કૈલાસ-માનસરોવર યાત્રા – નીલા કડકિઆ

[રીડગુજરાતી.કોમને…પોતાની યાત્રાના અનુભવો અને વિગતો આપતો આવો સુંદર માહિતિસભર લેખ મોકલવા માટે શ્રીમતી નીલાબહેન કડકિઆ નો ખૂબ ખૂબ આભાર ]

કૈલાસ-માનસરોવર….. જીવને શિવ તરફ જવાની એક અનોખી અદ્દભૂત અને શ્રદ્ધાપૂર્ણ યાત્રા.

કૈલાસ કે નિવાસી નમું બારબાર હું
આયો શરણ તિહારી પ્રભુ તારતાર તું.

Kailesh Darshan

કૈલાસ એટલે મા પાર્વતીજી અને દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન તેમજ દેવદેવીઓની દિવ્ય ‘દેવભૂમિ’. નૈસર્ગિક દ્રષ્ટિએ કૈલાસ એટલે કુદરતનું અનોખું, અવર્ણનીય, અકલ્પનીય અને સૌંદર્યની ચરમસીમાએ પહોંચેલું એક અદ્દભૂત સર્જન. એક બાજુ, ચારે તરફ રાખોડી રંગના માટોડીયા પર્વતોની વચ્ચે કાળમીંઢ, વિશાળ લીંગ આકારનો સરસ મજાનો સુંદર પર્વત ‘કૈલાસ’, જ્યારે બીજી બાજુ એટલું જ સુંદર, વિશાળ, શુભ્ર અને નીલરંગી જળાશય ‘માનસરોવર’.

કૈલાસ-માનસરોવર સુધી પહોંચવાના બાર માર્ગો છે જેમાંથી ત્રણ માર્ગો સરકાર માન્ય છે કારણકે તે સરળ અને સહેલાં છે.

એક માર્ગે ભારત સરકાર દ્વારા આયોજિત આ યાત્રાને ‘કુમાઉ મંડળ’ લઈ જાય છે. માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવતી ઈચ્છુક વ્યક્તિઓ જ આ માર્ગેથી થતી યાત્રાનો લાભ લઈ શકે છે. આ માર્ગે હિમાલયનું ભરપૂર લીલુંછમ સૌંદર્ય મ્હાલવા મળે છે. આ માર્ગે દિલ્હીથી કાઠગોદામ સુધી બસમાં અને ત્યારબાદ ધારચુલા સુધી જીપમાં જવાનું હોય છે. ધારાચુલાથી ખરી યાત્રા શરૂ થાય છે અને ‘માંગ્તી’ સુધી જીપમાં જ પ્રવાસ કરવાનો હોય છે. ‘માંગ્તી’ થી 2 કિ.મી નાં ચઢાણ બાદ ગાલા, માલ્પા, બુધિ, ગુંજી અને કાલાપાની થી નાબીડાંગ (જે ભારતની સરહદનો છેલ્લો પડાવ ગણાય છે.) સુધી પગપાળા અથવા ઘોડા પર જઈ શકાય છે. નાબીડાંગથી 17,000 ફૂટ ઊંચાઈએ આવેલા ‘લિપુલેખ’ ઘાટને પસાર કરવાનો હોય છે. અહીંનું હવામાન ખૂબ જ અનિશ્ચિત હોય છે. આ ઘાટ ઊતર્યા બાદ 11 કિ.મી ઘોડા અથવા પગપાળાથી પસાર કરવાનો હોય છે. ત્યારબાદ ત્યાંથી બસમાં બેસીને તકલાકોટ (બૅઝકેમ્પ) પહોંચવાનું હોય છે. તકલાકોટ પહોંચ્યા બાદ યાત્રીઓનાં ગ્રુપને બે સમુહમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો સમુહ કૈલાસની પરિક્રમા કરે છે અને બીજો સમુહ ત્યાં સુધીમાં માનસરોવરની પરિક્રમા કરે છે. આ માર્ગે સંપૂર્ણ યાત્રા પૂરી કરતાં 27 દિવસ લાગે છે. સમય બાધ ન હોય તેમજ સંપૂર્ણ સારું સ્વાસ્થ્ય ધરાવતી હોય તેવી વ્યક્તિઓ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.

હવે બીજા માર્ગની વાત. બીજો માર્ગ નેપાલ-કાઠમાંડુથી જાય છે. આ માર્ગે યાત્રા 18 દિવસમાં પૂર્ણ થાય છે. કાઠમંડુથી ચીનની સરહદ સુધી ટુ બાય ટુ બસમાં જવાનું હોય છે. ચીનનો ‘ફ્રેન્ડશીપ બ્રિજ’ પસાર કર્યા બાદ ‘ટોયટો’ મોટરકારમાં માનસરોવર સુધીની આ મુસાફરી 1000 કિ.મી ની રહે છે. આ માર્ગે પ્રથમ રોકણ ‘ન્યાલમ’ માં આવે છે. ન્યાલમ’ માં પહાડી ચઢાણ અને ‘High Altitude Bag’ ની તાલીમ આપવામાં આવે છે. અહીં એક દિવસનાં રોકાણ બાદ ‘સાગા’ પહોંચાય છે. ‘સાગા’ થી ‘પર્યાંગ’ અને ત્યારબાદ માનસરોવર પહોંચવાનું હોય છે.

કૈલાસ-માનસરોવર પહોંચવાનો ત્રીજો રસ્તો લ્હાસાથી થઈને જાય છે. જેમાં લગભગ 21 દિવસ લાગે છે. આ યાત્રા ‘હેલીકોપ્ટર’ દ્વારા પણ થઈ શકે છે, તેમાં 12 દિવસ લાગે છે.

જન્મોજન્મનાં પુણ્યો ભેગા થયા હોય ત્યારે જ આ દેવભૂમિ પર મનુષ્યનાં પગલાં મંડાય છે. કૈલાસનાં પ્રથમ દર્શન ‘રાક્ષસતાલ’ અથવા તો ‘રાવણતાલ’ થી નંદી સ્વરૂપે અથવા તો સ્વસ્તિક સ્વરૂપે થાય છે. ચતુર્મુખી કૈલાસનો ઉત્તરભાગ ‘સુવર્ણ’, પૂર્વીયભાગ ‘પારદર્શક ખનિજ’, દક્ષિણભાગ ‘નીલમણિ’ અને પશ્ચિમભાગ ‘માણેક’ તરીકે ઓળખાય છે. ખનીજોથી ભરપૂર આ કૈલાસ, ‘કુબેરનાં ભંડાર’ તરીકે પણ ઓળખાય છે. રાક્ષસતાલથી કૈલાસના દક્ષિણ-પશ્ચિમ એટલેકે નૈઋત્ય ભાગનાં દર્શન થાય છે. અહીં ‘ભાર્ગવાસ્થળી’ નામનું પણ એક સ્થળ આવેલું છે. આ સ્થળે થી કૈલાસ, માનસરોવર, ગુર્લામાધાંતા, સત્યના ચક્ર તથા રાક્ષસતાલનાં એકીસાથે દર્શન થાય છે.

23,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ કૈલાસ પર્વત હંમેશા બરફથી છવાયેલો રહે છે. લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં અંગુઠામાંથી પ્રગટ થયેલી ગંગાના ભયાનક સ્વરૂપને નષ્ટ કરવા મહાદેવે તેને પોતાની જટામાં સમાવી લીધી. જેથી તેઓ ‘ગંગાધર’ ના નામથી ઓળખાયા. જ્યારે ગંગા ‘કૈલાસ’ પરથી નીચે ઊતરી ત્યારે તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓમાં વહેંચી દીધી અને એ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા, સિંધુ (ઈન્દુસ), કરનાળી અને સતલજ. વેદોમાં ‘મેરુ પર્વત’ ના નામે ઓળખાતા આ કૈલાસ પર્વત ને તિબેટીયનો પૃથ્વીનો સ્તંભ માને છે, કે જેનું મૂળ પાતાળના અંતિમ છેડામાં અને ઉપરનો છેડો સ્વર્ગનાં ઉપરીય છેડે અડકે છે. આવા અદ્દભુત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પૂજારી. છે તો બસ ગગનરૂપી વિશાળ છત અને પવનનાં સૂસવાટારૂપી ઘંટારવ કે જે હંમેશા પંચાક્ષરી મંત્ર ‘ૐ નમ: શિવાય’ ના નાદરૂપે ગુંજતો રહે છે. પળે પળે આ અદ્દભુત કૈલાસ જુદાજુદા સ્વરૂપે દ્રશયમાન થાય છે જેમકે ‘અગ્નિપૂંજ કૈલાસ’, ‘શ્વેતશાંતમુદ્રિત કૈલાસ’, ‘સમાધિગ્રસ્ત કૈલાસ’, ‘સુવર્ણ કૈલાસ’ કે પછી ‘મેઘધનુષી કૈલાસ’. બધી ઉપમાઓ કૈલાસ માટે વામણી લાગે છે. આવા અદ્દભૂત કૈલાસના દર્શન એ નયનોની ચરમસીમા જ ગણાય ને ! કૈલાસના દર્શન કરતાં કરતાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની પંક્તિઓની પ્રતીતિ થાય કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કે પછી ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો…’

Darshan
[ઉપર આપેલા ચિત્રમાં વર્તુળ કરેલા ભાગને ધ્યાનથી જુઓ. ભગવાન શિવ અને પાર્વતીના મુખારવિંદના સુંદર દર્શન એમાં થાય છે.]

કૈલાસની પરિક્રમા ત્રણ દિવસની હોય છે. યાત્રાની શરૂઆતમાં સૌપ્રથમ ‘ગણેશમાલા’ તરીકે ઓળખાતી સુંદર પર્વતમાળાઓનું દર્શન થાય છે. આ પહાડની હારમાળાનાં દરેક પહાડમાં કુદરતી રીતે કંડારાયેલા અથવા તો બરફથી છવાયેલા ‘ગણેશજી’ નાં અચૂક દર્શન થાય છે. તે પછી આગળ જતાં પહાડો પર કુદરતી રીતે કંડારાયેલા શેષનાગની હજારો ફેણોનાં દર્શન થાય છે. પહેલા દિવસની પરિક્રમામાં કૈલાસના પશ્ચિમી ભાગનાં નયન રમ્ય દર્શન થાય છે. દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના સિંહાસનની ઝાંખી થાય છે. જેની પ્રદક્ષિણા આપણે કરતા હોઈએ તે હંમેશા આપણી જમણી બાજુ પર હોય, એ રીતે આ પ્રદક્ષિણામાં પણ કૈલાસ આપણી જમણી બાજુએ રહે છે. પ્રદક્ષિણાનો પ્રથમ પડાવ ‘દેરાફૂક’ માં હોય છે. ત્યાંથી કૈલાસના ઉત્તરીય ભાગનાં સંપૂર્ણ શિવલિંગ સ્વરૂપે દર્શન થાય છે. શાંત, સૌમ્ય, શ્વેત, સમાધિસ્થ કૈલાસનાં દર્શનથી દષ્ટિસુખ તો જરૂર મળે જ છે પરંતુ નયનોને બીજા કોઈ દ્રશ્યની ઈચ્છા જ નથી રહેતી. સૂર્ય મહારાજનાં પ્રથમ કિરણો આ અદ્વિતિય કૈલાસ પર પડે છે ત્યારે તે સુવર્ણમય ભાસે છે. અને જો કદાચ તેમાં જળબિંદુ ભળે તો આ કૈલાસ મેઘધનુષી બની જાય છે.

Tri-Netra
[ઉપર આપેલા ચિત્રમાં વર્તુળ કરેલા ભાગને ધ્યાનથી જોતાં ભગવાનના ત્રિનેત્રના દર્શન થાય છે.]

કૈલાસની પરિક્રમા ના બીજા દિવસે ‘ડોલ્મા’ ઘાટ પસાર કરવાનો હોય છે. 19,800 ફૂટની ઉંચાઈએ આવેલ આ સ્થળનું હવામાન અનિશ્ચિત હોવાને કારણે થોડીક પળોના દર્શન બાદ તુરંત નીચે ઉતરવાનું હોય છે. ‘ડોલ્મા’ નો અર્થ થાય છે ‘પાર્વતી મા’. અહીં ભાવિકો ચૂંદડી ચઢાવતા હોય છે. આ ઘાટનું ચઢાણ તેમ જ ઉતરાણ પગપાળા જ કરવાનું હોય છે. નીચે ઉતરતાં ‘ગૌરીકૂંડ’ કે જે પાર્વતી માતાનું સ્નાનાગાર ગણાય છે, તેના સુંદર દર્શન થાય છે. જે વર્ષે આ ગૌરીકુંડ થીજી ન જાય તે વર્ષ તિબેટીયનો માટે અશુભ ગણાય છે.

પરિક્રમા ના ત્રીજા દિવસે જો હવામાન અનુકુળ હોય તો કૈલાસનાં પૂર્વીય ભાગનાં દર્શન થાય છે. આ ત્રણે દિવસની પરિક્રમા યાક, ઘોડા પર કે પગપાળા કરી શકાય છે.

આ દેવભૂમિમાં એક ‘અષ્ટપાદ’ નામનું સ્થળ આવેલું છે. જૈન ધર્મના લોકો માટે આ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. ‘અષ્ટપાદ’ એટલે આઠ પગલાં. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ, આઠ પગલે અહીં પહોંચીને નિર્વાણ પામ્યાં હતાં, જેથી આ પવિત્ર સ્થળ કહેવાય છે. આજે પણ અહીંની ગુફાઓમાં સાધુ, સંત, લામાઓ વગેરે ઉપસ્થિત છે. આ દૈવી સ્થળે પહોંચતા જ ઈશ્વરીય શક્તિની અનુભૂતિ થાય છે. એક અદ્દભૂત શક્તિ સ્તોત્ર શરીરમાં વહેવા લાગે છે. અહીંથી કૈલાસના દક્ષિણ ભાગનાં દર્શન થાય છે.

આ પવિત્રભૂમિનું અનન્ય અને અનુપમ આકર્ષણ એટલે માનસરોવર. કહેવાય છે કે જ્યારે રાવણ જે સરોવરમાં ઊભા રહીને તપ કરતાં હતાં ત્યારે દેવદેવીઓને સ્નાન કરવા માટે કોઈ જગ્યા ન રહી તેથી બ્રહ્માજીએ એ સરોવરથી વધુ વિશાળ અને સુંદરતમ સરોવરનું સર્જન કર્યું અને તે સરોવર એટલે માનસરોવર. રાવણે જે સરોવરમાં ઉભા રહીને તપ કર્યું હતું તે ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’ ના નામે ઓળખાયું. માનસરોવર વિશાળ, નીલરંગી, અતિ શુદ્ધ અને સ્ફટિક સમ પારદર્શક છે. તેનો ઘેરાવો 100 કિ.મીનો અને તેની ઉંડાઈ લગભગ 300 મીટરની છે.

માનસરોવરનું સૌંદય તો પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઊઠે છે. મધ્યરાત્રિનાં શીત, શાંત, સૌમ્ય ચાંદનીમાં મહાલ્યા બાદ પરોઢનાં ધીમા ધીમા ફૂટતા પ્હોની મીઠી મીઠી આલ્હાદ્ક પળો બેમિસાલ છે. રાત્રિનાં ટમટમતાં તારલાઓ એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડ તેમજ કરોડો દેવીદેવતાઓ આ સુંદરતાની ચરમસીમા સમ માનસરોવરમાં ઉતરતા હોય એવી અનુભૂતિ મ્હાલવી જ રહી. એમાં પણ જ્યારે મેઘધનુષ નીલા આકાશમાં પોતાની પણછ ખેંચે છે અને તેનું પ્રતિબિંબ આ નીલરંગી માનસરોવરમાં દ્રશ્યમાન થાય છે ત્યારે બનતું ‘મેઘધનુષી ચક્ર’નું દર્શન તો કોઈ વિરલને જ પ્રાપ્ત થાય છે. અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય એમ આ દેવભૂમિ પર પથરાયેલા છે જે શિવલીંગની જેમ પૂજાય છે. બ્રહ્માજીનાં માનસમાંથી ઉદભવેલું આ સરોવર ચારે વેદોનો સાર છે. અહીં ધાર્મિક વિધીપૂર્વક હવન અને પિતૃતર્પણ પણ કરવામાં આવે છે.

આવી અદ્દભુત કૈલાસ-માનસરોવર યાત્રા કરીને મનને કૃતાર્થ થયાનો અનુભવ થાય છે. જીવન ધન્ય બન્યાનો આનંદ થાય છે. એ યાત્રાનો અવિસ્મરણીય અનુભવ યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે અને મનમાં શ્રી રામચરિતમાનસની આ પંક્તિઓ સતત ગુંજ્યા જ કરે છે કે…

પરમ રમ્ય ગિરિવર કૈલાસૂ | સદા જહાં સિવ ઉમા નિવાસૂ ||

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભૂલી જવાની ભૂલ કરી છે મેં… – ઉપેન્દ્ર વાઘેલા
કોયડાનો જવાબ Next »   

25 પ્રતિભાવો : કૈલાસ-માનસરોવર યાત્રા – નીલા કડકિઆ

 1. Nitin says:

  Thanks to Shrimati Neelabahen for send such a good information with fantastic photograph of kailash.Rally a knowledgable information.I first time read such a deep information about kailash mansarovar.Thanks lot.I also like to say thanks to Shri Mrugeshbhai for posting such a valuable info on webpage with free of cost for online readers.

  Regards,
  Nitin

 2. amit says:

  ખુબ જ સુંદર વર્ણન કર્યુ છે , નીલા બહેને . અને ઘણી સારી માહિતિ આપી છે. કૈલાસ પર શ્રી શંકર ભગવાન ના શિવ લીંગ ના દર્શન એ તો જીવન નો એક લહાવો છે. લેખ સાથે ફોટો પણ સુદંર છે. શ્રી નીલા બહેન નો ખુબ ખુબ આભાર આ માહિતિ સભર લેખ માટે.

 3. Tapan Kadakia says:

  Great Mom,

  Excellent pictures and excellent information. We are proud to be Sons and Daughters.

  Love you Mom

 4. Gira Shukla says:

  Respected Nilaben Kadkia,

  I really enjoyed reading this detailed religious testimony. You have mentioned wonderful things that I would never be able to know being Hindu even. You have shared really wonderful thing on this site with us. I am very thankful to you.
  Just reading this devotion writing, inspired me to visit KAILASH – MANSAROVAR, I wish, in future I get chance to go there and feel the beauty and fragrance of KAILASH PARVAT and MANSAROVAR.

  Thanks again.

  Sincerely, Gira Shukla

 5. નીલા કડકિયા says:

  પ્રિય વાંચકો
  આપ સહુએ મારા કૈલાસ માનસરોવરના લેખને આવકાર્યા બદલ હું ખુબજ આભારી છું જેને પણ આ યાત્રા કરવાની ઇચ્છા હોય તો જરૂર મને જણાવી શકે છે.

 6. Shailesh Trivedi says:

  Neela Bahen,

  Ati Sunder!!! Tame amne ahi America maan betha-betha Kailash-Maansarover ni yatra karavi didhi.

  Aapno khubaj abhaar. Jo aap ni paase wadhare phota hoy ane tame share kari shako to khubaj aanand thashe.

 7. hardik pandya says:

  this 1 is too good….. there is 1 hidden will in my mind to visit the place….. pictures are hillarious…

  thanks to the auther

 8. Tarang Hathi says:

  મૃગેશભાઇ

  કૈલાશમાનસરોવર નો લેખાઁક બહુજ સુઁદર રહયો. વિવિધ માહિતી મળી લેખ સાથે ચિત્રોનુઁ સઁયોજન કાબીલેદાદ છે. નીલા બહેન ને અભિનઁદન અને આપને પણ, આવો સ-રસ લેખ આપવા બદલ.

  તરઁગ હાથી, ગાઁધીનગર.

 9. dear Neela bhabhi,I have read your kailash mansarovar artical which is very good in kwnolege as well as deeply spiritual.you have expressed your own expirience in it.the detail of mount kailash as well as mansarovar is excellent. and photographs are also good.once again thanks for the artical given to the site to read by millions of people.om namah shivay.yours lovig diyar nailesh.

 10. Nilaben,

  Thank you for given us grateful information and wonderful pictures,

  Sincerely,
  Bhavesh Parekh

 11. aparna says:

  Hello Neelaben,

  Lekh gano j saras ane mahitisabhar che. Avulagyu jane hu jate j Kailash and Mansarovar ni yatra kari aavi. Mansarovar javani ichha to pehalethi j hati. Aa lekh vachine e ichha vadhu prabal thai gai chhe. ek var to jarur jaish.

  Tamaro gano gano abhar avo saras lekh aapava badal.
  Aa yatra karavi hoi to kya ane kone contact karavano ani vigato jo tame aapi shako to gani abhari rahish.

  Thanks once again to you and Mrugesh for giving such a beautiful article.

 12. sandeep doshi says:

  neelamem,
  every one has his own dream.somebody has to be reach,some has to being politician,etc..but we have only dream that SAMPURNA KAILAS MANSAROVAR YATRA.
  mem,
  pl.inform us deeply about yatra.and pl. visit our kutch.we have lot of entry for mansarovar but we have not proper guidence.so,pl.welcome in kutch.yr total responsibility is mine.pl. send me yr add/mobile no.
  thanks. thank u again.
  sandeep.bhuj.

 13. Neela Kadakia says:

  SANDEEPBHAI
  Thanx for reading my article about Kailash Yatra and I am glad that you are interested in going for yatra. You can contect me on kadakiasm@yahoo.com so I can give you more information about the Yatra. We did [me and my hasband] 5 times this yatra and stil we love to go for this yatra again again. And as we are taking group so you can contect me.

  THNAX Again

  Neela Kadakia

 14. Dipika says:

  very interesting and inspiring us to go for this yatra. i will contact you, Neela bahen for the yatra.I think every “Hindu” should visit “Kailash” atleast a once in a life. It help us to understand our GOD “Mahadev Shiv and Parvati Mata”.

  Regards,
  Dipika

 15. Bharat Patel says:

  Khub saras lekh chhe, Sathe aapela picture lekh ne chhar chand lagave chhe, Aa lekh vachya pachi koi pan nu man Kailash Mansarovar ni Yatra mate lalchaya vagar na rahe !

 16. Dear sir,
  very good news and site also.
  pl.send more addresses of gujarati web sites b’coz
  I am ateacher of std.7 to12.
  thanks
  Regards Shilpa.

 17. please send me more photos of
  kailesh maan sarover,we will very happy to
  see photographs, Thank you.

  Om naamh shivay

 18. dr.keyur soni says:

  respected neela ben,namste,you had wonderful job. great oppurtunity to serve and information provide to us and share people.its a god(lord shiva) gift.really wondering i am plan to go.pl help me and how it is possible to book the tkt.and heliped service how many day efford and what is the procidure of collect the visa to china govt.

 19. Seroquel. says:

  Seroquel….

  Seroquel dosage….

 20. nayan panchal says:

  સરસ માહિતીસભર લેખ. ભગવાનની મરજી હશે તો હું પણ એકવાર કૈલાસ-માનસરોવરની યાત્રા જરૂર કરીશ.

  જો ફોટા જોવા મળતે તો વધુ મજા આવત. લેખિકાનો ખૂબ આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.