ઢોસાના સ્મરણોનું ખંડકાવ્ય – સ્નેહલ ન. મુઝુમદાર

[આ ખંડકાવ્યના કવિ શ્રી સ્નેહલભાઈ મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય ક્ષેત્રે કાર્યરત છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે muzoomdar@vsnl.com અથવા આ નંબર પર +91 98922-91126 સંપર્ક કરી શકો છો.]

મુશળધાર વરસાદ વરસતો હોય, ગોધૂલિ ટાણે મનના પાદરમાં આરતીનો ઘંટારવ સંભળાતો હોય, પાપી પપીહા પિયુ પિયુ કરતો હોય, પરવરદિગાર પોતાની સહીની પ્રૅક્ટિસ કરવા ઘેરા આકાશમાં પોતાના હસ્તાક્ષર સમી વીજળી ચમકાવતો હોય, મેઘ મૃદંગ બજાવતો હોય વગેરે વગેરે કવિતામાં જે જે થતું હોય તેનો ભાવ અને ભાર તમને સોંપી ભીના વદને કોઈ અજાણી શેરીમાં જઈ, ઘડીકમાં લાલ અને ઘડીકમાં કેસરિયા એવા સંભારને સંભારી ગરમાગરમ મસાલા ઢોસો ખાવાની જે મજા આવે છે તેનું વર્ણન હું તમારી પાસે શા માટે કરું ? પણ જો તમે એ વાતની હઠ લઈને જ બેઠા હો તો ઈડલી-ઢોસાની સાક્ષીએ લખેલું મારું આ ખંડકાવ્ય માત્ર મેનૂભાવે આવાઝે બુલંદ ગાઓ :

(શાર્દૂલવિક્રીડિત)
ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોસા અને ઉત્તપા
માંહી નાખત શ્વેતરંગ ચટણી તીખી અને ઉત્તમા
ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં
એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્

(વસંતતિલકા)
ખાજો લગાર ઈડલી ધવલી સુંવાળી
ના ભૂલશો સરસ મેંદુ વડા કદાપી
ઢોસા તમે મનપસંદ અનેક માણી
સંભાર લેજો ચટણી પણ નારિયેલી

(મંદાક્રાંતા)
સાદો ઢોસો વગર ચટણી સાવ સાદો જ લાગે
ખાવું શું એ સમજ ન પડે મોજ ના કાંઈ લાવે
એમાં જો લ્યો રસમસમ સંભાર તો સ્વાદ આવે
સાથે વાટો અડદ ચટણી કોપરાની વિકલ્પે

(શિખરિણી)
મસાલાં ઢોસો તો નજર પડતાં હોઠ મલકે
મને ભાવે એ જો પડ કડક ચોમેર સઘળે
મઘેમાં એ પોચો, નરમ કુમળો સૌમ્ય વિનયી
બટાકા ને કાંદા યુગલજન શા રાહબરથી

(અનુષ્ટુપ)
બીજો ઢોસો મૂકી દે ને હજુ છે મુજને ક્ષુધા
કહીને પાત્ર મેં આજે તમારા કરમાં ધર્યું

(શિખરિણી)
અમારા એ ઢોસા હરસમયમાં પ્રિય સરખા
સવારે ને સાંજે અતિહરખથી ખાવત બધા
વયે નાનામોટા સમ સળવળે જીભ મુખમાં
તમે જો આવો તો સરસ જમશું થાળ નવલાં

ગરમાગરમ ઢોસો મેજ પર આવી ગયો છે માટે
અહીં જ વિરમું એ જ ઈષ્ટ છે, નહીં વારું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સુરેન ઠાકર ‘મેહુલ’
વહાલપ – હેમંત દેસાઈ Next »   

32 પ્રતિભાવો : ઢોસાના સ્મરણોનું ખંડકાવ્ય – સ્નેહલ ન. મુઝુમદાર

 1. સવાર સવારમાં મોઢામાં પાણી આવી ગયું. હવે તો કાંઈક ગરમા ગરમ નાસ્તો કરવો પડશે.

 2. ખુબ જ સરસ લખયુ છે કલાપિ ની ગ્રામ્યમાતા યાદ આવિ ગઈ.

 3. anant patel says:

  LOVELY CHHANDBADHDHA POME.

  -ANANT PATEL.

 4. Tushar says:

  અરે જોરદાર અહીં ઓસ્ટ્રેલિયામાં પણ બેઠા બેઠા મોઢા માં પાણી આવી ગયુ રે……

 5. pragnaju says:

  રમુજ સાથે છદોની સ્વાદિષ્ટ મઝા આપી
  અને આ તો હસ્તમેળાપ વખતે ચાલે એવી રચના
  (શાર્દૂલવિક્રીડિત)
  ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોસા અને ઉત્તપા
  માંહી નાખત શ્વેતરંગ ચટણી તીખી અને ઉત્તમા
  ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં
  એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્
  સા વ ધા ન
  (ધમાલીયા લગ્ન વખતે ગોર શૂ બોલે છે તે કોણ સાભળે છે?)

 6. rutvi says:

  બહુ સાચી વાત કહી mr. harshad thakar એ ,
  કલાપી ની ગ્રામ્યમાતા પછી જુદા જુદા છ્ંદ શિખ્યા ,
  તે આજે આ વાંચવા ની મજા પડી ગઈ ને છ્ંદ નુ પુનરાવર્તન થઈ ગયુ ,

  દસમા મા હતા ત્યારે “ઊર્મિલા ” , કવિ બોટાદકર નિર્મિત કવિતા આવતી ,
  તે મારી મનપસંદ કવિતા હતી ,

 7. Rekha Sindhal says:

  અરે વાહ ! છંદમાં સ્વાદમાં અને સ્વાદમાં છંદ એક સાથે પહેલી વાર માણ્યા! હવે ઢોસા ખાધા વગર તો નહી જ ચાલે.

 8. nayan panchal says:

  જ્યા ઢોસા નથી મળતા તેવી જગ્યા પર અમે રહીએ છીએ, હવે શું કરીએ?

  સરસ રચના.

  નયન

 9. pravin bhatt says:

  નવિન રચના માણવાની મજા પઙી

 10. mukesh Patel says:

  બહુ સરસ મજા આવી ઞઇ. C A થઈ છનદ્બ બન્દ કાવ્યરચના.વાહ અભિનન્દન

 11. Gira says:

  lol.. nicee.. i just had them for lunch and dinner both!! 😀 ummm now i feel like eating it again!! 😀 😀

 12. Gira says:

  lol.. nicee.. i just had them for lunch and dinner both!! 😀 ummm now i feel like eating it again!! 😀 😀 though nice poem!! 🙂

 13. maurvi pandya vasavada says:

  khava ni saathe gava ni maja aavi gayi……

 14. urmila says:

  get gits ready made dhosa packet n make them if u live in a place where u cannot get DOSA – after reading this article one has to eat Dosa

 15. Dhaval B. Shah says:

  કઇક જુદુ વાન્ચવાની મજા પડી.

 16. Ashish Dave says:

  Height of creativity…I must eat dosa in dinner tonight…

  Ashish Dave
  Sunnyvale, California

 17. twinkle soni says:

  hello sir i m also a Chartered Accountant. I have recently pass the final exam in Nov 08. It’s just unbelievable that someone who is in the field of CA and is so much creative. second thing i feel u might be interested in Arts field otherwise how do you know Gujarati literature in depth particularly “છન્દ” (sorry i don’t know English translation of it)? and the object which u selected for writing the poem made me laugh. I think u r god gifted. u can think differently. ખરેખર મો મા પાણી આવી ગયુ. સ્વાદિષ્ટ કવિતા.. Now every time when i will eat Dhosa, i will surely remember u.

 18. Abhas Patel says:

  સઊથ ઇન્ડિયન વાનગિ નો ગુજરાતી સાથે નો સમાગમ અદભુત લાગ્યો જાણૅ ઢોસા સાથે સામ્ભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.