વહાલપ – હેમંત દેસાઈ

વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ
દરિયાની ભરતી શી વ્યાકુળ થઈ છલકાતી
……દુનિયાની સીમ મહીં એની સુગંધ !
……વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ !

ગમતાને ગોઠવાનું ગોઠે ત્યાં ગમવાનું
ફૂલપણું ફેલાવ્યે જાવું,
દૂરની અદીઠ કોઈ ડાળીએથી કોકિલનો
વન ભરતો કંઠ બની ગાવું;
કેફ કરે આસમાની-કેસરિયા તોય એને
…….ઊડતા ગુલાલના લાલથી સંબંધ !
…….વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ

ડાળ વિના ખીલનારું; માળ વિના ઝૂલનારું
ફૂલ એને અવકાશી થાવું,
વન વનને ઠેકીને હરણાંની જેમ એને
નીતરાં સરજલમાં જઈ ન્હાવું;
નેણ કશાં તેજીલાં નજરું મરમાળ તોય
…….વરસે ત્યાં વર્ષોનું આભ જાણે અંધ !
…….વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઢોસાના સ્મરણોનું ખંડકાવ્ય – સ્નેહલ ન. મુઝુમદાર
દિલોજાન દોસ્તી ! – પ્રણવ કારિયા Next »   

15 પ્રતિભાવો : વહાલપ – હેમંત દેસાઈ

 1. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 2. શબ્દ વિના બોલનારું; પાંખ વીના ઉડનારું
  સ્મિત એને મધમીઠું થાવું,
  જન જનના હૈયામાં સ્પંદનો જગાડી એને
  જન ગણ મન પ્રેમગીત ગાવું;
  કોઈ એને તરછોડી હાંકીને કાઢે તોય
  …….ફરી ફરી છેડે એનો સુરિલો છંદ !
  …….વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ !

 3. pragnaju says:

  ગમતાને ગોઠવાનું ગોઠે ત્યાં ગમવાનું
  ફૂલપણું ફેલાવ્યે જાવું,
  દૂરની અદીઠ કોઈ ડાળીએથી કોકિલનો
  વન ભરતો કંઠ બની ગાવું;
  કેફ કરે આસમાની-કેસરિયા તોય એને
  …….ઊડતા ગુલાલના લાલથી સંબંધ !
  …….વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ
  વાહ સુંદર પંક્તીઓ

 4. Vital Patel says:

  ડાળ વિના ખીલનારું; માળ વિના ઝૂલનારું
  ફૂલ એને અવકાશી થાવું,
  વન વનને ઠેકીને હરણાંની જેમ એને
  નીતરાં સરજલમાં જઈ ન્હાવું
  ખૂબ ખૂબ ગમ્યું

  વિતલ પટેલ

 5. Ashish Dave says:

  Simply superb…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.