પ્રેરણાની પળોમાં – કાન્તિ ભટ્ટ

[‘પ્રેરણાની પળોમાં’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તમારી જાતને મહત્તા બક્ષો

Whatever your work is
Diginify it
With your best
Thought and effort – E. Baldwin York
તમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે તમારી જાતને મહત્તા આપશો એટલે તે નીચું કામ પણ મોટું બનશે. કામ હાથમાં લીધા પછી તમામ વિચારો અને પ્રયાસો તમારા કામને ઉદાત્ત બનાવવામાં લગાવો. ભગવાન તમને જરૂર મદદ કરશે.

[2] સુખમાં સ્વાવલંબન

Happiness is inward
not outward
So it does not depend
on what we have
but on what we are. – Henry Van Dyke
સુખ શોધવા લાંબા હાથ કરીને અને એ હાથને ચીજવસ્તુઓથી ગંદા કરવાને બદલે સુખ આપણી અંદરથી જ શોધવું જોઈએ. ટેલિવિઝન, ટેપરેકર્ડર કે રેફ્રીજરેટરમાંથી સુખ મેળવવાનાં ફાંફાં ફોગટ છે. કોઈ ચીજ આપણી પાસે હોય તો જ સુખી થઈ શકીએ એવી શરત ખતરનાક છે. સુખ બિનશરતી છે અને તે હંમેશાં હાજર છે. આપણે શું છીએ, કેવા છીએ અને કેટલા સબળ છીએ તેના ઉપર સુખનો આધાર છે. તમે જેટલા નક્કર હો અને આંતરિક રીતે મજબૂત હો તેટલું તમારું સુખ શાશ્વત છે.

[3] પ્રશંસાની આકરી કિંમત

Applause is the
Beginning of abuse – Japanese Proverb
બીજા લોકો તમારાં વખાણ કરે તેમ ઈચ્છતા હો તો કદી જ તમારાં વખાણ જાતે કરતા નહિ. એ પ્રકારે તમારી ટીકા કારણ વગર થતી હોય કે તમે નિર્દોષ હો છતાં ખોટા આક્ષેપ થતા હોય ત્યારે બચાવ કરવાને બદલે ચૂપ રહેજો. જ્યોર્જ બર્નાર્ડ શૉ એ કહેલું કે ‘સાયલન્સ ઈઝ ધી મોસ્ટ પરફેકટ એક્સપ્રેશન ઑફ સ્કોર્ન’ તમે માત્ર ચૂપકીદી ધારણ કરીને શ્રેષ્ઠ વિરોધ નોંધાવી શકો છો. વખાણની લપેટમાં આવી જવાનું બહુ સહેલું છે. પણ જ્યારે તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. વળી તમે પ્રશંસાને પાત્ર ન હોવા છતાં પ્રશંસા થતી હોય તે તો બહુ ખતરનાક છે. એ તો એક જાતનો કટાક્ષ છે અને જ્યારે તમારે માટે તાળીઓ પડવા માંડે ત્યારે ધ્યાન રાખજો કે એ જ તાળી પાડનારા હાથ કદાચ તમારા ગાલ ઉપર આવશે.

[4] ધ્યેય અને ઈચ્છા

Great Minds have
purposes,
Others have wishes – Washington Irving
કેટલાક લોકો નસીબ ઉપર આધાર રાખીને વિવિધ ઈચ્છાઓ કર્યા કરે છે. પરંતુ માત્ર ઈચ્છાઓ કરવાથી કંઈ વળતું નથી. કદાચ તમે કોઈ સારા કૉન્ટ્રક્ટ, સારી નોકરી, સારો ધંધાનો સોદો કે સારી પેઢીની અપેક્ષા કરો અને તે મળી પણ જાય. પરંતુ એ નોકરી કે સારા ધંધાને જાળવી રાખવા કે તેને સારી રીતે ચલાવવામાં નસીબ કામ લાગતું નથી. તેમાં તો તમારે તનતોડ મહેનત કરવી પડે છે. વળી માત્ર મહેનત કરવાથી બહુ મળતું નથી. દરેક વ્યવસાય કે ધંધો ઉપાડો ત્યારે તેમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. મોટા મનનાં માણસો પાસે હંમેશાં કશુંક ધ્યેય હોય છે ત્યારે સરેરાશ શક્તિવાળા માત્ર ઈચ્છાઓ રાખે છે. તમે ઈચ્છાઓ રાખવા કરતાં ઊંચાં ધ્યેય રાખો. ઊંચું ધ્યેય માણસને પૈસાથી જ નહિ પણ અનેક રીતે સમૃદ્ધ બનાવે છે.

[5] દોસ્તી – જીવનનું ધાવણ

A real friend is one who
Walks in when the rest
of the world walks out – Walter Winchell
દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.

[6] તમારી આંતરશક્તિને અનુસરો

A man who trims
himself to suit
everybody will soon
whittle himself away. – Charles Schwab
દરેક વ્યક્તિએ પોતાના ધોરણ મુજબ જ જીવવું જોઈએ. કોઈ બીજાએ ઘડેલી માર્ગરેખા ઉપર આપણે દોડી શકીએ નહીં. કોઈ સાહસ કરવા જઈએ તો બીજાના મતથી ડરીએ તો સાહસ થતું નથી. વળી તમારી જાતને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે ઘડ્યા કરશો તો લોકો પોતપોતાના મતથી તમારાં છોતરાં ઉડાવી દેશે. જગતના તમામ લોકોને તમે ખુશ રાખી શકતા નથી. કંઈક ઊજળું અને અનોખું કરવા જતાં, કોઈકને નારાજ કરવા જ પડશે. બીજાના રાજીપા માટે તમારી જાતને કે તમારા સિદ્ધાંતોને પાતળા બનાવી શકાય નહિ. બીજાના અભિપ્રાય ઉપર ચાલનારો જલદીથી નષ્ટ થઈ જાય છે. માત્ર તમારી આંતરશક્તિને અનુસરીને કામ કરો. આત્માનો અવાજ જ તમને સાચે રસ્તે પહોંચાડે છે.

[7] શાંતિથી બોલો

Nothing lowers
the level of conversation
than raising the voice – S.H.
ઘણી વખત આપણે સાચા હોઈએ ત્યારે ઉગ્રતાથી બોલવા માંડીએ છીએ. પરંતુ સત્યમાં પણ ક્યાંક ખાંચો રહી જતો હોય અને સામી વ્યક્તિ વધુ બુદ્ધિશાળી હોય ત્યારે તમારી ભૂલ પકડી પાડે તો તમારે ઢીલા થઈ જવું પડે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગમે તેટલા સાચા હોઈએ છતાં સહિષ્ણુ બનવું. ખોટા માણસની વાત પણ શાંતિથી સાંભળવી. મિજાજ ગુમાવવાથી ઘણી વખત મુદ્દો ગુમાવી બેસીએ છીએ. દલીલમાં ઉગ્રતા લાવવાથી શક્તિ વેડફાય છે અને શાંતિથી બોલવાથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય છે.

[8] સાધારણ છતાં સુંદર બનો

The Power of a man’s virtue
Should not be measured by
his special efforts, but by his
ordinary doing. – Blaise Pascal
કેટલાક લોકો ઓલિમ્પિકની રેસમાં દોડીને પ્રથમ નંબર મેળવવો હોય તે રીતે દોડીને એક કામમાં ઝળકી જાય છે, પણ એક કામમાં ઝળકી જવાથી જીવનની સમાપ્તિ થઈ જતી નથી. માણસે 24 કલાકની તમામે તમામ પળને સુંદર રીતે જીવવાની હોય છે. ઘણા લોકો સ્પેશિયલ પ્રયાસો કરવામાં કુશળ હોય છે પણ રોજિંદા જીવનમાં ઢંગધડો હોતો નથી. સ્ત્રીઓને ફૅશન શીખવતી નારી ફૅશનેબલ થઈને બહાર ફરે છે. તેના ઘરમાં ગંદકીના ઢગ હોય છે. આવી નારી રાતના ઉજાગરા કરીને ફૅશનેબલ ડ્રેસમાં પ્રથમ ઈનામ મેળવે તોપણ તેનો પ્રયાસ ધૂળ જેવો છે. જો પળેપળનું જીવન સુંદર અને વ્યવસ્થિત ન હોય તો આંજી દે તેવી એક સિદ્ધિ નકામી છે. જીવન એ કાંઈ ઓલિમ્પિકનું મેદાન નથી. રોજેરોજ સામાન્ય પ્રવૃત્તિમાં આપણે ઝળકવાનું છે. શાંત મન, પ્રેમાળ સ્વભાવ, ધીરજ અને સહિષ્ણુતાના ગુણોથી જ આ ઑર્ડિનરી જીવન જીવી શકાય છે. અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે.

[9] વિચારનું મૂલ્ય મોટું છે

It is what we value
not what we have, that
make us rich – J. Harold Smith
માનવી કઈ વસ્તુને કીમતી ગણે છે તે મહત્વનું છે. માત્ર પૈસાને મહત્વનો માનનારો માણસ ધનવાન નથી. ઘણા લોકોને માનવ-હૃદયની કિંમત જ હોતી નથી. પૈસાની જ ગણતરી કર્યા કરે છે. જો આપણને આપણા ઝૂંપડાનું ખૂબ મૂલ્ય હોય અને એ ઝૂંપડાનું જતન કરીને અને તેને મહત્વનું ગણીને ચાલીએ તો તે ઝૂંપડું પણ મહેલ બની જાય છે. આખરે તો આપણા વિચારો જ આપણને ગરીબ કે સમૃદ્ધ બનાવે છે. એક સુંદર વિચારનો ઝબકારો લાખ્ખો રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. માણસે પોતાના વતી વિચારવાનું કામ બીજાને સોંપવું ન જોઈએ. જે બીજાના વિચારો પ્રમાણે ચાલે છે તે ગુલામ છે. તે પોતાની જાતનો દ્રોહી છે. હંમેશાં પોતાના વિચારો પ્રમાણે જ જીવવું જોઈએ. પોતાના વિચારો પ્રમાણે જ દરેક ચીજનું મૂલ્ય આંકવું જોઈએ. જો આપણે આપણાં મૂલ્યો સ્થાપિત કરીશું તો પૈસા નહીં હોય તોપણ આપણે ધનિક હોઈશું.

[10] જીવનથી મૂલ્યવાન બીજું કંઈ નહિ

Life is hard
But, compared to what ? – Sydney Harris
ઘણા લોકો કકળાટ કર્યા કરે છે કે, ‘ભાઈ, આ જીવન બહુ કઠિન છે.’ પરંતુ સંઘર્ષ વગરના જીવનમાં કોઈ સ્વાદ નથી. વળી, જીવન ગમે તેવું કઠણ હોય પણ જીવનની સરખામણીમાં બીજી કઈ સહેલી વસ્તુ જગતમાં છે ? શ્રી સિડની હેરીસ બહુ સરસ અને માર્મિક પ્રશ્ન પૂછે છે, ‘જો જીવન કઠિન હોય તો તે કઈ ચીજની સરખામણીમાં કઠિન છે ?’ આડકતરી રીતે તેઓ કહેવા માગે છે કે મૃત્યુની સરખામણીમાં તો જીવન ગમે તેટલું કઠિન હોય તોપણ જીવવા લાયક છે. મરી ગયા પછી તો કંઈ બાકી રહેતું નથી. એટલે જે જીવન મળ્યું છે તે કઠણ હોય તોપણ સ્વાદથી જીવો.

[કુલ પાન : 68. કિંમત રૂ. 60 (આવૃતિ : 1996 પ્રમાણે) પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 202, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ સામે, આશ્રમ રોડ. અમદાવાદ-380 009. ફોન : +91 79 26589671 , +91 79 26583787. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર
પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે Next »   

24 પ્રતિભાવો : પ્રેરણાની પળોમાં – કાન્તિ ભટ્ટ

 1. Rakesh says:

  Thank you all writer.I like to this topics.Thanks to all.

 2. કીમતી માર્ગદર્શન

 3. Rekha Sindhal says:

  શાઁતેીથેી બોલો. આ વાત આ જ ભાવાર્થ સાથે વારઁવાર મારેી માતાએ કરેી છે. આજના બંને લેખો મન – હ્રદયને સમૃધ્ધ કરે તેવા છે.

 4. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી સૂચનો.

  નયન

 5. સુંદર પ્રેરણાદાઈ લેખ.

 6. Pramod Shah says:

  સુંદર સૂચનો આવા લેખ વાંચી જીવનમાં ઉતારવાની જરૂરિયાત છે

 7. Malay says:

  કાન્તિ ભટ્ટ કોઇ દિવસ નિરાશ નથિ કરતા.
  keep it up.

 8. dipak says:

  ખુબજ ઉપયોગી તથા જીવનમા ઉતરવા જેવુ.આભાર.

 9. narendra shingala says:

  સદ્દાકામ લાગે તેવા ઉપયોગી સુચનો ગમે ત્યારે વાચો તાજા ને તાજા

  કાન્તીભઈ લગે રહો

 10. Meetal says:

  A real friend is one who
  Walks in when the rest
  of the world walks out – Walter Winchell

  amazing…..

  thanks to kanti bhatt

 11. rutvi says:

  તમે તો અમારા મનની વાત જાણી લીધી ,
  આજનો લેખ વાંચી ને નવુ બળ મળ્યુ ,
  તેને અમલ મા મુકવાનો સઘન પ્રયાસ કરીશુ ,

  આભાર ,

 12. rasik butani says:

  ખુબજ સરસ લગે રહો.

 13. ભાવના શુક્લ says:

  સુંદર સંકલન…

 14. સુદર સકલન,

  હ્રુદયએ મગજ સાથે વાતો કરી!

 15. Vasanti Shah says:

  A real friend is the one who walks in when the rest of the world walks out – Walter Winchell

 16. pragnaju says:

  કાન્તિ ભટ્ટના સુંદર સંકલીત વાતો ફરી ફરીને વાંચવી ગમે તેવી

 17. બહુ સરસ

  આભાર……………

 18. Ashish Dave says:

  Very positive attitude in all of the above points. I truly believe that the only thing that will stop any body from fulfilling their dream would be themselves only.

  Ashish Dave
  Sunnyvale, California

 19. himanshu says:

  ખુબ જ સરસ અને પ્રેરનાદાયક

 20. raju yadav says:

  નાના નાના પણ ઘણા ઉપયોગી સૂચનો.

 21. Bhupendrabhai Mistry says:

  હુ શ્રી કાન્તીભાઈ ભટ્ટ ના લેખો તેમજ તેમની કૉલમો નો વષૉ થી વાચક અને પ્રશંસક છુ. ઘણા વષૉ થી
  અગાઉ ચિત્રલેખા અને અભિયાન માં પ્રગટ થતા લેખો તથા ચેતના ની ક્ષણે ખુબ આતુરતા પૂવૅક વાંચતો,
  આજે પણ દિવ્ય ભાસ્કર માં દરરોજ પ્રસિદ્દ થતો લેખ નિયમિત વાંચૂ છુ. તેમના લેખ માં દરેક વખતે કંઈક
  નવિનતા અને જીવન જીવવાની કળા તેમજ દુનીયા ની મહાન હસ્તીઓ ના પુસ્તકો માંથી ટાંકેલા સંદૅભો
  મનની નીરાશા દૂર કરી જીવનની નવિ આશા અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે.
  આટલી ઊમરે પણ સુદંર લેખો આપી રહ્યા છો અને આપતા રહેશો,આપના દિઘ્રાયુષ્ય અને સ્વાથ્ય માટે
  ઈશ્વ્રર પ્રાથૅના.

 22. Viren Shah says:

  This article is okay.
  Otherwise, Kanti Bhatt has a habit of writing “Bakwas”. I have read so many of his articles (and then stopped reading). When he would have read couple of articles in English news paper, he thinks that he knows everything. He thinks that he is more authority on writing life style of people staying in USA despit the fact that he writes all these merely based on one or two articles. This is a person who suffers from several mental “Purvagraho” and then conveys those back to readers. He thinks of himself as one of the best writers / authors in Gujarati.

 23. dipak says:

  At this age Kantibhai is doing good job for society.I am regular reader of chetanani kshane.I don’t think he has any “purvagrah” with anybody.Though everybody has right to give their opinion.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.