ટેક્નિકલ સમારકામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રોજ સવારની ગરમાગરમ ચા ની જેમ બે તાજા લેખોથી ટેવાઈ ગયેલા અનેક વાચકો માટે ગઈકાલે વિરામનો દિવસ રહ્યો. ચાલુ દિવસોમાં અચાનક લેખોનું પ્રકાશન સ્થગિત થતાં ઘણા વાચકોએ ફોન તથા ઈ-મેઈલ દ્વારા કારણ જાણવા સંપર્ક કર્યો. વસ્તુત: કારણ બીજું કંઈ નહિ, પરંતુ થોડુંક ટેક્નિકલ સમારકામનું છે.

દિવસે દિવસે સાઈટ પર લેખો વધતા જાય છે અને સાથે સાથે મુલાકાતીઓની સંખ્યા પણ વધતી જાય છે. આ કારણથી અમુક સમયાંતરે તેનું મેઈન્ટેનન્સ કરવું જરૂરી બને છે. કદાચ આપે ઘણી વાર નોંધ્યું હશે કે ‘CPU QUOTA EXCEEDED ‘ નામની એક ERROR ઘણી વાર સર્વર પરથી આવતી હોય છે. SCRIPTING અને DATABASE ના વધતા જતા કદને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ERROR ને દૂર કરવા માટે થોડું OPTIMIZATION અને MAINTENANCE ખૂબ અગત્યનું બની જાય છે. વાહનની કાર્યક્ષમતા વધારવા માટેનો આ સ્વાભાવિક ઉપક્રમ છે.

આ ઉપરાંત, કેટલાક ન અપડેટ થતા વિભાગો, અગાઉ મુકાયેલી વેબપેજ લિન્ક, અવર્ગીકૃત રહેલા લેખો અને સાઈટને વધારે સરળ બનાવવા માટે કરવા પડતા દેખીતા ફેરફારોને ધ્યાનમાં રાખીને આ મેઈન્ટેનન્સ ખૂબ જરૂરી બન્યું હતું.  તેના પ્રથમ તબક્કામાં નીચેના ફેરફારો આપ સાઈટ પર સ્પષ્ટ જોઈ શકો છો :

[1] પ્રત્યેક લેખના શીર્ષકની બાજુમાં એક તારીખીયું મૂકવામાં આવ્યું છે જેમાં જે તે લેખની તારીખ, મહિનો અને વર્ષની માહિતી આપ જોઈ શકો છો.

[2] સાહિત્ય વિભાગમાં ડાબા હાથ તરફ ‘અન્ય લેખો’ નામનો એક નવો વિભાગ મૂકવામાં આવ્યો છે જે 2000 લેખોમાંથી RANDOMLY દરેક વખતે 15 લેખોને પસંદ કરે છે. પેજ રીફ્રેશ થતાની સાથે કોઈક બીજા 15 લેખોની આપણને એક નવી યાદી મળે છે.

[3] દરેક પ્રતિભાવને ક્રમ નંબર આપવામાં આવ્યો છે.

[4]  લેખને અનુરૂપ પહોળા ચિત્રોનો સમાવેશ કરી શકાય તે હેતુથી સાહિત્ય વિભાગની પહોળાઈ 950 PIXAL કરવામાં આવી છે જેથી વાંચન અને લેખોની ગોઠવણીમાં અનુકૂળતા રહે છે.

[5] સાહિત્ય વિભાગમાં વેબપેજના અંતે પાનનંબર આપવામાં આવ્યા છે જેથી આપને NEXT કે PREVIOUS ક્લિક કરીને પાન શોધવા પડતા નથી. પાનનં:14 પર કલિક કરતાની સાથે જ તે દિવસોમાં મુકાયેલા 10 લેખો સરળતાથી મળી શકે છે.

[6] અગાઉ ફક્ત 500 લેખોની મુકાયેલી અનુક્રમણિકાને સ્થાને હવે નવી અનુક્રમણિકા સાઈટના તમામ લેખોનો સમાવેશ કરે છે.  2006માં મુકાયેલા લેખ પણ આપ તેના વડે સરળતાથી શોધી શકો છો. સમગ્ર અનુક્રમણિકાને અલગ-અગલ પૃષ્ઠોમાં વહેંચવામાં આવી છે.

મિત્રો,  નવરાત્રી આવી પહોંચી છે અને દિવાળી હવે નજીકમાં જ છે. આથી સમયસર ‘સાફસફાઈ’ થઈ જાય તો તહેવારોમાં આપણે નવા લેખોનો આનંદ નિર્વિધ્ને માણી શકીએ. આમ તો શક્યતા 24 કલાકમાં જ પૂર્ણ કરી લેવાની હતી, પરંતુ હજી પણ આ કાર્ય સતત ચાલી રહ્યું છે અને તેના અંતર્ગત સાઈટના મુખ્ય પાન તેમજ તેને સંલગ્ન કેટલાક વિભાગોમાં ફેરફાર કરીને સમગ્ર સાઈટનું સંચાલન CENTRALIZED કરવાનું હોવાથી હજુ બે દિવસ સુધી… એટલે કે તા. 2 અને તા. 3 ઓક્ટોબર સુધી નવા લેખો મુકવાનું કાર્ય બંધ રહેશે જેની નોંધ લેશો. વાચકમિત્રોની આતુરતા સમજી શકાય તેમ છે પરંતુ આ કાર્યને એક સાથે જ પૂરું કરવું જરૂરી હોઈ આપનો સહકાર ઈચ્છનીય છે.

આપ સૌને આ પર્વની, ગાંધીજયંતીની તેમજ ઈદની શુભકામનાઓ. તા : 4 ના રોજ બે નવા લેખો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો….

લિ. તંત્રી
મૃગેશ શાહ,
+91 9898064256.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ કોણ આવ્યું ? – ભાણદેવ
ખેંચાણ હોય છે ! – અરવિંદ ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : ટેક્નિકલ સમારકામ – તંત્રી

 1. nayan panchal says:

  કશો વાંધો નહિ, મૃગેશભાઈ. તમે ખૂબ જ સારુ કામ કરી રહ્યા છો અને એ જાણીને ખુશી થઈ કે આ સાઈટના વાંચકોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે.

  આપને અને સૌ વાચક મિત્રોને ઈદ મુબારક, તથા ગાંધી જંયતિ અને નવરાત્રિની શુભકામનાઓ.

  નયન

 2. lmpatel says:

  હુ નવો વાચક છુ. રીડ ગુજરાતી વાંચવાની ખૂબ મઝા આવે છે. આભાર.

 3. અતુલ જાની (આગંતુક) says:

  સમયે સમયે સાફસુફી અને સુધારા વધારા જરૂરી છે અડચણોને દુર કરવી અને સુવિધાઓને વિકસાવવી તે બાબત પ્રગતિની દ્યોતક છે. સવારના ચા ની જેમ જ રીડ ગુજરાતીનું પણ વ્યસન વળગી ગયું છે. આમ તો મને વ્યસનની ધૃણા છે પણ હવે મને વ્યસનીઓ પ્રત્યે સહાનુભુતી થાય છે કારણ કે હું પણ હવે રીડ ગુજરાતીનો બંધાણી થઈ ગયો છું અલબત્ત વ્યસનમાં વિવેકબુધ્ધિનો હિમાયતી તો આજે પણ છુ.

  સર્વે વાચક મિત્રોને નવરાત્રિના શક્તિ પર્વની, ગાંધિ જયંતિની તથા ઈદે-મિલાદની શુભકામનાઓ.

 4. અરે મૃગેશભાઈ આ બધું જાતે જ કરો છો કે શું? જે હૉય તે પણ તમને અને તમારા વૅબડિઝાઈનરને મારા અભિનંદન!

 5. Navin N Modi says:

  આ સાઇટની માહિતી ‘અખંડ આનંદ’ દ્વારા મળી.

  I tried to write in Gujarati, but it took me 5 minutes to type above single line. So today I am sorry for not sending this mail in Gujarati. I shall practice & write in Gujarati later.
  Thanks for giving information about maintenance of the site. I was bit disappointed when I got the error ‘CPU QUOTA EXCEEDED’ almost at the beggining of the first approach. Your clarification has helped to remove misconception from my mind about qullity of the site.
  Congratulations for serving Gujarati language & lietrature. Wish you grand sucess in your efforts.

 6. SURESH TRIVEDI says:

  SHRI MRUGESHBHAI, I AM REALLY IMRESSED AND CAN”T REFRAIN MYSELF TO CONGRATULATE YOU AS YOU ARE ONE OF THE “WEALTHIEST” IN GUJARATI LITERATURE AT A VERY YOUNG AGE OF ABOUT 29/30.MAY I KNOW YOUR B”DAY!I WILL TRY MY BEST TO GIVE MY BLESSINGS.I AM IN NEWZEALAND BUT I HAVE BECOME READGUJARATI”S ADDICT.

 7. Sanjay Patel says:

  I am sure, Mrugeshbhai you will make sure that Gujarati readers will not have nay trouble to find artical.

  No words can explain how much I like readgujarati. It’s now part of life…

 8. bhinash says:

  ok………….thanks ….

 9. pragnaju says:

  આપને પણ આ પર્વની, ગાંધીજયંતીની તેમજ ઈદની શુભકામનાઓ.

 10. ભાવના શુક્લ says:

  બધુ બરાબર…પણ અગાઉથી જાણ કરી રાખી હોય તો પરેશાની ના થાય. આટલી સરસ સાઈટ અને અચાનક એક્સેસ બંધ થઈ જતા કેટલાય સ્પાયવેર રન કરી નાખ્યા અને કેટલીય ફાયરવોલ ના સેટીંગ બદલી નાખ્યા… મને એમ હતુ કે કદાચ કોઇ સિક્યોરીટીના કારણસર કંપનીની પોલીસીને કારણે એલીયન સાઈટ્સ નો એક્સેસ બ્લોક કરી નાખેલ હશે… નિરાશામા દિવસ પસાર કર્યો ત્યાતો બીજા દિવસે તત્રી સાહેબ ઝળક્યા કે આ તો ટેકનીકલ સમારકામ હતુ… ભલા ભાઈ જાણ તો કરવી હતી…
  ………………………………….

 11. Ashish Dave says:

  Layout looks better than before. Keep up the good work.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.