતિ બેકલતાની છે. બે વ્યક્તિઓની એકલતા, સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી. સંતાનો એમના સુખની દિશામાં ઊડી ગયાં છે એટલે 500 ફીટનો ફલૅટ 750 ફીટનો બની ગયો છે. ધીરેધીરે સમવયસ્ક મિત્રો, પરિચિતો, સગાંઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે. અને એક દિવસ, જ્યારે ગોઠણોમાં દર્દ વધી ગયું છે અને જમણા કાનમાં ઓછું સંભળાય છે અને ડાબી આંખમાં મોતિયો પાકવા આવ્યો છે ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચિરવિદાય લે છે. દીવાલ પર ફોટો, અને સુખડનો હાર, અને છાતી પિસાઈ જાય એવી એકલતા. ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. હવે વર્ષો ઓછાં રહ્યાં છે અને સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખો માત્ર ભૂતકાળને જ જોયા કરે છે. રોજ બારી પર આવીને બેસતા કાગડાને પણ ખબર પડી ગઈ છે કે ઘરમાં બીજી વ્યક્તિ નથી…

એકલતામાં જિંદગીનો રંગ ટૅકનિકલરમાંથી બ્લૅક ઍન્ડ વ્હાઈટ બનતો નથી, સેપીઆ બની જાય છે, ધૂસર, ધૂમિલ, અતીતની પર્ત ચડેલો, જ્યારે આશીર્વાદ અને અભિશાપ વચ્ચેની ભેદરેખાઓ એકબીજામાં ઓગળી જાય છે. વાણીની બુઝાતા જવાની સ્થિતિ, જે મૌન નથી, વિચારોના બુદબુદા અંદરથી ઊઠતા રહે છે, ચકરાયા કરે છે, ગુમડાતા રહે છે, પણ અવાજ નથી, સંવાદ નથી. નાટકમાં સ્વગતોક્તિ માટે પણ સામે અંધકારમાં બેઠેલા દર્શકોનો શ્વાસોચ્છવાસ જોઈએ છે, ઘરમાં સ્વગતોક્તિ નથી, બીજો શ્વાસોચ્છવાસ નથી, જીવંત મૌનની હૂંફ નથી. જમણા હાથની હથેળીમાં બુદ્ધિની પણ એક રેખા હતી, એ ક્યાં ગઈ ? એકલતાના તરફડાટમાંથી શું જન્મે છે ? સંગીત ? કે પ્રાર્થના ? કે પ્રાર્થના આત્માનો વિલાપ બની જાય એ આબોહવા ?

અમેરિકામાં એક સ્ત્રીમિત્રના વિશાળ વિલાના કિચનમાં અમે બંને ઊભાં હતાં, વાતો કરતાં હતાં, હું તારીફ કરી રહ્યો હતો કે તમારું સ્વાસ્થ્ય સરસ થઈ ગયું છે. પાછળ કોલ્ડ સ્ટોરેજ જેવાં ત્રણ વિરાટ ફ્રિજ ઊભાં હતાં, અને આસપાસ દુનિયાભરનાં લેટેસ્ટ ગેજેટ ગોઠવેલાં હતાં. એ વિદુષી સ્ત્રી હતી, એણે ડોક્ટરેટ મેળવી હતી. એણે કહ્યું : ‘શરીર સરસ નથી થયું, શરીર જાડું થઈ રહ્યું છે ! ખબર છે, શા માટે ?’ અને એણે જરા રોકાઈને કહ્યું : એકલતા ! ખાલીપો ! આઠ રૂમ છે અને ઘરમાં સવારે 8 વાગ્યાથી સાંજ સુધી હું એકલી જ હોઉં છું. અને એકલતામાં સ્ત્રી શું કરે ? ખાય, ખાધા કરે ! એકલી સ્ત્રી ખાય અને એકલો પુરુષ ? પીએ ! કદાચ શરાબી બનવા માંડે. આ વાતમાં હું માનું છું. પુરુષ જો સંયુક્ત પરિવારમાં હોય, પારિવારિક બંધનો અને મર્યાદાઓની પરિધિમાં જીવતો હોય તો, એને માટે શરાબી થવું એટલું સરળ નથી. એનાથી મોટી વયના અને એનાથી નાની વયનાની સાથે એક જ સિલિંગ નીચે જીવતા રક્તસંબંધીઓ સાથે જીવતો માણસ એકલતાની ઘૂટનથી બચી શકે છે.

પણ જ્યાં પરિવાર સીમિત છે, અને છપ્પરની નીચે એકલા જીવવાનું છે અને જિંદગી સૂર્યાસ્ત તરફ ઢળી રહી છે ત્યાં અંકુશ કે આમાન્યા અપ્રસ્તુત બની જાય છે. શરાબ દોસ્તીના ખાલી સ્લોટમાં ફીટ થઈ જાય છે. અને કામચલાઉ રાહતનો, હૂંફનો, ઉષ્માનો એક આભાસી અહસાસ પણ જરૂર થાય છે. એકલતા, ભીંસી નાંખે એવી એકલતા, ઘૂટન દબાવીને જીવતા પુરુષને આલ્કોહોલિક બનાવી શકે અને એ સૌથી મોટું ભયસ્થાન છે. અને સાંજ બહુ ક્રૂર સમય છે, તૂટેલા પુરુષ માટે નિર્વિરોધ પરાજય સ્વીકારવાનું એ મુહૂર્ત છે. અને જિંદગીની અંતિમ ક્ષિતિજ સ્પર્શી શકાય એટલી પાસે આવી જાય ત્યારે, અને શાંત બેકલતા જ્યારે અશાંત એકલતા બની ગઈ હોય ત્યારે, ભગવદગીતાનો અંગો સંકોરતો કાચબો યાદ આવતો નથી, ચીની કહેવતનો કાચબો યાદ આવ્યા કરે છે : બળેલો કાચબો પોતાની યંત્રણા સંતાડીને જ જીવે છે…..

અને આકાશ અને ધરતીની વચ્ચે દુનિયા ફરતી રહે છે. સૂર્ય ઊગતો રહે છે, ડૂબતો રહે છે, અંધકાર જામતો રહે છે, પ્રકાશ ફૂટતો રહે છે, ઠંડું અને ગરમ નામની બે વિરોધિતાઓને પણ માણસ પ્રફુલ્લિત મને સ્વીકારતો રહે છે, વિભોર થતો રહે છે, મનુષ્યની જાનવરી ક્રિયાઓ થતી રહે છે, ચડવું અને પડવું, ઊંઘવું અને જાગવું, થાકવું અને ફ્રેશ થઈ જવું, મજદૂરી કરવી અને આરામ કરવો, બાળકનું રડવું અને હસવું, પ્રશ્નો અને ઉત્તરો, તર્ક અને શ્રદ્ધા, સ્વર અને ગીત, રંગ અને ડિઝાઈન, પથ્થર અને મૂર્તિ, પાણીનો સ્વાદ, રોટીની ભાપ, આંસુની ખારાશ, લોહીની લાલાશ, ફૂલ, ખુરશી, આગ, સ્ત્રી, નમો અરિહંતાણં અને એકલતા.

[કુલ પાન : 138. કિંમત રૂ. 100. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 202, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ સામે, આશ્રમ રોડ. અમદાવાદ-380 009. ફોન : +91 79 26589671 , +91 79 26583787. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરી મારી દોસ્ત – નીલમ દોશી
અલવિદા – વ્રજેશ આર. વાળંદ Next »   

38 પ્રતિભાવો : એકલતા અને એકલતા – ચંદ્રકાન્ત બક્ષી

 1. nayan panchal says:

  Nice article.

  Aloneness is preferred n necessary sometimes. Lonliness is painful. Even younger people also suffer through lonliness. Key is we need to know how to convert that lonliness into aloneness and get maximum out of it.

  Nice article from Great Bakshishaheb, as usual.

  nayan

 2. Rekha Sindhal says:

  સુઁદર લેખ !

  અમેરીકામાં એકલતા જીરવવી અઘરી છે તો ભારતમાં એકાંત મળવું અઘરૂં છે. એવી મારી માન્યતા ખોટી પણ હોઈ શકે પણ એકલતાને એકાંતમાં ફેરવી શકાય છે. એકાંતપ્રિય કેટલાય લોકો અમેરીકામાં ખુબ સુખેથી રહે છે.

 3. Hiral Thaker "Vasantiful" says:

  એકલતા અને એકાંત વચ્ચે નુ અંતર સમજાય એ બહુ જરુરી છે…..!!!

  “એકલતાના તરફડાટમાંથી શું જન્મે છે ? સંગીત ? કે પ્રાર્થના ? કે પ્રાર્થના આત્માનો વિલાપ બની જાય એ આબોહવા ?”…….

  શક્ય છે એમાં થી જન્મે સંગીત, પ્રાર્થના કે પછી કોઇ સેવાયજ્ઞ.

 4. Khushboo Shah says:

  Its really very nice article. Bakshi uncle , u have gathered all the sides and their effects of એકલતા.

  Lines i like Most :::

  જમણા હાથની હથેળીમાં બુદ્ધિની પણ એક રેખા હતી, એ ક્યાં ગઈ ?

 5. Ekta Tripathi says:

  Wounderful Artical,

  Lonliness & Aloneness both are pain full.

 6. ખુબ સુંદર વર્ણન એકલતા અને એકલતા નું …

  …અને આજની અન્ય વાર્તામાં નાયક જેમ અતીતની ગર્તામાં આભાસી વર્તમાન શોધવાની વ્યર્થ કોશીશ કરતો જોવા મળ્યો એ પણ કદાચ..કદાચ આવી એકલતામાંથી જન્મેલી બુદ્ધિની એક યુક્તિ જ હોય શકે કે જેથી એ એકલતાને કાપી શકાય … !!

 7. Meetal says:

  એકલી નથી એકલતા,
  હુ છુ ,આત્મ છે,
  કને પુછી તો જુઓ,
  આ સફર કેવી છે!
  યાદોના સમન્દ્રની,
  ભરતી સન્વેદનાની, ઓટ અહેસાસની,
  ઘુઘવતી લાગણી, નાદ વ્હાલનો,
  નીતર્તો સ્નેહ્, એ ભીન્જાતો હેત,
  તરતુ મૌન, એ ડૂબતા શબ્દો,
  મૌન અને આત્માનુ મિલ્ન,
  જાણે પ્રેમ્ની કસ્્િતિજ્!!

  – મીતલ્

  સાચુ છે એકલતા નથી બેકલતા છે.

 8. Moxesh Shah says:

  Dear Mrugeshbhai,
  Have you noticed one thing?
  Here in this article Respected late Sh. Bakshiji has clearly defined the difference between Aloneness and Lonelyness in the first paragraph itself.
  If we conclude, whatever is explained in the first paragraph, “Aloneness is by choice whereas Lonelyness is compulsion”.

  However, in the second paragraph, both Aloneness and Lonelyness are descibed as “ભયાનક દુ:સ્થિતિ”.

  This is little bit confusing.
  How aloneness can be “ભયાનક દુ:સ્થિતિ”, when it is by choice?

  Also, Mr. Nayan Panchal has described in above comment: “Aloneness is preferred n necessary sometimes.” Even Ms. Hiral Thaker : ” એકલતા અને એકાંત વચ્ચે નુ અંતર સમજાય એ બહુ જરુરી છે…..!!!” and Ms. Rekha Sindhal: “ભારતમાં એકાંત મળવું અઘરૂં છે” have also said same thing in different way.

  I’ll be greatful, if anyone can clarify.

 9. Dhaval B. Shah says:

  Nice article.

 10. Ambaram K Sanghani says:

  માનનીય બક્ષી સાહેબ,

  આપને વાચીએ એટલે પ્રસન્ન થઈ ગયા હોય એવુ લાગે.

  પહેલા ફકરાની છેલ્લી લાઈન “મર્દ તૂટી જઈ શકે છે, નામર્દ ટકી જઈ શકે છે”, મને ન સમજાણી અને એ જ ફકરાના અર્થથી વિરોદ્ધાભાસી લાગી. જરા સમજાવો તો આભાર.

  આપનો ખૂબ જ આભાર.

 11. pragnaju says:

  સુંદર પુસ્તકનો અતિસુંદર લેખ
  મારી એકલતા છે
  મારું ઉપનિષદ શબ્દ,
  લેખણ, સાહી કાગળ કંઈ નથી

 12. Manish Gathani says:

  A father with only daughter or a only daughter with father. This is bit out of topic but it extremely relates to the lonliness. Willing to advise all guys who wants to marry, please do not marry a girl who is only daughter and not willing to marry because she can take care of her father. You know, if you marry these type of girls, will make your life miserable. She will care that her father should spend a good time and she will be at her home with your only kid. Now to make it fair, she will start raising problems with your things/people. She will do any thing to keep her parents happy but she will not think that her husband is dying every moment without her or kid. She can make you alone until you die. Sorry to all only girls, but please if you feel that you should dedicate your life for your parents, please don’t get married. dont spoil anyone’s life. Be firm in your decision to remain with father because to keep some one happy you can not spoil the life of someone.

 13. prakash Thakar says:

  Nice articals

 14. Niraj says:

  સ્વર્ગમા પણ Internet હોત તો બક્ષી બાબુ વધારે વાચવા આસાન હોત.

 15. અતુલ જાની (આગંતુક) says:

  “પણ એકલતા, અલોનનેસ હોય કે લોનલીનેસ હોય, એક ભયાનક દુ:સ્થિતિ છે.” મોક્ષેશભાઈનો મુદ્દો સરસ છે. અલોનનેસ પોતે ઉભું કરલું પોતાનું સ્વૈચ્છિક સામ્રાજ્ય હોય તો તે ભયાનક દુઃસ્થિતિ કેવી રીતે હોઈ શકે? અહીં માત્ર ફરજીયાત પણે આવી પડેલી એકલતાને જ ભયાનક દુઃસ્થિતિ કહી શકાય પરંતુ પોતે પ્રયત્નપૂર્વક મેળવેલ એકાંતને તો પ્રાપ્તિ જ ગણવી જોઈઍ. લેખ ગમે તેવી મહાન વ્યક્તિએ લખેલ હોય પણ જે વાત ખોટી લાગે તેને ખોટી જ કહેવી જોઈએ.

 16. ભાવના શુક્લ says:

  બક્ષીસાહેબે પ્રથમ ફકરા માજ લેખનો સાર કહી દિધેલો છે.
  મનની સ્થિતપ્રગ્નતા એટલે એકાંત…. એકાંત મેળવવા માટે એકલા પડવાની કે બારીઓ બંધ કરવાની ક્યા જરુર રહે છે. મન ને આડવાત કે આડ પ્રવૃત્તિ માથી પાછુ ખેચી લાવો એટલે એકાંત જ છે. મન જો હવાતીયા મારતુ રહે ત્યારે એકલતા જેવો શબ્દ વિટળાય વળે છે અને પછી પીડાનો દોર શરુ થાય છે. એકલતા માથી નર્યો વેદનાનો વરસાદ વરસી રહે છે.. હુ જ વરસાવુ ને માત્ર મારા પર જ વરસે. એકાંત, સત્યશીલ સત્યવંતુ અને સત્યને ખાતર પાળેલુ એકાંત ખરેખર જ કોઇ પ્રવૃત્તિ કે સેવાધામ નુ ખાત મુહુર્ત કરાવે છે અને શરુ થાય છે પરોપકાર અને પરદુઃખભંજન નો અશ્વમેઘ..

 17. Javed says:

  I am a big fan of Bakshi Saab. whatever he write is very deep. from the heart and straight. he is the one who says the truth .. the direct truth..
  I read him very much in Abhiyaan and also having a book “Ekalta”. I read this article may times before .. he is not dead , he always live in many hearts like me. I am very far from my native and my parents are thee. when I read this first time I called my mother and just cried, I was not able to talk not having words… my parents live alone . Mrugeshbhai..Mr. Bakshi said much more about Gandhiji .. there is a colection of his articles in a book. It will be pleasure for me if you can publish one of it..Many regards…

 18. રેખા સિંધલ says:

  મોક્ષેશભાઈ, એકાંત અને એકલતા મારા મતે અલગ સ્થિતિ જ છે. એકાંતપ્રિય લોકો જાત સાથે ખુશ હોય છે જ્યારે એકલતાથી પીડાતા લોકો જાતથી વિખૂટા પડી ગયા હોવાથી દુ:ખી હોય છે. એકાંતમાં પીડા નથી જ્યારે એકલતામાં ખુશી નથી. પરંતુ અન્યની હાજરીથી બંને પરીસ્થિતિમાં ફેર પડી શકે છે.

 19. Ranjitsinh Rathod says:

  સરસ,

  એક વાત,

  ફ્ક્ત હુ માનુ છુ સાચુ કે ખોટુ ખબર નથી. – મોટે ભાગે માણસ જ્યારે દુખી, ઉદાસ થાય છે ત્યારે એકાન્ત ચાહે છે. માટે તે પણ એક દુખદ શ્થિતિ જ છે.

  હા અમુક વાર માણસ ને એકાંત પસદ પણ હોય છે.

 20. Moxesh Shah says:

  Respected Readers,
  Ms. Bhavnaben Shukla has quoted one very good sentence:
  “મનની સ્થિતપ્રગ્નતા એટલે એકાંત….”

  Even all the Great philosophers/Saints of the world has recomonded to be alone for some time in a day to interact with oneself. If anyone has experienced, How wonderful and pleasant experience it is, when one is alone with his thoughts and interacting with self.

  I agree with Mr. Atul Jani that: “પોતે પ્રયત્નપૂર્વક મેળવેલ એકાંતને તો પ્રાપ્તિ જ ગણવી જોઈઍ.” and Ms. Rekha Sindhal that: “એકાંતપ્રિય લોકો જાત સાથે ખુશ હોય છે જ્યારે એકલતાથી પીડાતા લોકો જાતથી વિખૂટા પડી ગયા હોવાથી દુ:ખી હોય છે. એકાંતમાં પીડા નથી જ્યારે એકલતામાં ખુશી નથી.”

  Let me also clarify one thing that, I’m also vary big fan of Respected Sh. Bakshiji and always enjoy his literature.

  Moxesh Shah

 21. Ashish Dave says:

  Aloneness is truly needed for an internal journey. Closing the eyes is just the first step. Loneliness is a state of mind. One can be lonely even though surrounded by so many family members and one may not be with the company of art, literature and TV but without people around.

  I am missing Bakshi sir a lot. But, articles like these keeps him alive in all our hearts. Does any one know how to get the DVD that was published recently by his fan club?

  Ashish Dave
  Sunnyvale, California

 22. Mehul Gor says:

  Its really great article.
  And lonelyness is really worst thing form Men.

 23. Mehul Gor says:

  Its really nice and true.

 24. dipti says:

  i m a big fan of mr bakshi. he was ahead of his time. to be alone is preffered sometime. one can be with oneself & be happy is great. i m very social but sometime need to be alone.

 25. alpa says:

  nice artical!!!!!!!!!!!!, i know lonliness n aloneness both are painfull but sometime i like to stay alone

 26. અરવિંદ અડાલજા says:

  હું ચન્દ્રકાંત બક્ષીનો ખૂબજ ચાહક છું. તેમના લખેલા તમામ પુસ્તકો માત્ર વાંચ્યા જ નથી પણ વસાવેલાં પણ છે. મારા મત પ્રમાણે ગુજરાતી ભાષામાં પોતાને કહેવાની વાત આટલી વેધક અને તેજાબી ભાષામાં ચન્દ્રકાંત બક્ષી સિવાય આજ સુધીમાં કોઈ થયું નથી.હું તો ત્યાં સુધી કહેવા માગુ છું કે માત્ર શબ્દોથી જ કોઈની ચામડી ઉતરડીલેવી હોય તો તે બક્ષી જ કરી શકે. કોઈઈ પણ શેહ-શરમમાં આવ્યા વગર તેમને જે કહેવાનું હોય તે સીધે સીધુ ઢાકયા વગર કહી શકે તેવા બક્ષીજીને લાખ લાખ સલામ્
  એમનો એકલતા ઉપરનો લેખ વાંચ્યો. આમ તો પહેલાં પણ વાંચેલો જ પણ આજ ફરી ને વાંચ્યો અને મને પ્રતીતિ થઈ કે બક્ષીજીએ મારી એકલતાની અનુભૂતિને શબ્દસ્થ્ કરી છે. મારી પત્નીના મૃત્યુ પછી છેલ્લા 8 વર્ષ ઉપરાંત સમય થયા હું જે એક્લતા અનુભવી રહ્યો છું તે અનુભૂતિ શબ્દાતીત છે. હું સંપૂર્ણ સહમત છું કે પીડા કરતાં એકલતા વધારે ભયંકર છે અને તે પણ જ્યારે અત્યંત સુખી દાંપત્યજાવનનો અણધાર્યો અંત આવે ત્યારે.પીડા સહન થઈ જાય છે પણ એક્લતાનું વજન અસહ્ય બની રહે છે.અને તેમાંય ઉત્તરાવસ્થામાં વિધુર થવું — છૂટક છુટક તૂટતા જવા જેવું પીડા દાયક અને કરૂણ છે.દીવાલ પરનો ફોટો અને હાર છાતી પીલાઈ જાય તેવી એકલતા –સમય ઓછો રહ્યો હોવા છતાં –લાંબી મજલ બાકી હોય તેમ લાગ્યા કરે છે.મન સતત ભૂતકાળ વાગોળ્યા કરતું રહે છે.વાણી આપોઆપ લગભગ મૌન બની જાય છે.ઘરની શાંતિ સ્મશાનમાં પ્રવર્તિ રહેલા સન્નાટા જેવી ભોંકાયા કરે છે. એક્લતાના તરફડાટ્માંથી જન્મે છે મૌન્-ને માત્ર વિલાપ અને ક્યારેક ચોધાર આંસુ કે ઓશિકું પલળી જાય અને કોઈ સાંભળનારું કે આશ્વાસન આપી છાનું રાખનાર પણ ના હોય્ ગમે તેવા સારા કે ખરાબ પ્રસંગોમાં હૈયુ હળવું કરવા ના મળે કોઈનો ખભ્ભો કે ના મળે કોઈનો ખોળો કેવી વિટંબણા અને કરૂણતા ? આવી એકલતા ગમે તેટલા લોકો વચ્ચે વિંટળાયેલા હોવા છતાં ક્યારેય પીછો છોડતી નથી. એકલતા ને કારણે જ જીવનમાં ખાલીપો પણ ઉભો થાય છે અને તે કોઈથી ભરી શકાતો હોતો નથી. હું જે અનુભવી રહ્યો છું તે બક્ષીજીએ બિલકુલ શબ્દ્શ્: એમના આ લેખમાં આલેખ્યું છે અને તે વાંચતા વાંચતા પણ મારી આંખો આંસુથી ભરાઈ આવી હતી. વધારે શું લખુ ? પણ મને વિશ્વાસ છે કે જે કોઈ એકલતા અનુભવતા હશે તે મારા મત સાથે સહમત થાશે. અસ્તુ.

 27. DWAIPAL says:

  baxibabu kabhi nahi marte, baxi hamesha jainda rahete hai, khoon banke rago me dodte hai, bahete rahete hai.aur aakhir mai apneaap ko bhula dete hai. salam baxi, salam gujrati, ……nice.

 28. DARSHANA DESAI says:

  બેકલતા! નવો શબ્દ છતાં કેટલો અર્થપૂર્ણ !!!! આજની આધુનિક સમાજરચનામાં કેવો ફીટ બેસે છે! એકલતાને એકાંત બનાવવું દરેક વ્યક્તિના હાથમાં છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.