સાસુ ‘રીચાર્જ’ થાય છે – અરુણા જાડેજા

આ વખતે તો અંજુબેન ખાસ્સા લાંબા ગાળે અમેરિકાથી પાછાં ફર્યાં હતાં. તેમના માનમાં ચોથા બંગલાવાળાં માલાબેને સોસાયટીની બહેનોને ચા-પાણી માટે તેડાવી હતી. નાનાં-મોટાં, સાસુ-વહુ સહુ હતાં. બધાં સરખે સરખાં પોતપોતાનું ટોળું જમાવીને બેસી ગયાં હતાં. ગુજરાતી પૂરેપૂરું બોલતાં આવડતું હોવા છતાં સાસુઓને પછાતમાં ખપાવવા કે પોતાનો રૂઆબ છાંટવા બેચાર વહુઓ સાચુંખોટું અંગ્રેજી ફટ ફટ ફાડી રહી હતી, ફેશનની ફિસિયારી મારી રહી હતી.

આ બધામાં સહુથી મોટાં હતાં કાંતાબેન. સાંઠની નજીક પહોંચેલા. સાવ સીધાં સાદાં. ચંબુડી જેવડી વાળની અંબોડી. ખાસ બોલે ચાલે નહિ. મોં પર એક નિશ્ચલ શાંતિ. કાન પર આવતી જતી વાતો સાંભળીને ક્યારેક કયારેક હોઠને ખૂણેથી મલકી લે એટલું જ. ખાલી ચણાની જેમ ઊછળી ઊછળીને કાંતાબેનની મોટી વહુ મોના – પોલો ઢોલ વગાડી રહી હતી. સ્વિમિંગ અને ડ્રાઈવીગની વાતો હાંકી રહી હતી. બેઠાં બેઠાં બધો તાલ જોઈ રહેલાં અંજુબેને લાગ જોઈને વજનદાર અવાજે મણનો મમરો બધાંની સામે મૂક્યો.

‘તમને બધાંને ખબર છે? આપણી સોસાયટીમાં સૌથી પહેલું ‘ડ્રાઈવીંગ’ કોણ શીખ્યું હતું ?’
‘કોણ ?’ બધાની આંખોમાં કુતૂહલ હતું.
‘આ, આપણાં કાંતાબેન ‘ધ ગ્રેટ’ !’
‘હેં !!!’ ફટાકડી વહુઓની હવા ફસ્સ દેતીક નીકળી ગઈ. ‘હોય નહિ.’ એવી કાળી શાહી કાંતાબેનની નાની વહુ બીનાના મુખ પર ઢોળાઈ ગઈ. જાણે સાસુને પૂછતી હોય, ‘હેં મમ્મીજી ?’ કરતાંક બીનાનું પોતાનું મોં કાંતાબેન તરફ ફેરવ્યું. ખચકાતાં ખચકાતાં કાંતાબેને હકારમાં ડોકી હલાવી અને એક જોરદાર ઝાટકો વાગવાથી બીનાનું મોઢું એવું તો મરડાયું કે એની ડોકી લટકી પડી.

ચકોર અંજુબેન હવે કંઈક વિફર્યા : ‘શું કાંતાબેન તમેય ? આજસુધી તમારી વહુઓને તમારા વિષે કાંઈ જ ખબર નથી ?’
‘મોટી મોના તો બધું જાણે છે.’ સહેજ ગભરાતાં ગભરાતાં કાંતાબેને ખુલાસો કર્યો.
‘તો મોનાએ બીનાને કશું જ કહ્યું નહિ હોય તમારા માટે ?’ કોકે વચમાં જ પૂછયું.
અંજુબેન વિચારે ચઢયાં કે વહુઓ તો વહુઓ પણ બેમાંથી એકે દીકરાએ પોતાની પત્નીને મમ્મીની ઓળખાણ કરાવી નહિ હોય ? અને એથી વધીને જોઈએ તો દીકરાઓના પપ્પાને કાંતાબેનની કર્તૃત્વશક્તિનો પરિચય નવી આવનાર વહુઓને કરાવવો જરૂરી નહિ લાગ્યો હોય ? કે પછી, ઠીક છે મારા ભાઈ, ગૃહિણીને એટલું તે શું મહત્વ આપવું, એ સનાતન ભાવના રહી હશે ? ગમે તેમ પણ કાંતાબેન એક બાજુએ ધકેલાઈ રહ્યાં હતાં.

એમ તો અહીં પણ ગર્ભશ્રીમંતાઈ હતી પણ મોટી મોનાને એના પિયરનું કાંઈ વધારે પડતું જ ગુમાન હતું. એવી તો રોફીલી નીકળી કે આવતાની વારમાં જ લખશેરીની જેમ બધાં પર રોફ જમાવી દીધો. નાની બીના ખાસ ભણેલી નહિ પણ ભણેશરીનો વહેમ રાખી જેઠાણીના પગલે પગલાં માંડવા લાગી. શાણાં કાંતાબેન સમજી વિચારીને પોતાની ઊંચી પદવીઓ ભેગું પોતાના શાણપણનું પણ પોટલું વાળીને ઊંચે અભરાઈએ ચઢાવી દીધું. માંડેલો સંસાર વીંખાઈ ના જાય તે માટે ચૂપચાપ તમાશો જોયા કરતાં અને આ માતાજીઓથી કાંતાબેન બને તેટલું દૂર રહેતાં. બાકી એમના હાથ અને હલક તો એવાં મીઠાં કે એમનાં ભોજન અને ભજન બંને રસનીતરતાં રહેતાં. પણ સાસુને કોઈ વાતે વિસાતમાં ન ગણતી અને વાતે વાતે તુચ્છતાથી જોતી આ બંને વહુઓનાં દોઢડહાપણ સામે કોઠાડાહ્યાં કાંતાબેને જાણે પોતાની કાયા જ સંકેલી લીધી. આ વહુઓને એમના પિયરથી આવેલી કોઈ પણ વસ્તુ જાણે મોંઘામસ ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી આવેલી લાગતી અને કેટકેટલી હોંશે કરેલી કાંતાબેનની ખરીદી ગુજરીમાંથી આવી હોય તેમ હડસેલી કાઢતાં. એમ તો પાછાં કાંતાબેને બનાવેલા મેવા-મીઠાઈ-ફરસાણ પાછલે બારણે ગૂપચૂપ દબાવતાં તો જાય પણ પલ્લુ તો પિયરનું ઊંચું રાખતાં ફરે. વેઠવૈતરાં કર્યે જતાં કાંતાબેને પોતાની જાત અને પોતાની વાત – બધું જ એક કોરે મૂકી દીધું. જાણે અજાણે એક અણઘડ સ્ત્રીની મૂર્તિ કાંતાબેન પોતે જ જાણે ઊપસાવતાં રહ્યાં.

અંજુબેનની વાત તો આ બેઉ વહુઓને વીંધી રહી…. ‘હા હોં, લક્કડિયા ગાંઠિયા અને ચણાની દાળ તો કેવાં ફરસાં….’ ‘પુડિંગ-કેક તો કાંતાબેનનાં જ’…. ‘હું તો સ્વેટર બનાવતાં એમની પાસે જ શીખી.’ ‘…ગળું તો કેવું મીઠું !’…. સાસુનાં એક પછી એક પાસાં જેમ જેમ ઊઘડતાં ગયાં તેમ તેમ વહુઓ પોતે માંડેલી બાજીમાં એક પછી એક દાવ જાણે હારતી ગઈ. બેઉના મોઢાં હાર્યા જુગારી જેવાં ઓશિયાળાં હતાં. પણ એ જોઈને કાંતાબેન માત્ર ફફડી ઊઠયાં કે, ‘હવે આ હાર્યા જુગારી ઘરે જઈને બમણું રમવાના.’ અને થયું પણ એવું જ. બંને જણાં પોતપોતાના પિયરની સરસાઈ બતાવીને યનકેન પ્રકારેણ કાંતાબેનને નીચાં પાડવા મચી પડ્યાં. કાંતાબેનનો કોઠો માત્ર ઠંડો.

અંજુબેન હવે કાંતાબેનને રોજ બપોરે ભજનમંડળમાં લઈ જતાં. ‘ગયે વખતે હું લાવી હતી એ ગૉગલ્સ ક્યાં ગયાં ? કેટલો તડકો છે ?’
‘અરે રહેવા દો અંજુબેન ! ગૉગલ્સ ચઢાવીને મારે વહુઓ સામે કાંઈ રણમેદાને નથી ઊતરવું અને આમેય મોનાને બહુ ગમતાં હતાં તેથી એને આપી દીધાં.’ કાંતાબેને અંજુબેનને જવાબ આપ્યો.

પહેલાં તો કાંતાબેન કેવાં સુંદર લાગતાં ! લાંબો ચોટલો ! આગવી ઢબે પહેરેલી, હલકી કાંજી કરેલી ગુજરાતી સાડી અને એવી જ આગવી છટાથી ગાડી ચલાવતાં. અને હવે તો કાંતાની કાંતિ જ જાણે બદલાઈ ગઈ. લાંબા વાળ ઘસાઈને કંતાઈ ગયા હતા, ઉંદરની પૂછડી જેવા. સાડલા પણ સાધ્વી જેવા પહેરે રાખે. એક દિવસ અંજુબેન પરાણે પકડીને કાંતાબેનને ‘બ્યુટીપાર્લર’માં લઈ ગયા. એવા કાંઈ રંગરોગાન કે લેપલપેડા નહોતા કરાવ્યા. ઝાંખાપાંખા થઈ ગયેલા કાંતાબેનના સુંવાળા વાળને સરખા કરાવડાવી ગુચ્છેદાર પોનીટેઈલનું સ્વરૂપ આપ્યું. કાંતબેનના પ્રૌઢત્વને વધુ ગરવો બનાવે તેવો આછો શ્રૃંગાર. કાંતાબેનનું રૂપ જ જાણે બદલાઈ ગયું. હળવો મસાજ પણ કરાવડાવ્યો. નિષ્પ્રાણ કાંતાબેનની લસલસતી કાંતિ પાછી ફરી હતી.

ચાલો, ત્યાં સુધી તો ઠીક હતું, પણ ઘરનો ઝાંપો ખોલતાં જ પેલો જૂનો જાણીતો ફફડાટ કાંતાબેનમાં પેઠો હતો. ઘરે આવીને જોયું તો ગામમાં જ જુદી રહેતી બીના આવી હતી. મોના પણ તેના રૂમમાંથી નીચે આવી. ત્રણે જણ ચા પીવા બેઠાં. કાંતાબેનની બદલાયેલી ચાલ તો બેઉ જણાને અકળાવી રહી. ચૂપચાપ ચા પીવાઈ. વારુ, પણ જેવાં કાંતાબેન ચાનો કપ મૂકવા માટે ઊંધા ફર્યાં અને કાંતાબેનની ‘પૉનીટેઈલ’ જોઈને મોનાની કમાન છટકી અને તે પગ પછાડતી ઉપર તેના રૂમમાં જતી રહી. બીના પણ પર્સ લટકાવી, ધૂંધવાતી બહાર નીકળી ગઈ. સાસુના નવા રૂપથી અંજાઈને દાઝી ઊઠેલી વહુઓ પોતપોતાના વર પાસે બળાપો કરતી હતી. કાંતાબેન એ ધૂમાડો જોતાં રહ્યાં પણ અરીસામાં એક નવી કાંતાને જોઈને ફરી એકવાર મલકાઈ રહ્યાં એટલી વાત ચોક્કસ.

પછી તો કબાટમાં લપાયેલી સુંદર સુતરાઉ સાડીઓ બહાર નીકળી પડી. હસતાં કાંતાબેનને જોઈને વહુઓની આંબોઈ ખસી જતી. કાંતાબેન હવે ખાસ ગણકારતાં નહિ. વહુઓને નહિ ગમે એ બીકે કેટલીયે મનગમતી વાત એમણે આજ સુધી કરી નહોતી. હવે એ લોકોને સાસુનું ચઢિયાતાપણું આવતાં જતાં કઠ્યા કરતું. સાસુ ચઢિયાતી તો નહિ પણ બરાબરીની પણ હોવી ના જોઈએ. સાસુ તો ધરમ-ધ્યાન, દેવ-મંદિરમાં જ શોભે. સાસુને વળી ખાવાના શા ચટકા ને સજવાનાં શાં લટકાં ? જેમ વહુઓ માટે સાસુઓના વણલખ્યા નિયમ હોય છે તેમ સાસુઓ માટે વહુઓના અણદેખ્યા નિયમો જોવા મળે છે.

અમેરિકા જતાં જતાં અંજુબેને પોતાના ઘરે બહેનોનો ખાસ મેળાવડો રાખ્યો હતો. બધા પાછાં એકવાર ભેગાં થયાં હતાં. સહુ કાંતાબેન સામે પ્રેમાદરથી નિહાળી રહ્યાં હતાં. કોઈએ પ્રેમભાવે તો કોઈએ અહોભાવે કાંતાબેનના નવા નિખારનાં વખાણ કર્યાં. પણ એમની વહુઓનાં મોં પર ઈર્ષાનાં સાપોલિયાં સળવળી રહ્યાં, જે કાંતાબેન ચોખ્ખું જોઈ શકતાં હતાં. અંજુબેને ટેપરેકૉર્ડર પર વાગતા ભજન તરફ બધાંના કાન દોર્યા. સંપૂર્ણ શ્રદ્ધાથી મગ્ન થઈને ગવાતું એ ભજન બધાં મુગ્ધપણે સાંભળી રહ્યાં. ભજન પૂરું થયું એટલે બધાં અંજુબેનને પૂછવા લાગ્યાં, ‘કોણ આ ?’ …. ‘આટલો મીઠો અવાજ કોનો ?’ અંજુબેનના ગાલના ખાડા વધુ ઊંડા થયા અને કાંતાબેન તરફ એમણે આંગળી ચીંધી. ‘હેં !’ બધાં તો અચરજમાં ગરક થઈ ગયાં. પણ વહુઓનો બેડો ગરક થઈ ગયો તેનું શું ? બધાંએ ટોળે વળીને કાંતાબેનને ખુલ્લા દિલે અભિનંદન આપ્યાં. તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો. બીના અને મોનાએ ખૂબ મોંધાં કપડાં પરિધાન કર્યાં હોવા છતાં, એમનાં મોં પરનું નૂર અચાનક ઊડી ગયું. એમને તો અકલ્પ્ય ધક્કો વાગ્યો હતો : ‘આ બે બદામડીની અમારી સાસુમાં આવું કૌવત !’ ….. ‘યે મુંહ ઓર મસૂરકી દાલ !’ એવા તેવા રંગ તેમના મુખમંડલ પર આવતા હતા.

ઘરે પહોંચતાં તો કાંતાબેનના પતિએ પણ એવાં જ આનંદાશ્ચર્ય વ્યક્ત કર્યાં. ‘હેં ? ક્યારે ? આ બધું ?
‘કેમ રોજ બપોર હું અંજુબેન સાથે સત્સંગમાં નહોતી જતી ?….. આ બધું તો અંજુબેનના જ પ્રતાપે હો કે ?’ …..
‘હા…હા સરસ. ભલે ભલે.’ કહેતાં પતિદેવે પાછું એમના કામમાં માથું ખોસી દીધું. એમ તો દીકરાઓને પણ હરખ તો થયો હતો. પણ ઘરવાળીઓની નારાજીની બીકે એ બિચારા ખુલ્લમખુલ્લા બતાવી શક્તા નહોતા. વિફરેલી વાઘણોનો ધૂંઆપૂંઆ ચહેરો જોઈને સુજાણ કાંતાબેને વિચાર્યું કે હવે આ બધાંનો શોક શો કરવો ? હવે તો ખરખરો ફોક કરવો જ રહ્યો.

અને વર્ષો પછી ફરી એક દિવસ કાંતાબેને પૂરા આત્મવિશ્વાસથી ગાડીનું સ્ટીયરીંગ હાથમાં લીધું…. આખિર જીના ઈસી કા નામ હૈ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મબલખ મસ્તી – ગઝલો અને કાવ્યો.
ચૈત્રી નવરાત્ર સ્પેશિયલ – ગરબા Next »   

34 પ્રતિભાવો : સાસુ ‘રીચાર્જ’ થાય છે – અરુણા જાડેજા

 1. અમિત પિસાવાડિયા says:

  સરસ લેખ છે ,

 2. Suresh Jani says:

  This is a rare story of a 21st century house and a modern time reality. I was reminded of Jayvatiben Kaji’s essay.
  How many ‘ Jooni aankhe navaa tamaashaa’ shall we see in this women’s lib?
  We need more and more such stories rather than age old ‘kathavastu’ – to reflect the new types of social problems.
  Really a very refreshing story.

 3. m thummar says:

  khub sarar,,

  aava kissa ghani jagyaye jova male chhe.

  vahuo mate aa khub saru e.g. chhe

 4. “Recharging”!

  I erad this story to m y wife and my mother. A nice content both appreciated and talkeda lot about similar characters they knew about.

 5. Sangita says:

  Really nice!

  I love my mother-in-law and admire her for many good qualities I have observed in her. When I like good stories I read here, I share with her. I am definitely going to share this with her.

 6. manvant says:

  Our day to day life is accurately depicted in this story from a well experinced hand.Congratulations Arunaben.Now I request you to once recharge a daughter-in-law.Please show her to be a better one in the society….as they are more (as said),important…and we do have such,other sides of the coins…but unfortunately too less !

 7. Vijay Shah says:

  Arunaben Jadeja ghanij saras varta lakhe chhe
  Abhinandan
  vadhu vartaao publish karva vinanti

 8. hardik says:

  too good!!!
  i have read gujarati after a long time and its been a wonderful start…..

 9. Dr Navin C Patel says:

  What a storey.All bahus should not forget that Sas bhi kabhi bahu thi probably better than most of you.Every dog has its day.

 10. Deven says:

  superb .. tamne abhinandan avi varta lakhva mate k jema fari ek var gadi nu stering amna hath ma aave che.. bahu j anand thay che vanchine saras ..carry on
  aruna ben ne khub j abhinandan take care

 11. sweety says:

  Dear arunaben,
  very nice presentation. I like the story very much. khub khub abhinandan.

 12. V.S.Bhatt says:

  Dear Sir,

  It is a learning story to teach modern Bahu that how to digest the wealth, skill and prosperity. And “paisa thi chhaki jaavu nahi, nahito adhuro ghado vadhu khkhade”.

 13. anshu says:

  saras varta chhe. kharekhar jo a vastavikta bane ane darek sasu potani personality avi j rite jalvi rakhe to gharma navi aveli vahu pan sari pravruttimay jivan jivvanu shikhshe.

 14. Tejal says:

  Good story but i think not touching the reality

 15. BHUPATSINH SARVAIYA says:

  TANTRI SHRI,
  READGUJARATI,
  ARUNABA JADEJA E P.L.DESHPANDE NA MARATHI PUSTAKO NA GUJARATI ANUVAD KARI GUJARATI VACHAKO NE UTTAM MARATHI SAHITYA NO PARICHAY KARAVYO CHHE.TEONA SAHITYA SARJAN NO GUJARATI VACHAKO NE VADHU LABH MALE TEVI APEKSHA SATHE READGUJARATI NI AA SUNDAR VARTA BADAL ABHINADAN SATHE NAMSKAR.

 16. urmila says:

  Arunaben has written a true story of many mother in laws of today and tomorrow and yesterdays – ignorance and wrong upbringing whether due to parents neglect or wrong company or mixed western culture creats the unhappiness and yet if tackled wisely and with support from correct people can bring happiness and selfrespect back to an individual – keep on writing please to give boost to all

 17. હાર્દિક અભિનંદન અરુણાબહેન,
  પરદેશમા વસતા ઘણા ગુજરાતી સાસુઓની ખરેખર આ જ હાલત છે….સતાનોના સુખી અને સમૃદ્ જીવન માટે પોતાના કૌશલ્યો, ગુણો, ગમો-અણગમો બધ્ધું જ એક બાજુ પર મૂકી જીવનાર….પોતાની જાતને મૃતપ્રાયઃ કરનાર સાસુઓની જરાય કમી નથી…તમે તેમને માટે એક નવિ દિશા બતાવી છે..

 18. Nice story….A nice model to learn for self existance for all mother-in-laws. let others grow but don’t forget of self growth…wow!!!!!!!!!!!!

 19. Bharat Raval says:

  Women envy the other female for any good/bad or special feature.Their reaction or criticism is very instant and intesnse.Normally DiL (daughter in laws)avoid Sasus as age and interests do not match.The remarks from Sasu is also BORE them so they prefer to maintain goody goody relations by keep distance.This story highlights individual qualities (of Kantaben)but practical aspect is not to be bothered by reader (like Film Stories). Beauty of Language and Purity (Shudhdhata)presented is of very high class.Arunaben deserve the appreciation.

 20. Hiral says:

  mare pan aa apanavvu padshe!
  pan ahiya thodu undhu che sasuni jagyaae vahu che!

 21. Maitri Jhaveri says:

  ખુબજ સરસ્

 22. JITENDRA TANNA says:

  સરસ. મારા મમ્મીને આ વાર્તાનુ પ્રિન્ટ આ ઉટ લઈ જરુરથી વંચાવીશ.

 23. farzana asif bha says:

  good story…..l

 24. Suhas says:

  સાસુજી ના અખતરા….ઃ)… ખુબ સરસ…આભાર…!

 25. nayan panchal says:

  નવુ જોમ પૂરુ પાડતી વાર્તા.

  ખરેખર નારી પોતાની ઘણી ક્ષમતાઓને પરિવારની ખુશી માટે ખીલવતી નથી. આજની નારી તો હવે બદલાઈ રહી છે. તે પોતાના પરિવાર જેટલુ જ મહત્વ પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને આપે છે, પોતાની અલગ ઓળખ ઊભી કરે છે.

  ઘણું સરસ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.