આજે ન જાઓ ને, મમ્મી ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ માંથી સાભાર.]

નિશાળમાં રિસેસ પડી હતી. બાળકો પોતપોતાના ડબ્બા ખોલી ખાઈ રહ્યાં હતાં. સોનુ ને સુહાની પણ પોતાના ડબ્બામાંથી સેન્ડવિચ, કાજુ કતરી વગેરે ખાતાં હતાં. તેવામાં રાજુ ને રજની આવ્યાં. ‘અમે અહીં બેસીએ ?’
‘જરૂર…જરૂર’ સોનુ ને સુહાની, બંને ભાઈ-બહેને જરીક ખસીને જગ્યા કરી આપી. એમણે પણ પોતાનો ડબ્બો ખોલ્યો અને ખાવાનું શરૂ કર્યું. વચ્ચે રાજુએ પોતાનો ડબ્બો ધરીને કહ્યું : ‘આમાંથીયે કંઈક લો.’ પહેલાં તો સોનુએ ના પાડી, પણ પછી રાજુના બહુ આગ્રહથી લીધું.
‘સુહાની, તું પણ લે ને !’
સોનુ-સુહાનીએ એમને પણ પોતાનો ડબ્બો ધર્યો. ચારેય સાથે મળીને ખાવા લાગ્યાં. સોનું-સુહાનીને રાજુ-રજનીનાં આલુ પરોઠાં ને ટામેટાંની ચટણી બહુ ભાવ્યાં.

‘બહુ ટેસ્ટી છે. તમારો કુક ખરેખર સરસ બનાવે છે !’
‘કુક ? કુક નહીં, મારી મમ્મીએ બનાવ્યાં છે.’ રજની બોલી.
‘ઘરમાં રસોઈ અમારી મમ્મી જ બનાવે છે.’ રાજુએ પણ કહ્યું.
‘તમારી મમ્મી બહાર નથી જતી ?’ – સુહાનીને આશ્ચર્ય થયું.
‘જાય છે ને ! એ સ્કૂલમાં શિક્ષિકા છે.’
‘અને તમારા ડેડી ?’
‘એ પણ સ્કૂલમાં શિક્ષક છે.’
‘તમારી મમ્મી ખાવાનું પણ બનાવે છે અને સ્કૂલમાંયે જાય છે ?’ – સુહાનીએ ફરી આશ્ચર્યથી પૂછ્યું.
‘ઘરમાં નોકર હશે ને !’ સોનુ બોલ્યો.
‘ના, અમારા ઘરમાં કોઈ નોકર નથી. અમે બધાં મળીને ઘરમાં બધું કામ કરીએ છીએ.’ રાજુએ કહ્યું.
‘રોજ સાંજે ફરવા પણ જઈએ છીએ, બાજુના બાગમાં જઈને બેસીએ.’ – રજનીએ ઉમેર્યું.
‘ખરેખર ?’ સુહાનીની આંખો પહોળી થઈ ગઈ.
‘અમારા ઘરનો નિયમ છે, બધું સાથે કરવું – ઈટિંગ, પ્લેઈંગ, સ્લીપિંગ….’ રાજુ બોલ્યો.
‘સ્લીપિંગ પણ ?!’ સુહાનીને વિશ્વાસ ન બેઠો.
‘હા, મને તો મારી મમ્મી પાસે ન હોય, તો ઊંઘ જ ન આવે.’ રજની બોલી.

તેવામાં ઘંટ વાગ્યો અને બધાં ઊઠ્યાં. સોનુ-સુહાની વર્ગમાં જઈ બેઠાં, પણ બંનેનાં મન ચકડોળે ચઢ્યાં હતાં. રાજુ-રજનીની વાતો એમને અદ્દલ પરીકથા જેવી લાગતી હતી. મમ્મીના હાથનું બનાવેલું ક્યારે ખાધેલું, તે બહુ પ્રયત્ન કરવા છતાં યાદ આવતું નહોતું. ઘર એમનું આલીશાન હતું. રસોયો અને બે નોકર તહેનાતમાં હાજર હતા, પણ ડેડી-મમ્મીની હૂંફ વિના બાળકો હિજરાતાં હતાં. સોનુ હતો બાર-તેર વરસનો અને સુહાની નવ-દસ વરસની. ડેડી-મમ્મી પાસેથી એમને જોઈએ તે ચીજવસ્તુ મળતી, પણ ડેડી-મમ્મી મળતાં નહોતાં. રાતે રોજ કલબમાં કે પાર્ટીમાં જાય. મોડી રાતે આવે, ત્યારે બંને બાળકો ઊંઘી ગયાં હોય. રાજુ-રજનીની વાતો સાંભળી બંનેને થયું, આપણાં ડેડી-મમ્મી પણ આપણી સાથે હોય તો કેવું સારું !

સાંજે ડેડી-મમ્મી કલબમાં જવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. આજે તો 31 ડિસેમ્બર – વરસનો અંતિમ દિવસ અને કાલે નવા વરસનો પહેલો દિવસ. આજે તો લગભગ રાત આખી પાર્ટી ચાલશે. ભાઈબહેન બંને ધીમે પગલે એમના ઓરડામાં પહોંચ્યાં, ત્યારે આયના સામે ડેડી ટાઈ બાંધી રહ્યા હતા અને મમ્મી લિપસ્ટિક લગાવી રહી હતી. એમનું ધ્યાન ખેંચવા સોનુએ કંઈક અવાજ કર્યો અને બંનેએ પાછળ જોયું. ‘કેમ બેટા ! કાંઈ પ્રોબ્લેમ છે ?’ – કહેતી મમ્મી પાસે આવી. બાળકોનાં મોઢાં તંગ હતાં. મમ્મીએ સોનુના માથે હાથ ફેરવતાં ફરી પૂછ્યું : ‘શું વાત છે, બેટા ! કાંઈ જોઈએ છે ?’
પરંતુ બેમાંથી એકેય કાંઈ બોલે નહીં. ડેડીએ જરીક અકળાઈને કહ્યું : ‘ઝટ બોલો જોઉં ! અમારે જવામાં મોડું થાય છે.’
સોનુએ બોલવા પ્રયત્ન કર્યો, પણ થોથવાતાં થોથવાતાં એ એટલું જ બોલી શક્યો – ‘વી લવ યૂ, ડેડી !… વી લવ યૂ, મમ્મી !….’
મમ્મીએ આવીને એને ચૂમી લીધો. ‘હા, હા, વી ઓલ્સો લવ યૂ, માઈ ચાઈલ્ડ !…. બોલ, બોલ ! તને મૂંઝવણ શી છે ?’
‘વી નીડ યૂ…. વી નીડ યૂ…. તમે લોકો આજે બહાર ન જાઓ !….’ અચકાતાં અચકાતાં સોનુએ બોલી નાખ્યું.
‘પણ શા માટે ?’
‘હા, હા, મમ્મી ! આજે તમે અહીં જ રહો અમારી સાથે.’ સુહાનીએ પણ કહી નાખ્યું.
‘પણ આજે તો નવા વરસની ઉજવણી છે.’
‘તે આપણે બધાં અહીં સાથે મળીને ઊજવીએ ને !’
‘તે કેમ બને ? આજે તો બહુ મોટી પાર્ટી હોય. બધાંને મળવાનું હોય.’ ડેડીએ કહ્યું.
‘તો અમે પણ ત્યાં તમારી સાથે આવીશું.’ સુહાની બોલી ગઈ.
‘નોનસેન્સ !’ ડેડીનો પિત્તો હવે જવા માંડ્યો હતો.

મમ્મીએ છોકરાંવને મનાવવા માંડ્યાં : ‘જુઓ બેટા ! ડાહ્યાં છોકરાં આવી જીદ ન કરે. અમને બહુ મોડું થાય છે… પ્લીઝ !’
‘નહીં, આજે અમે તમને જવા નહીં દઈએ. પેલા રાજુ ને રજનીનાં મમ્મી-પપ્પા હમેશાં એમની સાથે રહે છે. તમે તો ક્યારેય અમારી સાથે….’
‘ઓ માઈ ગૉડ ! તો આ વાત છે ? પેલા માસ્તર ને માસ્તરિયાણી !’ ડેડી મમ્મી સામે જોઈ વ્યંગમાં હસ્યા.
‘બેટા ! એ લોકો ક્યાં અને આપણે ક્યાં ?…. તારા ડેડી તો કેટલા મોટા માણસ !…’ – મમ્મી સમજાવતી રહી, પણ બાળકોએ જીદ ન છોડી. છેવટે ડેડીએ એમને ખૂબ ધમકાવ્યાં અને ‘આખો મૂડ બગાડી નાખ્યો’ – કહેતાં પતિ-પત્ની ચાલ્યાં ગયાં.

મૂડ તો તુરત સુધરી ગયો. આજની પાર્ટીની રંગત જ ઔર હતી ! રાત આખી બધાં ખાતાં રહ્યાં, પીતાં રહ્યાં, નાચતાં રહ્યાં. લગભગ પરોઢિયે બંને પતિ-પત્ની લથડાતા પગે ઘરે પાછાં આવ્યાં, ત્યારે બાળકોના રૂમમાં ટીવી ઉપર કોઈ ન્યૂડ ફિલ્મ ચાલતી હતી. ટેબલ પર ખાલી બાટલી ને ગ્લાસ પડ્યાં હતાં. સોનુ ને સુહાની હાથમાં હાથ ભીડી તદ્દન આદમ અવસ્થામાં પથારીમાં પડ્યાં ઊંઘતાં હતાં.

(શ્રી ચંદ્રશેખર દુબેની હિંદી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્ય-માળાનાં મોતી – સં. મહેન્દ્ર મેઘાણી
વહુનાં લક્ષણ બારણામાંથી – ચારુલતા ગાંધી Next »   

45 પ્રતિભાવો : આજે ન જાઓ ને, મમ્મી ! – હરિશ્ચંદ્ર

 1. છેલ્લા પૅરેગ્રાફની સોનુ-સુહાની વિષેની વાત ગળે ઉતરી નહીં, આપણો સમાજ આટ્લી નિમ્ન કક્ષાએ પહોંચ્યો હોય એ વાત ન લાગી.
  ગોપાલ

 2. nayan panchal says:

  shocking વાર્તા. અંત વધુ પડતો extreme લાગ્યો, કદાચ રીડગુજરાતીના ધોરણ પ્રમાણે વધુ પડતો bold.

  કમનસીબે આવા એકાદ-બે વાસ્તવિક કિસ્સાઓ વિશે પણ છાપામાં વાંચવામા આવ્યુ હતુ. ભૌતિક સુખો પાછળની આંધળી દોટ અધઃપતન નોતરે છે.

  નયન

 3. urmila says:

  This is not an extreme story – this is what happens to children all the time when they are neglected and they get misguided – this is the result of following western culture – it is a ‘shocking story’ but needs to be written to make parents aware of the dangers of following wrong section of the western culture and TV nasties –

 4. Aashka says:

  I absolultely agree with Urmila – it is the bitter truth.

  By the way, I would like to add that this is my first ever response to anything published on readgujarati.com. I had been looking for a website to keep up with my interest in Gujarati Sahitya and I must very thankfully say that I finally have found it.

  Love and regards to one and all….

 5. કલ્પેશ says:

  Please don’t assume that this kind of things happen in western culture.
  When you say “culture” – it looks like, it is a way of life in west.

  No country (east/west) wants this kind of thing which affects an individual then a family, society and nation.

  Sadly, we look at bad examples from the west. I wish we could understand and put to practice, the good aspects of west.

  It is such that we try to imitate people from the west (clothes, food, speech) but we don’t try to put their good things in our life (discipline, respect for others, respect for work, cleanliness)

  More so, we as individual and parents be responsible than blaming it all on TV, Movies etc.

  A gun can be used to kill someone and can also be used to protect. It depends on the user’s intelligence – what/where/when to use things?

  Lets not label any bad thing as western culture.

 6. urmila says:

  Please note my words Western culture ‘wrong section of the western culture and TV nasties ‘

  ‘Leaving children home on their own without any adult to supervise them and go to parties’ is adapted from wong section of western culture.

  Western culture from the ‘right section has a lot to offer if you follow them’
  In western culture parents do go out leaving children with responsible babysiter or a relative/they spend quality time with their children although they work hard to meet their ends.

  Eastern culture never had individual Adults parties – it was always family parties if ever children stayed at home without parents – they were always supervised by member of the joint family

  Nucleur family system is adapted from western culture.
  There is always good and bad of every culture – in this particular story parents are selfish and misguided by western influence (‘ઓ માઈ ગૉડ ! તો આ વાત છે ? પેલા માસ્તર ને માસ્તરિયાણી !’ ડેડી મમ્મી સામે જોઈ વ્યંગમાં હસ્યા.)
  and inocent children have become victims of TV nasties

 7. અતુલ જાની (આગંતુક) says:

  ૧૦૦% agree with urmilabahen. કોઈ પણ દુર્ઘટના ઘટતા પહેલા તેના સંદેશાઓ અચૂક મળી જતાં હોય છે અને જ્યારે તેને અવગણવામાં આવે છે ત્યાર બાદ જ દુર્ઘટના ઘટે છે. સંસ્કૃતિ પાશ્ચાત્ય હોય કે પૌરસ્ત્ય બંનેમાં ઉજળી અને નરસી બાબતો રહેલી જ છે. પણ આ દુર્ઘટનાને લાગે વળગે છે ત્યાં સુધી તેના મૂળીયા પશ્ચિમમાં રહેલા છે. બીજી વાત ઉર્મિલાબહેને નિર્દેશી તે છે ટી.વી ના અશ્લિલ કાર્યક્રમો.એકલા બાળકો આસાનીથી તેનો શિકાર બની જાય છે. એટલી જ ખાના-ખરાબી ઈન્ટરનેટની અશ્લિલ વેબ-સાઈટોએ પણ સર્જી છે કે જે કુટુંબ વ્યવસ્થા અને સમાજવ્યવસ્થાને મોટા પાયે નુકશાન પહોચાડી રહી છે. જો આપણે સભ્યતા ટકાવી રાખવી હશે તો વધુ પડતી હિંસાના દ્રશ્યો અને અશ્લિલતાનું જાહેર પ્રદર્શન અટકાવવા જરૂરી બનશે. જે દેશ અને જે પ્રજા આ બાબાતોનો મક્કમતાથી સામનો નહીં કરી શકે તે અંદરખાનેથી ખોખલી થતી જશે. આ ઉપરાંત બાળ-ઊછેર એ એક ધિરજ માગી લેતી પ્રક્રિયા છે. બાળકોને અંગત આત્મિય જનોની હુંફની આવશ્યકતા છે. સ્વસ્થ સમાજના ઘડવૈયા ઉત્તમ મા-બાપો છે કે જે પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કરે છે પોતાના ભોગોનું બલિદાન આપીને પણ તે બાળકોના જીવનને સિંચે છે. અને જ્યારે આ બાળક પુખ્ત બને ત્યારે પીઠ થાબડીને સારા સમાજની જાળવણીમાં તેનો ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

 8. Sarika Patel says:

  First of all i am agree with Nayanbhai Panchal.
  For my opinion regarding this story , i think this story is Misfit with our indian culture and real life.
  I agree that, the new generation are being pursuant to western culture,
  but not their parents. We are Hindustani, Hindustani families are never ignored their childrens wishes.
  Sarika PAtel

 9. અતુલ જાની (આગંતુક) says:

  ‘વીણેલાં ફૂલ’ ને બદલે આ સંગ્રહનું નામ “ખૂંચેલા કાંટા” હોવું જોઈએ.

 10. kumar says:

  એક વાત તો સાચી…
  અંત વધારે પડતો જ બોલ્ડ રહ્યો…….. at least if we ignore our metro cities and foreign culture(.because i dont know much about them I had just read about them and saw them in movies) then I dont think this can happen in any ther cities..

  પણ બીજી વાત એ પણ છે કે આવી ઘટનાઓ નજીક ન ભવિશ્ય મા બનિ શકવાની શક્યાતા ઘણી વધારે છે…………કદાચ આટ્લી બોલ્ડ અંત વળી નહી તો પણ આને લાગતી વળગતી તો ખરી જ્

 11. dipak says:

  This story must be published in each & every newspapers & magazines in
  INDIA.We shouldn’t blame to western country or TV.They have their negative & positive sides.It is up to us & parents also that what to accept.

 12. nayan panchal says:

  This is one more example of an article being overshadowed by comments.

  There were couple of such ugly incidents reported in newpaper, but the involved siblings were in their late teens. Also, they belonged to so-called “upper class”.

  Again the reason is same as rightly mentioned by Urmilaben and Atulbhai.

  However, I would like to add that we cannot control the exposure of TV, Internet, Mobile phone to our younger generation. If you will not allow them to watch TV or access Internet, they may get access at friend’s house, cybercafes. Consider the families who are living in America, Europe.

  I agree that children are full of curiosity and they may not be able to understand the difference between right and wrong. Solution of that also lies in the same story. Raju n Rajni’s parents are doing exactly what every parents suppose to do. They are satisfying children’s curiosity, provide them healthy environment to grow and eventually, children will be mature enough to understand the different between right n wrong.

  TV is not an Idiot-box, people are idiots who doesn’t know what to choose. There are 100 channels to choose from. If you think it is possible to shutdown all the R-rated websites, forget it. Internet is also not an evil, it can be blessing as well. It’s upto us how we gonna use them.

  nayan

 13. palabhai muchhadia says:

  the tender mind of a child needs love affection and attention. you can seldom replace these things with amentities of life. affection is the most precious thing in the world. children learn addictions from their parents soon. very beatiful storey.

 14. અતુલ જાની (આગંતુક) says:

  અહીં પ્રતિભાવોમાં એવું જોવા મળે છે કે જાણે બધો વાંક પશ્ચિમની સંસ્કૃતિ અને ટી.વી. ઉપર નાખી દિધો હોય. તો સ્પષ્ટતા કરવી રહી કે જગત તો જેવું છે તેવું જ રહેવાનું આપણે જ સાવધાન રહેવું પડશે. ટી.વી ને ઈડીયટ બોક્ષ કહેવાનો પ્રશ્ન જ નથી પણ તેના કાર્યક્રમોના પ્રસારકર્તાઓઍ તેમ જ જોનારા બંનેએ વિવેક રાખવો જરૂરી છે. આખીએ ઘટનામાં જો કોઈ ખરેખર દોષિત હોય તો તે ગુમરાહ થયેલા મા-બાપ છે. અને તેમને તેમના બાળકોએ જ એવી લપડાક મારી છે કે હોંશ-કોશ ગુમાવીને આવેલા તેઓ સંપુર્ણપણે હોશ ખોઈ બેસે. આ બધા માધ્યમો વિષે બળાપો કાઢવાનો હેતુ ફક્ત તેની નરસી બાજુ થી સાવધાન કરવાનો જ છે. બાકી આજે ટી.વી. અને ઈન્ટરનેટ ઍ આપણા જીવનનું અને વિકાસનું આવશ્યક અંગ બની ગયા છે. જો ચારે બાજુ બોરડીના વન હોય અને ઠેર ઠેર તેના કાંટા વાગતા હોય તો કાંઈ બધા રસ્તાને ચામડાથી ન મઢાવવાના હોય આપણે જ ચંપલ પહેરી લેવાના હોય. હા પણ જ્યારે તક મળે ત્યારે આ બોરડીને કાપવાનો અને નવી ન ઉગ્યા કરે તે જોવાની પણ સમાજના એક અંગ તરીકે જાગૃતતા દાખવવી જરૂરી.

  કુરિવાજો અને સમાજમાં ફેલાયેલા દૂષણોને મુંગે મોઢે જોયા ન કરાય. આપણી નવરાત્રિ આવી રહી છે ત્યારે પણ શું શું બને છે આ ગરબાઓના નામે તે પણ હવે જાગૃતતાથી જોવાનું જરૂરી છે. દુષણ ને દુષણ જ કહેવાય પછી તે ગમે તે સંસ્કૃતિનું હોય.

 15. pragnaju says:

  સાંપ્રત સમયની વાસ્તવીક વાત

 16. urmila says:

  Well said by Mr Jani

 17. Mamta says:

  As per my view there is nothing wrong in publishing this article on read gujarati.com site
  it gives us an idea that this kind of things can happen, if you don’t pay enough attention to young kids

 18. ભાવના શુક્લ says:

  કડવુ છે જલ્દી ગળે ના ઉતરે….. શક્યતાનો હળવો ટકોરો માત્ર છે.
  આધુનિકતા પાછળ ઘસડાતા સ્વાર્થી વાલીઓને બારણે.. મથ્યા રહો વિચારતા જો એકાદ લક્ષણ પણ ઉપરોક્ત કુટુંબનુ તમારા સંસારમા ક્યાય દેખાતુ હોય તો આ કહાની તમારા ઘરની બની શકે તેની પુરી શક્યતા છે. ક્યારેક એવુ પણ બને છે કે કેટલાક માતા-પિતાને પોતાની વહાલસોયી દિકરીને કે દિકરાને ઘરમા અને ઘરના વડીલ ગણાતા કોઇની પાસે છૉડી જાય અને બાળકોનુ શોષણ થયુ હોય્.

 19. Kamala says:

  ઉપર લખાયેલ લખાણ સાથે સહમત છુ.

 20. pravin bhatt says:

  આધુનિક સમાજ ક્યા જાય ચ્હે તેનુ ચિત્ર ચ્હે

 21. jigshirenrao says:

  our friend circul are also busy with their work but we also take good care of our kids. we also keep an eye what they do at home or at school or who are their friends. so i think stil in our gujarat is out of this culture. ya ofcourse we teach good things to our kids from western culture.

 22. Rekha Sindhal says:

  વાર્તા અને વાંચકોના પ્રતિભાવ વાંચીને આનંદ થયો. વાર્તા સરસ છે. માબાપની બેદરકારીનું પરિણામ અકલ્પ્ય તો હોય જ છે. અને માબાપ માટે સ્વીકારવું પણ અઘરૂં જ હોય છે. આ બંને વાતનું સમર્થન અંત દ્વારા થાય છે. શા માટે ભારતના લોકો વારેવારે પશ્ચિમિ સંસ્કૃતિની ટીકા કરે છે? અને એ ય અધુરા જ્ઞાને ! આપણુ શાંત બાળક તોફાન કરવા લાગે તે સમયે પડોશીના તોફાની બાળકની ટીકા કરવાનો શો અર્થ?

 23. Pratik says:

  વાર્તાનો અંત થોડો અતિશયોક્તિભર્યો જરૂર છે પણ એનાથી વાર્તામાં રહેલા નક્કર સત્ય તરફ આંખમીંચામણા થઈ શકે એમ નથી. બાળકોને માત્ર સમય આપવો એ જ પૂરતુ નથી પણ એમને આપણો quality time મળવો જોઈએ. આપણે થાક્યા પાક્યા આવીને બાળકો સાથે માત્ર બે-ચાર વાતો કરીને મન ન મનાવી શકીએ કે અમે બાળકોનું ધ્યાન રાખીએ છીએ !

  જે માતાપિતાને બાળક સાથે રમવાનો, એને સમજવાનો, એને હોમવર્ક કરાવવાનો, એની સાથે બેસીને એની સમસ્યાઓ ચર્ચવાનો સમય નથી એ માતાપિતાએ ઘરડાંઘરનું બુકિંગ અગાઉથી જ
  કરાવી લેવુ. !!!

 24. Den says:

  Woo….Ho……Ho…… That was some ending!!! Too bold for Indian culture

 25. Ranjitsinh L Rathod says:

  ખરેખર ખુબ જ દુખ દ અત.

  નયન ભાઇ ની વાત સાચી. – આપણો સમાજ આટ્લી નિમ્ન કક્ષાએ પહોંચ્યો હોય એ વાત ન લાગી

  પરતુ આવુ બની સકે તેને નકારી ન શકાય.

  અતુલભઈ ની વાત ખુબ જ ગમી.-

  જો ચારે બાજુ બોરડીના વન હોય અને ઠેર ઠેર તેના કાંટા વાગતા હોય તો કાંઈ બધા રસ્તાને ચામડાથી ન મઢાવવાના હોય આપણે જ ચંપલ પહેરી લેવાના હોય. હા પણ જ્યારે તક મળે ત્યારે આ બોરડીને કાપવાનો અને નવી ન ઉગ્યા કરે તે જોવાની પણ સમાજના એક અંગ તરીકે જાગૃતતા દાખવવી જરૂરી.

 26. Sanjay Patel says:

  SANG TEVO RANG…..ENI SARUAT MATA PITA THI HOY KE VARSAGAT HOY…..KOI CULTURE NO VANKH NATHI…..

  IF YOU CAN’T SEE WHAT IS RIGHT N WHAT IS WRONG…..I THINK NO ONE ELSE WILL TRY TO SHOW YOU…..ONLY INDIVIDUALS HAS TO IDENTIFY THE PATH FOR BETTER LIFE. REST LET GOD TO WATCH HOW WELL WE DID IN THIS LIFE….ACCORDINGLY HE WILL CHOOSE OUR NEXT AVATAR.

  ENERGY CHANGES FORMS BUT STAYS ALWAYS WITHIN…DO NOT OVERLOOK YOUR LACKINGS.

 27. bhv says:

  વારે તહેવારે પશ્ચિમની સંસ્કૃતિ અને ટી.વી.નો વાક કાઢતા આપણા સમાજ ને આ સાધુ સાન્તો આપણિ જ સંસ્કૃતિ ને લજ્વે ચ્હે એ બહુ ઓચુ ધ્યાન મ આવે ચ્હે.
  દરેક માતા પિતાએ સમાજ્વુ જોઇએ કે સન્તાનો આપ્ણા ચેી તો જવાબ્દારિ પણ આપ્ણિ જ ચેી

  as Pratik said:

  જે માતાપિતાને બાળક સાથે રમવાનો, એને સમજવાનો, એને હોમવર્ક કરાવવાનો, એની સાથે બેસીને એની સમસ્યાઓ ચર્ચવાનો સમય નથી એ માતાપિતાએ ઘરડાંઘરનું બુકિંગ અગાઉથી જ
  કરાવી લેવુ. !!!

  i completely agree with Pratik.

 28. urmila says:

  I would like to add following – સમયપરની જાગૃતિ – મૌર્વી પંડ્યા વસાવડા – This article is printed in true story section -it is self explanatory as to how children take values of daily life from TV and when mother chaged the habits of the child – how child responded to the affection and personal attention and how it helped parents to remove stresses of daily life as they removed the communication gap within the family

 29. અતુલ જાની (આગંતુક) says:

  ઉર્મિલાબહેને સુચવેલ લેખની લિન્ક નીચે પ્રમાણે છે અને પ્રસ્તુત લેખની ભયાનક શક્યતાઓને અટકાવવા માટે રામબાણ ઈલાજ જેવો છે.

  18 ઑગષ્ટ 2008, જીવનપ્રેરક પ્રસંગો – સંકલિત

  http://www.readgujarati.com/sahitya/?p=2299

 30. govind shah says:

  It is very thought provoking story.Every parent should learn from this story & should give some time for their childrens before it is too late. This seldom incident narrated in story today may be reality with our society tomorrow.everything is changing very fast . we cannot help it but changes should not overthrow our basic values. There are good things in west, but we are forgeting all good things of not only of west but also of east & we make our position very miserable- we are neither of east nor west. — govind shah

 31. kali says:

  bahu j kadvi pan saachi vaarta che. me aava case joya chhe. atli had sudhi nu nathi joyu pan thoduthodu joyu che. ghar ni ander ni vaat kone khabar hoy? aama vaank kono chhe eni dalil ma nathi padvu. ek j vaat kehvi chhe ke ;parents, tame mazaa ni vyakya badlo. baaki santan o ne kevi rite khabar padi k aane mazaa kehvaay. e loko e tamne sex karta ke drinks leta joya ane pachhi khush thata joya tyare j ene khabar padi ne k aane mazaa kehvaay. bahar bahar thi me evu ghani jagya e joyu che ke 5th std ma bhanto bhai 3rd std ma bhanti ben ni secret jagya o curiocity thi joya kare che ane ghani vaar chance malye haath pan adaade che. raat na mabap ne aavu karta joya tyare aavi condition aavi ne? tv no vaank na kadhay. tame jevu josho tevu j santan jovana. tame dharo to amok channel delete kari shako chho. aa vastu kharab chhe e kahi shako chho. mota thaye reality samji jashe. pan nana hoy tyare evi vaat kaho ke aa kharahb vastu chhe. aavu naa jovay. santan mabap ne aadarsh maane che. baap ne drinks layne khush thato hoy to santan ne evu lage ke jo pappa pita hoy to ema shu kharab hoy? pappa thodu kharab kare? eni aavi j samaj ne lidhe emne kashu khotu lagtu nathi. mummy-pappa mazaa karva gaya etle aaple pan mazaa kariye evi balsahaj ichcha thai etle emne aavu karvanu sujyu.

 32. Prashant says:

  hello, very nice story, truth, simply says i would love to make a 3 minutes short film on this with my own budget and wanted to gift you this film … please give me your contact information or email id…

  and i would love to pass this massage to all parents through this short film….

  Thanks

 33. Gira says:

  very sad indeed, is this now a new orientation of Indian Culture now? Disgraceful with lots of remorse!!

 34. shruti says:

  this is the reality of rich familiy with money not sanskar. children need love of parents childern get love many pepole but parents love is different.

  but childern’s destiniy is not good so they are so far from nutural love which is gift of god to parents.

 35. Rajni Gohil says:

  This is sad story. We can not change what has already happened. The best thing is to find a solution to avoid such incidents. If adult practice what they advise their children, then this earth would be heaven. Our education system needa overhaul. Instead of producing youngsters with bookinsh knowledge, more emphasis be put on MORAL VALUES. Keeping promised time, cleaniness, politeness and such virtues, we can learn from western culture. Print media (Newspapers, magazines, books as well as internet), Radio and TV must adhere to MORAL VALUES.

  From Mumbai attack one is not supposed to learn how successfully terrorists did it, then correct some of their mistakes and attack other places. Instead we are supposed to find the loop holes and correct it in such a way that it does not happen again.

 36. riddhi says:

  ekdam sachi vat 6e

 37. vanraj -Bangalore says:

  shocking…!!!! It is hard to believe that such a strange things happens in real life..!!!
  If this is true than its must be alarming……!!!!

 38. Vaishali Maheshwari says:

  I feel that what is depicted in this story does not happen a lot in India yet, but if the things continue as they are right now, then the day is not far that these things will also start happening in India.

  Sonu and Suhani in this story belong to a very high-class rich family. All their material needs are satisfied by their parents, but what they want in real is their parents love just like Raju and Reena in this story are getting from their parents.

  Raju and Reena’s parents on the other end are very well educated and truly understanding parents. They are giving their children ample of love and teaching them in a true sense how to live life. Their family can be considered as a very happy family.

  Dr. Haim Ginott has rightly said, “Children are like wet cement. Whatever falls on them makes an impression.” Sonu and Suhani are doing what they are seeing. Their parents are not well-cultured and so are their children now. So, parents are in fault here.

  Even Richard L. Evans has very correctly said, “Children will not remember you for the material things you provided but for the feeling that you cherished them.”
  Raju and Reena will be thankful to their parents for giving ample love and teaching them the right way to live a right life.

  After reading this story, we can say, ‘Parents, wake up (to all those who are sleeping like Sonu and Suhani’s parents). There are many things in life other than fashion, parties and clubs. You have your family and your children are the next generation citizens. Why don’t you spend your life after molding them right and making them good cultured human beings?!’

  Thank you Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.