સત્યઘટનાની સત્ય વાત – કૃષ્ણકાંત ઉનડકટ
[પરમદિવસે આપણે ‘રૂપિયાની કદર’ માં એક સત્યઘટનાને વાર્તા સ્વરૂપે માણી. આજે એ વાર્તા પાછળ રહેલી સત્યઘટનાની સત્ય વાતને તેના મૂળ સ્વરૂપે માણીએ. – તંત્રી]
આ એક હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાર્તા છે. મુંબઈ અને સુરતમાં રહેણાંક ધરાવતાં અબજોપતિ ઉદ્યોગપતિ 58 વર્ષીય ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઉર્ફે ગોવિંદ ભગત વર્ષે એક હજાર કરોડનું ટર્ન ઓવર કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક છે. ગોવિંદભાઈની ડાયમંડ ફેક્ટરીઓમાં પાંચ હજારથી વધુ લોકો કામ કરે છે. ગોવિંદભાઈનો 21 વર્ષનો એકનો એક પુત્ર શ્રેયાંશ અત્યારે મુંબઈમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે.
વાસ્તવિકતાનું ભાન, રૂપિયાની કદર અને માણસાઈની સમજ મળે એટલા માટે ગોવિંદભાઈએ તેના પુત્ર શ્રેયાંશને ખાલી ખિસ્સે એક મહિના માટે અજાણ્યા શહેરમાં નસીબ અજમાવવા મોકલ્યો હતો. ગોવિંદભાઈની ઈચ્છા હતી કે તેનો પુત્ર અબજોનો ડાયમંડ ઉદ્યોગ સંભાળે એ પહેલાં તેને જિંદગીની સાચી સમજ મળે. ગોવિંદભાઈએ માત્ર પોતાના પુત્ર શ્રેયાંશને જ નહીં પરંતુ પોતાના પરિવારનાં અન્ય ચાર સંતાનો અક્ષય અરજણભાઈ ધોળકિયા, મિતેષ મનજીભાઈ ભાતિયા, નીરવ દિનેશભાઈ નારોલા અને બ્રિજેશ વિજયભાઈ નારોલાને પણ આ જ રીતે અજાણી જગ્યાએ ઓળખ છુપાવી અનુભવો મેળવવા મોકલ્યા હતા.
શ્રેયાંશ હૈદરાબાદ, અક્ષય બેંગ્લોર, નીરવ જયપુર, બ્રિજેશ ઈંદોર અને મિતેષ ચંદીગઢ ખાતે એક મહિનો કામ કરવા ગયા. આ વાર્તા આ પાંચેય યુવાનોના અનુભવનો નિચોડ છે. ઘરેથી રવાના થયા ત્યારે તેમને ખર્ચ પેટે સાત હજાર અપાયા હતા. જરૂર પડે તો જ તેમાંથી ખર્ચ કરવાનો. અલબત્ત, કોઈ ઈમરજન્સી ઊભી થાય અને રૂપિયાની જરૂર પડે તો કામ લાગે એ માટે મોટાં બેલેન્સવાળાં ક્રેડિટ કાર્ડ પણ અપાયાં હતાં. આ પાંચેયમાંથી એકેય યુવાને આ ક્રેડિટ કાર્ડ તો વાપર્યું જ નહોતું. સાત હજારમાંથી પણ ઘણા રૂપિયા બચાવ્યા હતા. આ પાંચેય યુવાનો માટે એવી પણ શરત હતી કે કોઈ જગ્યાએ એક અઠવાડિયાથી વધુ કામ નહીં કરવાનું. તમામે રોજ રાતે પોતાના અનુભવો ડાયરીમાં લખવાના. આ પાંચેય યુવાનો આવા અનોખા પ્રયોગ માટે ગયા છે તેના વિશે ગોવિંદભાઈ સહિત ઘરના ચાર વડીલો સિવાય કોઈને ખબર નહોતી. પરિવારમાં બધાને એવું જ કહેવાયું હતું કે છોકરાંવ ફરવા ગયા છે. એક મહિનામાં આ પાંચેય યુવાનોને ઘણા સારા-નરસા અનુભવો થયા. તેમાંથી થોડાક કિસ્સાઓ આ વાર્તામાં ટાંક્યા છે.
પાંચેય યુવાનો કરોડપતિનાં સંતાનો હતાં. તેમને કંઈ થઈ જાય તો ? કોઈ અપહરણ કરી જાય તો ? પાંચેય ક્ષેમકુશળ છે તે જાણવા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે રોજ રાત્રે મુંબઈમાં એક કઝિનને પાંચેય ફોન કરશે અને આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ આપશે. રોજ એક ફોન સિવાય પરિવારના કોઈ જ વ્યક્તિનો સંપર્ક કરવાની મનાઈ હતી. પાંચેયના મોબાઈલ પણ લઈ લેવાયા હતા. રોજ એસ.ટી.ડી બૂથ પરથી એક ફોન કરીને સમાચાર આપી દેવાના. ગોવિંદભાઈ કહે છે કે પાંચેયમાંથી કોઈએ એક શરતનો પણ ભંગ કર્યો નહોતો. ઊલટું બધા મહિને દહાડે ચાર-પાંચ હજાર કમાઈને લાવ્યા હતા. આ પાંચેય યુવાનોએ જ્યાં જ્યાં કામ કર્યું હતું ત્યાં જઈને પરિવારજનોએ તેમનો આભાર માન્યો. તમામને સાચી વાત કરી. ગોવિંદભાઈ કહે છે કે અમારી વાત સાંભળી લગભગ તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. ધોળકિયા પરિવારે એ તમામને પાંચથી માંડીને પચાસ હજાર સુધીની કિંમતની ગિફ્ટ પણ આપી હતી. હૈદરાબાદમાં શ્રેયાંશ ઈન્દુબહેન નામની એક મહિલાના ઘરે રહીને જમતો હતો. ઈન્દુબહેને શ્રેયાંશનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. 35 હજારની હીરાની બુટ્ટી જ્યારે ઈન્દુબહેનને ભેટ આપી ત્યારે તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. ઈન્દુબહેન સાથે અત્યારે ધોળકિયા પરિવારને પારિવારિક સંબંધો છે. ઈન્દુબહેનનો પુત્ર અત્યારે ગોવિંદભાઈની મુંબઈમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં જોબ કરે છે.
શ્રેયાંશ કહે છે કે આ એક મહિનામાં અમને એવું શીખવા મળ્યું કે સંજોગો અને પરિસ્થિતિ ગમે તેવી હોય, હિંમત હારવી નહીં. માણસની સાથે માણસની જેમ પેશ આવવું ભલે સામેનો માણસ અમીર હોય કે ગરીબ. હું અત્યારે એમ.બી.એ.નું ભણું છું, પણ આ એક મહિનામાં જે લેસન શીખવા મળ્યાં તે મારા કોઈ પુસ્તકમાં નથી. હું નસીબદાર છું કે મને આવા પિતા અને પરિવારજનો મળ્યા. અને હા, હું ખાતરી આપું છું કે ભવિષ્યમાં મારા સંતાનોને પણ આવી જ રીતે કામ કરવા મોકલીશ. ઈટ્સ અ ગ્રેટ ટ્રેનિંગ. મારું ચાલે તો એમ.બી.એ.ના અભ્યાસમાં આવી પ્રેક્ટિકલ રિયાલિટીનું એક સેમેસ્ટર ઉમેરી દઉં. માણસાઈ જ જિંદગીમાં મહત્વની છે, સંપત્તિ નહીં. માણસાઈના પાઠ તો જિંદગીના અનુભવોમાંથી જ મળે. એ મહિનો અમારી જિંદગીનો એક એવો હિસ્સો છે જેને અમે આખી જિંદગી જતનપૂર્વક જીવીશું.
Print This Article
·
Save this article As PDF
પ્રેરણાદાયક લેખ.
ખરેખર આવા અનુભવનુ ભાથુ એક વાર બંધાઈ જાય તો તે આખી જિદંગી કામ લાગે. ગમે તેવી પરિસ્થિતીમાં માણસને ટકી જવાનુ મનોબળ પૂરુ પાડે.
નયન
ઝવેરી -બાપ, કાચા પથ્થરમાઁથી હીરા -દીકરાને ઘડે એવું પહેલીવાર જાણ્યુઁ, એ પરિવારને અભિનઁદન
Unbelievable.. !! Hats off to the father-son duo. Thanks Krushnakant bhai for bringing up such an inspirational fact..
There are only few men who can become real father, It is easy to be dady but not father, this is great example, This experience would definately bring more understanding and satisfaction in life, Very impressive. I hope to do same with my kids and make them understand value of every single $, and as well understand the real people, real problems.
વાહ, જિન્દગિ મ રુપિયા ખુબજ જરુરિ ચ્હે પન માત્ર રુપયા જ જરુરિ નથિ.
માણસાઈ જ જિંદગીમાં મહત્વની છે, સંપત્તિ નહીં.અબજોપતિ હોવ ચતા જેમ્ન પગ ધરતિ પર ચેી અએવા એ પરિવારને અભિનઁદન
અદૃભુત , ખરેખર આજ ખરા અર્થમા કેળવણી છે.
મજાની વાત ….
ડાયમન્ડ માર્કેટના અબજોપતિ ગોવિંદજીભાઈની છોકરાઓને એક મહિનાના અજ્ઞાતવાસ પર મોકલાવીને જીવનના પાઠ શિખવાડવાની અદ્-ભુત રીત જાણીને આનંદ થયો.
આ સત્યઘટનામાં કલ્પનાના રંગો પુરીને એક જોરદાર વાર્તા લખી શકાય…
બહુજ સુન્દર ચે. very nice inspirator
આવા ઘણા ગોવિન્દભાઈઓ ના લેખ આપતા રહેજો. સમાજને તેનુઁ ૧૦% પણ જેીવનમા ઉતારે તોયે સાર્થક થયુ ગણાશે.
ગોવિન્દભાઈ વિશે વધુ વિગતવાર જણાવવા વિનન્તિ. તેનાઁ બાળપણ વિશે પણ જણાવવા વિનન્તિ.
અભિનન્દન.
it is a beautiful reality. our offsprings are in far better condition then us. the real world is full of powerty, humanity, bitterness , vices and virtues. one must have practical experience of world. i congratulate the elders for this real lessons.
પોતાની સ્વતંત્ર ઓળખ માટે આવી કેળવળી દરેકને મળવી જોઈએ.
ફક્ત પિતા ના પૈસે જોર કરતા આજ્કાલ ના સંતાનો એ ઘણુ શિખવા જેવુ છે ગોવિંદભાઈ અને તેમના પુત્રો પાસેથી..
Just Brilliant!!!
માન્યામાં ન આવે તેવી અદભુત વાત
સરસ પ્રેરણાદાયક ઘટ્ના
COGRATULATIONS TO RES. GOVINBHAI & HIS SON ALSO TO SET AN INSPIRATIONAL EXAMPLE TO THE SOCIETY.MY PEOPLE (INCLUDING ME) GET INSPIRATION.THANKYOU AUTHOR.
વાહ વાહ વાહ…
પાંચ છોકરા અને એક વડીલ. આટલા પાત્રો હોવા છતાં આખી વાર્તા પચાસ લીટીઓ માં પતાવી નાંખી !!..??
ગોવિંદ ભગત વિષે ખાસ જણાવ્યું નથી. અને, એમના છોકરાઓ ને શું અનુભવ થયા એ પણ જણાવ્યું નથી.
This doesn’t even qualify as a short story. Jeez. 🙁
great story …… wonderful
Thanks for sharing with us.
બહુ મજા આવી જીવન માં રુપીયા કરતા માણસાઈની કીમત વધુ છે
અવનવા પ્રયોગો કરીને જગતના લોકોને અચંબિત કરવામાં અમે ક્યારેય પાછી પાની કરતાં નથી, અમારા ગુજરાતીના લોહીમાં જ કાંઈક એવું છે ને કે જે આખાયે જગતને એક વાર તો અમારા વિષે વિચારવા મજબૂર કરી જ દે ( હો ભઈ ! )
In these daYS NO BODY WILL ACCEPT AS REAL STORY . ALL CREDITS GO TO THEIR FATHER FOR THEIR COURAGE . REALLY VERY APPEALING REAL STORY . THANKS TO WEBSITE . UPENDRA.
I like this training programme which is real and also very informative.
by the way thanx readgujarati.com
If you dont read it, you don’t know it, must reaad it….helps to improve in future life. readgujarati. our original identity laungage.
હેનરિ ફોઙ પણ આવિ રિતે પોતાના બાલકોને બુટ પોલીસ કરવા રેલ્વે સ્ટેશને મુકિ આવતા
અદ્ભૂત, હોય નહી!!!
its very nice
Every father has to do like this
such a great inspirational story. actually society at present needs this type of social enterpreniorship which can make the whole society as a great society a great culture…bravo……..
માણસાઈ જગત ની સાચી રીત છે……………
WELL THIS HOW EACH AND EVERY GUJARATI OR EVERY PERSON HAS TO LEARN IN HIS LIFE. AFTER ALL GOD HAS CREATED US TO DO SOMETHING GOOD IN LIFE
IT WAS JUST AWSOME TO READ THIS REAL STORY
આ લેખ ખુબ સરસ છે.આ લેખ પર અમલ કરનાર બહુ ઑછા છે. દરેક ને પોતાના સન્તાન પ્રત્યે ખુબ પ્રેમ હોય છે પણ તેમને બહાર મુકવા ખુબ જરુરી છે. આવી વાર્તા વધુ આપતા રહો.
Truly inspirational…
Ashish Dave
Sunnyvale, California
AS this story was truly realistic. This gives us high morale support to live life in a true manner and with real strength. As this is not a story for a person who reads it, it is strength and support to change your Destiny. As it is also a fact that even a better person can become the best. I truly would like to greet the father who has trained his son
ખરે ખર ખુબ સરિ કેલવનિ કહેવય
અભિનન્દન ચે એ પિતને……..