દાનની કંઈ તક્તી થોડી લગાડાય ? – યોગેશ જોષી

અમદાવાદથી બદલી થઈ ત્યારે ચિંતા હતી – કેવી હશે નવી જગ્યા ? ઘર ભાડે રાખવું પડશે, થોડોઘણો સામાન લઈ જવો પડશે. અઢી વર્ષ જેવું એકલા રહેવાનું થશે, જમવા માટે કંઈક શોધવું પડશે…. મારા એક મિત્ર – જગાભાઈ ગજ્જર – જે પોતાની જાત સાથે વાતો કરે ત્યારે સંબોધન કરે, લ્યા ગજ્જરિયા – મને લઈ ગયા ભાડાનું ઘર જોવા. મારે એકલારામને એક રૂમ મળે એટલું પૂરતું હતું. જમવાનું બહાર ક્યાંક બંધાવવાનું હતું. એટલે રસોઈની ચિંતા નહોતી પણ સવારની ચા, ના’વા માટે ગરમ પાણી, એકાદ પાટ, ગોદડું, ઓઢવાનું, એકાદ ટિપાઈ, એકાદ-બે ખુરશી, બાથરૂમમાં ડોલ-ડબલું – બસ આટલી જરૂરિયાત.

અમે પહોંચ્યા ત્યારે ચિદમ્બરમ્ જેવા ખતરનાક દેખાતા એક ભાઈ સસ્મિત અમારી રાહ જોતા ઊભા હતા. પ્રમાણસર ઊંચાઈ વજન. ગોળ શાંત ચહેરો, આંખોમાં જીવનની સમજ. શાંત પ્રકૃતિ.
‘આ અમારા રજનીભાઈ.’ જગાભાઈએ ઓળખાણ કરાવી. એક બહેન રસોડામાંથી બહાર આવ્યાં. ‘આ અંજુબહેન’ એમની દીકરી વાંચતાં વાંચતા બહાર આવી. સહુ મને વિશેષ આદરભાવથી જોઈ રહ્યાં. જગાભાઈએ અગાઉથી મારો પરિચય આપી રાખેલો. મોટા લેખક છે. આઠમા ધોરણમાં એમનો પાઠ આવે છે… વગેરે…

‘આવો સાહેબ, ઉપર જોતા આવીએ….’
ઉપર ગયા. હવા ઉજાસવાળો સરસ રૂમ, પાછળ બીજો નાનો રૂમ, સંડાસ-બાથરૂમ તથા ચાઈનામોઝેક લગાવેલી મસમોટી અગાસી, સુંદર અગાસી જોઈને આપણારામ રાજી રાજી. મેં રાજીપો બતાવ્યો.
‘ભાડું ?’
‘તમે જે આપો તે ટોકન. તમે અમારા મહેમાન. બે ટાઈમ ભલે બહાર જમો પણ સવારનો ચા-નાસ્તો તો અમારી સાથે જ રાખો…’ જગાભાઈ બોલ્યાં અને ઉમેર્યું કે ‘ના’વા માટે ગરમ પાણી, ગૅસ સિલિન્ડર તથા નાની સગડીની વ્યવસ્થા હું કરી આપીશ. અથવા તો સાહેબ ના’વા નીચે આવે તોય વાંધો નહિ. અમદાવાદથી કશો સામાન લાવવાની જરૂર નથી. પાટ, ગોદડું-ઓઢવાનું, ટિપાઈ, ખુરશી વગેરે બધું હું આપીશ.’
‘ઉપર કચરો-પોતા વગેરે કોઈ કામવાળો…?’
‘અમારે ત્યાં ભીખી આવે છે તે ઉપર પણ કામ કરશે. તમે બસ, રહેવા આવી જાઓ અને અહીં આ ઘરમાં ખૂબ ખૂબ લખો.’

મારી બધી ચિંતા ટળી ગઈ. હું રહેવા આવ્યો. ભીખી કચરાં-પોતાં કરી જતી. સવારે રજનીભાઈ ચા-નાસ્તા માટે બોલાવી જતા. હું કહું – અરે ! તમે જાતે શું કામ આવ્યા ? મને મિસકોલ કરી દેવો તો ને !… આમ છતાં તેઓ મિસકોલ ન કરે. કદાચ હું સૂતો હોઉં ને ઊંઘમાં ખલેલ પડે તો ? એક વાર તેઓ મને બોલાવવા ઉપર આવ્યા ને મને લખતો જોઈ ચૂપચાપ પાછા ચાલ્યા ગયા ને ચા-નાસ્તો લઈને ઉપર આવ્યા. ‘ટિપોઈ પર મૂકું છું, સાહેબ’ કહી નીચે ગયા. થોડા સમયમાં તો એમના સ્નેહે મને ફેમિલી મેમ્બર બનાવી દીધો. અંજુબહેન પણ એટલાં જ માયાળુ. સારેવડાં બનાવવાની સિઝનમાં સવારે ચા-ટાણે મને પૂછ્યું :
‘સાહેબ, તમને પાપડીનો લોટ – ખીચું ભાવે ?’
‘હા.’
કલાકેક પછી તેઓ ઉપર આવીને એક ડબામાં ગરમ ગરમ ખીચું આપી ગયાં. ‘અમારે તો હજી બાકી છે, પણ પાડોશમાં વણવા ગઈ’તી તે તમારા માટે ખીચું લેતી આવી.’

પોતું કર્યા પછી ભીખી પૂછે – ‘જુઓ કાકા, મેં કેવું પોતું કર્યું ? ચમકે છે ને ?’
હું ચોપડીમાંથી ડોકું કાઢી કહું : ‘બહુ સરસ કર્યું. બે દિવસ પોતું નહીં કરીશ તો ચાલશે.’
‘તમારે આમ નહિ કહેવાનું. કહેવાનું કે કેમ પોતું બરાબર નથી કર્યું ? બારી-બારણાં તથા જાળી પર કેમ ભીનો ગાભો નથી ફેરવ્યો ?’ પાંચમા-છઠ્ઠામાં ભણતી હોય એવડી, પાતળી-ઝીણકી છોકરી ભીખી, પાતળું લાંબુ મોં, મોટી ચમકીલી આંખો અને વાયરાએ વિખેરેલા લૂખા-ભૂખરા-વાળ- ધૂળ-સેપટ ભરેલા.
‘શેમાં ભણે છે ?’
‘છઠ્ઠામાં’
‘કેટલાં ઘરોમાં કામ કરે છે ?’
‘મારી બાએ ના પાડી કે બંગલાવાળાને ત્યાં કામ કરવા નહિ જવાનું… તે હવે બહુ ઠેકાણે કામ નથી કરતી.’ (કોઈ બંગલાવાળાને ત્યાં એવું તે શું બન્યું હશે આટલી નાનકડી છોકરી સાથે ?!)

રજનીભાઈ એક શાળામાં કલાર્ક. અંજુબહેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા. કોઈ કોઈ સાંજે હું રજનીભાઈ સાથે નીચે વરંડામાં હીંચકે બેસું. ધીમા સાદે ને ધીમી ગતિએ રજનીભાઈ વાતો કરે. એમાંથી એમની જીવનની સમજણ છલકાય. મદદની જરૂર હોય એ બધાંયને તેઓ બનતી મદદ કરે. ‘જનસેવા એ જ પ્રભુસેવા.’ એ જાણે એમનો સહજ જીવનમંત્ર. કોઈ જાતની ધજાઓ ફરકાવ્યા સિવાય ચુપચાપ સેવા કરે. ‘સેવા’ કરનારી સંસ્થામાં જોડાયા વિના. એક વાર એમણે ભીખીના દાદાની વાત કરેલી.
કચરો વાળતાં વાળતાં ભીખી કહે : ‘રજનીકાકા, મારા દાદાએ ખાવાનું બંધ કરી દીધું છે.’
‘કેમ ? માંદા છે ?’
‘ના, માંદા નથી, હાજાહારા છે.’
‘તો ખાવાનું કેમ બંધ કરી દીધું ?’
‘ખાવાનું બંધ કરી દે તો શૌચ ના જવું પડે ને !’
પહેલાં અહીં તળાવ હતું. છૂટાછવાયાં ઝૂંપડાં-છાપરાનાં. લોકો તળાવકાંઠે કુદરતી હાજતે આવતા. તળાવ સુકાઈ ગયા પછી તો લોકો સવારે હાથમાં ડબલા લઈને આવતા. પછી સોસાયટી બની એટલે સોસાયટીવાળા દેકારો કરવા લાગ્યા. તોયે લોકો આવતાં બંધ ન થયાં. કેટલાક તો ભળભાખરું થાય એ પહેલાં અંધારામાં જ આવી જતા. આથી સોસાયટીવાળાને કકળાટ નહીં. પછી તો સોસાયટીવાળાને ખબર પડી એટલે એ લોકોએ આમની પર દેકારા સાથે પથ્થરો ફેંકયા. ડબલાં મૂકીને સહુ ભાગ્યા6. બસ, એ દિવસથી ભીખીના દાદાએ ખાવાનું બંધ કરી દીધેલું જેથી શૌચ જવું ના પડે.

આ વાતની ખબર પડ્યા પછી રજનીભાઈએ ભીખીના દાદાને શૌચાલય બનાવડાવા માટે પૈસા આપેલા. એ પૈસા પાછા નથી આવવાના એની ખાતરી સાથે. દાદાએ ચિંતા કરતાં કહેલું,
‘આવડી મોટી રકમ હું તમને કયા જનમે પાછી વાળીશ ?’ ભીખીની મા એને છ મહિનાની મૂકીને ચાલી ગયેલી. ભીખીનો બાપ ખાસ કંઈ કમાતો નહિ. દાદા આ ઉંમરેય મજૂરી કરતા. બા શાકની રેંકડી ફેરવતી.
‘આ રકમ પાછી નથી વાળવાની.’ રજનીભાઈ કહ્યું.
દાદાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તેઓ ગળગળા સાદે બોલ્યાં : ‘તો ભીખીને દર મહિને કામના પૈસા નો આલતા. ભીખી કાયમ માટે તમારા ઘરે તમે જે બતાવશો એ બધુંયે કામ કરશે.’
પણ રજનીભાઈ આવડી નાની છોકરીને એના કામના પૈસા ન આપે એ બને ?

આ બધી વાત સાંભળ્યા પછી મેં રજનીભાઈને કહ્યું : ‘ભીખીના દાદાને તમે જે દાન કર્યું એ સાચું દાન.’
‘એમાં વળી દાન શેનું ? ઈશ્વરકૃપાથી ગરીબ માણસની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી. કોઈને ખરેખર કશી જરૂર હોય ને આપણે ડાબો હાથ પણ ન જાણે એમ શક્ય મદદ કરીએ એમાં કંઈ મોટું દાન નથી થતું. ને કદાચ દાન કરીએ તોય એની તક્તી થોડી લગાડાય ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાડોશીધર્મ – ત્ર્યંબક પંડ્યા
રમકડાંની દુનિયા – રીના મહેતા Next »   

29 પ્રતિભાવો : દાનની કંઈ તક્તી થોડી લગાડાય ? – યોગેશ જોષી

 1. હૃદય સ્પર્શી વાર્તા

 2. અતુલ જાની (આગંતુક) says:

  સમાજમાં જ્યાં ક્યાંય પણ આવશ્યકતા હોય ત્યાં દરેક વ્યક્તિ પોતાનાથી થઈ શકે તેટલા સહાયરૂપ થાય તો ઘણા લોકોના જીવન અજવાળી શકાય. ભગવદ ગીતામાં સંન્યાસ અને કર્મયોગ વિશે ગહન ચર્ચાને અંતે ભગવાને તપ, યજ્ઞ અને દાનનો મહિમા વર્ણવતા કહ્યું છે કે મનુષ્યે પોતાનું જીવન ઉન્નત બનાવવા તપ, યજ્ઞ અને દાન હંમેશા કરવા જ જોઈએ. તપ, યજ્ઞ અને દાનથી જ મનુષ્ય પવિત્ર બને છે. અને હા આ યથાર્થ દાનીને તકતી લગાડવાની કોઈ જરૂર નથી કારણકે તેમના ચહેરા પર પ્રસન્નતાની ભાગવદિય તકતી આપોઆપ લાગી જાય છે. ધન્ય છે રજનીભાઈને.

 3. nayan panchal says:

  જનસેવા એ જ પ્રભુસેવા !!

  કદાચ આજના સમયમાં પ્રભુભક્તિ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. અને દાન કરીને તેનો ઢંઢેરો પીટીએ તો એ દાન શાનું ?!

  નયન

 4. snehal says:

  ખરેખર, દાનની કંઈ તક્તી થોડી લગાડાય ?

  કેતલુ યથાર્થ !!!!!

 5. Geetika parikh dasgupta says:

  સરસ….. જિન્દગી ની સાચી રીત છે…… ભલા કર્મ્ ઉન્ચી સોચ, અને મીઠા શબ્દ….

 6. pragnaju says:

  કેટલી સરળતા સહજતા
  “‘એમાં વળી દાન શેનું ? ઈશ્વરકૃપાથી ગરીબ માણસની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી. કોઈને ખરેખર કશી જરૂર હોય ને આપણે ડાબો હાથ પણ ન જાણે એમ શક્ય મદદ કરીએ એમાં કંઈ મોટું દાન નથી થતું. ને કદાચ દાન કરીએ તોય એની તક્તી થોડી લગાડાય ?’હૃદયસ્પર્શી વાત્

 7. mukesh patel says:

  ખરેખર સરસ વાત

 8. Gira says:

  this is called now a true humanity!! and yes i agree, providing a need is not a charity!!
  nice stroy!

 9. Vaishali says:

  very touchey story

 10. Bhupendra Patel says:

  Very fine story.
  Nice and heart touching!
  Janseva e ja prabhyseva.

 11. Ranjitsinh Rathod says:

  સરસ

 12. Dhaval B. Shah says:

  ખૂબજ સરસ વાર્તા.

 13. Rupa says:

  Very good story.

 14. ભાવના શુક્લ says:

  રજનીભાઈ અને અંજુબહેન જેવા પરગજુઓ જ્યારે નજરે ચડે ત્યારે કેટ-કેટલાય મંદીરોના ફેરા બચી જાય… કૈક કરવાનુ છે અને દિલથી કરવાનુ છે અને એક હાથે કર્યુ તો બીજા હાથને ખબર પણ ના પડે એ વૃત્તિ કેળવવી એ બહુ જ અઘરુ અને કૈ કેટલાય વિચારો અને હિંમત માગી લેતુ કામ છે

 15. પરમ says:

  ખૂબ જ સુંદર લેખ !!

 16. mukesh thakkkar says:

  very nice story of an ideal person.

 17. Sarika Patel says:

  Good story.
  I am agree with Bhavana Shukal

  Thank you Yogeshbhai.

 18. parikh upendra says:

  really very very appealing article. thanks to writer & al;so website organiser thanks. upendra.

 19. Ashish Dave says:

  Thought provoking. Unfortunately we “hindus” give more charities to Mandirs than for public toilets. In order to change that God knows how many times Gandhiji has to take birth in India…

  Ashish Dave
  Sunnyvale, California

 20. Nita Ganatra says:

  very nice and heart touching story!!!!!!!!!!!!
  If every human being think like them and understand their responsibility, the world willbecome heaven and all people will be very happy and satisfied in life.
  I would like to thank you for writing such a heart touching story.

 21. Aditi says:

  Good story. nd good thinking. person should always help to others. god is watching everything.

 22. vijaybhai bhatt says:

  bahu saro lekh che.

 23. Vaishali Maheshwari says:

  Very nice article.

  We see many people these days who start getting happy thinking about the recognition that they might get even before donating anything. This is not a true charity.

  Even many people give enormous amounts of money for religious places like temples, jinaalays, gurudwaras, churches, mosques, etc. thinking that the almightly God may become happy and shower his blessings on them. But they do not know that this is not necessary that God might get pleased just because of these charities and donations.

  God is everywhere. He is omnipotent. He will have constant watch on us and he might get more pleased on us when we do good deeds for the needy.

  I remember the famous quotes about helping others:

  “Success has nothing to do with what you gain in life or accomplish yourself. It’s what you do for others” – Danny Thomas

  “The wise person who understands that his own happiness must include the happiness of others” – Dennis Weaver

  “Never underestimate what a simple gesture can do. It is the little things taht you do that make a big difference in other people’s lives” – Catherine Pulsifer

  “Do something for somebody every day for which you do not get paid” – Albert Schweitzer

  “If you help others, you will helped, perhaps tomorrow, perhaps in one hundred years, but you will be helped. Nature must pay off the debt. It is a mathematical law and all life is mathematics” – G. I. Gurdjieff

  In short, help others like Rajnibhai and Anjuben and God will help you some day…

  We all earn money by doing different jobs in which we are comfortable, professionally trained or have expertise in. By doing these jobs, we get returns in the form of money. If we all decide that every month, we will save some percentage of money (like 5% or 10% of our total income, depending on what we earn individually) to use for the needy or for some very noble cause, then we all can get rid of many problems of the needy people and of the society.

  Thank you Mr. Yogesh Joshi. Very nice story with deep moral…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.