હાસ્ય-માળાનાં મોતી – સં. મહેન્દ્ર મેઘાણી

[લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘હાસ્ય-માળાનાં મોતી’ તેમજ અન્ય સામાયિકોમાં પ્રકાશિત થયેલા રમૂજી ટૂચકાઓનું સંકલન.]

‘જરા વિચારો, બાળકો’ શિક્ષકે કહ્યું, ‘આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?’
બાળકોનો હર્ષનાદ થયો : ‘આફ્રિકા જવા માટે !’
****

એક ધનવાન ફિલ્મ-નિર્માતાની દીકરીને શાળામાં કોઈ ગરીબ કુટુંબ વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું. એના નિબંધની શરૂઆત આ રીતે થઈ : ‘એક હતું ગરીબ કુટુંબ. તેમાં બા ગરીબ હતી. બાપુ ગરીબ હતા. બાળકો ગરીબ હતાં. રસોઈયો ગરીબ હતો. મોટરગાડીનો ડ્રાઈવર ગરીબ હતો. કામવાળી ગરીબ હતી. માળી ગરીબ હતો. સહુ કોઈ ગરીબ હતાં….’
****

પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક પણ સવાલનો જવાબ ન આપી શકનાર છોકરાએ પોતાની ઉત્તરવહી ઉપર એક સફાઈદાર લંબચોરસ દોર્યો ને અંદર લખ્યું :
‘આ જગ્યા આવતે વરસે જોજો.’
****

ઘણા મહિના રાહ જોયા પછી એક ભારતીય દંપતીને અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર મળ્યો. આથી ખુશ થઈ ગયેલા પતિ સાહેબે પત્નીને કહ્યું : ‘લે, આ જો, આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.’
પત્ની તે વખતે રસોડામાં વાસણ માંજતી હતી. ખબર સાંભળતાં જ તેણે હાથ ધોઈ નાખ્યા ને કહ્યું : ‘અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.
****

‘પારુલ, સૌરભે મને ગઈ કાલે શું કહ્યું ખબર છે ? કહેતો’તો કે તેણે મારા જેવી દેખાવડી અને હોશિયાર છોકરી આજ સુધી જોઈ નથી.’
‘અને તું ય કેવી મૂરખ છો, ભૈરવી !’ પારુલે કહ્યું : ‘જે માણસ તને પરણ્યા પહેલાં જ આમ છેતરી રહ્યો છે, તેની સાથે લગ્ન કરવા તું તૈયાર થઈ ગઈ છો ?’
****

રેડ લેઈક ફોલ્સ નામના અમેરિકન ગામની પંચાયતનું જાહેરનામું : ‘આ ગામનાં બંને કબ્રસ્તાનો શિયાળા દરમિયાન બંધ રહેશે. આથી જાહેર જનતાને જણાવવાનું કે આ વાતની નોંધ લે અને પોતાનું વર્તન તે મુજબ રાખે.’
****

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : ‘દાદા, તમે એકસો વરસના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે !’
‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’
****

પતિ (પત્નીને) : જ્યારે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમતા હતા તો પછી તું શા માટે મને રોકી રહી છે.
પત્ની : ઓ.કે. હવે તમને હું રોકીશ નહીં, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો.
પતિ : કઈ વાત ?
પત્ની : કે દ્રોપદીને પાંચ પતિ હતા…
****

છગન : અલ્યા તું બધા ‘એસ.એમ.એસ’ મને બે-બે વાર કેમ મોકલે છે ?
મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
****

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, ‘આ શું બોલ બોલ કરો છો તમે ? ‘મારું ઘર’, ‘મારી કાર’, ‘મારા બાળકો’ એમ કહેવા કરતાં તમે ‘આપણું’ શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?’
છોટુ : ‘આપણું પાટલૂન શોધું છું.’
****

હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી.
****

રણને કાંઠે આવેલા ગામને પાદર હારબંધ પાંચ હૉટેલો ખડી હતી. એમાંથી પહેલીની આગળ પાટિયું હતું : ‘ચા પીવાની છેલ્લી તક, અહીંથી આગળ ચાર હૉટેલ દેખાય છે તે તો ઝાંઝવાં છે !’
****

અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા : ‘પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.’
‘હા’ છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું, ‘-પણ ત્યાં સુધી નહિ.’
****

એક વૈજ્ઞાનિકનો દાવો છે કે અમુક પ્રકારનું સંગીત બહેરાપણા માટે ઉપકારક નીવડી શકે છે. તો કેટલાકને એમ પણ લાગે છે કે અમુક પ્રકારના સંગીતમાં બહેરાપણું ઉપકારક નીવડી શકે.
****

માથું ભમાવી નાખે તેવા ‘આધુનિક’ કલાના કેટલાક નમૂનાઓ જેમાં રજૂ થયા હતા એવા ચિત્ર-પ્રદર્શનને દરવાજે આ સૂચના ચોડેલી હતી : ‘કૂતરાને અંદર લઈ જવાની મનાઈ છે.’
તેની નીચે, એ પ્રદર્શનમાં ‘જુલમ’માંથી પસાર થઈ ચૂકેલા કોઈ મુલાકાતીએ ઉમેરેલું : ‘-જીવદયા મંડળના હુકમથી.’
****

વિમાન-પ્રવાસની પેઢીમાં આવેલાં એક સંભાવિત મહિલા-મુસાફરને હવાઈ જહાજની સફર કેટલી સલામત છે તે સમજાવવાનો પ્રયત્ન એક અધિકારી કરતો હતો, પણ પેલાં બાજુનો સંશય હજી ટળતો નહોતો. છેવટે તેણે એક દલીલ કરીને વિવાદનો અંત આણ્યો : ‘બાઈસાહેબ, જો આ મુસાફરી બિલકુલ સલામત ન હોત તો “હમણાં સફર કરો ને પછી ભાડું ભરો”ની યોજના અમે જાહેર કરી હોત ખરી ?’
****

સંતા અને બંતા બંને વાતો કરી રહ્યા હતા.
સંતા : ભાઈ બંતા, લવમેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક છે ?
બંતા : સાવ સીધી વાત છે. જ્યારે છોકરો જાતે ખાડામાં પડે એને ‘લવમેરેજ’ કહેવાય અને પાંચેક હજાર જણ જ્યારે ભેગા મળીને ધક્કો મારે તેને ‘એરેન્જ મેરેજ’ કહેવાય !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સુનીલ શાહ
આજે ન જાઓ ને, મમ્મી ! – હરિશ્ચંદ્ર Next »   

18 પ્રતિભાવો : હાસ્ય-માળાનાં મોતી – સં. મહેન્દ્ર મેઘાણી

 1. nayan panchal says:

  સરસ. This is what I call confidence.

  “એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : ‘દાદા, તમે એકસો વરસના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે !’
  ‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’”

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  એક અનુભવી ભાઈ એક લગ્નોત્સુક નવયુવાન ને પ્રસન્ન રહેવાની શિખામણ આપતા કહેવા લાગ્યા કે ભાઈ, હંમેશા હસતાં રહેવું જોઈએ – હસે તેનું ઘર વસે. યુવાન માથું ખંજવાળતા કહેવા લાગ્યો કે હા તે તો ઠીક પણ આ જેનું ઘર વસી ગયું છે તે કેમ હસતા નહીં હોય ?

 3. Dhaval B. Shah says:

  બહુ મજા આવી.

 4. Sarika Patel says:

  ખુબજ સરસ, મજા આવિ ગઈ.
  I liked this joke.
  છગન : અલ્યા તું બધા ‘એસ.એમ.એસ’ મને બે-બે વાર કેમ મોકલે છે ?
  મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
  Thank you Meganisaheb.

 5. સરસ. હસવાની મજા પડી!

  બધા ટૂચકા ગમ્યા, તેમાંય “અમુક પ્રકારના સંગીતમાં બહેરાપણું ઉપકારક નીવડી શકે” તો ખાસ.

 6. ankit says:

  બહુ મજા આવી

 7. pragnaju says:

  મઝાની રમુજૉ

 8. ભાવના શુક્લ says:

  ભૈ વાહ….

 9. Jatan says:

  ખુબ સરસ, બધા ટુચકામાં મજા આવી

 10. Ranjitsinh L Rathod says:

  સરસ

 11. કલ્પેશ says:

  આ અડધી સદીની વાંચનયાત્રાના સંપાદક મહેન્દ્રભાઈ?
  વાહ, એમનુ આ સ્વરુપ જાણીને સારુ લાગ્યુ.

 12. shirish says:

  મહેન્દ્રભૈઈ, પુસ્તક સાથેય્ આ કામ સુદ્ર ર કર્યુ ચ્હેય્.
  શિરિશ શહ – હરિભઈ ના ભત્રિજા

 13. Ashish Dave says:

  Hilarious…

  Ashish Dave
  Sunnyvale, California

 14. KISHOR says:

  thanks ,its good jokes

 15. asthasheth says:

  BEST STORY HATS OFF TO MAHENDRABHAI

 16. Jaydip says:

  ખુબ સરસ. મજા આવી.

 17. Nilesh Bhatt says:

  ખરેખર સારા ટુચકાઓ. બહુ જ આનંદ આવ્યો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.