અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે

[પ્રસ્તુત હાસ્ય-લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?

એ ‘મહાન વ્યક્તિ’ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે ! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ ! આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતી’, પણ આપણે માત્ર વેપારી જ નથી વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતી, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે. વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું !! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને. મનીમાઈન્ડેડ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ ?!!’)

આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે. આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે. (ઓ…કખે… ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ…. હું છું… ત..મા…રો…. દો…સ્ત… ઍન્ડ… હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડ તમે લિસન કરી રહ્યા છો…. રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ… રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા (!) અને ફરાળી પિઝા (!!!) મળે છે ! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે ! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.

ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ. ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં, પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ !)

આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને ! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં. વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ….ક્રિકેટ…. અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે ‘અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ !’ વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ !)

દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં, ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ !)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક-ટુ વ્હીલર અને બીજો-મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે તો એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ… કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ…. ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા નથી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો ? બરાબરને ભઈ ?)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિલોજાન દોસ્તી ! – પ્રણવ કારિયા
રૂપિયાની કદર – કૃષ્ણકાંત ઉનડકટ Next »   

72 પ્રતિભાવો : અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે

 1. Malay says:

  વાહ વાહ, વ્યાજસ્તુતિ અલન્કાર સાથે ગુજરાતિ ઓ ના સાચા વખાન પન વાન્ચવામા મઝા આવિ.
  I thing the end justifies everything.

 2. કલ્પેશ says:

  કટાક્ષ સાથે ઘણી વાતો કહી દિધી.

 3. nayan panchal says:

  સરસ લેખ. વિનયભાઈએ ગીતલેખકની સાથે આટલા સુંદર હાસ્ય લેખો પણ લખે છે તે આજે ખબર પડી.

  નયન

 4. વિનયભૈ, મજા પડી ગૈ

 5. Moxesh Shah says:

  Superb….
  Deep Observations of our characteristics and excellent explanation.
  Well balanced and humurous article.

 6. ખુબ્બ જ મજાનો લેખ …

  જલ્સો પડી ગ્યો … !!! 😀

 7. shruti says:

  really good article…
  small n minute observation of gujrati styles..
  good one
  shruti

 8. Sarika Patel says:

  Vinaybhai khubaj saras lekha aapva badal Abhar.

  Maja Avi gai.

  Sarika

 9. Maharshi says:

  હા, હોં ભાઈ !

 10. Jitendra Kothari says:

  વાહ …!! મજ્જા પડિ ગઇ. I like હાસ્ય લેખ્.

 11. Nirali says:

  Proud to be a Gujju..
  હવે ગુજરાતીમાં સાંભળ

  ગુ :- ગુચવી નાખે તેવા
  જ :- જબ્બર માઈન્ડ વાળા
  રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
  તી :- તીર જેવા ધારદાર.

  આ બધી જ વસ્તુઓ માત્ર એકજ કાષ્ટમાં જોવા મળે છે આને કહેવાય original ગુજરાતીઓ. ………………………..

 12. ઍટલે જ ગુજરાતી ને વ્હેપારી કહ્યા છે ,
  મજા કરાવી..
  આભાર

 13. ALKABHATT says:

  આનન્દ થયો.

 14. કેયુર says:

  ખુબ મજા પડી ગઈ.

  ગુજરાતી હોવાનો ગર્વ હોવો જ જોઇએ.

  ખરેખર જલ્સા પડી ગયા, લેખ વાંચી ને.
  કેયુર્

 15. Indian says:

  બહુ જ સ્રરસ્…

 16. ખૂબ મજા પડી હોં ભઈ!

 17. ઈન્દ્રેશ વદન says:

  ગજબ નો લેખ. જબરું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યુ છે.

  લખવાની style પણ સારી છે.

 18. Hetal says:

  Me too proud to be gujarati!
  maja avi

 19. રેખા સિંધલ says:

  એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે. વાહ ભાઈ, અવગુણનેય ગુણમાં ફેરવી નાખી હસવામાં લઈ લે તે ગુજરાતી માટે ગર્વ તો થાય જ છે. અને ગુજરાતી હોવાનો ગર્વ વધી જાય એવો લેખ છે. મજાની વાનગી પીરસી હસાવવા માટે મૃગેશભાઈ અને વિનય દવે નો આભાર !

 20. “અમે તો ભઈ ગુજરાતી – વિનય દવે” ધન્યવાદ ખુબ સરશ વ્યન્ગ સાથે ગુઢ વતો કહિ દિધે છે… તમારિ વાત ખુબ સાચિ છે. અને મને તો ખુબ પ્રસ્નતા થૈ છે. ફરિવાર ધન્યવાદ…
  જૈ જૈ ગરવિ ગુજરાત

 21. Payal says:

  મજા પડી ગઇ….

  Office માં Lunch માં વાંચતા વાંચતા હસવા માંડી અને Boss પૂછે છે કે આને શું થઇ ગયું??

 22. tarang says:

  મજા આવી ગઈ.

 23. Ankita says:

  ઘણુ સરસ છે. વાચવાની મજા આવિ.

 24. PAMAKA says:

  FIR BHI MERA GUJARAT MAHAN

 25. tejal tithalia says:

  સુન્દર્,

  ખુબ મજ નો લેખ્….

  મજા પડી ગઈ અને સાથે ગર્વ પણ થયો અન્તિમ લીટી વાચીને………..

 26. Niraj says:

  મજો મજો…

 27. Jinal says:

  એક્દમ સાચિ પણ મજાની વાત હો ભઈ!!!
  Fantabulous…

 28. mukesh Patel says:

  ગુજરાતી ઍટ્લે ગુજરાતી. સરસ લેખ્.ધન્યવાદ

 29. Vinod Patel says:

  I enjoyed this article. I want to add one more aspects of gujarati- That we gujaratis do not have abilities to differentiate pakhandi religious gurus from true genuine gurus. We worship everything and anything. Therefore, wherever gujaratis live, you will find gurus.

 30. trupti says:

  We all should be proud to be an GUJARATI. Recently lot of thigns are going on in Mumbai about the immegrants to Maharashtra from various other parts of India spacially from North. There was a time when Bal Thakarey was after Gujrati community in Maharashtra particularly in Mumbai, but he realised that Mumbai is NOTHING without Gujratis. It is mentioned in the article that if Gujaratis stops travelling most of the travelling agents will have to shut down their business, the same is applicable to Hotel and Reasturant industries alos. Most of the resturant business is florisihng only because of Gujratis and we are the only community who is found of eating variety of food and most of the resturant are always full because of Gujarati customers.
  It is easy to talk but diffcult to work, but Gujaratis talks as well as work also and the living ex. is Latur in Maharashtra and Bhuj in Gujarat-Kutch. The natural calamity hit the Latur many years ago but it is still in the shocked situation as the people are waiting for the Govt. aid for redevelopement of the villgae, where as the devasting earthquack heat the Bhuj and within no time Bhuj is standing on its own feet!!. That is only because we Gujaratis have courage to bear the loss and ability to fight against any odd situation in life and do not cry over the splited milk.

  It is always Gujaratis who come forward to help any community when the natural clamity heats any part of the country, we are the first people to collects the donations and send the same to the needy people who are affected by the calamity.
  No one can beat Gujaratis.
  EK KAVI A SACHHEJ KHAYU CHE:

  ‘JYA JYA VASE EK GURATI TYA TYA VASE EK GUJRAT’
  Recently I was on holiday trip to the USA, and I was amased to see the No. of Gujratis in America, specially in Chicago, New York and New Jersy. While movinf in New Jersy I did not even felt for a moment that I was out of India.

  Bravo Gujratis are the BEST.

 31. pragnaju says:

  આટલા સ્વસ્થ હાસ્ય લેખ બદલ ધન્યવાદ્

 32. Mitali says:

  Very funny and truthful article. Everything is so true about gujarati. I specifically agree with the mixing up english and gujarati language because I recenlty have people moved in my house from gujarat and it made me laugh how they speack gujarati with mixed up english and think that they are so smart just because they know few word of english. Well, if it were to be younger people i wouldn’t laugh thinking that they are trying to learn enlgish and settled down here in USA but this are 60+ years adults who are so crazy about talking in english. LOL. I have never been to india but after reading all this I feel like to go and observe this things. But no matter what gujju are always very proud to be gujju no matter which part of the world they are in.

 33. anu says:

  વિનય ભાઈ, મજા આવિ ગઈ. તમે સાચેજ ખુબ ઝેીનિ દ્રશહ્તિ થિ ગુજરાતિ ને જોયા . અગાશિ વારિ વાતે તો મને મારેી અગાશિ મા પહોચાદિ દિધિ. મારા બાલપન મા. આભાર.હસિ પન બહુ. વિેદેશ મા પન ગુજરાત યાદ આવ્યઉ.

 34. Sahil says:

  ઘણો સુંદર લેખ

 35. Jagdish says:

  વાહ ભાઈ ! મઝા આવી ગઈ.

 36. વાહ વાહ

  બહુ સરસ

 37. Rajiv Trivedi says:

  Hi Vinayabhai,

  Excellent,,Bravo…What a marvalous observation & written in very funny way!!! Hats off!!! Caongratulation……

  I am at Toronto Canada away from homeland but still I never forget all about Ahmedabad, our Gujarati people, going for Masala/Paan, eating hawker’s bhel, paanipuri, talking on mobile, cricket, share market, eating Ganthiyaa, Bhajiya & so on… Truely Gujaratis are adventurious, wherever they go they make Mini Gujarat. Here also I found Canada becoming Gujarat soon…..

  Again Congratulation & giving us such a light funny moment from all tensions….

  Rajiv Trivedi
  rajiv2856@yahoo.ca
  Toronto-Canada

 38. Nehal Mevada says:

  ખુબ જ સરસ લેખ છે… મજ્જા પડી ગઈ…

 39. dilip v shah BARODA says:

  DEAR, ASHISH, nice article to read,enjoy,happy, send always such kind of article

 40. Jigna says:

  It’s really very good, nice, and funny.
  “Jai Jai Garvi Gujarat”.
  Thanks.

 41. Ashish Dave says:

  Hilarious…

  Proud to be a “Maha Jati —- Gujarati”

  Ashish Dave
  Sunnyvale, California

 42. Vijay Shah says:

  દરેક ગુજરતિ ના દિલ ની વાત કરી બાપુ.
  ખુબ જ સરસ અને દિલચસ્પ લેખ લખ્ય તમે તો…..

 43. DINESH says:

  good vinay dave i hear your sanedo in my i pod really today very fine basic trippical gujarati people nature study pl.send to all our friends
  drpatel

 44. સુંદર કટાક્ષલેખ…

  પોતાની જ (ગુજરાતીની) જાત પર આવો કટાક્ષ તો એક ગુજરાતી જ કરી હકે, હોં ભઈ ! 🙂

 45. Pranav says:

  Nice….

  I like very much.

  Every gujrati has to read once.

 46. જીજ્ઞેશ ખંભાયતા says:

  perfect observation about Gujarat and ofcourse Gujarati

 47. AGAMKUMAR says:

  ઘનો સરો લેખ ગુજરત નિ યાદ અવ્વિ ગૈ

 48. aziz ali says:

  વાહ ભાઇ બવ સારો લેખ

 49. deepa says:

  very nice article. make my day. i am proud to be gujarati/ indian. keep it up.

 50. Nemil says:

  khub j saras lekh hato mane mara relative a US thi mail karelo

  really nice one.

 51. Vasudev Trivedi says:

  I read the article with deep interest. It is full of humor about Gujaratis. It is true that wherever we go, we take our old traditions with us. Gujaratis are adventerous and they prosper wherever they in the corner of the glob. I enjoyed the article. Congratulations. Thanks.

 52. Naimisha says:

  બહુ મજા આવિ. થેન્ક્યુ
  સાથે સાથે નિચ્હેનિ વાત પન યાદ આવિ.
  Enjoy..

  One day many years ago at a school in South London a teacher said to the class of 5-year-olds, “I’ll give $20 to the child who can tell me who was the most respected man,whom people consider God, who ever lived.”

  An Irish boy put his hand up and said, “It was St. Patrick.” The teacher said, “Sorry Alan, that’s not correct.”

  Then a Scottish boy put his hand up and said, “It was St. Andrew.” The teacher replied, “I’m sorry, Hamish, that’s not right either.

  Finally, a Gujarati boy raised his hand and said, “It was Jesus Christ.” The teacher said, “That’s absolutely right, Jayant, come up here and I’ll give you the $20.”

  As the teacher was giving Jayant his money, she said, “You know Jayant, since you are Gujarati, I was very surprised you said Jesus Christ.” Jayant replied, “Yes, in my heart I knew it was Lord Krishna, but business is business!”

 53. Anil Jani says:

  ગર્વ રહે કે હુ ગુજરાતિ.
  સારિ સમજ હોય તો જ સમજાય.

 54. Bharat Shah says:

  આનુ નામ જ ગુજ્ર્ર્ર્ર્રાતિ !!!

 55. ગુજરાતીઓ ના બાવાઓના વરગણના દુગૃણ પ્રત્યે કોઈ પ્રકાશ પાડ્યો હોત તો મજા પડી જાત..એમાંય પાછા બિન-ગુજરાતી બાવાઓ..

  ગુજરાતીઓના લગભગ બધા જ બાવાઓ બિન-ગુજરાતીઓ છે જે વષોથી ઉધઈની જેમ આપણને ફોલી ખાય છે..આપણા પૈસે આશ્રમો માં લહેર કરે છે.

 56. taxashila says:

  excellent.”
  jyajya vase gujarati tya sada kal gujarat”.

  this article is really very nice.i really enjoyed.

 57. PATEL DILIP says:

  આ લેખ વાચવાનિ ખુબજ મજા પડિ

 58. vaishnav priti says:

  વાચવાનિ માજા આવિ ગઈ.

 59. Jolin says:

  આજે એક વાત નો તો વિશ્વાસ થઈ ગયો ક આપનુ ગુજરાત એતલે આગવુ ગુજરાત.

  Sachu j kidhu che …Jya Jya vase gujarati tya sada kal gujarat…

  Aa type karti akhte pan i feel k keyboard Guj ma hot to pan hu aatlu zadap thi guj type na kari shakat jetlu speed ma English type karu chu.. 🙂

  I am living in Hyderabad….my room mates are from diff states….
  pan aa badha ma koi sauthi vadhhare bolka and maltavada svabhav vala hoy to e aapde Gujjus….

  i can assure k koi pan bechlor house ma jo ek gujarati hashe to enu pat name among thm ‘Gujju’ j hashe… 🙂

  Are gujju yahan ana, gujju ye kar de..
  how proud I feel when i am know by my state’s name ..:)

  Jai Jai Garvi Gujarat..

  Jya Jya vase Gujarati tya tya sada kal Gujarat…

  Janani and Janmabhumi swarg thi pan mahan che
  (I used to read this on AMTS buses ….now I know the meaning….)

 60. Priyanka says:

  are bhai, hu to gujarat ni bahar lagna karine aavi chhu ane maharstraian family ma settle thai chhu pan Gujarati hovano garv chhe, ane ava lekh vanchi ne sher lohi vadhe chhe..!!!! Very nice article indeed!

 61. CHIRAG says:

  કદાચ પહેલો ખરાબ પ્રતિભાવ. …. આપ્ને ત્યાન ઘણા સરસ હાસ્ય લેખક છે. Had it not been language barrier, they would have been world famous like Barnard shaw and others. For example, જ્યોતિન્દ્ર દવે,બ્(almost પુજ્ય),ધનસુખ મેહતા, બકુલભાઇ( Bakul Tripathi), Vinod Bhatt, Tarak Mehta and all like that.It seems that no body has read those.

  Even if we say this is ‘Hasyalekha’, the language is highly derogatory. Vyang / કટાક્ષ is different. At least literary this article is બક્વાસ. If somebody really wants to see the details of observation and the command on language, pls. read all above Genious. And if Mr. Vinod Dave is humble enough, not to be comared with those Legends, at least control on ‘language’ is must from any Lekhak.

  Sorry Mr. Vinod Dave, but pls. improve the taste at least ! At least Read Ashokbhai Dave, if not Jyotindra Dave.

 62. bhadresh gandhi says:

  સરસ લેખ, મઝા આવી ગઈ.

 63. Gayatri says:

  ama kidhe li badhi j vato akdam sachi j che.. ane akho lekh vacho tya suthi tamara moh par thi hasy jatu nathi. its were good i me so happy . thanks

 64. Nilesh Bhatt says:

  શ્રીમાન વિનોદ ને વાંચવાનો મારો પહેલો અનુભવ. આ લેખ મા મારા મનમાં રહેલી કેટલીક વાતો લખાઈ છે. હા કદાચ હાસ્યના સ્વરૂપ મા પણ લખાઈ છે. આ લેખ વિશે મારો અભિપ્રાય એ અન્ય લેખ થઈ જશે. તો પણ શક્ય એટલા નાના સ્વરૂપ માં મારી વાત લખવાનો પ્રયત્ન કરૂ છુ.

  ૧. આપણી વ્યાપારીક સુઝબુદ્ધિ અસિમ છે આ વાત નુ ગૌરવ હોવુ જોઈએ.
  ૨. કોઈ પણ જગ્યાએ આપણું અસ્તિત્વ, આ વાત નાની નથી. આ હકીકત કોઈ પણ પરિસ્થિતિ સામે જજુમવાની ક્ષમતા ને વાજબી પરિવર્તન સ્વિકારી શકવાની ક્ષમતા એ ગુણોની સાબિતિ છે. આ વાત પ્રત્યક્ષ રીતે લેખ મા રજુ નથી થઈ એટ્લે અહીં લખાવું આવશ્યક લાગ્યુ.
  ૩. food love: કેટકેટલા પ્રકાર ના ખોરાકો નુ “ગુજરાતીકરણ”. આ શબ્દ ને હું વધુ બ્રુહદ બનાવા માંગુ છુ. localization કે “પ્રાદેશિકરણ”. મેક્ડોનાલ્ડ્સ જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થા પણ આ કરે છે. “આલુટિક્કિ” જે આપણા ભારતીય આઉટલેટ મા ખુબ ખવાય છે એ દુનીયાના કોઈ છેડે મેક્ડોનાલ્ડ્સ મા નથી મળતું. તો આ વાત તો સ્વિકાર્ય્ જ નહિ પણ વખાણવા લાયક પણ છે. જરુર છે ખોરાક ને વધુ સ્વાસ્થવર્ધક બનાવવાની. તેલ ને ઘી ના વાજબી ઊપયોગ આવકારવા લાયક છે. પણ આ જ તો પ્રાદેશીક ભિન્નતા છે. પંજાબ મા માખણ તો બંગાળ મા મીઠી વાનગીઓ, દક્ષિણ મા ભાત ને કોપરેલ તેલ. આ જ તો ભિન્નતા છે.
  ૪. અંગ્રેજીઃ આહા.! આ વાત વિશે તો ઘણા લેખો લખાયા છે ને એમાના કેટલાક તો readgujarati.com પર પણ છે. અને આ લેખો પર મે પોતાના પ્રતિભાવો પણ રજુ કર્યા છે. સારાંશ કહુ તો ગુજરાતી કે અંગ્રેજી એવુ નહી પણ ગુજરાતી અને અંગ્રેજી. કહેવાનો મતલબ એ કે બંને ભાષાઓ શીખવા યોગ્ય છે. ગુજરાતી માત્રુભાષા હોવાથી ને અંગ્રેજી જરુરીયાત હોવાથી. એ સિવાય પણ કારણો હોઈ શકે. હા, પણ બંને ભાષાઓ સ્વતંત્ર રીતે બોલાવી જોઈએ..! વાસ્તવિક આવશ્યકતા છે સાચુ ને સારુ ભાષાકીય ગ્યાન (Gna doesn’t work for me, IE7) મેળવવાની. આપણે ત્યાં ગુજરાતી માધ્યમ માં શીખવાડવામાં આવતુ અંગ્રેજી ઘણુ સુધારવા લાયક છે. ખાસ કરીને અંગ્રેજી બોલી (spoken english).
  ૫. શારીરિક સ્વાસ્થ્ય બાબતે આપણે હરણફાળ ભરવાની બાકી છે. જ્યારે આપણે વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતું સ્થાન ધરાવીએ છીએ ત્યારે લશ્કર મા આપણું અસ્તિત્વ અવગણ્ય છે. આ બાબતે આપણે ઘણુ કરી શકીએ એમ છીએ. કસરત વિશે આપણી ઉપેક્ષા બાબતે લેખક ની રજુઆત કડવી છતા વાસ્તવિક છે.
  ૬. ડ્રેસીંગ વિશે કહુ તો આપણા વસ્ત્રો વિશે મને માન છે. આપણી ૨૦ વર્ષ ની દિકરી ભલે ગમે તેટલી ભણેલી હોય ને ગમે તેટલા આધુનિક પોષાક પહેરતી હોય તેમ છતાં જ્યારે કોઈ પ્રસંગ પર એ જ દિકરી સાડી પહેરે ત્યારે મારી નજર મુજબ એનુ સૌંદર્ય કઈંક વિશેષ જ હોય છે. એમા શિલ, ચારિત્ર્ય ને પવિત્રતા બધુ એક જ સાથે વહેતું હોય એવુ મને લાગે છે. તો આ બાબતે મારા મંતવ્ય મુજબ પોશાક એ ચર્ચા નો વિષય નથી.
  ૭. ભણતર વિશે મારો મત મહદઅંશે લેખક સાથે જ છે. હજુ એક સામાજીક ક્રાંતી ની જરૂરીયાત છે. ગુજરાત મા કલા ના કદરદાનો તો કેટ્લાય છે ને કલા પણ ઠૂંસી-ઠૂંસી ને ભરી છે. પણ આ કલાનો યોગ્ય વિકાસ થતો હજુ નથી દેખાતો. આ વિશય સોચનીય છે.
  ૮. આશાવાદ વિશે લેખકે થોડા ખુલાસાઓ કર્યાં છે તો થોડો ઉમેરો હું પણ કરૂ. આજના યુગમા જ્યારે બહુરાષ્ટિય સંસ્થાઓ પોતાના કાર્યકરો ને “positive thinking” વિશે મોટા મોટા સેમીનાર અપાવે છે ત્યારે જો આ આશાવાદ ગુજરાતીઓ મા હોય તો એ સ્તુત્ય ગુણ છે. મારા માનવા મુજબ મોટાભાગ ના પ્રશ્નો નુ કારણ કે નીરાકરણ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધન કે સાદા શબ્દો મા રૂપિયા હોય છે. ને ગુજરાત સંપત્તિવાન પ્રદેશ છે. ઊપરાંત ગુણોની સંપત્તિ તો આપણા ગુજરાતીઓ મા ઈશ્વરદત્ત છે. કદાચ એટ્લે જ આપણે આશાવાદી છીએ.

  લેખક નો એક સુંદર લેખ બદલ આભારી છું. લેખકે ઘણા ઊંડાણમાં વિચારવા નો મોકો આપ્યો. પણ લેખક નો સ્પષ્ટ મત જાણી ના શક્યો. લેખક વિનોદના નામે આ બધી વાતો મા સુધાર ઈચ્છે છે કે પછી લેખક ને આ બધી વાતો સ્વિકાર્ય છે ને માત્ર એક નિરૂપણ રૂપે અહીં મુકી છે?

  ઉપર એક પ્રતિભાવ નકારાત્મક પણ છે. આ વાત સાથે હું સંમત નથી. હા એટલું જરૂર કહીશ કે લેખક નુ મંતવ્ય સ્પષ્ટ થયુ હોત તો વધુ સારી રીતે સમજી શકાયું હોત.

  બહુ જ સરસ લેખ. લેખક ના હ્ર્દય મા ખુદ એક ગુજરાત જ છે એ એમના લેખ પરથી સ્પષ્ટ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.