ગોડ બ્લેસ યુ – પ્રીતિ પટેલ

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા : 2008’માં પ્રાપ્ત થયેલી કૃતિઓમાંની આ કૃતિના નવોદિત સર્જક પ્રીતિબેન (સુરત), એમ.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને સાથે ‘ઍડ્વર્ટાઈઝિંગ એજન્સી’માં નોકરી કરી રહ્યા છે. આધુનિક વ્યસ્ત માતાને કારણે એકલતાનો ભોગ બનેલા બાળકની પીડાનું આલેખન કરતી આ તેમની પ્રથમ વાર્તા છે. આપ તેમનો આ સરનામે sendpriti@gmail.com અથવા +91 9427576405 પર સંપર્ક કરી શકો છો.]

મે મહિનાની કાળઝાળ ગરમી. તેમાંય વળી ભળે પ્રદુષણ. શહેરી ઝાકઝમાળમાં લોકો ભડકે બળે છે; શરીરથી પણ અને મનથી પણ. એક બાજુ મે મહિનો એટલે શાળા-કૉલેજોમાં વેકેશન અને બાળકોના હૈયે ઉમંગ, તો બીજી બાજુ ઑફિસોમાં રજા માટેની અરજીઓનો થોકડો. આટલી બધી અરજીઓમાંથી સ્વાભાવિકપણે જ ખૂબ ગણતરીના લોકોને રજાઓ મળતી હોય છે. કપાતે પગાર રજા મેળવવી તો વળી વધુ મુશ્કેલ. સ્પર્ધા તો એટલી તીવ્ર બની ગઈ છે કે પાછા ફરીએ ત્યારે ખબર પડે કે જગ્યા પૂરાઈ ગઈ. કામચલાઉ લીધેલી રજા ક્યારેક કાયમી પણ બની જાય !

બળબળતાં બપોરે એક ઑફિસમાં બે સહકર્મચારિણીઓ આ જ વાતોએ વળગી હતી.
‘માયા, તારી રજાનું શું થયું ?’
‘અરે…. યાર, હજુ સુધી કંઈ જ જવાબ નથી મળ્યો. આમ તો આટલી વાર ન લાગે. દર વખતે તો જલ્દી મંજૂર થઈ જાય છે પણ આ વખતે ખબર નહીં શું થયું હશે ?’ હજુ આ વાર્તાલાપ આગળ ચાલે ત્યાં તો ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી… માયાએ સુકોમળ હાથે રિસીવર ઊઠાવ્યું અને મધુર અવાજે કહ્યું : ‘હેલો…’
સામે છેડેથી કોઈ નાના છોકરાએ તેની કાલીઘેલી ભાષામાં કહ્યું : ‘હેલ્લો.. જી, આપ કોણ બોલો છો ?’
માયા પણ મસ્તીના મૂડમાં હતી. એણે જવાબ વાળ્યો : ‘જી… આપે જેને ફોન કર્યો તે…!!’
‘એમ નહીં… પણ તમારું નામ શું છે ?’
‘ભાઈ… તમારે કોનું કામ છે ? શું કામ છે ?’
ઘડી બે ઘડી ચુપકીદી છવાઈ ગઈ.
‘એ દીદી… તમારો અવાજ બહુ મીઠો છે…. તો મને એમ થાય છે કે તમારું નામ કેવું હશે ?’
અંદરોઅંદર મલકતાં મલકતાં એ બોલી : ‘હં…. નામ પૂછવાની આ રીત સારી છે હોં !’
‘મને પણ બધા એ જ રીતે નામ પૂછે છે…’
‘અચ્છા એમ. બાય ધ વે, મારું નામ માયા છે. ચલો, હવે જલ્દી બોલો, તમારે કોનું કામ છે ?’
‘જો.. તમે મને વઢો નહીં તો જ હું કહું….’
‘ના… નહીં વઢું બસ !’
‘એ…તો દીદી.. છે ને, હું એકલો હતો. મને બહુ કંતાલો આવતો’તો. પછી મેં આ બે-ચાર નંબર દબાવ્યા અને… તમે… અરે, તમારો અવાજ સાચે જ બહુ મીઠો છે હોં !’
‘હં… ઈટ્સ સ્વીટ રૉંગ નંબર… હેવ અ નાઈસ ડે, ડિયર. બાય…’

માયા ફોન કટ કરીને કામની શરૂઆત કરે ત્યાં તો ફરી રિંગ વાગી. તેણે ફોન ઉપાડ્યો.
‘હલો…’
‘હેલો… રીડિફાઈન પ્રોગ્રામિંગ યુનિટ ?’
‘યસ સર. આપ કોણ બોલો છો ?’
‘જી હું સંજીવ જોષી વાત કરું છું. મેં આપને ત્યાં એક પ્રોગ્રામ ડેવલપ કરવા આપ્યો છે. ઈઝ ઈટ રેડી ?’
‘હા… હા.. સર, તમારું જ કામ ચાલી રહ્યું છે. આજની તારીખમાં તૈયાર થઈ જશે. તમે કાલે સવારે અગિયારેક વાગ્યે આવી શકો છો ?’
‘ઠીક છે.. જરૂર. તો પછી કાલે મળીએ…’
‘જી સર… હેવ અ નાઈસ ડે.’
માયાએ ફોન મુક્યો. બાકી રહેલું કામ હવે ઝડપથી પૂરું કરવાનું હતું. બાકી રહેલા કામની ફાઈલોમાંથી કાગળ ભેગા કરીને કંઈક ગણતરી શરૂ કરે ત્યાં તો… ફરી ફોનની ઘંટડી રણકી ઊઠી…
‘હેલો…’
‘હેલ્લો… માયાદીદી… !’
‘ઓહ… લિટલ બૉય, યુ અગેઈન !!… બેટા, આ મારી ઑફિસ છે, મારું ઘર નથી.’
‘મમ્મી પણ મને આવું જ કહે છે. પ્લીઝ, તમે આવું ન બોલોને !’
‘અ…અ..એમ.. ત્યારે તમારા મમ્મી નોકરી કરે છે ?’
બાળકે ઢીલા અવાજે ‘હા’ કહ્યું. વાતાવરણ ક્ષણભર ગંભીર બની ગયું. માયાએ થોડી હળવાશ લાવવા પૂછ્યું : ‘તમે ક્યા સ્ટાન્ડર્ડમાં ભણો છો બેટા ?’
‘આઈ હેવ પાસ આઉટ ફિફ્થ સ્ટાન્ડર્ડ. આઈ સ્ટડી ઈન ‘રિયાન ઈન્ટરનેશલ સ્કૂલ.’’
‘અરે વાહ… તો તમારે વેકેશન ચાલે છે એમ ને. તમારા ડેડી શું કરે છે ?’
‘માય ડેડી ઈઝ એન ઈન્જિનિયર એન્ડ મૉમ ઈઝ કોમ્પ્યુટર ઑપરેટર..’

અચાનક કંઈક યાદ આવતાં માયાએ મલકાઈને તેને પૂછ્યું : ‘અરે બેટા… તમારું નામ તો તમે જણાવ્યું જ નહિ…’
‘પણ દીદી તમે પૂછ્યું જ નથી ને ! બાય ધ વે, આઈ એમ દ્વિપ…. દ્વિપ આદિત્ય પટેલ.’
‘અરે વાહ… તમારું નામ તો બહુ જ સરસ છે ને કંઈ ! મને બહુ ગમ્યું. તમારું નામ મને આપશો ?’
‘લઈ લો ને ! મારું નામ તો મારી પાસે જ રહેવાનું છે ને !’
‘વાહ, દ્વિપકુમાર ! તમે તો ભારે હોંશિયાર છો ને… ચલો બેટા, હવે તમે કંઈક રમો. થોડી ધમાલ-મસ્તી કરો. હું ફોન મૂકું છું. ઓ.કે. ?’
‘ના.. ! છેલ્લા બે કલાકથી હું એકલો એકલો વિડિયોગેમ, કોમ્પ્યુટર ગેમ વગેરે રમીને કંટાળી ગયો છું. હમણાં તો કોઈ કાર્ટૂન પણ નથી આવતું. અરે જુઓ ને, સંજુ પણ આવ્યો’તો અને એ પણ બહારથી જ ચાલ્યો ગયો.’
‘કેમ…? એને રોકવો હતો ને ? એની સાથે રમવું’તું ને ?’
‘કેવી રીતે રમાય ? મમ્મી તો બહારથી જાળીને તાળું મારીને ગઈ છે; આજકાલ ચોરીઓ બહુ થાય છે ને એટલે…’
‘ઓહ અચ્છા… તો એ કહો કે દ્વિપકુમાર, આ વેકેશનમાં તમે ક્યાં ફરી આવ્યાં ?’
એ થોડું અટક્યો. નિરાશ અવાજે બોલ્યો : ‘કશે જ નહીં… પપ્પાને રજા જ ના મળી. પપ્પા મમ્મીને લડતાં લડતાં કહેતા હતાં કે એમને રજા નથી મળતી. હા, પણ હંમેશને માટે મળે છે. બોલ, લઈ લઉં ?’
‘ઓહ… એમાં દુ:ખી નહીં થવાનું બેટા. જો જો એમને બીજીવાર લાં…બી રજા મળશે ત્યારે તમે સામટું ફરી લેજો. ચલો…ત્યારે… હવે બહુ વાત થઈ. હું મારું કામ શરૂ કરું. ટેક કેર. બાય ડિયર….’

માયા ફોન મૂકીને બાજુમાં બેઠેલી સુધાને કહ્યું : ‘આ આજકાલ નાના છોકરાઓ….’ હજુ તો એ વાત પૂરી કરે ત્યાં તો ફરી… ટ્રીન…ટ્રીન…
‘હેલો…’
‘એ માયા દીદી…. મને એ કહોને કે તમે જોબ કેમ કરો છો ?’
માયા હસી પડી. હસતાં હસતાં તે બોલી : ‘કેમ કે હું જે ભણી છું તે મારી આવડતનો ઊપયોગ કરી શકું.’ બે ઘડી ચૂપકીદી સેવીને તે આગળ બોલી, ‘મારા મમ્મી-પપ્પા ભાઈ-ભાભી… બધા જ નોકરી કરે છે. જો હું નોકરી ન કરું તો ઘરમાં એકલી પડી જાઉં. એકલાં એકલાં કંટાળી જાઉં. મને અહીંયા સારા પૈસા પણ મળે છે. જો બેટા, હવે હું તારી સાથે વધારે વાત ન કરી શકું. મારે મારું કામ પણ પૂરું કરવાનું ને ? બાય સ્વીટુ….’
‘પણ ઓ દીદી… સાંભળોને… હું તમને પૈસા આપું તો તમે મારી જોડે વાત કરશો ? મારી પાસે ટેન રૂપિઝ છે…’
‘બેટા… એ ટેન રૂપિઝમાંથી તમે સરસ મજાનાં બિસ્કિટ ખાજો. ઓ.કે ? ટેક કેર બાય…’

ન છૂટકે માયા રિસીવર મૂકે છે. થોડી મૂંઝાય છે. પોતાનું ધ્યાન કામમાં પરોવવા કોશિશ કરે છે પણ વિચારોની ગડમથલ એને સ્વસ્થ થવા દેતી નથી. તેનું મન ભારે અજંપો અનુભવે છે. હૃદયમાં કશુંક આરપાર નીકળી ગયું છે. ખબર નથી પડતી કે આટલો વલોપાત કેમ થાય છે. થોડી વારે એકાગ્રતાથી મન શાંત કરીને કામમાં ચિત્ત પરોવે છે. આશરે પંદરેક મિનિટનો સમય વીતે છે અને ફરી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠે છે. આ ઘંટડીએ જેમતેમ મેળવેલી સ્થિરતાને ખલેલ પહોંચાડી હોય એમ તે મોઢું બગાડતાં ફોનનું રિસીવર ઉપાડે છે. સામે છેડેથી જાણે દબાવેલ સ્પ્રિંગ હાથ ઊઠાવતાં એકદમ ઊછળી પડે તેમ દ્વિપે બોલવાનું શરૂ કર્યું :
‘એ…હેલો….. માયાદીદી… માયાદીદી… !’
આટલી તીવ્રતાથી ઉષ્માભર્યો અવાજ સાંભળી માયા મલકાઈ ઊઠી : ‘હા બોલોને બેટા…’
‘દીદી… મને પણ એક નોકરી અપાવી દો ને. પ્લીઝ… મમ્મી-પપ્પાના ગયા પછી રોજ હું એકલો-એકલો બહુ કંટાળી જાઉં છું. તમે એટલું કરશો ને ? પ્લીઝ… જુઓ, પછી હું તમને આમ બહુ પરેશાન નહીં કરું. પ્રોમિસ…’

દ્વિપની વાત સાંભળી માયા સ્તબ્ધ થઈ ગઈ. એક સન્નાટો છવાઈ ગયો. ફોન ચાલુ જ હતો… પણ માયા કોણ જાણે વિચારોના પ્રવાહમાં ક્યાંય તણાઈ ગઈ હતી… તે કંઈ બોલી ન શકી.. દ્વિપના, ‘હેલ્લો…હેલ્લો…’ શબ્દોએ તેની વિચારતંદ્રા તોડી અને તેને વર્તમાન સાથે ફરી જોડી દીધી. માયાએ એક ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા સ્વરે કહ્યું :
‘સોરી ડિયર, એવું તો ન થાય. હંમ્મ… પણ આપણે એક કામ કરી શકીએ… બી અ ગુડ બોય. જો તું મને આમ ઘડી ઘડી ફોન ન કરે તો હું તને રોજ એક વાર્તા કહીશ.’
‘વા…ર્તા…. વાઉઉઉ…..’ દ્વિપ એકદમ ઊછળી જ પડ્યો, ‘તો ચલો, મને આજની વાર્તા તો કહો…’
‘આજની..! હં….. સારું ચલો કહું. એક નાનકડી પરી હતી. તે નવું નવું જ ઊડતાં શીખી હતી. તે તેની સહેલીઓ સાથે ફરવા નીકળી હતી. આ પરીને તો ભઈ ફુલો બહુ ગમે. એ તો એક બગીચામાં ફૂલોની ફરતે ઊડવા માંડી… પણ બગીચામાં તો ફૂલો પર ઝાકળ હતું. પરીની પાંખો ઝાકળથી ભીંજઈને ભારે થઈ ગઈ. હવે એ ઊડી શકે એમ નથી…’
‘અરે…રે, પછી શું થયું દીદી ?’
‘પરીને ચિંતા થઈ કે એ ઘરે કેમ કરીને જશે ? એનાથી તો ઊડાતું જ નથી ! પરીએ પાંખો ખૂબ ફફડાવી અને એમ કરવામાં જ મોડી સાંજ થઈ ગઈ. અંઘારું થવાથી તેની બધી સહેલીઓ તો ભારે હૃદયે પોતાને ઘેર પાછી ફરી, અને આ પરી સાવ એકલી પડી ગઈ.’
‘હં…. પછી ?’
‘એકલી પડી ગઈ એટલે પરી તો રોવા માંડી. તેણે હવે સૂરજ ઊગે ત્યાં સુધી રાહ જોવાની હતી કે જેથી એની પાંખો સુકાય તો એ ઊડીને પોતાને ઘેર જઈ શકે.’

માયા રિસિવર પર દ્વિપના બગાસા ખાવાનો અવાજ સાંભળે છે પણ છતાં એ તેની વાર્તા આગળ ધપાવે જ જાય છે : ‘પરી એકલી છે પણ નિરાશ નથી. તે પક્ષીઓના કલરવમાં સંગીત સાંભળે છે. દેડકાઓ સાથે ફૂટબોલ રમે છે. વાંદરા પાસેથી નૃત્ય શીખે છે. પ્રકૃતિના વિવિધ તત્વો સાથે તે આનંદ માણે છે. ખુશખુશાલ રહીને સમય વીતાવે છે. એનું પ્રકૃતિ સાથે એવું સરસ તાદાત્મય સધાઈ જાય છે કે તેને જરાય એકલું નથી લાગતું. એને તો એકલા એકલાય મજા પડી જાય છે… હસતી-રમતી પરી રાત પડતાં આનંદથી ઊંઘી જાય છે… બોલો બેટા, વાર્તા કેવી લાગી ?’
એકાદ-બે ક્ષણ પછી…
‘દ્વિપ બેટા, વાર્તા કેવી લાગી ? હેલ્લો…હેલ્લો…’
(સામે છેડેથી કોઈ જવાબ નથી મળતો…)

‘સૂઈ ગયો લાગે છે…’  માયા ધીમા સ્વરે બોલી, ‘ગોડ બ્લેસ યુ, ડિયર…’ કહી તેણે રિસીવર મૂકી દીધું અને પોતાની આંખોના ભીનાં ખૂણા લૂછતી તે ઝડપથી વૉશરૂમ તરફ દોડી ગઈ. અરીસામાં જોઈને જે કાજળ વહી ગયું’તું તે રૂમાલથી સાફ કર્યું. એ પછી પોતાના જ પ્રતિબિંબને એક સુંદર સ્મિત આપતાં એ બોલી : ‘ગોડ બ્લેસ યુ, ડિયર…’ રૂમાલ પર્સમાં મૂકી, પોતાના ટેબલ પાસે આવી, ફરી કામમાં વ્યસ્ત થઈ ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડૉ. આઈ. કે. વીજળીવાળા સાથે મુલાકાત – મૃગેશ શાહ
ફુલ સર્કલ – વર્ષા અડાલજા Next »   

36 પ્રતિભાવો : ગોડ બ્લેસ યુ – પ્રીતિ પટેલ

 1. Neal says:

  Nice story but didnt like a end and bit of exaggeration is there as well….

 2. nayan panchal says:

  અદભૂત વાર્તા, પ્રીતિબહેન. પ્રથમ પ્રયાસે આટલી સુંદર વાર્તા લખવા બદલ અભિનંદન.

  પરીનુ રૂપક ઘણુ ગમ્યુ.

  GOD Bless all, Dears..

  નયન

 3. સારો પ્રયત્ન. નાના વિભક્ત કુટુંબોમાં રહેલા બાળકોની સમસ્યા ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ. એવું નથી લાગતું કે એક વિષચક્ર સમાજને ઘેરી રહ્યું હોય? વધતી મોંઘવારીના ઉકેલ માટે પતિ-પત્નિ બંનેને નોકરી કે વ્યવસાય કરવો પડે, વડીલો સાથે રહેવાની અણઆવડત કે બીજી કોઇ પણ બાબતને લીધે વડીલો વૃધ્ધાશ્રમમા કે એકલા અને હુતો, હુતી અને પોરિયો પણ એકલા. સતત કામ અને પોતાને માટે તથા પોતાના માટે જીવી શકવાના સમયનો અભાવ. શું સંયુક્ત કુટુબ અને શ્રમ્-વિભાજન કે જેમાં પુરુષો વ્યવસાયમાં રત રહેતાં અને સ્ત્રિઓ ઘરકામમાં ધ્યાન આપતી તથા વડીલો બાળકોની દેખરેખ તથા તેમની કેળવણીમાં ધ્યાન આપતાં તે સમજદારીના પાયા પર રચાયેલી વ્યવસ્થા ન હતી ?

 4. Bhupendra Patel says:

  In today’s busy and workalcoholic situation faced by the parents, childern feel lonely and dejected. In the joint families, where grand parents take care of the childern, such things can be avoided.

  Nice story woven in sentimental threads.

  PRITIBEN,
  Congrats and thanks for giving a nice story at the first attempt.

 5. રેખા સિંધલ says:

  પ્રીતિબહેન, પ્રથમ પ્રયાસ ઘણો સરસ છે. લખવાનું ચાલુ રાખજો કલમ ધારદાર થતી જશે. આ સાથેની વર્ષાબહેન અડાલજાની વાર્તામાંથી શીખવા મળે તેવું છે. શૈલી દરેકની જુદી જ હોવાની પણ અમુક મૂળભુત બાબતો પ્રત્યે વધુ લક્ષ આપી શકાય. learning never end…..

 6. કલ્પેશ says:

  સરસ પ્રયાસ.આ કદા હકીકતમા ન થતુ હોય પણ આનો હાર્દ સારો છે.

  આપણે પૈસા કમાઈએ છીએ થોડા આપણા આજ માટે અને બાળકોના કાલ માટે, પણ એમની સાથે “આજે” સમય ગાળતા નથી. લોકોએ પોતાની આવડતનો ઉપયોગ કરવો જ જોઇએ તે છતા દરેક બાજુને માન આપવુ જરુરી છે (work-life balance).

 7. ભાવના શુક્લ says:

  સુંદર હૃદયસ્પર્શી વાર્તા!!
  આ બાબતે અમેરીકાની બાળનિતિ એક ડગલુ વધુ વિચારશીલ પુરવાર થાય કે અહી ૧૩ વર્ષથી નાના બાળકોને ઘરમા એકલા રાખી શકાય જ નહી… હા એવી મા-બાપો જરુર જોવા મળે કે જે કલાકો ના કલાકો ફોન કે ચેટ મા મંડ્યા હોય અને સરવાળે બાળકો ફ્રોઝન માથી કાઢી માઈક્રોવેવ મા ઝટપટ ગરમ કરેલા પિઝાની સ્લાઈસો ચાવતા ચાવતા એકલા જ હોય.

 8. Navin N Modi says:

  અતિ સુન્દર.
  ભવિશ્યમા પણ આવી સુન્દર વાર્તાઓ લખો એવી શુભેચ્છા.

 9. Javed says:

  Good Story Priti, Well Done!
  Its very hard to translate a child’s mind into words and I am glad that you have done that. Thats I am sure is a must read for working women.

  Now a days, for middle class it is very had to maintain home if only husband earns and so the woman have to come out to earn money, so in this fast life no one cares about children.

  If you are from upper middle class and theresnt any need of more money , please woman dont put your foot out just for time-pass. your home and society need you much more … Please give them time.

  Thanks

  Javed

 10. વાહ!! અતિ સરસ…

  કોણ કહે કે આ પ્રથમ વાર્તા છે?
  ભાવનાબેનની વાત સાચી કે અહિં, યુ એસમાં, ૧૩ વરસથી નાના બાળકોને એકલાં રાખી ન શકાય. પરંતુ એના પણ ઘણા ફાયદા-ગેરફાયદા છે. આખો ડે-કેર બિઝનેસ છે. અને બેબિસિટરની ભારે માંગ રહે છે. આપણા દેશમાંથી દાદા,દાદીઓને મસ્કા મારી બોલવવામાં આવે છે અને પછી દાદી બેબિસિટર બની જાય અને ક્યારેક તો લીલાછમ ડોલર કમાવા પણ લાગે અને દાદા દાદી વગર ઝુર્યા કરે એવું પણ બનતું મેં જોયું છે.

  ભાંગતી જતી સંયુક્ત કુટુંબ પ્રથા પણ આને માટે જવાબદાર છે.

  એની વે, પ્રીતિબેનને ધન્યવાદ.. અને દિલથી શુભેચ્છા.. તમારી કલમ દમદાર છે.. એને વાપરતાં રહેશો તો વધુ ધારદાર થશે..

  નટવર મહેતા

 11. urmila says:

  this is a very well written story considering it is first attempt – it is illegal to leave children on their own in England and to lock them will be taken as cruelty to children –

 12. HARESH KAKADIYA 9426600298 says:

  ITS SO NICE STORY DEAR

 13. kali says:

  nice story. i cant believe that it is first story. well done. keep it up. best of luck.

 14. payal says:

  really a nice story, direct dil se .

 15. Gira says:

  sweetest story ever!! so cute.. pari and a child.. nice.. i also tell this kind of fairy tales to my little cousins.. 😀
  really wonderful story!! =)

 16. pravin bhatt says:

  પ્રથમ પ્રયાસ અતિ સુનદર ભવિશ્યમા પન્ન આપ્ત રહેજો

 17. pragnaju says:

  ખુબ સરસ અભિવ્યક્તી
  ઇફ્તદા ઈતની અચ્છી…અંજામ અચ્છા હી હોગા

 18. narendra shingala says:

  પ્રિતી બેન

  ખુબજ સુન્દર વાર્તા લાગણીઑ હચમચાવી દે તેવી, નાના બાળક ની વ્યથા ને તાદશ કરી તે બદલ ખુબ અભિનન્દન ભવિસ્ય મા પણ આવી સરસ વાર્તા મળૅ તૅવી આશા

 19. Viren Shah says:

  I couldn’t catch the gist of the story. At the end, what does author try to convey is unclear…can not understand.

 20. dr ankit says:

  very nice story………………………………
  good attempt at first trial………………………
  keep it up dear……………………………

 21. Ashish Dave says:

  Nice start…looking forward to more creative work in a very near future…

  Ashish Dave
  Sunnyvale, California

 22. sushama lele says:

  hi Preeti,
  I am mahrashtrian, and worked as a project fellow in M.S university. baroda.
  i have translated many gujarati short stories in Marathi.. My translated book named ‘Tallaf’ (‘TALAP’) By gujarati dalit wartakar.. Shree Harish Mangalam) has been published in august 2008.So many other stories were published in Marathi magazines.. by Himanshi Shelat, Ramesh Dawe, sundaram
  can u give me your permission to translate your story ?
  Sushama Lele

 23. krunal vashi says:

  After reading this story i Just want to Say “God Bless You Dear”.This is one of the best story i have ever read in my life.This is one of the most important things that every perents must think upon it.Give as much time as possible.

  One message to every such perents

  “Plz Dont weast your Child’s Present to secure their Future”

 24. Dhaval B. Shah says:

  Nice one.

 25. asthasheth says:

  I wish I could also know the phone no. of Maya didi pl. give me Priti aunty

  regards _astha,nishtha

 26. asthasheth says:

  પેલ્હા પ્રયાસ મા ખુબ જ સુન્દર વાર્તા લખિ છે. થેન્ક્સ પ્રિતિ બેન.

 27. raj says:

  Hi Preeti,

  very nice artical, i was surprise that this is your 1st one, well done and keep it up.

 28. piyush says:

  બહુ જ સરસ્…..extremely fine.. very very good……..

 29. Jayant A. shah says:

  Real Problem of society is present in very good manner. It is my first attempt of internet reading. very interesting, really I like it. Best of luck for further study and art of writing.

 30. Neha says:

  Dear Priti,
  Being a Surati, It really feels nice to know, that new talents like u are budding over here.
  Congratulations!
  Very Good Attempt!
  Keep it up!

 31. VIPUL PANCHAL says:

  NICE ONE!!!!!!,

  GOOD ATEEMPT.

 32. Chirag Thakkar says:

  Hi Priti,
  Really good one. Enjoyed it.
  I liked it because I have felt the loneliness of childhood.
  I felt that there was an autobiographical element in the story: it could be either a childhood experience or an office experience. Am I near to any right assumptions?
  Also I liked the blend of a metaphorical story into main story.
  Cheers.

 33. Vaishali Maheshwari says:

  Wonderful story Ms. Priti Patel.

  Very nice description of the conversation between a 5th grade student and a working woman. Even the story that Maya was telling to the little boy is very well depicted.

  I think the story can be extended little more for a happy ending. Maya should be shown as Dwip’s mother’s friend. Maya should casually narrate this incidence about the little child Dwip to Dwip’s mother. Dwip’s mother can then let Dwips father Aaditya know about this incidence. At the end, they both should realize that money cannot give all happiness in life. It is important that they love their child and keep him engaged in interesting activities of life.

  Hope the working couples read this story by Pritiben and get the essence of it.
  God Bless Everyone.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.