થવું પડે – અંજુમ ઉઝયાન્વી

આંખો મીચીને જાગવા, મીરાં થવું પડે,
મન ગમતું કૈંક પામવા, મીરાં થવું પડે !

વૈભવ તો જિંદગીનો બધા માણી શકે છે,
સોમલનો સ્વાદ ચાખવા, મીરાં થવું પડે !

આસવનો પ્યાસી જીવ સદા ડોલે કૈફમાં,
દીવાનગીમાં નાચવા, મીરાં થવું પડે !

આંખોને ગમતા રંગ જોયા મોરપીચ્છમાં,
માધવનો રંગ માણવા, મીરાં થવું પડે !

ટોળે વળીને માણસો વિખરાઈ જાય છે,
ભક્તોની ભીડ રાખવા, મીરાં થવું પડે !

ચાહતની પ્યાસી આંખો કદી ભીની થૈ નથી,
સંયમથી દર્દ સાંખવા, મીરાં થવું પડે !

ગાગરમાં રાધા આખી યમુના ભરી ગઈ,
તૃષાનો ભેદ જાણવા, મીરાં થવું પડે !

‘અંજુમ્’ ગઝલ જુદાઈનો છાનો વિષાદ છે,
ચાહતમાં હાડ ગાળવા, મીરાં થવું પડે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઠીક છે – ડૉ. દિલીપ મોદી
ઝઘડો લોચનમનનો – દયારામ Next »   

24 પ્રતિભાવો : થવું પડે – અંજુમ ઉઝયાન્વી

 1. sujata says:

  બહોત ખૂબ્……

  ગાગરમાં રાધા આખી યમુના ભરી ગઈ,
  તૃષાનો ભેદ જાણવા, મીરાં થવું પડે !

 2. This is really fantastic poem…………………
  as well as your website.
  also I have put some amazing photos on my website if u like please visit
  http://vijaynebhnani.blogspot.com/

 3. nayan panchal says:

  માધવનો રંગ માણવા, મીરાં થવું પડે !

  ખૂબ સુંદર રચના.

  નયન

 4. gopal parekh says:

  ભવોભવ કૃષ્ણને પામવા મીરાં થવું પડે.

 5. pragnaju says:

  ગાગરમાં રાધા આખી યમુના ભરી ગઈ,
  તૃષાનો ભેદ જાણવા, મીરાં થવું પડે !

  ‘અંજુમ્’ ગઝલ જુદાઈનો છાનો વિષાદ છે,
  ચાહતમાં હાડ ગાળવા, મીરાં થવું પડે !
  ખૂબ સરસ

 6. ભાવના શુક્લ says:

  ગાગરમાં રાધા આખી યમુના ભરી ગઈ,
  તૃષાનો ભેદ જાણવા, મીરાં થવું પડે !
  ……………………………………..
  સુંદર અને સુંદરોત્તમ !!!!!

 7. ભાઈ વાહ, અદભૌત ગઝલ અન્જુમ સાહેબની.સન્મિત્ર અન્જુમસાહેબ બહુ ઉમદા શાયર છે.એમની વધુ રચનાઓ રજુ કરવા વિનંતિ.

 8. Dinesh H. Desai says:

  Beautiful Gazal. Expecting some more Gazals from him.

 9. Ashish Dave says:

  ગાગરમાં રાધા આખી યમુના ભરી ગઈ,
  તૃષાનો ભેદ જાણવા, મીરાં થવું પડે !

  Heart touching…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.