- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ – તંત્રી

Features [1] | Requirement [2] | Gujarati Language [3] | Reading [4] | Feedback [5] | Credits [6]

પ્રસ્તુત છે વાચકો માટે દિવાળીનો વિશેષ ઉપહાર…. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વાર…. ReadGujarati Mobile Edition ….. http://m.readgujarati.com [7] હરતાં-ફરતાં માણો ગુજરાતી સાહિત્યનો રસથાળ…. જી હા, રીડગુજરાતી પર પ્રકાશિત થતા તમામ લેખો આપ હવે આપના મોબાઈલ પર સરળતાથી વાંચી શકો છો. માત્ર એટલું જ નહિ, આપનો પ્રતિભાવ (comment) પણ આપ મોબાઈલ દ્વારા લખી શકો છો. આ સુવિધા આપના મોબાઈલમાં કઈ રીતે શરૂ કરી શકાય તેની વિગતવાર માહિતી જાણીએ તે પહેલાં આ ‘Mobile Edition’ નો વિસ્તૃત પરિચય મેળવી લઈએ.

[Features:]
[1] સેલફોન પર ખૂબ જ સરળતાથી ખૂલી શકે તે પ્રમાણે એકદમ હળવું (Light Weight) Home Page, જેની સાઈઝ છે ફક્ત 3KB.
[2] સંપૂર્ણપણે યુનિકોડ (UTF-8) થી સુસજ્જ, જે કોઈ પણ પ્રકારના આધુનિક મોબાઈલ પર સરળતાથી જોઈ શકાય છે.
[3] તાજેતરમાં પ્રકાશિત થયેલા 10 લેખોની યાદી અને ત્યારબાદ ‘Previous’ અને ‘Next’ વડે અગાઉના લેખો વાંચવાની સગવડ.
[4] પ્રત્યેક લેખ પરના તમામ પ્રતિભાવો વાંચવાની સાથે પ્રતિભાવ લખવા માટે ‘Comment Box’ની સુવિધા.
[5] Mobile, Black Berry, Personal Digital Assistant (PDA) અને Windows OS Mobile ને supported.
[6] મોબાઈલ પર ગુજરાતી Install કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન.

[Minimum Requirement :]
જેવી રીતે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપના કોમ્પ્યુટરમાં Lan Card, Modem વગેરે ઉપકરણો હોવા જરૂરી છે તેવી જ રીતે મોબાઈલમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કેટલીક ન્યુનતમ જરૂરિયાતોનો ખ્યાલ હોવો આવશ્યક છે. આ ઉપરાંત, જેમ કોમ્પ્યુટર માટે ઈન્ટરનેટ સર્વિસ આપનારી કંપનીઓ હોય છે તેમ આપને મોબાઈલ સર્વિસ આપી રહેલી કંપની ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે કે કેમ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. આ બે બાબતોને નીચેના મુદ્દાઓ દ્વારા વધારે વિગતે સમજીએ.

[1] મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપનો Mobile Handset ‘GPRS’ અથવા ‘WAP’ Enabled હોવો જરૂરી છે. ‘GPRS’ એટલે ? The General Packet Radio Service (GPRS) is a new non-voice value added service that allows Mobile Phones to be used for sending and receiving data over an Internet Protocol (IP)-based network. With GPRS you can enjoy a continuous wireless connection to Interent and access your favourite websites. આ ‘GPRS’ આપના મોબાઈલમાં છે કે નહિ તે જાણવા માટે આપના મોબાઈલ સાથે આવેલું ‘Users Manual’ વાંચો અથવા નજીકના ડીલરને આપના મોબાઈલના મોડલ વિશે જણાવીને વધુ પૂછપરછ કરો. બહુધા મોટાભાગના મધ્યમ તેમજ ઉચ્ચ કક્ષાના ફોનમાં આ સુવિધા પહેલેથી જ હોય છે.

[2] બીજી વાત છે ‘Service Provider’ની. આપ જે કંપનીની મોબાઈલ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોય તે કંપની ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડતી હોય તે જરૂરી છે. (મોટે ભાગે બધી જ કંપનીઓ ઈન્ટરનેટ પૂરું પાડે છે.) આ માટે આપ ‘service provider’ પાસેથી ઈન્ટરનેટ કનેકશન માટેના જુદા જુદા પ્લાન સમજીને આપની જરૂરિયાત પ્રમાણેનો માસિક/વાર્ષિક પ્લાન પસંદ કરી શકો છો. દરેક મોબાઈલ સર્વિસ આપતી કંપનીના પ્લાન જુદા જુદા હોય છે, પરંતુ તેમાંથી કોઈ પણ પ્લાન પસંદ કરતી વખતે ખાસ એટલું ધ્યાનમાં રાખો કે તે ‘Third Party Software’ નો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે કે નહિ. જેમ કે Airtel કંપની ‘Airtel Live’, ‘NOP’ અને ‘Mobile Office’ – એમ ત્રણ પ્રકારે ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે, જેમાં ફક્ત ‘Mobile Office’ જ ‘Third Party Software’ નો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. આથી, ‘Mobile Office’ પ્રકારનો પ્લાન પસંદ કરવો હિતાવહ છે. આ જ પ્રમાણે Vodafone, Idea, T-mobile, Virgin Mobile, Orange, PCCW, CSL, Sprint – આપની જે સર્વિસ પૂરી પાડનાર કંપની હોય તેના ‘ગ્રાહક સંપર્ક વિભાગ’માં ફોન કરીને આપ માહિતી મેળવી શકો છો.

[3] એક સારો સેલફોન અને ઈન્ટરનેટ કનેકશન લીધા બાદ હવે આપણને જોઈશે ‘વેબ-બ્રાઉઝર’. જેવી રીતે કોમ્પ્યુટરમાં આપ ‘Internet Explorer’, ‘Firefox’ વગેરેનો વેબ-બ્રાઉઝર તરીકે ઉપયોગ કરો છો, તેવી રીતે આપના મોબાઈલને પણ એક વેબ-બ્રાઉઝરની જરૂરિયાત હોય છે. મોટેભાગે દરેક મોબાઈલ હેન્ડસેટ કંપનીના પોતાના વેબ-બ્રાઉઝર ફોનમાં ઉપલબ્ધ હોય છે જ, પરંતુ તે એક વ્યવસ્થિત વેબ-બ્રાઉઝર જેવી અનેક સગવડો ધરાવતા નથી હોતા. તે ફક્ત મર્યાદિત ઉપયોગ માટે જ હોય છે. આથી, એક નવું વેબ-બ્રાઉઝર આપના મોબાઈલમાં Install કરવું જરૂરી બને છે; જેને ‘Third Party Software Installation’ કહે છે. મોબાઈલ માટેના આ વિશેષ બ્રાઉઝરનું નામ છે : ‘OperaMini’. આ સોફટવેર આપ બે રીતે આપના મોબાઈલમાં ચાલુ કરી શકો છો. એક તો સૌપ્રથમ http://www.operamini.com/download [8] પર જાઓ અને આપના મોબાઈલ ફોનના મૉડલ નંબર પ્રમાણેનું બ્રાઉઝર આપના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લો. હવે મોબાઈલ ફોનને USB કેબલથી કોમ્પ્યુટર સાથે જોડીને ડાઉનલોડ કરેલી ફાઈલોનું એક ‘Folder’ બનાવીને મોબાઈલમાં કોપી કરો. ત્યાર બાદ મોબાઈલ ફોનને કોમ્પ્યુટરથી અલગ કરો. તે પછી ‘Operamini’ને તમારા મોબાઈલ ફોનમાં ‘Execute’ કરો. જો આપની પાસે કોમ્પ્યુટર ન હોય તો આપ ઉપરોક્ત વેબસાઈટ મોબાઈલ ફોન પરથી ખોલીને સીધું ત્યાંથી જ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકો છો. (ReadGujarati Recommands Operamini for Better Performance)

[Gujarati Language Support :]
આ સૌથી મહત્વનો મુદ્દો છે. એકવાર મોબાઈલફોનમાં ઈન્ટરનેટ કનેકશન અને વેબ-બ્રાઉઝર નાંખ્યા બાદ ગુજરાતી વાંચી શકાશે કે નહિ તેનો આધાર આપના મોબાઈલ ફોનના મૉડલ પર રહેલો છે. પરંતુ વિકસતી જતી ટેકનોલોજીનો લાભ લઈને કોઈ પણ મોબાઈલ ફોનમાં ગુજરાતી ભાષા નાંખી શકાય છે તેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે છે. આપના મોબાઈલ ફોનમાં ગુજરાતી વાંચવા માટે બે વસ્તુની જરૂરિયાત હોય છે. એક તો મોબાઈલ ફોન Unicode (UTF-8) supported હોવો જરૂરી છે (જે હોય છે જ) અને તેમાં ગુજરાતી ભાષાના ફોન્ટ હોવા જરૂરી છે.

આપના મોબાઈલ ફોનમાં ગુજરાતી ભાષા છે કે નહિ તે કેવી રીતે તપાસશો ? જો આપ Nokia Handset વાપરતા હોય તો Select Menu >> Select Settings >> Select Phone Settings >> Select Language Settings >> Select Phone Language. આટલું કર્યા બાદ આપને એક યાદી દેખાશે જે આપના ફોનમાં કઈ કઈ ભાષાઓ ઉપલબ્ધ છે તે દર્શાવે છે. જો આપ Sony Ericsson Handset નો ઉપયોગ કરતા હોય તો Select Menu >> Select Settings >> Select Language >> Select Phone Language કરીને આપ ફોનમાં આવેલી ભાષાઓ વિશે જાણી શકો છો. (ખાસ નોંધ : m.readgujarti.com મોબાઈલ પર ખોલતી વખતે જો આપને square boxes દેખાતા હોય તો તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલમાં જરૂરી ગુજરાતી ફોન્ટ ઉપલબ્ધ નથી.)

કોઈપણ મોબાઈલની આંતરિક રચના જે તે કંપનીના પ્રોડકશન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તેની પર ‘Regional Language Support’ જે તે પ્રદેશના આધારે પછીથી ઉમેરવામાં આવતો હોય છે. જેમ કે, ભારતમાંથી આપ મોબાઈલ ખરીદો તો તેની ઉપર ‘Made In China’ લખેલું હોઈ શકે, પણ તેમ છતાં ભારતમાં તે Import કરેલો હોવાથી, તેમાં તમામ ભારતીય ભાષાઓના ફોન્ટ ઉમેરવામાં આવે છે અને ત્યારપછી તે બજારમાં મૂકાય છે. આ જ સેલફોન જો મલેશિયામાં Import થયો હોત તો ત્યાં એ પ્રકારની સ્થાનિક ભાષાઓ તેમાં ઉમેરવામાં આવી હોત. આમ, જો તમે ભારતમાંથી મોબાઈલ ખરીદ્યો હોય તો તમારે કશું જ કરવાની જરૂરિયાત રહેતી નથી. આપ ઈન્ટરનેટ કનેકશન શરૂ કરીને સીધું જ રીડગુજરાતી વાંચી શકો છો. (અત્રે ઉલ્લેખનીય છે કે ઉચ્ચકક્ષાના ફોન ભારતમાંથી ખરીદ્યા હોય તેમ છતાં તેમાં ભારતીય ફોન્ટ હોતા નથી, જે તમારે Customer Care નો સંપર્ક કરીને તેમાં ઉમેરાવા પડે છે.)

આ સમગ્ર મુદ્દાને વિગતે સમજવા માટે વિશ્વના તમામ મોબાઈલને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ.

(અ) જેની ‘Java Operating System’ હોય એવા રોજિંદા વપરાશમાં વપરાતા સર્વસામાન્ય મોબાઈલ જેમ કે Nokia 3110c, Nokia 6030 વગેરે…. આ તમામ પ્રકારના મોબાઈલ જો ભારતમાંથી ખરીદવામાં આવે તો એમાં ગુજરાતી ફોન્ટ પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. પરદેશમાં ઉપયોગ કરનાર વાચક ‘Customer Care’ નો સંપર્ક કરીને આ પ્રકારના મોબાઈલમાં પોતાને મનગમતી ભાષા નંખાવી શકે છે.

(બ) બીજા પ્રકારના મોબાઈલ છે ‘Symbian Operating System’ ધરાવતા મોબાઈલ. જેવા કે Nokies N-Series, Sony Ericsson વગેરે. આ પ્રકારના મોબાઈલ સંપૂર્ણપણે બહારથી જ ‘Import’ થતા હોય છે તેથી તેમાં ભારતીય ભાષાના ફોન્ટ હોતા નથી; પરંતુ Nokia/ Sony Customer Care નો સંપર્ક કરીને આપ સરળતાથી આપને જોઈતી કોઈ પણ ભાષા તેમાં નંખાવી શકો છો. (ઘણી વાર http://nokia.co.in પરથી ‘PC Suite’ દ્વારા આપના ‘Phone Software’ ને અપડેટ કરવાથી પણ હિન્દી, ગુજરાતી ભાષા આપમેળે શરૂ થઈ જાય છે.)

(ક) ત્રીજા પ્રકારના મોબાઈલ છે ઉચ્ચકક્ષાના PDA જેવા મોબાઈલ એટલે કે જેમાં Windows CE અથવા તેવા કોઈ પ્રકારની ‘Operating system’ હોય તે. આ પ્રકારના મોબાઈલમાં વાચક જાતે જ મનગમતા ગુજરાતી ફોન્ટ ગમે ત્યારે નાંખી શકે છે. તેની માટે Customer Care નો સંપર્ક કરવાની જરૂરિયાત રહેતી નથી. Windows Mobile માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો.

Step : 1
Dowload this gujarati font : Click Here to Download
(mostly you will get this font from your PC too)

Step : 2
Copy that Unicode font to \windows\Fonts folder of PDA-Windows Mobile.

Step:3
Download PHM registry from http://www.phm.lu/products/PocketPC/RegEdit [9]
(select the “Pocket PC 2002,2003 (ARM/PXA) from the dropdown list.)

Step:4
Copy registry editor CAB file to device and install it.

Step:5
Enable font linking by adding the below registries:

• Run PHM registry editor from programs.
• Go to HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\.
• Select Microsoft, go to edit > New Key and add a new key FontLink below
HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\.
• Select FontLink and add a new key SystemLink
(HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\FontLink\SystemLink ).
• Select SystemLink and add a string value.
Value name – Tahoma
Value data – \Windows\Fonts\shruti.ttf

Again go to HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\ and add one more New Key “FontPath”.
• Select FontPath and add a string value as.

Value name – FontPath
Value data – \Windows\Fonts

Step:6
Switch off and restart your phone.

[Reading :]
આપનો મોબાઈલ ઈન્ટરનેટ અને ગુજરાતીને લગતી તમામ સુવિધાઓથી સુસજ્જ થયા બાદ, મોબાઈલમાં ‘Application’ વિભાગમાં જાઓ. ત્યાં જઈને ‘Opera Mini’ Select કરો. આ વેબ-બ્રાઉઝર શરૂ થયા બાદ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો.

[1] ‘Menu’ select કરીને ‘Enter Address’ પસંદ કરો.

[2] હવે m.readgujarati.com ટાઈપ કરીને મોબાઈલની Enter Key દબાવો અથવા તો Menu માં જઈને ‘Go To’ પસંદ કરો.

[3] આમ કરતાં રીડગુજરાતીનું પ્રથમ પાનું સ્ક્રીન પર જોઈ શકાશે. આપેલા લેખોની યાદીમાંથી જે તે લેખ વાંચવા માટે તેના શીર્ષક પર ફોક્સ લઈ જઈને તેને પસંદ કરો. આ રીતે સંપૂર્ણ લેખ આપના મોબાઈલ પર વાંચી શકાશે.

[4] લેખ પર પ્રતિભાવ લખવા માટે જે તે લેખના અંતે આવેલા ‘Comment’ વિભાગમાં જાઓ. ત્યાં ‘Name’ લખેલા ખાનામાં આપનું નામ, ‘E-mail box’ માં આપનું ઈ-મેઈલ એડ્રેસ અને ‘Comment box’ માં આપનો પ્રતિભાવ ટાઈપ કરો. (નોંધ: મોબાઈલ દ્વારા ફક્ત અંગ્રેજીમાં જ પ્રતિભાવો આપી શકાય છે.) ત્યારબાદ ‘Submit’ બટન પર ફોક્સ લઈ જઈને તેને ‘Enter Key’ દબાવો. આમ કરતાં આપનો પ્રતિભાવ રીડગુજરાતી પર તુરંત જોઈ શકાશે.

[5] નાના સ્ક્રીનવાળા મોબાઈલ પર વાંચન માટે અક્ષરો મોટા કરવા હિતાવહ છે. આ માટે ‘Menu’ માં જાઓ >> Tools માં જાઓ >> Font Size પર ફોકસ લઈ જાઓ >> ત્યાં ‘Extra Large Size’ પસંદ કરો. આ રીતે આપ સરળતાથી મોટા અક્ષરે મોબાઈલ પર વાંચી શકશો.

[6] એ જ ‘Tools Menu’ માં આપેલા ‘Full Screen Mode’ વડે આપ સાઈટને વધારે સારી રીતે મોટા સ્વરૂપે જોઈ શકો છો.

[Feedback :]
મિત્રો, આ સુવિધા અને ટેકનોલોજી બંને નવા છે; તેથી સ્વાભાવિક છે કે શરૂઆતમાં તેનો ઉપયોગ કરનારને થોડી મુશ્કેલી થઈ શકે છે. પરંતુ જેમ જેમ તેનો ઉપયોગ થતો જશે તેમ તેમ આપણને વધુ સરળ ઉકેલ સાંપડતા જશે. મોબાઈલ પર રીડગુજરાતીનો અનુભવ આપનો કેવો રહ્યો ? શું આપ આપના મોબાઈલ પર ગુજરાતી સરળતાથી વાંચી શકો છો ? – આ બાબતે Feedback [10] નો ઉપયોગ કરીને અમને આપનો અનુભવ જણાવો જેથી અમે તેમાં વધુ સુવિધાઓ ઉમેરી શકીએ.

[Credits :]
કેટલાય દિવસોના રીસર્ચ અને મહેનત પછી તૈયાર થયેલી આ મોબાઈલ સાઈટ માટે જ્યાં-જ્યાંથી જે સ્વરૂપે મદદ મળી એ માટે અમે સૌના આભારી છીએ.

[1] Jan weinschenker, જર્મનીનો એક કૉલેજીયન યુવાન કે જેની મદદ વગર આ સુવિધા શક્ય ન બની હોત. કોઈ પણ જાતની ઓળખાણ કે પરિચય વિના સતત ઈ-મેઈલ સંપર્ક વડે પ્રોગ્રામિંગની તમામ બાબતો માટે ઉપયોગી થવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. (http://www.weinschenker.name/)

[2] Milorad , મૅલબોર્ન (ઓસ્ટ્રેલિયા)માં રહેતા એક પ્રોગ્રામર કે જેમની અદ્દભુત યુક્તિ વડે રીડગુજરાતી મોબાઈલનું એકદમ Light Version બનાવવું શક્ય બન્યું. (http://www.ivovic.net/)

[3] Alex King, કૉલોરડો (અમેરિકા) કે જેમના ‘Plug-in’ વડે રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિની ડિઝાઈન શક્ય બની. (http://alexking.org)

[4] http://www.nokia.co.in/support અને ‘Nokia Customer Care’ કે જેમની મદદથી ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારના મોબાઈલ પર ક્યા પ્રકારના ફોન્ટની આવશ્યકતા છે તેની વિશેષ જાણકારી મળી.

[5] http://studiohyperset.wordpress.com , Studio Hyperset Inc.,USA for their powerful ‘Redirection’ script.

[6] http://www.oneindia.mobi, ભારત. ભારતીય ભાષા મોબાઈલમાં Install કરવા માટેના તેમના માર્ગદર્શન માટે.

નોંધ : રીડગુજરાતી મોબાઈલ આવૃત્તિની આ માર્ગદર્શિકા આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો : Click Here for ReadGujarati Mobile Edition Users Manual [11] . જેમ જેમ આ સુવિધાનો વપરાશ અને સૂચનો પ્રાપ્ત થતા જશે તેમ તેમ ‘Mobile Edition’ માં વધુ સગવડો ઉમેરવામાં આવશે. (આજે માત્ર એક જ લેખ આપવામાં આવ્યો છે જેની નોંધ લેશો.)