નૂતન વર્ષના વધામણાં – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2065ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયથી પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક.

આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે – તેવી જ રીતે સાહિત્ય પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દૂર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સવો માનવીને માનવીની નજદીક લાવે છે અને એ જ રીતે સાહિત્યનું કામ પણ માનવીને માનવી સાથે જોડવાનું છે. નવું વર્ષ જેવી રીતે જૂની વાતો ભૂલીને પ્રકાશના પંથે આગળ વધવાનો સંકેત કરતું હોય છે, બરાબર તેવી રીતે સાહિત્ય પણ સર્જકને પ્રતિપળ નવસર્જનનો માર્ગ દેખાડતું હોય છે. આ પર્વની સાહિત્ય સાથે આવી સામ્યતા છે.

વર્ષ દરમિયાન રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા આશરે 700 જેટલા નવા લેખોમાં આપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ! ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ! મને એમ લાગે છે કે આ સઘળા રંગો સાથે કોઈક એક લેખ આપણને એવો ચોક્કસ મળ્યો હશે કે જેણે આપણા જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યું હોય. આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં માર્ગદર્શન આપ્યું હોય…. ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી હોય…. અણીના સમયે આપણો હાથ ઝાલ્યો હોય…. જેણે આપણા જીવનમાં પ્રકાશ પાથર્યો હોય તેવી કોઈક કૃતિનું સ્મરણ કરવાનું આ પર્વ છે. તેના સંવેદનો ઝીલીને, જીવનમાં આત્મસાત કરીને શરૂ થયેલા નૂતન વર્ષને અંતરના ઉત્સાહથી વધાવવાનો આ તહેવાર છે.

નવા વર્ષમાં નવોદિત વાચકોને રીડગુજરાતી પર લેખો શોધવાની અનુકૂળતા રહે તે હેતુથી એક ‘માર્ગદર્શિકા’ તૈયાર કરવામાં આવશે તેમજ તમામ વાચકો પોતાને મનગમતા લેખો વ્યક્તિગત ઉપયોગ માટે પ્રિન્ટ કરી શકે તે માટે ‘Print This Article’ નામની એક નવી સુવિધા ટૂંક સમયમાં મૂકવામાં આવશે. રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિનો પણ ઘણા વાચકો લાભ લઈ રહ્યા છે. આ સંબંધી આપના પ્રતિભાવો આપ Support વિભાગમાં જણાવી શકો છો. અન્ય કોઈપણ બાબતે રીડગુજરાતીને આપ આપના સૂચનો આપતા રહેશો.

ઉત્સવના આ દિવસોમાં, રીડગુજરાતીના વાચકો તરફથી SMS, ઈ-મેઈલ અને પત્રો દ્વારા શુભેચ્છા સંદેશ સતત પ્રાપ્ત થતો રહે છે, પરંતુ આટલી વિશાળ સંખ્યામાં પ્રત્યેકને વ્યક્તિગત રીતે પ્રત્યુત્તર પાઠવવો મુશ્કેલ હોવાથી તમામ વાચમિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે તેઓને પણ નૂતનવર્ષાભિનંદન પાઠવું છું. આ સાથે આજના શુભદિને વડોદરાના ગઝલકાર શ્રી સુરેશભાઈ પરમારે ‘સૂર’ (soor789@yahoo.co.in)  રચેલી ‘નૂતન વર્ષાભિનંદન’ નામની એક તાજી ગઝલ માણીએ.

નૂતન વર્ષાભિનંદન – સુરેશ એમ. પરમાર ‘સૂર’

એ વિના સંશય, વિના કારણ રહે;
સાવ તાજી, નવા વરસની ક્ષણ રહે.

ઘર કરે સુખ, ઘરને ખૂણે-ખાંચરે;
દુ:ખ માટે વેગળું, એક રણ રહે.

એક કણમાં, યત્ન મૂક્યો હો ભલે;
થાય લણવાનું ત્યારે તો, મણ રહે.

યોગ મતલબ, રિદ્ધિ-સિદ્ધિ બેઉ હો;
પ્હોંચમાં એ પણ રહે, તે પણ રહે.

‘સૂર’ ઝળહળ-ભાવને, પડઘાવવા;
ભીતરે શ્રાવક બની, એક જણ રહે.

ફરી એકવાર, આ નવું વર્ષ આપ સૌને માટે મંગલકારી નીવડે તેવી અભ્યર્થના સાથે વીરમું છું. દિવાળીના આ પર્વ નિમિત્તે લાભપાંચમ સુધી રીડગુજરાતી પર રજા રહેશે તેથી હવે તા. 3-નવેમ્બર-2008ના રોજ સોમવારે બે નવા લેખો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો….

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
ફોન : +91 9898064256
shah_mrugesh@yahoo.com

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડાયેટિંગ ડોટ કોમ ! – ચંદ્રકાન્ત વાગડિયા
અંદરની તપાસ – ગિરીશ ગણાત્રા Next »   

22 પ્રતિભાવો : નૂતન વર્ષના વધામણાં – તંત્રી

 1. Indian says:

  સાલ્મુબારક…..સાલ્મુબારક…સાલમુબારક….નવુ વરસ આપ સહુ ને સુખ, સમ્રુદ્દ્દિ અને શાન્તિ બક્શે..

 2. સહુને નુતન વર્ષાભિનંદન!!

  આ તો મૃગેશભાઇએ પાંચ દિવસનું વેકેશન રાખી વાંચન સાહિત્યમાં પણ ડાયેટિંગ કરાવી દીધું.
  અને પછી પાછો ડાયેટિંગ ડોટ કોમ નો હાસ્યલેખ પ્રકાશિત કર્યો..
  આ પાંચ દિવસનું શું??
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/
  http://natvermehta.blogspot.com/

 3. nayan panchal says:

  આપણા સૌના માટે વિક્રમ સંવત ૨૦૬૫ દરેક રીતે અત્યંત સફળ રહે તેવી પ્રભુપ્રાર્થના.

  સૌ વાચકમિત્રોને, મૃગેશભાઈને અને કર્તાઓને નૂતન વર્ષાભિનંદન.

  નયન

 4. Pravin V. Patel says:

  સાહસિક અને કાર્યદક્ષ ભાઈશ્રી મૃગેશભાઈ અને સાથીદારો,
  આપ સહુની અવિરત મહેનત અને લગનને વંદન.
  અંતરની શુભેચ્છાઓ અને ધન્યવાદ.
  દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન.
  સાથી કદમ બઢાતે ચલો—————————————————–


 5. સર્વે ભવન્તુ સુખિનઃ |
  સર્વે સન્તુ નિરામયાઃ ||
  સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
  મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ||

  વિક્રમ સવંત ૨૦૬૫ આપ સહુને સુખદાયી, આરોગ્યમય અને કલ્યાણકારી નિવડે તેવી હાર્દિક શુભેચ્છા સહ નવા વર્ષના સાલ મુબારક.

 6. Urmila says:

  Happy Diwali and prosperous New Year to all readers of Readgujarti and the Editor Shree Mrugeshbhai –

 7. જીતેન્દ્ર જે. તન્ના says:

  આદરણિય શ્રી મૃગેશભાઈ તથા મિત્રો,

  આજથી શરુ થતુ આ નવુ વર્ષ આપણા સૌ માટે નવી નવી તકો અને નવા નવા પડકાર લાવે અને આ દરેક તકોનો આપણે પુરતો ઉપયોગ કરી શકીએ તેમજ દરેક પડકારોનો સામનો કરવાની પરમકૃપાળુ પરમાત્મા આપણને સૌને પુરતી શક્તિ આપે એવી પ્રાર્થના.

  CA JITENDRA J. TANNA, VERAVAL

 8. Kavita says:

  આ નવુ વરસ આપ સહુ ને મુબારક. આખા વરસમા આપણે ખુબ જ સારા લેખ માણયા. મ્રુગેશભાઇનો ખુબ આભાર.
  કવિતા

 9. રેખા સિંધલ says:

  રીડગુજરાતીને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. નવું વર્ષ ફરી નવા રંગો સાથે હ્રદયનો આનંદ લાવે અને આપણે સૌએ એ આનંદ વહેંચતા રહીએ, વધારતા રહીએ. આજના શુભ દિને મૃગેશભાઈને વિશેષ ધન્યવાદ. તમારી મહેનતના સુંદર ફળ રીડગુજરાતી પર સૌને મળતા રહે અને સૌ તૃપ્ત થતા રહે એવી સરસ્વતી દેવીને પ્રાર્થના ! સૌ મિત્રોને 2065નું સાલમુબારક. મૃગેશભાઈ, વિક્રમસંવતની શરૂઆત અને રાજા વિક્રમ પર લેખ મૂકી શકો તો આનંદ થશે.

 10. ભાવના શુક્લ says:

  રીડ ગુજરાતી અને તેના તમામ વાચક-પ્રતિભાવક મિત્રોને નવા વર્ષની મંગળકામનાઓ સાથે આવતુ વર્ષ અને તે પછીના તમામ વર્ષો આશા અને નુતન ઉત્સાહથી ભરેલા આવે અને સુખમય, શાંતીમય સમય સર્વ પ્રસરી રહે તેવી પ્રભુ પાસે હૃદયપુર્વક પ્રાર્થના.

 11. Hetal says:

  Happy Newyear

 12. Mitali says:

  Happy diwali and નુતન વષા અભિનાદન to everyone at readgujarati. May everyone bring joy and happiness to their life in the frestival of diwali.

 13. ઈન્દ્રેશ વદન says:

  સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનો ને નૂતનવર્ષાભિનંદન.

  નવું વર્ષ સૌને મંગલદાયી અને ફળદાયી નીવડે એવી શુભકામના.

 14. nirlep bhatt says:

  thanks Mrugeshbhai….happy diwali & very happy new year to all.

 15. pragnaju says:

  શુભ દીવાળી
  અને
  નૂતનવર્ષાભિનંદન
  નવું વર્ષ આપ
  સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર
  નીવડો એવી
  પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના

 16. Sutaria Manhar says:

  સહુ વાચકમિત્રો, પ્રગ્નાજનો અને રિડ ગુજરાતી ના તન્ત્રી મ્રુગેશભાઈ ને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભકમનાઑ, હમારુ સૌનુ નવુ વર્ષ સુખ સમ્રુદ્ધિમય રહે એવી શુભેચ્છા.

 17. Arpita says:

  Wish you every1 happy Diwali and Happy New Year..This has been a great year and I wish coming year brings happiness to everyone’s life.

  Mrugeshbhai thanks for making gujarati articles available click away and good luck in continuing this for coming year too.

  Again, SAL MUBARAK TO ALL 🙂
  -Arpita

 18. BHAUMIK TRIVEDI says:

  wish you all Happy New Year.

 19. Ramesh Patel says:

  રીડ ગુજરાતી,માણતાં માણતાં દિવાળી આવી ગઈ.
  શ્રી મૃગેશભાઈએ અવિરત પણે સાહિત્યની ફૂલવાડી ધરી સૌના મનમાં મ્હેંક ને મ્હેંકાવી છે.
  નૂતન વર્ષ સુવિચારથી સૌના દિલમાં સુગંધ ભરે તેવી અભિલાષા સાથે જયશ્રી કૃષ્ણ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 20. Pinki says:

  દીવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ … મૃગેશભાઈ,

  નૂતન વર્ષાભિનંદન !!

 21. સુરેશ જાની says:

  આંધ્ર પ્રદેશમાં 1965માં દીવાળીની યાદ માણો –
  http://gadyasoor.wordpress.com/2008/10/28/diwali/

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.