પર્વ વિશેષ – સંકલિત
[1] રંગોળી સજાવો – હેમેન ભટ્ટ
‘જીસ ઘર મેં ઘર કી બહુ રંગોલી સજાતી હૈ, ઉસ ઘર મેં સદા લક્ષ્મી આતી હૈ….’ આ ફિલ્મી ગીત અનુસાર ઘેર ઘેર ગૃહલક્ષ્મીઓ કે કુમારિકાઓ દિવાળી પર્વમાં રંગોળી બનાવતી હોય છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ઘેર ઘેર દીવા થાય એમ ઘેર ઘેર-આંગણે આંગણે અવનવી રંગોળી પણ થાય. રંગોળી એ એક કલા છે. જમીન પર તો લગભગ બધા રંગોળી કરતા હોય છે, પરંતુ પાણીમાં રંગોળી કરવી સામાન્ય ગૃહલક્ષ્મી કે યુવતીઓ માટે સહેલી નથી.
રાજકોટનાં રંગોળી કલાકાર તરીકે ખ્યાતિ પામેલા પ્રદીપ દવે પાસે પાણીની અંદર, પાણીની નીચે, પાણીની ઉપર, પાણીની વચ્ચે રંગોળી કરવાની કલા છે. મેજીક રંગોળી પણ તેઓ બનાવે છે. આવી અવનવી-અદ્દભુત કલા કોઈ કલાગુરૂના માર્ગદર્શન વિના શીખી શકાય નહીં, પણ પ્રદીપ કહે છે કે મારાં કોઈ કલાગુરૂ નથી. હું ક્યાંય ડ્રોઈંગ શીખ્યો નથી. હું તો કલાને ભગવાનની ભેટ, ગોડ ગિફટ માનું છું. 25-27વર્ષોથી રંગોળી બનાવતા પ્રદીપ દવેએ એસ.એસ.સી.ની પરીક્ષા આપી ત્યાં સુધી ડ્રોઈંગમાં ખાસ રસ હતો નહીં, પરંતુ એક મહિલા સાપ્તાહિકમાં પ્રથમ પાને એક યુવતીનું ચિત્ર જોઈને રમત રમતમાં એક કોરા કાગળમાં તેના જેવું ચિત્ર દોરવા પ્રયાસ કર્યો. ચિત્ર દોર્યું. તેમની બાજુમાં રહેતા એક ચિત્ર શિક્ષિકાને બતાવ્યું. એમણે કહ્યું કે, આ ચિત્ર તેં દોર્યું જ ન હોય, તેઓ માનવા જ તૈયાર ન હતાં. જ્યારે ખાતરી થઈ ત્યારે એમણે કહ્યું કે, તેં ચિત્ર દોર્યું હોય તો ચાલુ રાખ. તું સારો કલાકાર બની શકીશ.
દરમિયાન દિવાળી આવી. શેરીમાં ઘેર ઘેર રંગોળી બનતી હતી. એ જોઈ પોતે પણ રંગોળી બનાવી. ફ્રી હેન્ડમાં બનાવેલી રંગોળી સૌએ વખાણી. દરમિયાન હવેલીમાં સાંજી ઉત્સવમાં ભગવાનને પાણીમાં રંગોળીના દર્શન કરાવાય છે એવું સાંભળેલું. પોતે વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થી હોવાથી કલા અને વિજ્ઞાનનું સંયોજન કર્યું. પાણીની અંદર રંગોળી બનાવી, તેમાં સફળતા મળી એટલે થયું કે, પાણીની અંદર બને તો પાણીની ઉપર કેમ નહીં ? ઉપર બનાવી તો થયું કે પાણીની વચ્ચે કેમ નહીં ? જેમ જેમ રંગોળી બનાવતા ગયા એમ એમ સફળતા મળવા લાગી. દિવાલ પર અને છત ઉપર પણ ચીરોડી કલરમાં રંગોળી તેમણે બનાવી છે.
પ્રદીપ દવેની આ રંગોળીઓને રાષ્ટ્રપતિ ડૉ. કલામ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ, પૂ. મોરારિબાપુ, સચિન તેંડુલકર, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાં મહાનુભાવોએ નિહાળી છે અને તેની આ કલાની પ્રશંસા કરી છે. તેઓ કહે છે કે, ફૂંક મારો તો રંગોળી વીંખાઈ જાય એવો લોકોનો સામાન્ય અનુભવ છે પણ હું ફૂંક મારીનેય રંગોળી બનાવી શકું છું. ઉપરથી જુઓ તો પાણીમાં તરતી દેખાય અને સાઈડમાં જુઓ તો ગુમ થઈ જાય એવી મેજીક રંગોળી પણ તેમણે બનાવી છે. પાણી વચ્ચે રંગોળી, પાણી ઉપર રંગોળી, મેજીક રંગોળી જેવી નોખી-અનોખી રંગોળીઓનું પ્રદર્શન જાહેર જનતા માટે દર વર્ષે તેમનાં રાજકોટના નિવાસ સ્થાન ખાતે યોજવામાં આવે છે. (‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર)
.
[2] વિવિધ રંગોળીઓ
(1)
(2)
(3)
(4)
(5)
(6)
(7)
(8)
રંગોળી પાડવાની વધુ માહિતી માટે આ વાંચો : રંગોળી વિશેષ
.
[3] દીપાવલીનાં શુભ મૂહુર્તો :
(રમા એકાદશી)
આસો વદ અગિયારસ શુક્રવાર તા. 24-ઓક્ટો-2008ના રોજ રમા એકાદશી છે.
(વાઘબારસ – ગોવત્સદ્વાદશી)
આસો વદ બારસ તા. 25-ઓક્ટો-2008ના રોજ શનિવારે વાઘબારસ-ગોવત્સદ્વાદશી છે.
(ધનતેરસ)
આસો વદ તેરસ તા. 26-ઑક્ટો-2008ના રોજ રવિવારે ધનતેરસ છે. શુભ મૂહુર્તો નીચે પ્રમાણે છે :
સવારના 8.10 થી બપોરના 12.15 સુધી
બપોરના 1.50 થી બપોરના 3.10 સુધી
સાંજના 6.40થી રાત્રે 10.50 સુધી.
(કાળી ચૌદશ)
આસો વદ ચૌદશ તા. 27-ઓક્ટો-2008ના રોજ કાળી ચૌદશ છે.
(દિવાળી)
આસો વદ અમાસ તા. 28-ઓક્ટો-2008ના મંગળવારે દિવાળી છે. મહાવીર નિર્વાણ દિન છે. દિવાળીના શુભપર્વના દિવસે લક્ષ્મીપૂજન-ચોપડાપૂજન-શારદાપૂજન માટે સમય નીચે પ્રમાણે છે :
સવારના 9.40 થી બપોરના 1.40 સુધી
બપોરના 2.30 થી બપોરના 3.50 સુધી
બપોરના 3.50 થી સાંજના 6.40 સુધી
સાંજના 7.40 થી રાત્રે 9.10 સુધી.
રાત્રે 10.50 થી રાત્રે 11.50 સુધી.
રાત્રે 11.50 થી રાત્રે 12.40 સુધી.
રાત્રે 12.40 થી રાત્રે 3.40 સુધી.
વહેલી પરોઢના 5.50 થી 6.00 સુધી.
(રાત્રે 28.28 મિનિટ સુધી અમાવાસ્યા છે.)
(બેસતું વર્ષ)
કારતક સુદ એકમ તા. 29-ઓક્ટો-2008 બુધવારથી વિક્રમ સંવત 2065નો પ્રારંભ થાય છે. ગોવર્ધનપૂજા, અન્નકૂટનો ઉત્સવ ઉજવાય છે. મૂહુર્તના સોદા કરવા માટેનો સમય નીચે પ્રમાણે છે :
સવારના 6.50 થી સવારના 9.30 સુધી
સવારના 11.00 થી બપોરના 12.15 સુધી.
(ભાઈબીજ)
કારતક સુદ બીજ તા.30-ઓક્ટો-2008ના ગુરુવારે ભાઈબીજ-યમદ્વિતિયા છે.
(લાભપાંચમ-જ્ઞાનપંચમી)
કારતક સુદ પાંચમ તા. 3-નવેમ્બર-2008ના સોમવારે લાભપાંચમ-જ્ઞાનપંચમી છે. નવા વર્ષનું મૂહુર્ત કરવા માટે શુભ સમય નીચે પ્રમાણે છે :
સવારના 6.50 થી સવારના 8.05 સુધી.
સવારના 9.40 થી સવારના 10.50 સુધી.
(‘ગુજરાત સમાચાર’ માંથી સાભાર.)
Print This Article
·
Save this article As PDF
આભાર.
સૌ વાચકોને દિવાળીની હાર્દિક શુભેચ્છા.
I’m missing India very much in this festival season.
નયન
Thanks. I agree with Nayanbhai for missing India in this festive season.
Wishing you all a Very happy Diwali.
Thanks.
સહુને દીવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષનાં હાર્દીક અભીનંદન.
ગાંડાભાઈ વલ્લભ
સહુને દીવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષનાં હાર્દીક અભીનંદન
સૌ વાચકોને દિવાળીની હાર્દિક શુભેચ્છા.
આભાર.
દિપક
દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ.
દીવાળીની શુભેચ્છાઓ
અને
નુતન વર્ષનાં અભીનંદન
Wishing you all a very happy diwali and prosperous new year
Wishing you all a happy Diwali and prosperous new year.
I miss India a lot. I miss all the fire crackers, sweets, Masti, having fun with cousins, friends and all those Diwali Pranks.
દીવાળીની શુભેચ્છાઓ
અને
નુતન વર્ષનાં અભીનંદન
કુમ કુમ ભર્યા પગલે લક્ષ્મીજી આવે તમારે દ્વાર,
સુખ સંપતિ આપને મળે અપાર,
દીવડા નો દિપક જીવન માં લાવે પ્રકાશ,
નુતન વર્ષની શુભેચ્છાઓ કરો સ્વીકાર.
ReadGujarati.com નાં સૌ વાચક મિત્રોને તથા તંત્રી શ્રી Mrugeshbhai અને ReadGujarati.com નાં તમામ સહકાર્યકરોને દીવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને નુતન વર્ષનાં અભીનંદન
મૃગેશભાઈ, રીડગુજરાતી અને સૌ સહવાચકબંધુઓને દિવાળી અને નુતન વર્ષની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ… 🙂
Elegant work…
Ashish Dave
Sunnyvale, California