પાડોશીધર્મ – ત્ર્યંબક પંડ્યા

અહીં અમેરિકામાં મને પાડોશીધર્મના જે બે અનુભવો થયા છે તેની વાત કરું છું. પ્રથમ પ્રસંગ લગભગ બારેક વર્ષ પહેલાનો છે. ત્યારે હું NJ STATEના ‘કોલોનીઆ’ (Colonia) ટાઉનમાં મારી દીકરી સ્વાતિને ત્યાં રહેતો હતો. 1997 કે 1998નું વર્ષ હતું. અમારે ત્યાં ત્રણેક મહિના માટે ઉનાળાના સમય દરમિયાન ભારત આવવાનું હતું. અમેરિકામાં સંપૂર્ણ દેશમાં એવો નિયમ છે કે તમારા મકાન-હાઉસની આગળનું મોટું થયેલું ઘાસ વારંવાર કાપીને ‘સમતલ’ રાખવું. દરેક મકાનની આગળ ફરજિયાત લીલું ઘાસ ઉગાડવું જ જોઈએ તેવો નિયમ. તેથી અમને ચિંતા થઈ કે ‘જો ઘાસ વધી જશે તો ટાઉનશીપ દંડ કરશે.’ અમે દંડ ભરવાની તૈયારી સાથે ભારત પહોંચી ગયા !

મકાનની પાછળના ભાગમાં મારી દીકરીએ ખૂબ જ સુંદર બગીચો બનાવ્યો હતો. તેમાં વિવિધ રંગનાં ગુલાબ તથા અન્ય સુગંધિત ફૂલો પણ હતાં. અમને થયું : ‘આવીશું ત્યારે બગીચો કદાચ મુરઝાઈ પણ ગયો હોય ! ત્રણને બદલે ચારેક મહિને અમો અમેરિકા પરત થયાં. મારી દીકરીને ફૂલોનું ગાંડપણ, અનેરો પ્રેમ હતો. ઘર ખોલ્યું નથી તે પહેલાં કારમાંથી ઊતરી બેકયાર્ડમાં દોડી. તેનાં આશ્ચર્ય વચ્ચે બધાં જ ગુલાબ અને અન્ય ફૂલો ખીલી ઊઠી તેનું ‘સ્વાગત’ કરતાં હતાં. ફ્રન્ટયાર્ડમાં જોયું તો ઘાસ વ્યવસ્થિત કપાયેલું હતું. જાણે અમો બહાર જ ન ગયાં હોય એવું દશ્ય !

અમને આવેલાં જોઈ અમારી પડોશમાં રહેતું ચાઈનીઝ કુટુંબ પતિ-પત્ની દોડી આવ્યાં ને ‘હાય’ કહી અમારું સ્વાગત કરી યાત્રાના સમાચાર પૂછવા લાગ્યાં. અમારી વાતચીત પૂરી થઈ પછી મારી દીકરીએ પૂછ્યું કે ‘અમે તો ભારત હતાં. આ ચાર મહિના કોણે અમારા મકાનનું લેન્ડસ્ક્રેપીંગ કર્યું છે ? કોણે આ બગીચાની દેખભાળ રાખી ? અમે તો કોઈને આ કામ સોંપેલું ન હતું.’ પેલાં ચાઈનીઝ બહેન કહે : ‘તમારાં ગયાં પછી એ જવાબદારી અમે પતિ-પત્નીએ ઉપાડી લીધેલી. અમારી બે દીકરીઓ પણ તમારા ગાર્ડનની દેખભાળ રાખતી હતી. દરરોજ… અથવા આંતરે પાણી પાવું ને ખાતર નાખવું એ બન્ને જવાબદારી દીકરીઓની અને લેન્ડસ્ક્રેપીંગ મારા પતિ ને મેં એમ બન્નેએ બે-ત્રણ વાર કરેલું.’ એક પરદેશીને બીજા પરદેશી પ્રત્યે કેવો અનેરો પ્રેમ… ને કેવો સુંદર સમજદારીપૂર્વકનો આશા વગરનો પાડોશી ધર્મ ! હજુયે તે કુટુંબ સાથે અમારા તેવા જ સંબંધો છે. અમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે તેમને બોલાવીએ જ છીએ ને તેમને ગમતા બટાટાવડા ને ઊંઘિયંસ ખવડાવીએ છીએ.

બીજો પ્રસંગ હમણાંનો છે.
અત્યારે હું અને મારી નાની દીકરી રિમાદ્રી, એમ બાપ-દીકરી NJના એડીશન ટાઉનમાં રહીએ છીએ. મારે સ્ટોર હોવાથી રાતના બારેક વાગે સ્ટોર બંધ કરીને ઘરે આવવાનું થાય. દીકરી PNC બેંકમાં ઑફિસર છે. તે સવારના સાત વાગ્યાથી ઘરેથી નીકળી સાંજે છ વાગ્યે ઘરે પરત થાય. બીજી ડિસેમ્બર 2007ની આ વાત છે. ડિસેમ્બર એટલે અમેરિકાનાં પૂર્વ રાજ્યોમાં તીવ્ર ઠંડીનો સપાટો. સાંજે સાત વાગ્યે દીકરી ઘરે પહોંચી. મકાન ખોલવા તાળામાં ચાવી લગાવી પરંતુ તાળું બગડી ગયું હોવાથી ખૂબ મહેનત કરવાં છતાં ખૂલ્યું નહીં. અહીં દરેક મકાનને આગળપાછળ એમ બે દરવાજા હોય પણ પાછળના દરવાજાને અંદરથી લોક કર્યું હોવાથી એ પણ ખૂલી શકે તેમ નહોતું.

આથી થાકીને એણે મને સેલફોન પર સ્ટોરમાં ફોન કર્યો. પરંતુ મારાથી સ્ટોર બંધ કરીને ઘરે આવી શકાય તેમ નહોતું. મેં તાળુ ખોલનારનો ફોન શોધી લેવા જણાવ્યું, પરંતુ ફોન-ડિરેક્ટરી વગર ફોન પણ કેમ કરવો ? કંટાળીને… નિરાશ થઈને…. ઠંડીમાં ધ્રૂજતી કલાક-દોઢ કલાક બહાર ઊભી રહી એ ફોન પર રડવા લાગી. મેં સ્ટોર બંધ કરીને 40 મિનિટનું ડ્રાઈવ કરીને ઘરે જવા વિચાર્યું. એટલામાં વળી દસેક મિનિટ પછી તેનો ફરી ફોન આવ્યો કે ‘પપ્પા, ઘરે નહીં આવતા. હેલ્પ મળી ગઈ છે.’ બન્યું એવું કે તે બહાર ઘર આગળ ઠંડીથી ધ્રૂજતી હતી ત્યારે પડોશમાં રહેતા એક 80 વર્ષના અમેરિકન બુઝુર્ગ તેમની કારમાંથી ઊતરી ઘરમાં જઈ રહ્યા હતા ને મારી દીકરીને તેમણે જોઈ. એમને થયું કે ચોક્કસ કંઈક પ્રોબ્લેમ છે. તેથી દીકરી પાસે આવીને પૂછ્યું અને તેણે બધી જ વિગત પેલા વડીલને સમજાવી.

તેઓને ઈલેક્ટ્રિસિટી, ઓટો, લોક ફિટિંગ, લોક તોડવું.. વગેરેનું ઉત્તમ જ્ઞાન હતું. તેમના ગેરેજમાંથી ઈન્સ્ટ્રુમેન્ટની બૅગ લાવી દસેક મિનિટમાં તો તાળું કાપી નાખ્યું ને મકાન ખોલી આપ્યું. એટલું જ નહીં, તે પછીના દિવસે ઘરે આવ્યા અને દીકરીને તેમની ગાડીમાં બેસાડી નવા ચાર લોક ખરીદી લાવ્યાં. તે જ દિવસે રાત્રે નવેક વાગ્યા સુધીમાં બંને દરવાજાને તેમણે નવા લોક ફિટ કરી દીધાં.
કેવો ઉત્તમ પાડોશી ધર્મ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લીલીનું સપનું – મૃદુલા માત્રાવાડિયા
દાનની કંઈ તક્તી થોડી લગાડાય ? – યોગેશ જોષી Next »   

26 પ્રતિભાવો : પાડોશીધર્મ – ત્ર્યંબક પંડ્યા

 1. કલ્પેશ says:

  સરસ ત્ર્યંબકભાઇ.
  આમાથી એક વસ્તુ કદાચ આપણે શીખી શકીએ કે આપણે એવા પાડોશી બનીએ.

  Such that we can be thoughtful of other people’s needs.

 2. અતુલ જાની (આગંતુક) says:

  ખુબ સુંદર વાત.

 3. nayan panchal says:

  મને એમ કે ભારતીયો જ સૌથી સારા પાડોશીઓ હશે. “પહેલો સગો તે પાડોશી” એ તો અમેરિકામાં પણ લાગુ પડે છે.

  સરસ લેખ.

  નયન

 4. urmila says:

  People from western countries are equally good neighbours – they have different lifestyle due to their upbringing and culture – but if they realise your difficulty – they always help –

 5. થોડાક દિવસ પહેલાજ અખંડ આનંદ માં વાચેલુ… ફરી તાજુ થયુ…

 6. Geetika parikh dasgupta says:

  ભઐ, કોલકત્તા મા તો ભરી ભરી ને રસ્ગુલ્લા આપિ જાય એવા પાડોશી છે…. 😉
  સુન્દર લેખ …… સરસ

 7. pragnaju says:

  સુંદર પ્રરણાદાયી અનુભવો

 8. mukesh patel says:

  THX GOD FOR GET NOBLE NEIGHBOUR IN WESTERN COUNTRY

 9. Rekha Sindhal says:

  પરદેશીઓ વિષે આપણે કેવા ખોટા ખ્યાલો ધરાવીએ છીએ તેનો એક અનુભવ મને પણ ત્રણ વર્ષ પહેલાં થયો. મારા પતિ ભારત આવેલા અને હું એકલી હતી. એક દિવસ સવારે ઊઠીને બારીબહાર જોયુ તો સ્નો પડતો હતો. સામાન્ય રીતે મારા પતિ મારા પહેલાં જોબ પર જવા નીકળે એટલે મારી કાર પરથી બધો બરફ સાફ કરી દે અને ડ્રાઈવ વે કે રસ્તામાં કયાંય મુશ્કેલી જણાય તો મને રજા લેવા કહી દે જેથી ઠંડી અને બરફનો સામનો મારે બહુ ન કરવો પડે. એ હાજર ન હોવાથી જોબ પર જવું કે ન જવું એ વિચારતાં ઉપરની બારીમાંથી મેં કાર પર નજર કરી તો મારો અમેરીકન પડોશી મારી કાર પરથી સ્નો સાફ કરતો હતો. અમારે કંઈ ખાસ એકબીજાનો પરીચય પણ ન હતો. મેં આભાર માન્યો તો કહે આ તો પડોશી ધર્મ છે તારા પતિની ગેરહાજરીમાં આટલું ય ન કરૂં તો મને મારી જાત પ્રત્યે શરમ ઉપજે. એ નવ પરીણિત યુગલને ત્યાં વર્ષ પછી દીકરી જન્મી તો અમે ભેટ આપી એ યાદ રાખી અમારે ત્યાં પૌત્ર આવ્યો ત્યારે વળતી ભેટ આપી ગયા. બહારગામ જઈએ ત્યારે એકબીજાને ધ્યાન રાખવા કહેતાં જઈએ અને વારે તહેવારે એક બીજાના કુશળઅંતર પૂછતા રહીએ છીએ એટલું જ નહી પણ એમની ઉંમર અમારા બાળકો જેટલી હોવા છતાં કોઈ મુંઝવણમાં હોઈએ તો એકબીજાનો અભિપ્રાય પણ પૂછી શકીએ એટલી આત્મીયતા કેળવાઈ છે.

 10. Niraj says:

  માનવ માત્ર મદદને પાત્ર…

 11. nilam doshi says:

  સરસ વાત..

 12. રેખાબહેન ધન્યવાદ ! બીજા પ્રદેશોમાં ખરેખર શું થાય છે તે તો માત્ર ત્યા રહેતા અને તે પ્રદેશમાં ગયેલા લોકો જ કહી શકે. જે લોકો જે પ્રદેશમાં રહેતા હોય તે પ્રદેશની આ રીતે થોડી વાતો જણાવતા રહે તો અમને પણ ઘેર બેઠા વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મળી શકે. અગાઊની તમારી કોમેન્ટે મને ઘણો જ વિચારતો કરી મુક્યો છે – “શા માટે ભારતના લોકો વારેવારે પશ્ચિમિ સંસ્કૃતિની ટીકા કરે છે? અને એ ય અધુરા જ્ઞાને !” બહુ સાચી વાત છે જે બાબતનું પુરુ જ્ઞાન ન હોય તે બાબત વિશે માત્ર અનુમાન અને પૂર્વગ્રહથી કશું કહેવું યોગ્ય નથી.

 13. Neal says:

  really nice story ..i had same incident when i moved into my new house in perth..my mum locked door and keys were inside we all were standing outside…
  At that time next door neighbour who saw us standing and asked whats happned i have explained situation and he was willing to help me , he enter into house via roof and opened door for us…My parents was shocked as they were first time travelling overseas and always heard tht this “GORAS” aren’t good people..but this incident changed their mind.

 14. Kavita says:

  Very nice experiences. We are also lucky to have a very nice neighbour. My husband & me both work full time. One day my mother in law went out & forgot her house key. No knowing what to do as she could not speak english waited in our front yard for one of us to come home. When my neighbour saw her, he came and took her to his place & gave her tea & snack. So again I will say it “Goras ” are not bad people. Infact I have experienced that they are more compasionate that most of our british indian.

 15. Ranjitsinh Rathod says:

  સરસ

 16. I also had similar experience in South Korea. It was around 11 O’clock in night and we finished the work at office and thought of going back to our guest house. But it was raining heavily. We stood at the office gate for more than 30 minutes, hoping that either it will stop raining or someone will give us umbrella (however in that torrential rain, umbrellas would be of little help). At the end, we just lost our patience and started walking in rain then one gentleman came. He could not speak English well but still he found out the situation and asked us to stay there for some time. He tried to bring his car at the place where we were standing but security guards didn’t allow him to take car inside. He then borrowed 4 umbrellas and came to us, with umbrellas we reached the parking place and from there he drove us to our guest house at around 12:30 in night. All this without us asking him anything !! It was a heart touching moment for all of us.

 17. ભાવના શુક્લ says:

  માનવતા, લાગણી, સહકાર એ ભાવનાત્મક વાતો છે તેના પર કોઇ એક દેશ કે સંસ્કૃતિનો ઇજારો નથી. અહી હુ ત્રણ વર્ષથી (ન્યુ જર્સી) જોબ કરી રહી છુ અને જે સહકાર મને ડગલે ને પગલે દરેક દેશી-વિદેશીનો મળતો રહ્યો છે તેના વડે જ મા-ભોમને યાદ કરતા રહી દિવસો પસાર થઈ શકે છે.
  જોબ શરુ કર્યા બાદ પ્રથમવાર એક મીટીંગ માટે ન્યુ-યોર્ક જવાનુ થયુ.. કદી ગયેલી નહી અને ખુબ જ ડરી રહેલ હતી… નવોજ પ્રોજેક્ટ શરુ થયેલો..કોઇ અન્ય ટીમ મેમ્બર નહી… એકમાત્ર એવો મારો સિનિયર ઓહાયો મા રહે.. મારા સિનિયર અમેરીકનને વાત કરી… મને એક નાના બાળકને આંગળી પકડીને મોટો ભાઈ દોરીને લઈ જાય તેમ લાંબો બે-ત્રણ પેજ નો ઇમેઈલ મોકલ્યો …
  જેમા મારા ઘરેથી બસ કેમ પકડવી, કેમ બસમા ડોલર દ્વારા જાતે જ ટિકીટ મેળવવી, કેવી રીતે ટ્રેઇન ટિકિટ મેળવવી… ક્યા પ્લેટફોર્મ પરથી કઈ દિશાની ટ્રેઇન પકડવી… વચ્ચે કેટલા અને ક્યા ક્યા સ્ટેશન કેટલા સમયને અંતરે આવશે…અંતમા ક્યા પેન-સ્ટેશન પર ક્યા ઉતરવુ.. ઉતર્યા પછી કૈ દિશા માથી બહાર આવવુ… અને ત્યાર બાદ ક્યા એવન્યુ (ઉભી લાંબી ગલી) અને કયા નંબરની સ્ટ્રીટ (આડી નાની ગલી) પર પહોચવુ.. અને કેવ રીતે મુખ્ય ઓફીસના ગેટ માથી પ્રવેશ મેળવવો અને કેવી રીતે સિક્યોરિટિ પાસ કરી.. એન્ટ્રી પાસ એક્સેસ કરાવી (ક્યા થી મારી પ્રિય કોફી પહેલા મેળવી) કેટલામા માળે… ક્યા નંબરની લિફ્ટ પકડી ને ક્યા નંબરના કોન્ફરન્સ રુમ મા પહોચવુ… દરેક દરવાજા આગળ મારા હંગામી એક્સેસ કાર્ડને કઈ દિશા મા રાખીને સ્વિપ કરવુ જેથી ડોર ખુલી જશે… અને એ સિવાય કશે કન્ફ્યુઝન લાગે તો કેવા પ્રકારનો ડ્રેસ કોર્ડ પહેરેલા વ્યક્તિઓ “હેલ્પ લાઈન” કહેવાય અને શુ અને કેમ પુછવુ અને એમ છતા પણ મુંઝવણ લાગે તો તે જે એરીયાના તેના અંગત એવા બે પોલીસ ઓફીસર ના પર્સનલ ફોન નંબર…
  આજ રીતે “ન્યુ-યોર્કથી પ્લેઇન્સબોરો મારા ઘર સુધી” રિટર્ર્ન થવા માટેની તમામ વિગતો ક્રમવાર નોંધ સાથે…
  યાદ કરવાનુ એ ન રહી જાય કે મારીએ પ્રથમ જોબ હતી જે હજુ સુધી બદલવાની નોબત નથી આવી અને મારો એ કંપનીમા માત્ર ૧૧મો દિવસ હતો..

  આજ સુધી એ ઇમેલને નથી ભુલી… લેમીનેટ કરીને “૧૧મા દિવસે મારી પ્રથમ મુલાકાત ન્યુ-યોર્ક સીટી સાથે ચેડની આંગળી પકડીને..” શિર્ષક સાથે ફાઈલ કરેલ છે.
  મદદ કરવી એટલે મદદના નામે વેઠ ઉતારવી કે જેથી માણસ ગેર રસ્તે દોરાય તે નિતિ અહીના લોકોની નથી… મદદનો સીધો અર્થ તમારા પ્રશ્નને ૧૦૦% સમજીને પછી ૨૦૦% ની હેલ્પ કરવી જેથી એવાજ પ્રકારના હેતુ માટે ફરી કોઇની મદદ ના લેવી પડે અને તમારા આત્મવિશ્વાસને ખરા વિશ્વાસનુ ખાતર-પાણી મળતુ રહે, જેથી તમારી મહેનત ટકોરાબંધ ઉગી નીકળે…
  માણસ ભારતીય હોય કે વિદેશી… પ્રથમ એ માણસ છે અને સામાજીક પ્રાણી છે એટલુ યાદ રાખવુ એ પહેલુ નૈતીક રીતે જરુરી છે.

 18. daxa says:

  Really nice story!
  Here in USA, I also have a good experiance from my chinease neighbour.
  I dont have a car (I mean, we have only one car, and mostly
  my husband needs it in weakdays.) Me and my little daughter
  litterally get borred at home, aspecially in winter days.
  Once my “chinease padosan” came at my home, and told me-
  “you and your daughter can come at my home anytime, and we will go to library…..etc. places togather during weakdays, by my car.”
  Now we are wery close friends. My husband tells me : “she
  is a chinease Lilaben.” In India We had a good neighbour named
  Lilaben.

 19. Gira Shukla says:

  lol.. this is not new.. but yeah sure our people who live in India, it’s pretty surprising for them to know that not only Indians help out Indians since they are from the same country.. however, other people who are from other countries… foreigners or the natives ( citizens of the United States of America) are very supportive and very much obliged folks. 🙂

  anyways, i liked both incidence! awesome!! and any one who comes in this coutry he/she will experience such phenomena!!! and will learn how a human is supportive to another human; even though their language, customs and everything is different but only one thing in common – FEELINGS!!!! we are all same after all!! who cares if one is white or black or brown!!! don’t we have 12 systems in our body!!! don’t we have the same color of blood in our veins?!!! don’t we get the same feelings on such occurance!!! yupp!!! we do!! we do!!!

  it’s all about melting into each other!! and after all USA is known as MELTING POT!!!! So, Mr. Tryambak Pandya’s story concludes that Everyone here is READY TO LEND THEIR HAND in any difficulty we encounter!!!!

  i think i am going to stop here.. hahaha.. or else this will sound like an UNORGANIZED ESSAY!! haha..

  thanks!!!

 20. VB says:

  તમામ comments foreigh country specific હોવાથી એવું નથી લાગતું કે foreigh countriesમાં થતા આવા અનુભવો અપવાદ રૂપ હોવાને કારણે વ્યક્ત કરવારૂપ લાગ્યા હોય, જ્યારે ભારતમાં આવા અનુભવો રોજીંદી બાબત હોવાથી, સ્વાભાવીક હોવાથી local વાચકગણ પ્રતિક્રિયા આપવાથી દુર રહ્યો હોય!!!!
  આ તો just,,

 21. Gira says:

  I think this article was just to share some polite and neat experiences that author have had… not to CRITISIZE!!!!!!! and if it’s too LOCAL in india then why those incidents have left out from being shared, huh?? just because these experiences of the author depicts some uniquness, one can’t be happy with it but will not forget to condemn others!!! right?? !!!! is this what you do ???

  અનુભવો અપવાદ રુપ જ કેમ ધારવા મા આવે છે??? ભારત સિવાય ના બધા દેશો મા જો કૈક સારુ થાય તો એ ભારતવાસીયો માટે અપવાદ રુપ લાગે છે બોલો!!! પછી શૂ રહ્યુ બાકી!!! શુ બીજા બધા દેશો અપવાદ રુપ બાબત ગણશે જ્યારે એ દેશો મા ના કોઇ ને કોઇએ ભારત દેશ ના નાગરીકે મદદ કરી હશે કોઇ મુશ્કેલી મા??? હ્મ્મ્? બોલો હવે? બધા ને ટિકાઓ કરવી જ આવડ્શે પણ અન્દર ઝાન્ખિ ને જે positive point છે , એ જોવા મા અને સમજવા મા પોતાની માણસઈ ક્યા છે તે નઈ જુવે.

 22. priya says:

  મને પણ એક સારો એવો અનુભવ થયો હતો અમેરિકામા, NJ ….
  હુ ને મારા જેઠાણી નવી નવી કાર ચલાવતા શીખ્યા હતા,
  એક દિવસ અમે લોકો shop-rite,

 23. Ashish Dave says:

  We are also blessed with fantastic neighbors in California. We used to have “Vatki Vyvhar” with an American family few years back when I was at my old place.

  Our next neighbor was a Pakistani family and the wife was pregnant when they moved in. At the same time my sister was pregnant in NJ. My mom took that opportunity and what she could not do for her daughter she did it with our neighbor. They were so obliged that every time they invite us to their home parties they cook special vegetarian food in a separate utensils that they do not use for any thing else. They bring dresses for me and my family every time they visit Pakistan. They come to bhajans and temples and even garba with us all the times. Out LoC is very safe.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.