દિવાળી આવી – અરુણા બિલગી-જાડેજા
[આજથી શરૂ થઈ રહેલા દીપાવલીના પર્વની સૌને શુભકામનાઓ. પ્રસ્તુત લેખ ‘અખંદ આનંદ’ દિપોત્સવી અંકમાંથી સાભાર. આપ અરુણાબેનનો આ સરનામે arunaj50@yahoo.com અથવા આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો.]
ભારતમાં જ્યાં જઈએ ત્યાં દિવાળી – એ જ ઝળહળતી, રંગોળી એવી જ રંગબેરંગી, એ જ નવાનકોર નાસ્તા એ જ લિજ્જદાર; બધે એ જ ‘ઊંડા અંધારે પ્રભુ પરમ તેજે તું લઈ જા’ની મંગળ ભાવના. તોય દરેક પ્રાંતની દિવાળીને હોય છે એક આગવો પાસ. આપણા ગુજરાતીઓની દિવાળી કરતાં અમારા મરાઠીઓની દિવાળીમાં થોડોઘણો ફેર ખરો.
અગિયારસ સહુની એકસરખી. પણ આપણી વાઘબારસ એ અમારી ‘વસુબારસ’ જેમાં ગાયની પૂજા થાય. ધનતેરસમાં મૂઠીભર તો મૂઠીભર (!) પણ ધનની પૂજા થાય ખરી. કાળી ચૌદસનો કકળાટ અમારે ત્યાં નીકળતો નથી, એ તો છે નર્કચતુર્દશી. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કરેલોને તેથી. વહેલી સવારે ઘરના સહુ અભ્યંગ સ્નાન કરે. જે અમારી ખાસિયત. એમાં પહેલાં ઘરના જે તે સભ્યનું સુગંધિત તેલથી મર્દન થાય (આજના ‘ઓલીવ ઑઈલ જેવું જ પ્રેસ્ટિજીયસ). ત્યાર બાદ ચંદનાદિ દ્રવ્યો (જાહેરાતવાળા મોંઘામસ લિક્વિડ સોપનો રૂઆબ) ને અંતે પુષ્પોથી સુવાસિત હૂંફાળા જળથી થતું સ્નાન. વહેલા પરોઢિયાથી આ સમગ્ર અભ્યંગ-સ્નાન-ક્રિયા દરમિયાન આંગણામાં ફટાકડા ફૂટ્યા જ કરે, શરણાઈ વાગતી જ રહે.
દિવાળીને દિવસે ગણ્યા-ગાંઠ્યા (!!) વેપારીઓ એટલા જ ગણ્યા-ગાંઠ્યા ચોપડાઓનું પૂજન કરે. (મોટે ભાગે તો નોકરિયાત ખરા ને !) બાકીના બધા અમારા જેવા વરસ આખું ચોપડી (!!!) પૂજન કર્યા કરે. બલિપ્રતિપદા એટલે પડવાને દિવસે બલિરાજાનું પૂજન થાય. પડવો એટલે અમારા માટે બેસતું વર્ષ કે નવું વર્ષ નહિ, સાલ મુબારક એવું કશું જ નહિ. પણ પડવો એ દરેક પત્નીનો હક્ક-દિન ! (વીમેન રાઈટ્સ-ડે કહીશું ?) મોહક શૈલીથી પહેરેલી નવ-વારી સાડી ને નાકમાં સોહંતી નથણીથી દરેક ગૃહલક્ષ્મી મલપતી હોય. સહુ પહેલાં તો પત્ની પતિને અભ્યંગ સ્થાન હરખાઈને કરાવે ત્યારે બહાર બાળકો ફટાકડા ફોડે. બપોરે પતિ અને કુટુંબને ભાવતાં ભોજન પીરસાય. સાંજે પતિનું પૂજન કરી આરતી ઉતારતી વખતે પત્ની મલકાયા કરે. કારણમાં આરતીના એ થાળમાં પતિરાજ મનગમતી ભેટ મૂકવાના હોય છે. આજે આ હક્ક-દિને પત્નીને પતિ પાસેથી મનગમતી ભેટ આપવાનો અધિકાર મળેલો હોય છે. બાળકો આજુબાજુ વીંટળાઈને આતુરતાથી જોતાં હોય કે અમારી આઈ (બા) ને આજે શું મળી રહ્યું છે.
હવે આવી ભાઈબીજ. અમારે ત્યાં બળેવ નહિ પણ ભાઈબીજનો મહિમા આટલો જ. હોંશે હોંશે પધારેલા ભાઈને બહેન હરખપદૂડી થઈને આવકારે. એને પણ હેતથી અભ્યંગ સ્નાન કરાવે (બહાર ભાણિયાંઓના ફટાકડાનો અવાજ તો ખરો.) ભાવતાં ભોજન બનાવે. સાંજે એને વધાવીને આરતી ઉતારે. (ફરીથી પાછી બાળકોની ડોક એ જ કૂતુહલથી ઊંચી) ને પછી ભાઈ થાળીમાં વીરપસલી મૂકે. આજે ઉપરાછાપરી ખડકાતો ગીફટનો ઢગલો હોય પણ આખાયે વરસમાં મળતી આવી માંડ બે ભેટમાંય અમારા આઈના મોં પરની એ મલપતી-છલકાતી ખુશી આજે ક્યાં ! સાચી વાત, રસના તો ચટકા જ હોય ને.
દિવાળીનાં નાસ્તા-ફરસાણમાં રવા-નાળિયેરના લાડુ-ચકલી-ચેવડા બને. લક્કડિયા ગાંઠિયા જેવા કડબોળે બને. અતિશય મહેનત લાગી લે એવું મિષ્ટાન્ન અનારસા બને. ચેવડો પણ શેકેલો, તળેલો નહીં. સ્વાસ્થ્યનું ખાસું ધ્યાન રખાય. ઘૂઘરા પણ લીલા કોપરાંના. ‘આકાશદીવા’ એ અમારા મરાઠીપણાની સાખ પૂરે. અમે મધ્યમવર્ગના મરાઠીઓના ઘેરઘેર આવા દીવડા ઝબૂકતા-લટકતા હોય. વાંસની ચીપ કે સળીઓની આસપાસ રંગબેરંગી અને ચળકતા કાગળોને ચોંટાડીને કલાત્મક રીતે આવા દિવા કરવામાં આવે જેમાં બલ્બ લગાડાય, ઉત્તરાયણ પર આપણે ત્યાં ટુક્કલ ચઢાવીએ એમાંના પણ ખાસ્સા મોટા. આંગણામાં કલાત્મક રંગોળીઓ શોભતી હોય.
પણ મારા જેવા વાંચનભૂખ્યાઓની દિવાળી તો ઓર જ, એકદમ ગર્ભશ્રીમંત. દિવાળી-અંક એટલે મરાઠીપણાનંં એક ગૌરવપ્રતીક બની રહ્યું છે. ‘મરાઠી માણૂસ’ નાટક પણ કરે, રાજકારણ કરે અને દિવાળી અંકો પણ પ્રકાશિત કરે. આઠમ-પૂનમ ભરનારા ભક્તની ભાવિકતાથી એ દિવાળી અંકો નીકળેય ખરા તે એટલા જ ભક્તિભાવે વંચાય પણ ખરા. મૂલ્યની દષ્ટિએ જોઈએ તો અમુક ખાસ પ્રકાશકોના વાર્ષિક અંક એવા આ દિવાળી-અંકો અભિજાત વાચકો માટે ‘સ્ટેટ્સ સિમ્બોલ’ લાગે તેવા. હીરાવિલંદીના ઘરેણાંથીયે સવિશેષ ગર્વથી સજીધજી શકાય એમાંના. એના લેખકો અને લેખ તો એથીય અદકેરા. કિંમત પણ મોંઘેરી – સિત્તેર-એંસીની આસપાસ. પાનાં અઢીસો-ત્રણસો. આવા પ્રતિબદ્ધ પ્રકાશકોમાં વ્યાવસાયિક ગણતરી ગૌણ અને ઉમદા સાહિત્ય વાંચકો સુધી વધુમાં વધુ પહોંચે એની મથામણ મુખ્યત્વે હોય છે. અહીં બેઠે પુણે-મુંબઈ દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે ક્યા ક્યા દિવાળી અંકો વસાવ્યા એની અમારી પૃચ્છા થતી હોય છે. પછી નિરાંતે અરસ-પરસ અદલાબદલી પણ થતી રહે. તેમાંય આપણે વસાવેલામાંના એકાદ અંકની શ્રેષ્ઠ દિવાળી-અંક તરીકે વરણી થાય તો તો હરખનો પાર નહિ. જાણે ઈનામ આપણે જ જીત્યા.
વિષય-વૈવિધ્ય તો ભરપૂર. સૌથી વધુ ઊપડે હાસ્ય વિનોદમય. બાકીના મહદંશે સાહિત્યને વરેલા. સાહિત્યનાં વિવિધ અંગોમાં અનુવાદનોય ખાસ દિવાળી-અંક નીકળે. નવા પ્રવાહમાં નીકળતા ‘થીમબેઝ્ડ’ અંકોમાં સંપાદકીય-કૌશલ આંખે ચઢે એવું હોય છે. હવે તો આ દિવાળી-અંકોની પૂર્ણ માહિતી ટીવી પર પણ ‘બુકશેલ્ફ’ જેવી શ્રેણીમાં જોવા મળે છે. પુસ્તક-પરિચય, લેખક-પરિચય અને પુસ્તક પ્રસાર જેવા વિષયોને વરેલાં અભિરુચિ-સંપન્ન સામાયિકોમાં અગાઉથી એની સવિસ્તાર માહિતી આપવામાં આવે છે – પાનાં ને પાનાં ભરીને. પ્રથમ હરોળમાં બેસનારા વીસ-પચ્ચીસ જેટલા અંકોનો પરિચય એમાં હોય છે. જેમાં ક્યા અંકમાં ક્યા ક્યા લેખકો છે ? કેવા કેવા લેખો છે ? શું શું વાંચવા જોગું છે ? એવા બત્રીસ પકવાનનો થાળ માંડેલો હોય છે, જમવા બેસો એટલી વાર !
જે લોકો નિયમિત માસિકો વાંચતા-વસાવતા ન હોય તેઓ પણ દિવાળીએ કપડાં-ફટાકડાની સાથોસાથ દિવાળી અંકોની ખરીદી કરીને પોતાની વાંચન ભૂખ સમાવે છે. બાકી તો અસલ પુસ્તક-પ્રેમીઓ અસલ દિવાળી અંકો આગોતરા જ નોંધાવી લે છે. પછી રહી ન જવાય. ઘેર-ઘેર ફરતાં વાંચનાલયમાં એનો ઉપાડ ઘણો મોટો (સોસાયટીઓમાં પણ આવું ફરતું સામાયિક-આલય હોય છે.) આ દિવાળી-અંકોમાંય ભેટયોજના. ચાર કે છ અંકો સામટા લો તો સસ્તા પડે અને છોગામાં ગાજેલું-નવાજેલું એક પુસ્તક. એક કૌતુક નિહાળવાજોગું : મહિનો માસ પછી દિવાળી અંકોનુંય સેલ ભરાય, એમાં વધેલા અંકો ઓછી કિંમતે મળે. આ કૌતુકમાં ઉમેરાય ગર્વ : બે-ચાર વર્ષ જૂના દિવાળી અંકો દસ-બાર રૂપિયામાં મળી જાય છે – વંચાય છે.
પ્રજાને દિવાળી અંકોનો લખલૂટ લહાવો લૂંટાવનારા મરાઠી પ્રકાશકોએ એ વાત ખાસ ધ્યાનમાં રાખી છે કે સાંસ્કૃતિક સમૃદ્ધિ પણ આર્થિક સમૃદ્ધિ જેટલી જ મહત્વની છે. વાચકનો વાચક તરીકેનો પ્રવાસ થતો રહેવો જરૂરી છે અને તો પછી પેલા વાંચન-બુભુક્ષિતો વાંચન-વિભૂતષિતો (પુ.લ.ના શબ્દો)નું બિરુદ ધરાવે જ ને ! જાણીતા મરાઠી કવિ દત્તા હલસગીકરે દીપ-માંગલ્યને કેટલી સુંદર રીતે ‘ઓવી’ છંદમાં પરોવી આપ્યું છે. એનો અનુવાદ અહીં પ્રસ્તુત કરું છું.
[દીપ]
આ દીપ ઉજાળે અંધારું પથિક કાજે પ્રકાશતરુ
જીવન કાજે છાપરું
તેજસ્વીરૂપ આ.
દિવસ આ સૂર્ય ઝળહળ
રાત્રે ચંદ્રમા શીતળ
ગભારામાં એ જ ઉજ્જવળ
શાંતરૂપ.
દીપજ્ઞાન-વિજ્ઞાન-વિવેકનો
સહુ કાજે આત્મીયતાનો
દુ:ખિયા કાજે કરુણાનો
લે પાંખમાં.
આ દીપ પ્રેમળ કોમળ
પવિત્ર જાણે ગંગાજળ
નિવારે સર્વ અમંગળ
ચોપાસનું.
ચાતુર્થ-બુદ્ધિનું ધામ
સકળ શ્રમનો આ ધર્મ
તર્ક-વિતર્કનો આ વિશ્વામ
આનંદરૂપ.
આ દીપ પ્રગટાવીએ હૈયે
અજવાળાંને આપ-હર ન્હોયે
આ દશે દિશામાં ફેલાયે
નાના રૂપે.
મેં આગળ જણાવ્યું તેમ અમારું બેસતુંવર્ષ એટલે ‘ગુડી પડવો’ ચૈત્ર સુદ એકમ. ભગવાન શ્રી રામચંદ્ર આ દિવસે રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવીને પાછા ફર્યા હતા. આથી ઘરેઘરે વિજયપતાકા ફરકાવવામાં આવે છે. અમારું નવું વરસ ચૈત્રી પડવાથી બેસે. શ્રીખંડ કે પૂરણપોળી ખરી પણ સાથે લીમડાનો કડવો રસ તો અચૂક. બાળપોથી(મરાઠી)માં મહિના ભણતી વખતે વર્ષની શરૂઆત ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ.. એમ થાય. પણ હું તો ભણ્યે-ગણ્યે-પરણ્યે પાક્કી ગુજરાતી. એકડિયામાં મહિના ભણી તેય કારતક, માગશરથી જ.
આવી રહેલી દિવાળી સહુનો દિ અજવાળે એવી મંગળભાવના સાથે વંદન !
Print This Article
·
Save this article As PDF
અરે વાહ, મહારાષ્ટ્રિયનોની દિવાળી વિષે જાણવાની તો બહુ મજા પડી. અરુણાબહેન આભાર.
કેટલાય દિવસથિ મારા શ્રિમતિ દિવાળિનુ ઘરકામ કરિને થાકિ ગયા ત્યારે મને વિચાર આવ્યો કે દિવાળિનિ કોઇ સ્પેશિયલ યાદિ મારે એને આપવિ જોઇએ.
અરૂણાબેનની દિવાળીનો લેખ વાંચી મને અમેરિકાની દિવાળી વિશે થોડાં વિચારો આવ્યા. અહિં અમેરિકામાં ગયા વરસથી વ્હાઈટ હાઉસ ખાતે દિવાળી ઉજવણીની શરુઆત થઇ.
અમેરિકાના અર્થકારણમાં યહુદીઓ બાદ ભારતિય પ્રજાનો મોટો ફાળો છે. તબિબી સેવામાં ચાલીસ ટકા કરતાં વધુ, સોફ્ટવેરમાં ત્રીસથી પાંત્રીસ ટકા ભારતિયો સેવા આપે છે. જે દેશની જીવાદોરી સમાન સેવાઓ છે. છતાં પણ હજુ આપણા ઉત્સવોને અહિં રાષ્ટ્રિય કક્ષાએ જોઇએ એવું સ્થાન મળ્યું નથી.
અહિં દિવાળી જેવું ખાસ લાગતું નથી. અને દિવાળી જો વિક ડેઈઝમાં હોય તો ઊજવણી માટે એ પછીના વિક એન્ડની રાહ જોવી પડે. અને મોટે ભાગે મંદિરોમાં ભારતિયો ભેગા થાય ને વાહ… વાહ… અને આહ… આહ… કરી છુટા પડે. અને સાંજે ભારતિય રેસ્ટોરાંમાં ભાઇ બીજ ઉજવવામાં આવે..
તહેવારોમાં દેશ યાદ આવે.
ક્રિસમસની ઊજવણીમાં ભપકો હોય છે… જ્યારે દિવાળીની ઊજવણીમાં ભાવના હોય
છે…
સહુને મારા દિવાળી મુબારક અને નુતન વર્ષાભિનંદન
નટવર મહેતા
http://natvermehta@wordpress.com
Very nice article. Felt like I was in India and all my old memeories were back.
દીપાવલીના પર્વની શુભકામનાઓ.
સરસ લેખ. દક્ષિણમાં પણ દિવાળીના પર્વનુ માહત્મય કંઇક અલગ જ હોય છે.
મરાઠી-ગુજરાતી ભાઈ ભાઈ.
નયન
દેશમાં હતાં ત્યારે દિવાળીની મીઠાઈઓ કરતાં પણ અંકો વાંચવાની ભૂખ વધારે રહેતી. અમેરીકા આવ્યા પછી શરૂઆતના વર્ષોમાં દિવાળો અંકો બહુ યાદ આવતા. હવે મૃગેશભાઈ સારી સારી વાનગીઓ પીરસે છે એટલે પોષણ મળ્યા કરે છે. અમેરીકાની દિવાળીમાં વીસ વર્ષ બાદ પહેલીવાર ફટાકડાંનો આનંદ અમને અહીં નેશવીલમાં માણવા મળશે. અહીંના ગણેશમંદિરમાં ખાસ પરવાનગીથી ફોડવામાં આવશે. અને મીઠાઈઓ પણ હવે તો અહીં જોઈએ એવી મળે છે. રંગોળી ફક્ત મંદિરમાં જોવા મળે પણ above all અઁતરમાઁ ઉજાસ એ જ દિવાળીની સાચી ઉજવણી. પ્રભુ સૌને એ ઉજાસ આપે એવી પ્રાર્થના.
અંહી કલકત્તા માં, દીવાળી કરતા વધારે કાલી ચૌદસ નુ મહત્વ છે. It is believed that on this day Kali, Godess of power killed the evil demon Raktavij. So, Pooja of Kali Maa is a jesture to respect this justice. In west Bengal, diwali gifts are much more limited to sweets and dry fruits.
Wish you all a very happy diwali,
Geetika
Used your info to impress my Marathi friends… Thank you.
Ashish Dave
Sunnyvale, California