વહુનાં લક્ષણ બારણામાંથી – ચારુલતા ગાંધી

[‘જન્મભૂમિ’ દૈનિકના ‘મધુવન’ સાપ્તાહિકમાંથી સાભાર.]

જય ભણેલો, દેખાવડો, મીઠડો છોકરો હતો. પ્રાચીએ જોતાં જ કળશ ઢોળ્યો, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ તેની બહેન મોના મેન્ટલી રિટાર્ટેડ હતી. ઘર ખાધેપીધે સુખી હોવાથી બીજો વાંધો નહોતો. પડશે તેવા દેવાશે કહી પ્રાચીનાં માબાપે પણ સંમતિ આપી અને કલાબહેને હરખે વધાવી. શરૂઆતનું ગાડું ઠીક ઠીક ચાલ્યું. મોનામાં સમજ ઓછી તો ભાભી નવાં કપડાં પહેરે તો ટીકીટીકીને જોયા કરે, બહાર તેઓ જાય ત્યારે સાથે ફરવા જવાની જીદ કરે, તેની વસ્તુઓ લઈ પહેરી લે. જય-પ્રાચી બેઠાં હોય તો વચ્ચે આવીને બેસી જાય. આવી હરકતો રોજની થયા કરે. પ્રાચીને આ જરાય ન ગમે. આ લપ ક્યાંથી વળગી એવો અણગમો પ્રકટ થયા કરે.

મોનાના મનોકાશને સમજવાની જરા પણ તસ્દી ના લે. મોનાનું મોં જોતાં જ પ્રાચીનું મોં ચડી જાય. કલાબહેન વારવા જાય તો કહે ‘ચડાવો તમારી દીકરીને, ભારે પડશે.’ પ્રાચીને તો બધાં સાથે વાત કરવાનો ટોપિક મળી ગયો. વાતને વધારી વધારી પિયરમાં કહેતી ફરે. જયને મોનાની તાસિરની ખબર હતી. તે બાળપણથી જ તેની મર્યાદિત પરિસ્થિતિથી વાકેફ હતો. પ્રાચીને સમજાવતાં કહેતો કે ‘તે નાસમજ છે, પણ તું તો સમજ.’ મોનાને હિસાબે પ્રાચીને સાસુ સાથે ચડભડ થવા લાગી. પ્રાચી બે દીકરીની માતા બની. હવે તેનો પૂર્વગ્રહ વધુ હઠીલો બન્યો. મારી દીકરીઓ પર આની છાયા પડશે તો તે પણ તેના જેવું વર્તન કરશે કે કેમ ? પતિની કમાણી એવી નહોતી કે જુદાં થઈ શકાય. પ્રાચી સમય જતાં વિફરતી ગઈ અને પોતાનું ધાર્યું કરવા લાગી. મોનાને તો કલાબહેન બાળકની જેમ સાચવતાં. તેનું માનસિક સંતુલન ક્યારે ખોરવાઈ જતું તેની ખબર પડતી નહીં. કલાબહેનની સ્થિતિ વહુ આવ્યા પછી સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. પહેલાં તો સાંજે મોનાને દર્શન કરવા કે દરિયા કિનારે લઈ જતાં. દરિયાકિનારે મા-દીકરી બેસતાં. ‘હશે, જેવી લેણાદેણી કહી’ મન મનાવી લેતાં. વહુ આવતાં ઘરની તાસિર ઑર બગડી. નજર સામે જ રોજ ખટપટ થતાં કલાબહેન અને તેના પતિ રમેશભાઈ મનોમન ઘવાતાં.

એક દિવસ પ્રાચીએ વિસ્ફોટ કર્યો : ‘હું મારું રસોડું અલગ કરીશ.’ સામસામાં એક જ કીચનમાં બે રસોડાં થયાં. સાસુ-વહુની ઉંદર-બિલાડીની જાણે કે રમત શરૂ થઈ. વહુ આવતાં કલાબહેન પોતાની રસોઈ કરી લેતાં. ફ્રિજ એક તેથી ‘મારું-તારું સહિયારું, મારું મારા બાપનું…’ જેવો ઘાટ થયો. વસ્તુનો વેડફાટ અને પ્રાચીનો બબડાટ વધતાં ચાલ્યાં. આમાંથી મારગ કાઢવો કેમ ? માબાપ બંને મૂંઝાયાં. તેમણે જયને કહ્યું : ‘આ રોજની ખટપટ અમારાથી સહન થતી નથી. તમે ભાડાંની જગ્યા લઈ જુદાં થઈ શાંતિથી રહો.’ પ્રાચીએ કાનભંભેરણી કરી કે આ જગ્યામાં આપણો પણ એટલો જ હક્ક છે. આપણે હટીશું નહીં. તેમને જુદાં કરવાનાં હથિયાર પણ હેઠાં પડ્યાં. પોતાના બેડરૂમમાં બંધબારણે વહુ-દીકરીઓ પોતાની દુનિયામાં રાચે છે. કલાબહેન કે રમેશભાઈ સાજામાંદા થાય તોપણ પરવા નથી. એક જ ઘરમાં બોલવાવ્યવહાર પણ નથી. છાતી પર પથ્થર રાખી જીવતાં હોય તેમ આખું કુટુંબ જીવે છે. પૌત્રીઓને દાદી પાસે પ્રાચી જવા દેતી નથી. તેને એમ શીખવવામાં આવ્યું – દાદીનાં સંસ્કાર સારા નથી. મોનાફઈને તો ગાડામાં જ ખપાવી છે. ભારેખમ વાતાવરણ સાથે સવાર ઊગે છે. અજંપો-અકળામણમાં રાત પસાર થાય છે. પ્રાચીનાં માબાપ દીકરીનું ઉપરાણું લઈ કલાબહેનને કોસે છે. જય શૂન્યમનસ્ક છે.
*******

વિમલનાં રંગેચંગે લગ્ન લેવાયાં. હરખપદુડાં સાસુજીએ રિચાને મનભેર આવકારી. નવી નવેલી ભાભી સાથે નણંદબા સખીની જેમ વર્તી. વિમલને વિદેશની નોકરી હોવાથી લગ્ન પછી 15 દિવસમાં જતો રહ્યો અને રિચાને જલદી તેડાવાની તૈયારી કરતો ગયો. ત્રણ મહિના સાસુજી સાથે રહેવાના રિચાને આકરા લાગ્યા. હેમાબહેન લાડકવાયાને શું ભાવે ન ભાવે તેનાં સૂચન આપતા ગયાં. પુત્રની ફેવરિટ ડિશ શીખવાડવા માટે વહુને તૈયાર કરવામાં ખબર ન પડી કે વહુ ગમાથી સ્વીકારે છે કે અણગમાથી ? રિચાનો રોજ મમ્મીને ઘર ફોન થઈ જતો. આજનો દિવસ કેમ વીત્યો અને મમ્મીની ચડવણી પણ તેવી જ. હેમાબહેનને વહુને ઘડવાની હોંશ પર પાણી ફરી વળ્યું. રિચાએ એક દિવસ ચોપડાવી દીધું કે મમ્મી તમારા હાથની રસોઈ બહુ ખાધી. હવે મારા હાથની રસોઈ ખાવાની ટેવ એમને પડી જશે. તમે નકામી ચિંતા કરો છો. તેને રહેવાનું તો મારી સાથે છે ને ! – ત્રણ મહિના પછી રિચા પતિના દેશમાં ઊપડી ગઈ. જતાં જતાં કટાક્ષ કરવાનું ન ભૂલી કે મમ્મી હવે તમારો દીકરો મારો પતિ છે, તેને બરાબર સાચવીશ હોં !

રિચાએ જઈને પતિ સમક્ષ મહાભારત રચી દીધું : તારી મમ્મી આમ, તારી બહેનમાં કંઈ ઠેકાણાં જ નહીં, તારા પપ્પાની તો સવારે કલાકે કલાકે ચા બનાવતાં થાકી જવાય. હું કેમ બોલું, કેમ ચાલુ, તેમાંય ટોકણી. વાજ આવી ગઈ ત્રણ મહિનામાં. તારો કોન્ટ્રાક્ટ પૂરો થાય ને ઈન્ડિયા જવાનું થાય તો જુદી સગવડ કરી લેજે. હું સાથે રહેવાની નથી. I can’t tolerate them…. પતિને શરૂઆતથી જ અલ્ટિમેટમ મળી ગયું.
******

પરાગીની મમ્મી બપોરે ઓચિંતા મળવા આવ્યાં. સાસુ-વહુ ઘઉં સાફ કરતાં હતાં. આવતાંવેંત આશ્ચર્યચકિત થઈ ગયાં. પરાગી અને વળી તે ઘઉં સાફ કરે ! બે દિવસથી નોકર આવતો નહોતો. લોટ ખલાસ થઈ ગયો હતો. ઘરની પાસે જ ચક્કી હોવાથી નોકર ઘઉં ત્યાં જ લઈ જતો. પરાગીએ પિયરમાં સાફસફાઈનાં કામ કર્યાં જ નહોતાં. તેમાંય લિફટમાં લોટનો ડબ્બો લઈ જવાનું તેમ જ ઘરમાં ઝાડુ મારવાનું કામ સાથે આવતાં મમ્મીને જોઈ આંખમાં આંસુનાં તોરણ બંધાઈ ગયાં. સવારે જ સાસુજીને સૂચન કરી જોયું હતું કે તૈયાર લોટ લઈ આવીએ, પરંતુ સાસુજીને સૂચન રુચ્યું નહીં. કહ્યું – આપણે ઘેર તૈયાર લોટની રોટલી થઈ નથી. નીચે જ ચક્કી છે. ઊભાઊભ દળી દેશે. પરાગીએ તેની મમ્મીને કહ્યું, ‘છૂટો નોકર હોવાથી કેટલીય વારનાં વાસણ માંજવા પડે છે. લાટ-પંખાઓ લૂછવા પડે છે. ઝાડુપોતાં પણ ઘણી વાર કરવાં પડે છે.’ ઓહોહો, આટલાં બધાં કામ મારી કુમળી દીકરી પર આવતાંવેંત નાખી દીધાં. સાસુ ભારે જબરી ! સરિતાબહેન સ્વભાવનાં સારાં હતાં. એક જ વહુ હોવાથી ઘરની રૂઢિ ધીમે ધીમે શીખશે અને પલોટાઈ જશે એમ સમજીને સાથોસાથ કામ કરાવતાં રહેતાં. બાજુવાળાં ચંપામાસી કહેતાં, અલી વહુ આવી તોય ડૂબાડૂબ. જરાક પોરો ખાતાં શીખ. પરાગી મમ્મીને ફરિયાદ કરતાં કહે કે ‘આજુબાજુવાળા પાછા ચઢાવી જાય.’ આ તો ચોર કોટવાળને દંડે એવી વાત થઈ. સરિતાબહેને પાઈ પાઈ બચાવીને ઘર ઊભું કર્યું હતું. દીકરાને ભણાવીગણાવીને લાઈન પર લગાડ્યો હતો ત્યાં આવતાંવેંત આટલો રૂઆબ છાંટતી વહુ સાથે તેઓ સમજાવટથી રહેવા પ્રયત્ન કરતાં રહેતાં. પરેશની સ્થિતિ માતા અને પત્ની વચ્ચે સૂડી વચ્ચે સુપારી જેવી થતી. તે ન તો પત્નીને કહી શકતો, ન માતાને.
*******

નેહાબહેનની વહુ કમાતી આવી. દિલીપભાઈને થયું કે હવે થોડો વહુ-દીકરાની આવકનો ટેકો રહેશે. સાધારણ પરિસ્થિતિ એટલે સમજીને ખર્ચ કરવો પડતો. રૂપલવહુનો પારો ઊંચો હતો. તે બધાને નીચા સમજતી. પતિને સમજાવી દીધો હતો તેથી પોતાનો પગાર પોતાના ખાતામાં જમા કરાવી દેતી. એક દિવસ દિલીપભાઈએ વાત કરી કે વહુનો પગાર ઘરમાં આપે. દીકરીના વેવિશાળ વખતે છૂટ રહે. ત્યાં તો દીકરાએ ધડાકો કર્યો કે ‘પપ્પા, કંપનીમાંથી લોન મળી છે. રૂપલની બચત છે તો જુદું ઘર લઈએ છીએ. આમ પણ એક-રૂમ રસોડામાં અગવડતા પડે જ છે.’ દિલીપભાઈ શાંત અને ગભરુ માણસ. તેમની રિટાયર્ડ થવાની ઉંમર હતી. દીકરો વહુની ચડવણીથી જુદો થઈ જશે તો ઘરના બે છેડા મળશે કેમ ? નેહાબહેન ભણેલાં નહોતાં, પરંતુ ગણેલાં હતાં. દિલીપભાઈને સાંત્વન આપતાં કહે, ‘હું બેઠી છું. મારા હાથની રસોઈ નાસ્તા આમ પણ વખણાય છે. ટિફિનો ભરીશું, નાસ્તાનો ઑર્ડર લઈશું. આપણું નભી રહેશે. દીકરીને પણ પહોંચ મુજબ પરણાવીશું.’ દીકરા-વહુને કાપો તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ ! જુદાં રહીને સુખી થવાના આશીર્વાદ માના હૃદયે આપ્યા. રૂપલની ચાલાકી ફાવી નહીં અને મનથી ઊતરી ગઈ.
******

ઉપરની બધી જ જુદી જુદી ઘટનાઓમાં સાસુ મા બનવા પ્રયત્ન કરે, પરંતુ સદીઓથી લાગેલું લેબલ માનસપટ પરથી ભૂંસાતાં વાર લાગે છે. તેમાંય નણંદ સરખી ઉંમરની હોય તો સરખામણી થઈ જ જાય છે. વહુ લાવવાના કોડ, હોંશ, ઉમંગ, ઉત્સાહ વહુ આવતાં જ ચક્કર કેમ ફરી જાય છે ખબર પડતી નથી. બે કે ત્રણ દીકરાનાં માતા-પિતા હોય, સૌને રંગેચંગે પરણાવી ફરજ પૂરી કર્યાનો સંતોષ સાથે હજુ હાશકારો અનુભવે ત્યાં વહુઓની script ચાલુ થઈ જાય છે. એમાં પણ માંદગી આવી અને સાસુ-સસરાને સાચવવા પડ્યાં તો ‘ચલકચલાણું ઓલે ઘેર ભાણું’ જેવી સ્થિતિ થઈ જાય છે. મા-બાપ વારામાં પડ્યા તો ઑર બૂરી દશા, ક્યાંય પોતાનું નહીં. દીકરાઓના ઘરમાં વસવું પણ આકરું પડતું હોય છે. પોતાની સ્વતંત્રતા ઝૂંટવાઈ જાય છે. વહુઓના રાજમાં જેમ રાખે તેમ રહેવાનું હોય છે.

પણ આવતી વહુ સુલક્ષણી હોય તો ઘર નંદનવન બનતાં વાર લાગતી નથી. સંયુક્ત કુટુંબની વાત છોડીએ, વિભક્ત કુટુંબમાં પણ આજે વહુ સમાઈ નથી જતી. એને દરેક વાતમાં પોતાની અલગ ઓળખ જોઈએ છે. સ્વકેન્દ્રી હોવાથી પોતાના કુટુંબથી આગળ નથી વધતી. કમાતી હોવાથી અહં પણ વધારે હોય છે. છોડવાની ભાવના કરતાં મેળવવાની ભાવના વધુ હોય છે અને તેથી સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. રજેરજ વાતનું પિયરમાં રિપોર્ટિંગ અને દરેક સાસરાની વાતમાં માતાપિતાની ચડવણી પણ મહદઅંશે તેમાં ભાગ ભજવે છે. અંતે પરિવારો તો તૂટે જ છે, પરંતુ છેવટે દાંપત્ય પણ તૂટે છે. તેથી જ કહેવાયું હશે : પુત્રનાં લક્ષણ પારણામાંથી, અને વહુનાં લક્ષણ બારણામાંથી. તમને શું લાગે છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આજે ન જાઓ ને, મમ્મી ! – હરિશ્ચંદ્ર
આ કોણ આવ્યું ? – ભાણદેવ Next »   

35 પ્રતિભાવો : વહુનાં લક્ષણ બારણામાંથી – ચારુલતા ગાંધી

 1. nayan panchal says:

  મને લાગે છે કે આ લેખ બિલકુલ સમતોલ નથી.

  અહીં દરેક વહુઓને વિલન તરીકે ચીતરવામાં આવી છે. પાંચેય આંગળીઓ કદીય સરખી નથી હોતી. દરેક વહુ સરખી નથી હોતી અને દરેક સાસુ પણ સરખી નથી હોતી. આવા લેખો જો કોઈ ભાવિ સાસુ વાંચે તો અજાણપણે પણ તેના મનમાં એવી ગ્રંથિ થઈ જાય કે વહુ આવીને ઘરનુ વાતાવરણ બગાડશે.

  આખા લેખમાં વહુઓના સમર્થનમાં માત્ર આ એક જ વાક્ય લખવામાં આવ્યુ છેઃ

  “પણ આવતી વહુ સુલક્ષણી હોય તો ઘર નંદનવન બનતાં વાર લાગતી નથી. ”

  નયન

 2. SURESH TRIVEDI says:

  ‘SAAS BHI BAHU THI” ” KARO TEVU PAMO”

 3. SURESH TRIVEDI says:

  WE DONT KNOW WHAT SASUJIS HAVE DONE WITH THEIR MOTHER IN LAW SO WE CANT SAY THAT PRESENT TURNED SASUJI HAVE LEARNT THEIR LESSON WHILE THET WERE BAHU.

 4. અતુલ જાની (આગંતુક) says:

  સાસુ – વહુ વિષે ઝાઝુ કહેવા જેવું નથી. જેની ઉપર વિતતિ હોય તેને જ ખબર પડે. પણ એક વાત પાકી કે લગ્ન પછી જીવનમાં અને ખાસ કરીને પુરુષોના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવે છે. માનવ સ્વભાવ એક દિવસમાં સુધારી શકાતો નથી તેને માટે ધિરજ જોઈએ. એક બીજાને સમજવાની તૈયારી જોઈએ. અહંતા અને મમતા ફગાવવાની તૈયારી જોઈએ. જે લોકો પ્રેમ, સહ્રદયતા અને ધિરજથી કામ લે છે તે વિજયી નિવડે છે બાકીના માટે પરાજય નિશ્ચિત છે.

 5. અતુલ જાની (આગંતુક) says:

  જો આ પાંચ વહુઑની વાત થી તમને ગ્લાનિ થઈ આવી હોય અને રણમાં મીઠી વિરડીની તલાશમાં હો તો નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.

  http://www.readgujarati.com/sahitya/?p=2136

 6. લેખ આજના સમય માટે કદાચ – કદાચ થોડો અસંગત લાગી શકે … પણ- પણ જો આજના સમયમાં પ્રવર્તતી માનસિકતા, ટીવીના માધ્યમથી થઈ રહેલો માનસપલટો( આ એક શક્યતા છે, થાય જ છે એવું કહેવાનો આશય નથી), વ્યાવસાયિક સફળતા, અને વધી રહેલું સ્વાવલંબન તથા સ્વાવલંબન વધારી શકવાની અપાર શક્યતાઓની અનુકૂળતા … આ બધી ચીજોને ધ્યાનમાં લઈને જો આ લેખને જોવામાં આવે તો એમાં કરાયેલી વાતો ઘણી જ યોગ્ય લાગી શકે …

  હું માનું છું કે હંમેશા કોઇ પણ વાત જે સાહિત્ય કરતું હોય છે, એ ફક્ત અને ફક્ત વર્તમાન ને ધ્યાનમાં રાખીને જ થયેલુ હોય એ જરૂરી નથી – બિલકુલ જરૂરી નથી … જે રીતે રસી લેવાનું તાત્પર્ય એ છે કે ભવિષ્યમાં રોગ થઈ શકવાની જે શક્યતા છે એને નાબુદ કરવી…. એ જ રીતે આ રીતનું સાહિત્ય એક રીતે “માનસિકતાનુ નકારાત્મકતા તરફ વહન થવાની શક્યતા” ને નાબુદ કરવાનું હોય છે….

  તમારું શું માનવું છે???

  અને મને લાગે છે કે લેખ દરેક સ્ત્રીએ વાંચવો જોઇએ .. કારણ કે એ ફક્ત વહુ વિશે નથી કહી રહ્યો પણ સાથે સાથે એ પણ બતાવી રહ્યો છે કે એક સાસુ કઈ રીતે વર્તી શકે કે જેથી વહુના આદર્શ હોવાની સાર્થકતા પૂર્ણપણે ખીલી શકે !!!

  એવું નથી લાગી રહ્યું !! ??

 7. urmila says:

  I am surprised that every story has the same problem – son of the family -doesnot seem to say anything either to wife or mother – is this because he didnot talk to his wife about his family n financial situation before his marriage was agreed and that he has family responsibilities and if he had mentally retarded sister whether his wife will be able to cope with it/it is not easy for a newly married girl who has not experienced living with mentally retarded person to handle the situation -what I see is that bahu is frightened n doesnot know how to handle mentally retarded- perhaps communication gap by not making future partner to be- aware of his situation-situations become easy to handle if u r prepared to face them

 8. Geetika parikh dasgupta says:

  Parents should not expect lot from their son and daughter in law. Birds go away when they get wings. Why to stop them? Let them fly in their own sky……. as SureshBhai told…. Saas bhi kabhi bahu thi……

  Let your daughter in law build her own dream house, now it is her turn to be a wife and a mother. Why should monther in laws influence their daughter in laws?

 9. Sanjay Patel says:

  EVERY CAT HAS ITS OWN DAY ! DOGS ONLY WATCH…

 10. Bhupendra Patel says:

  Parents become unhappy because they expect a lot from their children and daughter in law.son in law.

  They should keep in mind that their daughter is also going to be someone’s bahoo.

  Son will also become someone’s jamai/damaad.

  Now it’s time to give them liberty and not expect too much from them.

 11. Ranjitsinh Rathod says:

  આના માટે એક જ વાત કહેવી છે.

  પાંચેય આંગળીઓ કદીય સરખી નથી હોતી

 12. Payal says:

  I am so tired of all these sasu bahu stories. Isn’t there anything good left to write about that we always return to the century old topic? Haven’t we already micro analyzed the sasu bahu topic to it’s fullest capacity? You see there are always two sides to a coin. In most cases only one side of the story is told inorder to make it jucy and intersting. There is always going to be a generation gap be it between mother and daughter or mother in law and daughter in law.
  At the end the author asks તમને શું લાગે છે ?
  I say leave it be. No two people are alike. Everyone is never going to be the same. Actully that is a good thing. Can you imagine if every single person in this world was સર્વગુણસંપન? It would become a dull and boring existance.

 13. pragnaju says:

  આવાં આપણા સમાજમાં ઘણાના અનુભવો -“સંયુક્ત કુટુંબની વાત છોડીએ, વિભક્ત કુટુંબમાં પણ આજે વહુ સમાઈ નથી જતી. એને દરેક વાતમાં પોતાની અલગ ઓળખ જોઈએ છે. સ્વકેન્દ્રી હોવાથી પોતાના કુટુંબથી આગળ નથી વધતી. કમાતી હોવાથી અહં પણ વધારે હોય છે. છોડવાની ભાવના કરતાં મેળવવાની ભાવના વધુ હોય છે અને તેથી સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. રજેરજ વાતનું પિયરમાં રિપોર્ટિંગ અને દરેક સાસરાની વાતમાં માતાપિતાની ચડવણી પણ મહદઅંશે તેમાં ભાગ ભજવે છે. અંતે પરિવારો તો તૂટે જ છે, પરંતુ છેવટે દાંપત્ય પણ તૂટે છે”
  સુંદર અભિવ્યક્તી

 14. ભાવના શુક્લ says:

  સાસુ કે વહુ…. સ્ત્રી પાસેથી જ અપેક્ષાઓ રાખવામા આવશે તો વાતનો તંત ક્યારેય નહી પકડાય. લગ્ન જીવનને સમતોલ પણે સાર્થક બનાવવા સ્ત્રી અને પુરુષ બન્ને એ એક બીજાના મનની, સ્વભાવની મર્યાદાઓ ને સમજી ને સહકારી બનવાનો પ્રયત્ન કરે તો સુંદર પરિણામ લાવી શકે. સ્ત્રી જ્યારે વહુ બને કે સાસુ, બન્ને વખતે તેના ગમા- અણગમા પ્રત્યએ ખરી સમજ્ણ ઘરના વડીલ તરીકે સસરા અને પતિ અને અન્ય દરેક સ્ત્રી-પુરુષ સભ્યો દાખવી શકે. સાસુ ખરાબ કે વહુ ખરાબ…નણંદ ખરાબ કે ભાભી ખરાબ! અંતે તો દોષ નો ટોપલો કોઇ એકનામાથે જ ઉપડાવી દેવાનો અને તેમાય તે સ્ત્રી હોય તો વાર્તાઓ અને નવલકથાઓ સર્જાય!!!! પરિવાર તુટવાની જવાબદારી ક્યારેય એક વ્યક્તિની હોઇ શકે નહી કારણ કે પરિવાર એક વ્યક્તિથી નથી બનતો. ઘણાને અન્યાયી વર્તન કોઠે પડી ગયુ હોય છે. કરવો કે સહેવો એ એક ભુલ છે તેમ અલિપ્ત બની ને જોઇ રહેવુ… પડશે તેવા દેવાશે કહી માત્ર પોતાની જાતને બચાવી રાખવી અને જ્યારે ઘર તુટે ત્યારે “ભાઈ… આપણો કઈ વાંક ન હતો…” એમ કહી લુખ્ખુ આશ્વાસન લઈ ખસી જવુ, ચોરી તો ત્યા જ છે. દ્રોપદીને દાવ મા રમી ને પાંડવોએ ભુલ કરી… વસ્ત્રા હરણની ધૃષ્ટતા કૌરવો કરી ગયા ત્યારે એ ઘટનાના મુક સાક્ષીઓ એ શુ ચુકવ્યુ? મહાભારત! અને સર્વનાશ!!!
  સાચા અર્થમા આત્મ નિરિક્ષણ ક્યારેક બહુ જ જરુરી બની રહે છે.

 15. ભાવના શુક્લ says:

  અવિચારી વર્તન પ્રત્યે આપણે સતત ખેચાતા રહીયે છીએ… જાણે અજાણે અવિચારી અને અન્યાયી વર્તન કરતા પણ રહીયે અને થૈ ગયા બાદ શુ કરીએ???? જે આપણે કર્યુ તે જ સાવ સાચુ હતુ તે પુરવાર કરવા મન મંથન કર્યા કરીએ અને સોલીડ પુરાવાઓ હારબંધ ઉભા કરીએ(આપણી જાત સાથે જ તો!!! કારણ કે આપણા દોષ અન્ય કોઇ જુએ કે ના જુએ… આપણૉ અંતરાત્મા તો જુએ અને સમજે છે કે મારા વાલીડા.. તારો જ દોષ છે!!)
  એક વસ્તુતો ખાસ યાદ રાખવી કે જે ખોટુ કરે છે તેને તો ખબર જ છે કે આ ખોટુ છે…માત્ર તાકાત કેળવવાની છે તેનાજ આત્માથી કબુલાવવાની… આટલી સમજણ અને ધીરજ કોણ દાખવવા તૈયાર છે? પશ્ચાતાપનુ ઝરણુ વહી શકે… પરંતુ સમજણનો અને ધીરજનો ઢાળતો મળવો જ જોઇએ ને!!! એ ઢાળ જ પરીવાર અને સમાજ પુરો પાડી શકે?

 16. Rekha Sindhal says:

  ક્યાઁક વહુ સાસુનું સહન કરે છે તો ક્યાંક સાસુ વહુનું સહન કરે છે. ક્યાંક બંને એકબીજાને અનુકૂળ થવા માટે એકબીજાનું સમજપૂર્વક સહન કરે છે. અને સામાને પૂરતા આદર અને માન આપે છે. સ્વાનુભવથી દ્રષ્ટિ એવી સૃષ્ટિ લાગવા માંડે અથવા સામાના ભાણામા મોટો લાડુ લાગે પરંતુ ઘર ઘરના ધોરણો અલગ હોવાના અને અનુભવ પણ અલગ હોવાના. સમજદારી બંને પક્ષે જરૂરી છે. સારા દાખલાઓ થકી જ એ વિકસશે માટે ટિકાત્મક લેખો અને વાર્તાઓમાં એકપક્ષી દોષારોપણ થતુ અટકે તો સારૂં !

 17. Jinal says:

  “ઉપરની બધી જ જુદી જુદી ઘટનાઓમાં સાસુ મા બનવા પ્રયત્ન કરે, પરંતુ સદીઓથી લાગેલું લેબલ માનસપટ પરથી ભૂંસાતાં વાર લાગે છે.”

  સાસુ મા બનવા પ્રયત્ન કરે,તો શુ વહુ કોઇ દિવસ પુત્રી બનવનો પ્રયત્ન પન નહિ કરતી હોય્! આ લેખ બિલ્કુલ પણ સમતોલ નથી. Agree with you Nayanbhai…

 18. Jini says:

  Not at all impressive, Why on the earth one woman wants to encourage unappopriate behaviour, this is not at all balanced. Every person in family contributes to make home, there would be some contributing more and some less, it doesn’t matter, there would be conflict of opinion between mom-in-law and daugher-in-law, but it doesn’t mean they don’t love each other, Cmon be realistic, how many of us would find someone who would agree with us 100% of time, and if they do, you can’t handle that either. I strongly belive in bonding between family member, this crap should be kept out of it.

 19. Viren Shah says:

  એનુ કારણ એવુ છે કે હમેશા સાસુનો જ વાંક હોય એ જરુરિ નથી એમ વહુનો વાંક હોવો પણ જરુરી નથી.

  પણ કોઈક વાર એવુ બને કે સીધા સાદા છોકરાઓ જબરી છોકરીને પરણૅ તો અહી બતાવ્યુ છે એમ બને. આવુ થાય ત્યારે બિચારા છોકરાઓને પીડાવાનું થાય, એ વખતે છોકરા કે એના પરિવારનો શું વાંક?

 20. Navin N Modi says:

  The article is written with the excellent intention of creating harmony in families. However, I did not like all negative case studies given to stress the need for family harmony. The autheress should have shown balanced attitude & given some positive cases too. That would have served as guidance also to persons who thought over the article and decided to change their attitude.

 21. Now a days the newly wed lady doesn’t have patience, she should think that in earlier times the salary of the elders were not very high as if now,& the education was also not too much, competition was also limited so one can survive with limited income. Now their husband is some one’s son and that son have also his liability towards their parents, so the lady should try to patchup that vacancy only by their behaviour, she does not have to pay any thing except a good smile. I think that if one can understand this simple logic the heaven is there in their house.

 22. trupt says:

  I do not agree wiht the situation in all the 5 storeis. One can not clap with one hand. There has to be an adjustments from both the sides. One should not forget that the girls who comes to the family of the boy as a young bride has left bhind her relatives, friends and neighbours. She will definately take little more time to adjust in the new envorment, and even she should be given equal oppertunity to express her views and feelings. No doubt the ma-in-law has seen more life then the daughter-in-law, but in today’s world of education, girls are more matured and udnerstanding. One can not measure every one in one scale. There are good ma-in-law but at the same time there are good daughter-in-laws also. How long a son can catch hold up his mother’s ‘pallu’ and can walk? He has to become independent and has to balance between mother and wife. I feel every body should be given breathing space in the relataionship.

 23. maurvi pandya vasavada says:

  Charulata ben, aatla badha nagative thavani jaror nathi……Vahu pratye ni tamari nafrat, tamari chid, tmaro dvesh..saf dekhai aave chhe…..ek stri thai ne stri na bija roop ne aatlo badho anyay?? Tamne tamri vahu na gamti hoy ke tamane vahu shabd pratye gusso hoy eno arth evo nahi ke tame aatlu kharab chitran karo….
  Hu em nathi kehti ke vahu sari j hoy pan ena manas ne eni psychology ne smajvano ek try to akri juo….
  Ek chhokari vahu bani ne potanu saghalu chhodi navi duniya ma aave tyare e navi duniya na loko e b ene anukul thavu joie…….kadach e taiyar lot lavani vaat kare to kam chalau rite leva ma vandho shu chhe????

  Charcha bandh karu chhu ke mk Charulata ben pratye personal problem na hova chhata ghanu negative lakhai jashe….

 24. Ashish Dave says:

  Little bit of a one sided article written through the eyes of the mother in law.

  Mother has to let go the son as he is also some one’s husband and give the couple some space. The same applies to the mother of the daughter in law. I have seen many mothers who just don’t want to let go their daughters. They almost always want to enforce their ways of living on her son in law and daughter. I think this point is missing so far in above discussions.

  Ashish Dave
  Sunnyvale, California

 25. patelkiran says:

  good story . ilike you

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.