સાવ સાદો સવાલ – દિનકર જોષી

અદાલતે જેવો ચુકાદો જાહેર કર્યો કે તરત જ અત્યાર સુધી અત્યંત ઉત્કંઠિત થઈને બેઠેલી શર્વરીએ, અદાલતી શિસ્તના તમામ નિયમો ઉલ્લંઘીને પોતાની બેઠક ઉપરથી કૂદકો જ માર્યો. આનંદ તો ભાર્ગવને પણ થયો હતો પણ અદાલતની શિસ્ત એ સમજતો હતો. અદાલતી ચુકાદાઓ હંમેશા એક પક્ષને પ્રસન્ન કરે છે તો એ સાથે જ બીજા પક્ષને અપ્રસન્ન કરે છે. એમાંય ભાર્ગવ તો વકીલ હતો. વકીલ તરીકે કેટલાય ચુકાદાઓથી એને સંતોષ થયો હતો તો કેટલાક ચુકાદાઓમાં એ પરાસ્ત પણ થયો હતો. આમ બીજે ક્યાંય નહીં તો પણ અદાલતી ચુકાદાઓ પૂરતી તો એણે અનાસક્તિ કેળવી જ લીધી હતી.

પણ આજના ચુકાદાની વાત અનોખી જ હતી. આજનો ચુકાદો તો ભાર્ગવ પણ સાવ અનાસક્તભાવે સ્વીકારી શકે એમ નહોતો. આમ છતાં એણે પોતાની પ્રસન્નતાને નિયંત્રિત રાખીને અદાલતી શિસ્તનું બળપૂર્વક પાલન કર્યું હતું. પણ શર્વરી માટે તો આવું કોઈ બંધન હતું જ નહીં. એ પોતાની બેઠક ઉપરથી ઊછળી પડી. એણે તાળીઓ પાડી. ભાર્ગવે આંખના ઈશારે અને હાથ હલાવીને શર્વરીને રોકી. અદાલતમાં ઉપસ્થિત રહેલાઓ સહુ કોઈ આમ તો આ ખટલા સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા અને આમ છતાં કહેવું હોય તો કહી શકાય કે આ ચુકાદાથી ભાગ્યે જ કોઈ નાખુશ થયું હતું. પ્રતિવાદીના વકીલ સુદ્ધાં નહીં.

ઉમેશે એવું જ તો કહ્યું હતું.
ઉમેશ અને અનસૂયા આ બે જ તો પરિવારમાં હતાં. પિતા મૃત્યુ પામ્યા ત્યારે ઉમેશ માંડ કિશોર અવસ્થામાં હતો. પૈસેટકે ખાસ કંઈ કમી નહોતી. રૂડોરૂપાળો એક માળનો બેઠા ઘાટનો બંગલો હતો. બૅંક બૅલેન્સ અને મૂડીરોકાણ પણ પૂરતા પ્રમાણમાં હતું. શર્વરી પરણાવવા જેવડી થઈ ચૂકી હતી એટલે એની જવાબદારી હજુ પૂરી નહોતી થઈ પણ અનસૂયાએ મન મક્કમ કરીને બધો જ વ્યવહાર જાળવી લીધો. શર્વરીને સારું ઘર અને સારો વર જોઈને ધામધૂમથી સાસરવાસી કરી દીધી. સાસરું ગામમાં જ હતું એટલે પુત્રી માટે પણ નાના ભાઈ અને માતાની સારસંભાળ લેવાનું સુગમ હતું તો માતા માટે પણ પુત્રી નજર સામે જ હોવાથી મોટો સધિયારો હતો. ઉમેશ મોટો થયો. અનસૂયાએ લાડકોડથી ઉછેર્યો. પિતાની ખોટ એને સાલે નહીં એવી સભાનતાથી એ પુત્રની માતા અને પિતા બંને બની રહી. ઉમેશની શૈક્ષણિક કારકિર્દી પણ અત્યંત તેજસ્વી નીવડી. એની બુદ્ધિમત્તાના ચમકારા કૉલેજકાળથી જ એવા તેજસ્વી લાગતા હતા કે કૉલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલ સુદ્ધાં કહેતા – આવા જીનીયસ યુવાન માટે આ ગામ બહુ નાનું પડે. એની પ્રતિભાને તો કોઈક યુરોપ કે અમેરિકા જ સાચવી શકે.

વાતવાતમાં, વિવેકમાં કે પછી ગમે તે રીતે વારંવાર બોલાતા આ વાક્યને ઉમેશે આત્મસાત કરી લીધું હતું. એણે પ્રમાણિકતાથી માની લીધું હતું કે આ ગામ – અને પછી તો આ ઘર સુદ્ધાં – પોતાના માટે અપૂરતા છે. પૂરતાની પૂર્તિ કર્યા વિના…… પણ અનસૂયા ઉમેશની એકેય વાત માનવા તૈયાર નહોતી. ઉમેશની લાખ જીદને હસતાં હસતાં પોષવા સદાય તૈયાર રહેતી અનસૂયાએ ઉમેશની આ એક વાત સામે ધરાર ઈન્કાર કરી દીધો. ‘લાખ વાતેય હું તને આ ગામ છોડીને બીજે નહીં જવા દઉં અને જો તારે જવું જ હોય તો હું તારી સાથે જ આવીશ.’ માતાની વાતનો આ પૂર્વાર્ધ તો ઉમેશને નહોતો જ ગમ્યો પણ ઉત્તરાર્ધ તો અત્યંત આકરો લાગતો હતો. પોતાની સાથે આવવાનું જનેતાનું આ વેણ ઉમેશથી મુદ્દલ સહન થતું નહોતું. એવું શી રીતે થઈ શકે ? દેશવિદેશના યુવાનોની કારકિર્દી ઘડતા જે સામાયિકો કૉલેજમાં એ જોતો હતો એમાં છપાતી real story માં એવું ક્યાંય એણે વાંચ્યું નહોતું કે જેમાં યુવાન માતાની આંગળીએ વિદેશમાં વસ્યો હોય. યુરોપ કે અમેરિકામાં જો એ પોતાની બુદ્ધિપ્રતિભાનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે તો Sky is the only limit. ઉમેશને હવે Sky સિવાયની કોઈ limit મંજૂર નહોતી.

એમાંય અનસૂયાએ ઉમેશના લગ્ન માટે આમતેમ નજર નાખવા માંડી ત્યારે તો ઉમેશ ભારે ચોંકી ઉઠ્યો. અનસૂયા જે રીતે પોતાની Sky is the only limit વાળી કેરીયરને સમજી ન શકે એ જ રીતે પોતાના લગ્ન વિશે પણ એનો ખ્યાલ તો જૂનવાણી અને પરંપરાગત જ હોય ને ! જોકે ઉમેશને હજુ કોઈ આર્થિક સંકડામણનો અનુભવ અનસૂયાએ થવા દીધો નહોતો. મૂડીરોકાણનો બધો જ વહીવટ અનસૂયા કોઠાસૂઝથી કરતી અને એમાંય શર્વરી સાસરે ગયા પછી એના પતિ કે સસરાની સહાય પણ એમને ભારે ઉપયોગી થતી હતી. શર્વરી પણ માતાને પૂરતી મદદ કરતી હતી. બંગલો તો પતિએ પોતાની હયાતિમાં જ પુત્ર ઉમેશના નામે ચડાવી દીધો હતો. એકનો એક દીકરો હતો અને આમેય પોતાની હયાતિ પછી એ જ તો વારસદાર હતો. વારસદારના સગીર કાળમાં કાયદેસરના વાલી તરીકે અનસૂયાનું નામ દસ્તાવેજોમાં રાખ્યું હતું ખરું પણ હવે તો ઉમેશ કાનુની રાહે પુખ્ત વયનો થઈ ચૂક્યો હતો. હવે એને વાલીની કોઈ જરૂર નહોતી. હવે તો એને જરૂર હતી… ઘણા લાંબા સમય સુધી આ ગડમથલ ચાલતી રહી. અનસૂયાને એમ હતું કે વરસ છ મહિને પુત્રના મનના ઉઘામા શમી જશે. પણ એવું કંઈ ન બન્યું. લગ્નની વાત જેવી અનસૂયાના હોઠ ઉપર આવે કે તરત જ ઉમેશ વડચકું ભરી લેતો. માતા પહેલાં સમજાવતી, પુત્ર આ સમજાવટનો પ્રતિભાવ ઉગ્રતાથી આપતો, આ ઉગ્રતા માતા માટે અજાણી હતી એટલે એય ક્યારેક વળતી ઉગ્રતા દાખવી દેતી. કહી પણ દેતી – ‘તારા બાપની ગેરહાજરીમાં હું તારો બાપ બનીને રહી છું. તારા હિતને હું બરાબર સમજું છું. હવે મારા મનની લાગણીઓને જો તું નહીં સમજે તો મારે કહેવું પણ કોને ?’

ધીમે ધીમે વાત વણસતી ગઈ. વણસવી ન જોઈએ અને છતાં વણસતી ગઈ. અનસૂયા પછી તો શાંત થઈ ગઈ હતી અને ઉમેશ પણ ભાગ્યે જ કશી વાતચીત કરતો. ઘરમાં હોય એટલા કલાકો પણ એ પહેલાં માળે પોતાના ખંડમાં જ રોકાયેલો રહેતો. પહેલા માળનો એ ખંડ અત્યાર સુધી બંધ હતો. ઉમેશના વપરાશનો ખંડ નીચે જ બેઠકખંડની પાસે આવેલો હતો પણ હવે ઉમેશે પોતાનો ખંડ બદલી નાખ્યો હતો. ઘરમાં અનસૂયા ભોંયતળિયે એકલી જ સમય પસાર કરતી હોય અને ઉમેશ પહેલામાળે કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોય.

એક દિવસ આ વાતનો અણધાર્યો અંત આવી ગયો. અનસૂયાએ વહેલી સવારે પોતાના ખંડની બહાર આવીને જોયું ત્યારે એ સ્તબ્ધ થઈ ગઈ. પહેલા માળે જતા દાદરના પગથિયાં પાસે જાળી બંધ હતી અને એને બહારથી તાળું દેવામાં આવ્યું હતું. રાત્રે ઉમેશ એના ઉપરના ખંડમાં સૂવા ગયો ત્યાં સુધી અનસૂયા જાગતી હતી. આ રીતે વહેલી સવારે જાળીને તાળું મારીને તો એ ક્યારેય ગયો નહોતો. એમાંય એણે જ્યારે જોયું કે ભોંયતળિયાના વધારાના ખંડોના દરવાજે પણ તાળાં લટકતાં હતાં. એને ધ્રાસકો પડ્યો. બેબાકળાં થઈને એણે ચારેય તરફ જોયું. વચ્ચેના બેઠકના ઓરડામાં બાંધેલા હીંચકા ઉપર એક ચિઠ્ઠી પડી હતી. ધ્રૂજતા ધ્રૂજતા એણે આ ચિઠ્ઠી ઉપાડી અને આંખમાં ધસી આવેલા આંસુને લૂછી કાઢીને એ અક્ષરો ઉકેલ્યા. એ ચિઠ્ઠી ઉમેશની હતી. ઉમેશ લખતો હતો ‘તમારા વસવાટ માટે જરૂરી બે ઓરડા અને રસોડાને ખુલ્લાં રાખીને મારા બંગલાના બાકીના તમામ ઓરડાઓ બંધ કરીને હું અમેરિકા જઈ રહ્યો છું.’ અનસૂયાના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. ઉમેશ આવું કોઈ અંતિમ પગલું ભરી પણ શકે એ કલ્પનાતીત હતું. એ ભોંય ઉપર ફસડાઈ પડી.

પછી તો શર્વરી આવી, શર્વરીના સાસારિયા પણ આવ્યા. સહુ સ્તબ્ધ તો થઈ ગયા પણ એમના રોષનોય કોઈ પાર રહ્યો નહીં. ઉમેશ જેને મારો બંગલો કહેતો હતો એ એનો શી રીતે કહેવાય એવો પ્રશ્ન સહુની જીભે હતો. અનસૂયાની જીભ તો જાણે તાળવે ચોંટી હતી. એ કશું જાણે બોલી શકતી જ નહોતી. માતાને સધિયારો આપવા શર્વરી થોડાક દિવસ પિયરમાં રહી. સ્થાનફેર કરવાથી માતાને સારું લાગશે એમ માનીને થોડા દિવસ માટે એણે માતાને બેચાર યાત્રાધામોમાં પણ ફેરવી પણ અનસૂયાનો જીવ હવે જાણે ક્યાંય ચોંટતો નહોતો. આમ ને આમ છ એક મહિના વીત્યા પછી અમેરિકાથી આવતા જતા કોઈએ ઉમેશના સમાચાર આપ્યા – સરનામુંય આપ્યું. ઉમેશ હવે અમેરિકાના કોઈ રાજ્યના મુખ્ય નગરમાં અત્યંત મસમોટી કંપનીમાં ઊંચા પગારથી જોડાયો છે, એની કામગીરી અને એનું વળતર બેય દિવસે દિવસે વધ્યે જાય છે, એ રાતદિવસ પોતાની કારકિર્દી ઘડવા માટે સખત પરિશ્રમ કરે છે અને ટૂંક સમયમાં જ એની કંપનીની જ એક એક્ઝીક્યુટીવ વિદેશી મહિલા સાથે લગ્ન પણ કરવાનો છે.

શર્વરીના પતિનો મોટોભાઈ એટલે કે શર્વરીના જેઠ ભાર્ગવે જ્યારે આ વાત જાણી ત્યારે એ ઊંડા વિચારમાં પડી ગયો હતો. ભાર્ગવનું સ્થાન અદાલતી કાર્યવાહીઓમાં ટોચનું ગણાતું હતું. વ્યવસાયે વકીલ હતો અને વરસોના અનુભવે એને વ્યાવહારિક પણ બનાવી દીધો હતો. અનસૂયાની અવદશા કરતાંય ઉમેશે એની જે અવહેલના કરી હતી એ એના વકીલ માનસને રુચતું નહોતું. ઉમેશને કાનુની કાર્યવાહી કરીને અહીં ધક્કા ખાતો કરી દેવો જોઈએ એવું એને લાગતું હતું. સંજોગો બધા સ્પષ્ટ હતા. પિતાનો બંગલો ભલે એના નામ ઉપર ચડ્યો હોય તો પણ એની ઉપર માતાનો અધિકાર હતો. આ રીતે માત્ર બે ઓરડા છોડીને આખો બંગલો બંધ કરી દેવાનું એનું પગલું અદાલતમાં પડકારવું જોઈએ, એની ઉપર આરોપનામું ઘડાવું જોઈએ, માતાના ભરણપોષણ માટે એની આવકના પ્રમાણમાં હિસ્સો મળવો જોઈએ આવા અનેક મુદ્દાઓ એણે વિચારી કાઢ્યા. આ કેસ પોતે જ લડશે એ વાત તો નિ:શંક હતી પણ અનસૂયા પુત્ર ઉપર આવો દાવો માંડવા તૈયાર થશે કે કેમ એ શંકાસ્પદ હતું. એણે શર્વરીને સમજાવી. એને વિશ્વાસમાં લીધી. શર્વરી તો ભાઈના આ કૃત્યથી પહેલેથી જ ભારે નારાજ થઈ ચૂકી હતી. માતાને આ રીતે તિરસ્કૃત કરીને પીઠ ફેરવી લેનાર ઉમેશ માટે એના ચિત્તમાં ભારોભાર ક્રોધ હતો. ઉમેશને જો કોઈક રીતે અહીં ધક્કા ખાતો કરી દેવાય એ માટે એણે તરત જ સંમતિ દર્શાવી.

અને શર્વરીની આ સંમતિ ભાર્ગવ માટે અર્ધું કામ સરળતાથી પત્યા જેવી હતી. અનસૂયાએ પુત્ર સામે કેસ માંડવાની આ વાત જ્યારે જાણી ત્યારે ક્યાંય સુધી એ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. શર્વરીને હતું કે આવું પગલું ભરવા માટે માતાને સમજાવવી ભારે દુષ્કર થઈ જશે – માતા કદાચ સંમતિ નહીં જ આપે પણ એના આશ્ચર્ય વચ્ચે, અનસૂયાએ ક્યાંય સુધી વિચાર કર્યા પછી માત્ર આટલું જ કહ્યું – ‘તમને જે ઠીક લાગે તે કરો, તમે જ્યાં કહેશો ત્યાં હું માત્ર સહી કરી આપીશ.’ ભાર્ગવ અને શર્વરીને તો આ જ જોઈતું હતું. એમણે જરૂરી કાર્યવાહી ઝડપભેર આદરી. અનસૂયાની સહીઓ મેળવવામાં આવી. ટૂંક સમયમાં જ અમેરિકાવાસી પુત્ર ઉમેશ સામે માતા અનસૂયાએ કાનુની દાવો દાખલ કરી દીધો. બંગલાને ખોટી રીતે પોતાના કબજામાં રાખવાનો, પોતાને માનસિક ત્રાસ આપ્યાનો અને બદલામાં ભરણપોષણ માટે માસિક ઉચિત રકમ મેળવવાના પોતાના અધિકારનો એણે ઉપયોગ કર્યો.

પણ ધાર્યું હતું એમ ઉમેશ અદાલતમાં ઉપસ્થિત ન થયો. એણે પણ વળતી કાનુની કાર્યવાહી કરીને અહીંના જ એક સ્થાનિક વકીલને પોતાના પાવર ઑફ એટર્ની મોકલાવ્યા અને અદાલત પાસેથી પ્રત્યેક મુદતે વ્યક્તિગત રીતે હાજર રહેવાના આદેશમાંથી મુક્તિ માંગી. અદાલતે એને આ મુક્તિ આપી પણ ખરી. કેસ કંઈ બહુ લાંબો ન ચાલ્યો. ઉમેશના વકીલને પોતાનો આ અસીલ બંગલાનો માલિક છે એવું ઠરાવવામાં ઝાઝી તકલીફ નહોતી પડી. એટલું જ નહીં, અનસૂયા જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એને વપરાશ પૂરતી જગ્યા વાપરવાના અધિકારનોય એણે પ્રતિવાદ ન કર્યો. અનસૂયા પાસે એના ભરણપોષણ પૂરતી આર્થિક વ્યવસ્થા છે એટલું કહ્યા પછી પણ ઉમેશના વકીલે અદાલત જે કંઈ ઠરાવે એ વળતર આપવાની તૈયારી દર્શાવી. હવે ઉમેશને આ અદાલતમાં હાજર થવાની ફરજ પાડવામાં અદાલતને વિશેષ કોઈ રસ રહ્યો નહોતો. ……અને યથાસમયે ચુકાદો જાહેર થયો. બંગલામાં કાયમી વસવાટના અનસૂયાના અધિકારનો અદાલતે સ્વીકાર કર્યો. એ માટે ઉમેશને જરૂરી આદેશ આપ્યો અને વૃદ્ધ વિધવા માતાના ભરણપોષણની જવાબદારી પુત્ર તરીકે ઉમેશની હોવાથી પ્રતિ માસ એણે અમેરિકાથી રૂપિયા દસહજાર અદાલતમાં જમા કરાવવા અને અદાલત પાસેથી એ રકમ અનસૂયાને મળતી રહે એવું કરવાનું ઠરાવ્યું.

ભાર્ગવને થયું એ કેસ જીતી ગયો હતો. શર્વરીને થયું, આનાથી ઉમેશના ગાલ ઉપર ઠીક ઠીક તમાચો પડ્યો છે. બંને જણ હળવા હૈયે અને ખુશખુશાલ ચહેરે અનસૂયા પાસે આવ્યા અને અદાલતમાં મળેલા વિજયની વાત ભારે ઉત્સાહપૂર્વક કરી. અનસૂયા સાંભળી રહી. એના ચહેરા ઉપર કશોય પ્રતિભાવ પ્રગટ્યો નહીં. જાણે કોઈ ત્રાહિત વ્યક્તિની વાત થતી હોય એમ એ જોઈ રહી. ભાર્ગવ અને શર્વરીએ જ્યારે વારંવાર એને આ વિજયના આનંદમાં ભાગ લેવા નોતર્યા કરી ત્યારે નાછૂટકે એ એટલું જ બોલી, ‘પણ મેં ક્યાં આ કેસ મારા આવા કોઈ અધિકારના રક્ષણ માટે કર્યો હતો. મારો કેસ તો…’ આટલું બોલતાં એની આંખમાં ઝળઝળિયાં આવ્યા, કંઠે ડૂમો ભરાયો.
‘તો પછી તમારો કેસ શા માટે હતો, બહેન ?’ ઍડવૉકેટ ભાર્ગવે ઘર અને અદાલતની વચ્ચે ઉભા રહીને બોલતા હોય એમ પૂછ્યું.
‘મારો સવાલ તો સીધોને સટ હતો, ભાઈ !’ આંસુના ઘૂંટડાને ગળા હેઠળ ઉતારીને અનસૂયા થોડીવારે બોલી, ‘હું તો કેસના આ બહાને ઉમેશ અહીં આવશે, એનું મોઢું મને જોવા મળશે એવી આશામાં હતી પણ ઉમેશ તો આવ્યો નહીં. મારી આશા ભાંગી પડી. જો એકવાર એનું મોઢું જોવા મળ્યું હોત તો….’ આટલું કહેતાં ફરી એકવાર અનસૂયા રડી પડી.

શર્વરીએ માતાની પીઠ પર હાથ મૂક્યો. એની આંખ પણ ભીની થઈ ગઈ. ભાર્ગવે પાણીનો ગ્લાસ ધર્યો.
‘તો તારે શું કરવું હતું, બા ?’ અનસૂયાની છેલ્લી વાતનું અનુસંધાન આગળ ચલાવીને શર્વરીએ ધીમેથી પૂછ્યું.
‘તો મારે એને પૂછવું હતું દીકરી કે…..’
‘કે…?’ ભાર્ગવે પહેલી જ વાર ઉત્સુકતાથી પૂછ્યું.
‘કે બેટા, બાપ વિનાનો તું મારો એકનો એક દીકરો… તને ઉછેરવામાં મેં એવી તે શી ભૂલ કરી કે તું મને આમ તરછોડીને રાતબૂઢો જતો રહ્યો. મારો એવો તે શું ગુનો હતો ? બસ મારે તો માત્ર આ સવાલનો જવાબ જ મેળવવો હતો.’ આટલું કહેતાં જ અનસૂયા ઢગલો થઈ ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણા કર્મોની જવાબદારી – મુનિ દવે
દીર્ઘજીવનની વાતો – રણજીત પટેલ ‘અનામી’ Next »   

28 પ્રતિભાવો : સાવ સાદો સવાલ – દિનકર જોષી

 1. nayan panchal says:

  સરસ સંવેદનશીલ વાર્તા.

  નયન

 2. Neal says:

  very sensitive story….

 3. Soham says:

  માતા ની પણ આમા એટલી જ ભૂલ છે. શું કામ આટલો બધો વિરોધ કરવો પડે.

  ‘લાખ વાતેય હું તને આ ગામ છોડીને બીજે નહીં જવા દઉં અને જો તારે જવું જ હોય તો હું તારી સાથે જ આવીશ.’

  એક વાર દીકરો સ્થાયી થયો હોત તો એ પણ માતા ને સાથે લઇ જ ગયો હોત્….

  સુંદર વાર્તા…..

 4. urmila says:

  this story brings tears in my eyes – very well written – describing the emotions of mother as she is relying on her son for emotional and practical support during her old age after getting him educated through difficult times-sons ambition to progress in his profession and in the process lost his sense of duty towards mother to support her emotionally-who can you blame for this situation – is it parents or is it the young generation who has high ambitions – or is it the communication gap between generations-

 5. સવાલ સાદો છે પણ જવાબ આવડે એવો નથી.

 6. Snehal Parmar Aus says:

  બહુ સરસ….

 7. Moxesh Shah says:

  Yes, It is very sensitive story and can bring tears into eyes of any emotional person.

  However, “what was the mental stress and emotional conflicts that Umesh had sufferd before taking the decision of leaving the Home?”, shall also be described. One can write a story Part-2 for the “Dwand-Yuddh or Manomanthan” of Umesh and his mental conditions, which can also be equally sensitive story.

 8. Sarika Patel says:

  Very good story

  Thank you Dinkar Joshi

 9. payal says:

  really nice story.

  but as Urmila ben said that whom will we blaim for this? I think it is the communication gap between the two genration. the step taken by Umesh is proper in one step as he want to achieve his ambition but he went by saying that this bunglow belongs to him is not proper if he want to go he has to leave that property for his mom. Even his mother can allow him to go happily then the son also realise his duty properly.

 10. Respected Joshi Saheb,
  I have read you a lot,best part of your stories are, a simple question- Why one should have a larger and longer time dependence on one another? and the answer are many- in your story. Our Indian culture is such that parents expects something more from their heirs. I am also one of the victim of this type of situation. But due to grace of God by some behaviour and some meaningful dialouge I was saved from the depression.
  PL do write such a good stories so one can get some inspiration from doing such act.
  Thanks.

 11. Dipak says:

  It is nice & almost really story.But it is also true that parents should expect less to their children.

 12. Bhargav maru says:

  Well I rather say that … what Umesh did was not acceptable at all….

  I was away from my parents for two years ….and my parents called me back…..so…
  I came back…that was’t a big deal …after all they are my parents….
  they have brought me to this world…
  then I convinced them until they allowed me to fly back ….

  now we all are happy…they will visit me in near future and i aslo keep in touch with them…

  I know parents should understand child’s dreams…infact they always do…
  but its just that feeling of insecureness keeping them to let go their child…

  Well…y did umesh stop talking to his mother??….he could made a good conversation with her mother and convinced her to let him do what he feels like…?
  its tottaly selfish to abscond….specially from ur own single mother…

  to conclude I just want to say that…It was mistake by both ansuya and umesh…but it was umesh who messed up tottally and can avoid the conflict….

 13. pragnaju says:

  યુગ યુગથી ન ઉતર મળ્યો તેવો સાદો પણ અઘરો સવાલ!
  “તને ઉછેરવામાં મેં એવી તે શી ભૂલ કરી કે તું મને આમ તરછોડીને રાતબૂઢો જતો રહ્યો. મારો એવો તે શું ગુનો હતો ?”
  કર્મન કી ગત ન્યારી….

 14. ભાવના શુક્લ says:

  જો ઉમેશ આખુ ઘર મા ને સોપીને ચાલ્યો ગયો હોત તો લાગણીને બહુ ઠેસ ના લાગત!!
  સ્વાર્થવૃત્તિ ક્યા ક્યા ઝળકે છે તે ઓળખવી બહુ અઘરી છે.
  આમે લાગણી ના સવાલોના ઉત્તરો બહુ અવળા હોય છે, જો લાગણીનો દાવો કરીએ તો…

 15. Dr. Chirag says:

  Good story. But did Umesh’s mother once thought why this time came? Yes its understandable that its kid’s responsibility that once parents gets older, they should take care of them, not to disobay them or abend them at the same time its parents responsibility as well to understand what kids want and what their future holds…

  I have two boys. I am a doctor (PHD) computer programer my self, my elder son is a Police Offier and if I may say so, a really good one. And my second son is a doctor (a heart surgen). My wife is a college professor. We wanted both of our sons to be doctors and engineer but our elder son ever since I know wanted to be a police officer – he loves taking risks, he is very strong, tall and very well build, he loves danger and he loves risking his life for others. Do we (as parents) like that? NO – but we never said NO or anything to our elder son – its his decission. We wanted him to have bright future thus we thought only a doctor or engineers can have that but he proved us wrong – he is Police Offier and does great!!! Yes he make lots less in earnings compair to us three but not once he has ever been in finincial trouble or anything.

  We wanted our elder son to be an enginner or a doctor, and we forced him to be one he said “Mom – Dad I am glad you are looking out for me and my future. I am so happy to have such a lovely and carring parents and very smart brother but you guys are looking so much further in further that you are not seeing my TODAY! You worry so much about Tomorrow – which is completely unknow… why worry about unknown than worry about whats in our hands TODAY – if I can make my TODAY better my Tomorrow will be great and filled with happyness…” And as parents we thought he is right. Tomorrow is a tree which you have to plant Today!!!! If your today is good – tomorrow will be great!!!!

  Thank you,
  Chirag

 16. Rekha Sindhal says:

  માબાપના અતિપ્રેમનું બંધન સંતાનના વિકાસમાં રૂકાવટ ઊભી કરે ત્યારે પ્રેમમાં અંધ માબાપ પોતાનો દોષ જોવાની દ્રષ્ટી ગુમાવી દે છે. અને સંતાનની નજરે સ્વાર્થી ઠરે છે આથી સંતાન પણ સ્વાર્થી થવા તરફ પ્રેરાય છે. મોક્ષેશભાઈએ કહ્યુ તેમ આ વાર્તાનો પાર્ટ-2 લખી શકાય જેમાં ‘આંધળી માના કાગળ’ની કવિતાના જવાબની જેમ સિકકાની બીજી બાજુ જેવી વાર્તા જરૂર લખી શકાય. માતા કે પિતા એકના મૃત્યુ પછી બીજાની સંતાન પાસેની અપેક્ષાઓ એટલી બધી વધી જતી હોય છે કે સંતાન એ ભાર નીચે કચડાય છે તે પણ તેઓ જોઈ શકતા નથી. અને આપણા સમાજમાં માબાપના દોષ જોવાની છૂટ નથી આથી દિનકરભાઈ જેવા લેખકો જ સમાજને સમજાવી શકે કે કેટલીકવાર આવો પ્રશ્ન ઊઠે ત્યારે મોડું થઈ ચૂક્યુ હોય છે. જો સંતાનને સાંભળવામાં ન આવે તો એ પણ પછી માબાપને નહી સાંભળે. એક વાત તો અનુભવ સિદ્ધ છે કે માબાપ થયા વગર માબાપને સમજવા અઘરા છે પણ સંતાન હોવાનો અનુભવ તો પહેલાં જ થઈ ચૂક્યો હોય છે. આથી સંતાનને સમજવાની અપેક્ષા માબાપ પાસે વધારે રહે. ઉમેશ વતી અનસૂયાબેનને જવાબ આપતી વાર્તા લખવાનું મને મન થઈ આવે છે.

 17. SURESH TRIVEDI says:

  MOTHER WANTED HIS SON TO BE WITH HER BUT WHAT MADE HER SON NOT WANTING HIS MOTHER TO BE WITH HIM!!!!EVERY QUESTION HAS AN ANSWER CAN DINKARBHAI BE TACTFULLY GIVE OPTION TO HIS RAISED QUESTION?

 18. Pratik says:

  ધરતીનો છેડો ઘર, એ જેટલુ સાચુ છે એટલુ સાચુ એ પણ છે કે “ઘરને તજી જનાર ને મળતી વિશ્વ તણી વિશાળતા”.

  વાર્તા માં બન્ને પક્ષે ભૂલ છે. માતા પોતાના પ્રેમને ઢાલ બનાવીને દીકરાની પ્રગતિમાં અવરોધ નાખે છે તો દીકરો માતાના પ્રેમને, લાગણીને સમજવાને બદલે પોતાની પ્રગતિને અથવા કારકિર્દી ને વધારે મહત્વ આપે છે. એક પ્રશ્ન એ પણ સાચો છે કે દીકરાને માને સાથે રાખવામાં શું વાંધો હોઇ શકે ?

  – પ્રતીક.

 19. Rita Saujani says:

  Although the writer has tried to create sympathy for mother I think son deserves more sympathy! If you love someone you have to set them free! They will sure come back. Umesh was made to stay and that is what made him like the way he left.
  I know about an incident where a daughter got back to her parents within two months!

  How else all these Indians have settled all over the world? Most of them left India at fairly young age and then got their families to join them.

 20. parikshit bhatt says:

  વાત સંવાદ ની છે; મા અને પુત્ર વચ્ચે ના કોઇ દિવસ માંડી ને વાત થઇ કે ના કોઇ દિ’ એવો સમય આવ્યો. બાપ વગર; પુરી જીંદગી મા એ પુત્ર ને ઉછેર્યો એ કેટલી વીષે સો થઇ હશે તેની એ દિકરા ને શું ખબર?
  આમાં સમય નામનું પરીબળ એ મુખ્ય ભાગ ભજવે છે.

 21. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ વારતા.

  એક મા કેસ લડે તો પણ કોની સામે…પુત્ર સામે કે સંજોગો સામે….! પુત્ર જવાબ આપી શકે એમ હોત તો કદાચ આમ કરત જ નહિ.

 22. Ashish Dave says:

  પક્ષીની પાંખો કાપવાની ન હોય પણ તેમને આકાશ બતાડવાનુ હોય…

  Those parents who do not understand this then they are the one who are going to suffer later. Unfortunately to dramatize the story our author is showing the son’s dark side by having him closing all but two rooms.

  Ashish Dave
  Sunnyvale, California

 23. Kalpesh Patel says:

  Same story automatically repeat itself when somebody migrate to western countries. Now if we looking for solution then I think our new generation has more resources to update, re-correct, be flexible so somehow the character Umesh should be flexible and understand. Lets us add our self as a character in this story and make aware the Umesh(our self also), how he should accept the firm natured mother. Lets spread the message of forgiveness because God always forgive us. Compassionate understanding is always required to solve life puzzle.

 24. swati shah says:

  nice story

 25. Ankit says:

  Really very nice and an emotional story.

 26. Alpesh says:

  so cool, great……….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.