ડાયેટિંગ ડોટ કોમ ! – ચંદ્રકાન્ત વાગડિયા

[હાસ્ય-લેખ : ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી-2008 માંથી સાભાર.]

જબ દિલ લગા મિસ ડોન્કી સે તો પરી ક્યા ચીજ હૈ ! મતલબ કે – રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી ! રાજા જેવા મારા એક મિત્રના કમનસીબે એને ન તો રાણી મળી કે પછી ન તો એણે છાણાં વીણતી આણી, કારણ કે અકસ્માત ત્રીજી જ જગ્યાએ થયો હતો. એક વખત એવું બન્યું કે, એક ગલીના નાકે વળાંકમાં એ મિત્ર કોઈની જોડે અથડાઈ પડ્યો. સામે મિસ ડોન્કી હોત તો વધારે ઈજા ન થાત, પરંતુ સામે ડોન્કીના સ્થાને મિસ એલિફન્ટ હતી, એટલે સ્વાભાવિક છે કે અકસ્માત જોરદાર થાય. પીપ જોડે અથડાવાનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ, પણ કદાચ એ મિત્ર જાણતો ન હતો. પરિણામે મિત્રય ઘવાયો અને સાથે સાથે એનું નાજુક હૃદય પણ ! સામે મિસ ડોન્કી હોય કે પછી મિસ એલિફન્ટ, વજન સિવાય શું ફેર પડે છે ? મિત્ર હતો મિસ્ટર જિરાફ જેવો સુકલકડી અને સામે ભટકાઈ પડી’તી હેડમ્બાનેય હરાવે એવી મિસ એલિફન્ટ. ઈજાઓ ભૂલાઈ ગઈ, હૃદય સિવાયના ઘા પણ ભૂલાઈ ગયા અને પહેલી નજરે જોડી જાણે જામી પડી ! અને પછી થોડા દિવસમાં તો બંને જણાંએ ‘મંદિર-મેરેજ’ પણ કરી લીધાં, મતલબ કે, બંને જણાંએ મૂર્તિ સામે એકબીજાને હારતોરા કરી લીધા !

શરૂઆતના નવેક દા’ડા તો ગાડી સરસ અને સરળ રીતે ચાલી, પણ પછી તો ગાડી ગબડવા જ માંડી. પરિણામે થોડા સમય પછી મિત્રને કજોડાનો જોડો બરાબરનો ડંખવા લાગ્યો. એક દિવસ એણે હિંમત કરીને મિત્રાણીને એટલે કે હવે મિસિસ એલિફન્ટને કહ્યું :
‘તું ડાયેટિંગ કરીને તારું વજન ઉતારી નાંખ તો કેવું ?’
‘કેમ ?’ મિત્રાણી બોલી ઊઠી.
‘કેમ શું ?’ આપણી જોડી જામે એટલા માટે.
‘તે શું અત્યારે નથી જામતી ?’
‘જામે તો છે, પણ….’
‘પણ…પણ… શું કરો છો ? જોડી જામતી નો’તી તો પછી અથડાયા શું કામ ?’
‘યાર, અકસ્માત કાંઈ થોડો કહીને આવે છે ?’
‘લે કર વાત. મને તો એમ કે તમે ચાઈને ભટકાયા છો !’….
‘ભલે ચાઈને નો’તો ભટકાયો, તો પણ અકસ્માત પછી હું તને ચાહવા તો જરૂર લાગેલો.’
‘અકસ્માતનું પુરાણ બંધ કરીને કહો કે તમારે હવે કરવું છે શું ?’
‘એ જ કે, તું ડાયેટિંગ કર.’

‘એના કરતાં તમે જો ખાયેટિંગ કરો તો એ વધારે સહેલો રસ્તો છે.’
‘ખાયેટિંગમાં મારે શું કરવાનું ?’
‘સાવ સિમ્પલ, તમારે આખો દી’ ખા ખા કરીને વજન વધારવાનું.’
‘પછી ?’
‘પછી તો તમેય મિસ્ટર એલિફન્ટ થઈ જશો, એટલે પછી આપણી જોડી નંબર વન થઈ જશે !’
‘એવું પણ બને કે ખા ખા કરતાં વજન ઘટી પણ જાય !’
‘તો દવા ક્યાં નથી થતી ?’
‘ભલે, હું ચોક્કસ ખાયેટિંગ કરીશ, પણ પહેલાં તું ડાયેટિંગ શરૂ તો કર.’
‘એના કરતાં આપણે બન્ને એક સાથે ડાયેટિંગ-ખાયેટિંગ શરૂ કરીએ તો ? બોલો છે કબૂલ ?’
‘હા, કબૂલ… કબૂલ… કબૂલ…’
‘હું ડાયેટિંગ શરૂ કરું તો ખરી, પણ પછી મારી ખાવાની મઝા સજામાં ન ફેરવાઈ જાય ?’
‘ના, એનોય રસ્તો છે.’
‘જલ્દી બોલો, શું છે ?’
‘ડાયેટિંગના એક લેખમાં એવું લખેલું કે પેટ ભરીને ખાવ અને વજનેય ઉતારો.’
‘તો તો ભારે મઝા પડી જાય.’
‘એ લેખમાં એવું હતું કે ચરબીયુક્તને બદલે ચરબીમુક્ત અને હલકો ખોરાક ઝાપટો અને ડાયેટિંગ કરો.’
‘તો તો પછી એ લેખ મને અત્યારે જ લાવી આપો.’
‘લાવી તો આપું, પણ એ પહેલાં મારે યાદશક્તિની ગોળી ગળવી પડશે.’
‘કેમ ?’
‘કેમ કે અત્યારે મને યાદ આવતું નથી કે એ લેખ મેં ક્યાં વાંચેલો ?’
‘તો પછી ત્યાં સુધી હું શું કરું ?’
‘ત્યાં સુધી તું ખાખરા પર રે.’
‘તો તો પછી ખાખરાની દશા ન બેસી જાય ?’
‘ખાખરા ઉપર રહેવાનું એટલે ખાખરા ખાઈને ડાયેટિંગ કરવાનું !’

‘સારું…. બહુ સારું, હવે એ કહો કે હું દરરોજ કેટલા ખાખરા ખાઉં ?’
‘તારે ટંકે બે ખાખરા ખાવાના.’
‘ભલે, તમે પેલો લેખ લાવી આપો ત્યાં સુધી હું ટંકે બે ખાખરા પર રહીશ.’
‘વેરી ગુડ, તું કેટલી બધી સારી છો !’
‘તે તમેય આમ તો ક્યાં ખરાબ છો ? પણ પેલી યાદશક્તિની ગોળી ગળવાનું તો મારે તમને યાદ નહિ કરાવવું પડે ને ?’
‘બિલકુલ નહીં ને. આમ તો આ બંદાની યાદશક્તિ રેકોર્ડ બ્રેક છે.’
‘રેકોર્ડ શાનો છે ? યાદ રાખવાનો કે ભૂલી જવાનો ?’
‘યાર છોડને ખાલી-પીલી ચર્ચા.’
‘પણ ચર્ચા કરવાથી જ તો આઈક્યુનો આંક ઊંચે ચડે છે.’
‘અત્યારે આપણે આઈક્યુના આંકની નહિ, પણ ડાયેટિંગના આંકની જરૂર છે, શું સમજી ?’
‘સમજી ગઈ બસ, ચાલો ચર્ચા બંધ. નાઉ ઓ.કે. ?’
‘યસ, ઓ…કે…ઓ…કે… ઓ…કે….’
‘યાર, તમે બધું ત્રણ ત્રણ વાર કેમ બોલો છો ? શું તલાકની પ્રેક્ટિસ તો નથી કરતા ને ? – જો એવું હોય તો પછી આજથી જ ડાયેટિંગ બંધ !’
‘સોરી…સોરી… સોરી… જોજે એવું કરતી. આ તો ખાલીખાલી મારાથી એવું રિપિટ થઈ જાય છે.’
‘તો ઠીક.’

ખાખરાના ડાયેટિંગના એક મહિના પછી મિત્રે મિસિસ એલિફન્ટનું વજન ચેક કરાવ્યું તો ખબર પડી કે વજન વધ્યું છે ! એને ભારે નવાઈ લાગી એટલે પછી એણે મિત્રાણીને પૂછ્યું :
‘તું રોજ કેટલા ખાખરા ખાતી’તી ?’
‘દશ ખાખરા, કેમ વળી ?’
‘પણ મેં તો તને ટંકે બે ખાખરા ખાવા કહેલું ને ?’
‘તે હું ટંકે તો બે જ ખાખરા ખાતી’તી !’
‘તો પછી તું રોજ કેટલા ટંક ખાતી હતી ?’
‘તમે કેટલા ટંક ખાવું તે ક્યાં કહેલું ? એટલે હું રોજ ચાર ટંક ખાતી હતી !’
‘ચાર કેવી રીતે ?’
‘સવારે શિરામણ, બપોરે જમવામાં, સાંજે રોંઢામાં અને રાત્રે વાળુ.’
‘તોય પણ આઠ ખાખરા થાય, જ્યારે તું તો દશ ખાખરા કહેતી હતી.’
‘ખાખરાથી કાંઈ થોડી સવાર પડે ? એટલે અડધી રાતે પણ હું બે ખાખરા ચડાવી જતી’તી.’
‘દશ ખાખરા ખાવ તોય પણ વજન તો ઘટવું જ જોઈએ.’
‘શું તમને મારા ઉપર વિશ્વાસ નથી ?’
‘તારા પર છે, પણ ખાખરા ઉપર નથી. તું કેવડા ખાખરા ખાતી’તી ?’
‘તમે ખાખરાની સાઈઝ કહેલી નહીં, એટલે હું થાળી જેવડા ખાખરા બનાવતી હતી.’
‘થાળી કેવડી હતી ?’
‘કથરોટથી સહેજ નાની !’

‘હવે તો મને ખાખરાની જાડાઈ ઉપર પણ શંકા જાય છે !’
‘તો પછી તમે જ કહો કે શરીરની જાડાઈના પ્રમાણમાં ખાખરાની જાડાઈ તો હોવી જોઈએ કે નહીં ?’
‘તે તું ખાખરા ખાતી’તી કે પછી ભાખરી ?’
‘નામમાં શું છે ? ગમે તે નામ આપો, પરંતુ એને ભાખરી કહીએ ત્યારે એક મુશ્કેલી ઊભી થતી હતી.’
‘મુશ્કેલી ?’
‘હા, ભાખરી કાંઈ થોડી એકલી ગળે ઉતરે ?’
‘એટલે ?’
‘એટલે એમ કે દર વખતે હું ભાખરી સાથે દૂધ લેતી હતી.’
‘કેટલું દૂધ લેતી’તી ?’
‘માત્ર એક જ ગ્લાસ.’
‘ક્યારે ?’
‘પાંચેય ટંક સ્તો !’
‘તો તો પછી રોજના પાંચ ગ્લાસ થયા, બરાબર ?’
‘હા, હવે એ ન પૂછશો કે ગ્લાસ કેવડો હતો ?’
‘એ તો આપણી પાસે જે ગ્લાસ સૌથી મોટો હોય, એ જ ગ્લાસ તું લેતી હોઈશ ને ?’
‘ના રે ના, એ ગ્લાસ કાંઈ થોડો હું લેતી હોઈશ ?’
‘તો પછી તું શું કરતી હતી ?’
‘આપણા ગ્લાસ કરતાં પાડોશણ પાસે મોટો ગ્લાસ છે, એટલે હું એ લઈ આવેલી.’
‘બસ…બસ… બસ…, હવે આપણી પાસે વજન ઘટાડવાનો માત્ર છેલ્લો એક જ ઉપાય બચ્યો છે.’
‘એ વળી શું છે ?’
‘આજના આ નવા વર્ષથી તારું ડાયેટિંગ બંધ !!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રકાશ પ્રતિષ્ઠાનું પર્વ : દીપાવલી – મનસુખ સલ્લા
નૂતન વર્ષના વધામણાં – તંત્રી Next »   

24 પ્રતિભાવો : ડાયેટિંગ ડોટ કોમ ! – ચંદ્રકાન્ત વાગડિયા

 1. nayan panchal says:

  સરસ.

  નયન

 2. Pravin V. Patel says:

  રણઝણતી રસાળ રચના.
  દિપાવલી અને નૂતનવર્ષની અનેક હાર્દિક શુભેચ્છાઓ.
  સમગ્ર રીડગુજરાતી પરિવારને નૂતનવર્ષાભિનંદન.
  પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સહુ પરિવારજનો પર વરસતી રહે.
  પ્રવીણ વિ. પટેલ
  NORRISTOWN, PA 19403

 3. krunal Choksi, Apex, NC says:

  Happy prosperous new year to read gujarati and all the readers….. May this new year bring happiness and prosperity in your lives…..

  Jai Shree Krishna….

  Krunal Choksi,
  Apex, NC

 4. મજાનો હાસ્યલેખ. મોટા ભાગે ડાયેટીંગ કર્યા પછી વજન વધી જતું હોય છે. જ્યાં સુધી મન ઉપર કાબુ ન આવે ત્યાં સુધી મિસ હાથણી સોરી મિસિસ ઝીરાફ દુબળા પડી શકે નહીં. હવે તો મી.ઝીરાફના ખાયેટીંગ ઉપરના લેખની આતુરતા પુર્વક રાહ જોવાની રહી.

 5. Nilam Patel says:

  Nice artical.
  Shubh Dipavali and Happy New Year to all!

 6. pragnaju says:

  ‘ડાયેટિંગ શબ્દ જ કંટાળા જનક!
  તેના પર આવો રમુજી લેખ વાંચી મઝા આવી ગઈ

 7. Sarika Patel says:

  Such a very good Article. Wish you a Happy Diwali and Happy New Year
  to all the readgujarati Family.

  Thank you Chandrakantbhai for this Article.

 8. JAWAHARLAL NANDA says:

  MAJA AAVI GAYI ! KHUBA J SARAS LEKH ! GAME TEVA TENSION MA AAVO EKAD LEKH VANCHI NAKHO TO MAGAJ HALKUFUL THAYI J JAAY.

 9. payal says:

  really a nice article,

  Thanks for making us fun.

 10. DARSHANA DESAI says:

  સરસ!!! હસવું રોકી ન શકાયું

 11. Punit Bhatt says:

  બહુ સરસ !! બહુ રસપ્રદ્ ! આપનો ખુબ ખુબ આભર ..

 12. juhi says:

  PLEASE HELP ME TO SEE THIS PAGE

 13. Ashish Dave says:

  Simply hilarious…

  Ashish Dave
  Sunnyvale, California

 14. Gira says:

  haha 😀 funny!! 😀

 15. Nilesh Bhatt says:

  સારો હાસ્યલેખ પણ બહુ જ નાનો ને એક જ વિષય પર આધારિત હતો. છતાં નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થયું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.