આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન – તંત્રી

ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષનાં હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના. આવો, તેમને તેમની જ સુપ્રસિદ્ધ ગઝલ દ્વારા શ્રદ્ધાંજલી અર્પીએ….

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીતો દુનિયા તમારા અભિગમથી – જે. પી. વાસવાણી
દીવાલ નહિ પણ સેતુ – જયવતી કાજી Next »   

37 પ્રતિભાવો : આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન – તંત્રી

 1. Neha says:

  it’s big loss to “sahitya society”, our thoughts & prayers goes to his family.

 2. Navin N Modi says:

  આદિલ મન્સુરી સાહેબ ભૌતિક દુનિયામાં ભલે ન રહ્યા, એમની ગઝલો દ્વારા એમના ચાહકોના દિલોમાં તેઑ સદા જીવંત છે.

 3. Jayshree says:

  આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

 4. saeed says:

  Adil Mansuri was one of the Poetry reformers,Particularly in Gazals.He brought new thoughts and analogies,which were never penned by anyone in gujarati gazals.He inspired lot of young poets through his gazals.
  Not only in Gujarati,he wrote poetry in Urdu also.
  His loss is the biggest loss to Gujarati literature.But……He is alive in his poetry.
  He is alive in Gujarati poetry lovers’ hearts.
  Inna Lillahi va inna ilayhi raajiun.

 5. ગઝલના ધબકાર….
  ગઝલનું જન્નત…..
  એવા શ્રી આદિલ મન્સુરીને
  લાખ લાખ સલામ…….

  ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા
  થયો પુરવાર ના-કાબિલ ખુદા

  ભલે શાયર કર્યો જન્નત નશીં
  હવે દોખજ અમારાં દિલ ખુદા

  ડો. જગદીપ નાણાવટી

 6. Ramesh Patel says:

  ગુજરાતના પનોતા પુત્ર ,ગઝલ દ્વારા સૌના મનમાં નીત રમણ કરનાર ,વતન પ્રેમી પોતીકા લાગતા શાયરને અશ્રુભરી આંખે સલામ.

  રમેશપટેલ(આકાશદીપ)

 7. Niraj says:

  “રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
  પછી કોઈને કોઈની કબર મળે ન મળે.”

  ગુજરાતી સાહિત્ય ની અમર પંક્તિઓ…
  પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે.

 8. Ashish says:

  મને હમેશા ગમતુ કાવ્ય.
  જે ગુજરાતી પાઠ્યપુસ્તક મા હતુ.

  વિદાય થી દુઃખ થયુ છે.

 9. Navnit says:

  Aadil Mansoori was someone who touched millions of hearts with his poems. Adil will be remember forever.
  1985, When Aadil had to leave Amdavad after Hindu-Muslim riots, he wrote this lines in the plane when he left the city of Amdavad.

  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
  ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

  ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
  પછી આ માટીની ભીની અસર મળે ન મળે

  વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
  અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

  Aadil worked hard in US.
  Great Poet and greater human being.
  I am sure God has a special place reserved for him.

 10. pragnaju says:

  તેઓ ભોતિક દેહે ભલે ન હોય પણ આપણા સૌના હ્રુદયમા સદા વિરાજમાન છે જ
  તેમનાં જ એક રચનાથી શ્રધ્ધાંજલી
  જિંદગીના ઝેરને

  સ્વપ્નમાં દીવાલને ઘોળ્યા કરું.
  એક પીળી લાગણી ચોળ્યા કરું.

  ચોતરફ ખંડેર ફેલાઈ રહ્યું,
  ચોતરફ હું મારું ઘર ખોળ્યા કરું.

  આ નદી તો સાવ સુકાઈ ગઇ
  ને હું ખાલી આંગળી બોળ્યા કરું.

  જે સતત જાગ્યા કરેછે રાત દિન,
  હું હમેશા એને ઢંઢોળ્યા કરું.

  કારમી તંગી નડે છે પ્રાસની,
  શબ્દે શબ્દે પ્રાસ ફંફોળ્યા કરું.

  મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી,
  જિંદગીના ઝેરને ઘોળ્યા કરું.

  ખાલીપો આકંઠ છલકાઈ રહ્યો,
  તે હું આદિલ ચોતરફ ઢોળ્યા કરું.

  _ આદિલ મન્સૂરી———સત સત સલામ્

 11. Sudhir Patel says:

  આદિલ સાહેબને હ્રદયપૂર્વ શ્રધ્ધાંજલી. ગુજરાતી ગઝલ-સાહિત્યને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.
  સુધીર પટેલ.

 12. કલ્પેશ says:

  સારા લોકોને જતા જોઇને એમ થાય છે કે એક સારા માણસોનો યુગ ખાલી થઇ રહ્યો છે.
  હે પ્રભુ, એમના આત્માને શાંતિ અને દરેક ચાહકને સાંત્વના મળે.

 13. gopal says:

  દુઃખદ હકીકત સ્વીકાર્યા વિના છૂટકો છે? ગુજરાતી સાહિત્યનો એક તેજ્સ્વી તારલો ખરી પડ્યો

 14. Rekha Sindhal says:

  તેઓ ગુજરાતીઓના હૈયામાં ગઝલ બનીને હંમેશા જિવતા રહેશે. અલ્લાહ એમને શાંતીના પરમધામમાં સત્કારે.

 15. આદિલ મંસુરી ને ખુબ ખુબ સલામ્!

 16. nilamhdoshi says:

  આપણા સૌના માનીતા આદિલસાહેબ, એક સમર્થ ગઝલકાર સ્થૂળ અર્થમાં ભલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમની સુન્દર, લોકપ્રિય રચનાઓ વડે તેઓ હમેશા આપણી વચ્ચે જીવંત રહેશે…તેમને સલામ.

 17. Girish Parikh says:

  Modesto California

  On Thursday, November 6, 2008, I got an E-mail with the subject: “With great sadness, we announce the passing of our beloved, Adil (Farid) Mansuri.” I could not believe it, and opened the mail right away. It was a message from the Mansuri family.

  I was shocked to read the sad news. I came in contact with Adilji in many mushayaras overal several years, and even participated in some of them. Wrote and published reports about several mushayaras in news papers. Have translated Adill’s few ghazals in English, one of them (“Baba”) was published in Sandhi Magazine not too long ago.

  Several years ago Ashraf Dabawala had organized mushayara in his home in a Chicago suburb. Among several poets Adil was a leader. The program was over late at night, and my friend Niranjan Bharadwaj and I slept in the basement of Asharafji. In a dream that night I saw Adilji. I bowed down to him and he blessed me.

  From the next day I started considering Adilji my ghazal-guru. Later I wrote a ghazal of few lines revealing that Adil is my ghazal guru. When I showed it to him he smiled.

  I pray to God Almighty for the peace of the soul of Adilji, and to give strength to his family members, relatives, friends, and tens of thousands of admirers to bear this loss. Indeed, Adil Mansuri will be immoral in Gujarati and Urdu literature.

 18. Paresh says:

  આદિલ સાહેબ ઉંચા ગજાના શાયર અને ખૂબ જ નમ્ર વ્યક્તિ. નખશીખ અમદાવાદી તરીકે જ્યારે પણ તેમની આ ગઝલ વાંચુ છુ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. આદિલ સાહેબને ભારે હ્રદયે શ્રધ્ધાંજલી.

 19. nayan panchal says:

  હે પ્રભુ, સદગતના આત્માને પરમ શાંતિ આપજો.

  “ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
  પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.”

  નયન

 20. sanjay chavda says:

  આદિલ મન્સુરિના અવસાન એ ગુજરાતિ ગઝલ ના એક યુગનિ સમપ્તિ નો અહેસાસ કરાવિ દિધો.

  તેમનિ રચના કોઇ પણ ના દિલના તાર જનજણાવિ દે તેવિ હતિ.

  ભગવાન તેમના આત્માને સદગતિ આપે.

 21. butabhai g patel says:

  આદિલ સાહેબને હાર્દિક સ્ર્ધાન્જલિ

 22. ઇશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પે…

 23. Amol says:

  આદિલ સાહેબને ભારે હ્રદયે શ્રધ્ધાંજલી………

  રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
  પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

  વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
  ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

  અમોલ….

 24. સુરેશ જાની says:

  આદિલ સાહેબને મારી અંજલી –

  નદીની રેતને રડતો, કવી ક્યારે ન મળે,
  વતનની ધુળ મસ્તક મુકતો, શાયર ન મળે.

  ફદીર મમ્મદ હતો લાડકડો બેટો ગુર્જરી માનો
  હવે ‘આદિલ’ તણી એ શાયરી સુણવા ન મળે.
  —————-
  આખી ગઝલ વાંચો –
  http://kaavyasoor.wordpress.com/2008/11/08/adil_tribute/

 25. Ashish Dave says:

  He will be missed by all his fans. My prayers are with his family.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.