હોમમિનિસ્ટર – અલ્પેશ પાઠક

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2008માંથી સાભાર.]

પ્રિતાનાં લગ્ન પાંચ વર્ષ પહેલાં વ્યોમેશ સાથે થયાં હતાં. દોઢ વર્ષની એક દીકરી હતી. બંનેએ તેનું નામ પાડેલું ફોરમ. લગ્નજીવન એકંદરે સુખી કહી શકાય તેવું હતું. હા, વ્યોમેશની બાંધી આવકને લીધે આર્થિક સંકડામણ રહેતી પરંતુ પ્રિતાને તેનો અફસોસ ક્યારેય નહોતો. વ્યોમેશ ભ્રષ્ટાચારથી દૂર રહેતો હતો એ વાતનો આનંદ હતો પ્રિયાને. હજુ હમણાં ચાળીસ હજારમાં જૂની ફિયાટ ખરીદી વ્યોમેશ અને ત્રણે જણાં લૉંગ ડ્રાઈવ પર ગયાં ત્યાં પ્રિતા એ કહ્યું પણ ખરું : ‘વ્યોમેશ, પ્રમાણિકતાના પૈસાથી ખરીદેલી આ જૂની ફિયાટમાં જે મજા આવે છે… એ કદાચ કરપ્શન કરીને ખરીદેલી નવી નક્કોર એસ્ટીમમાં ન આવત.’
‘આ જ તો તારો સાચો પ્રેમ છે, પ્રિતા’
‘નહીં વ્યોમેશ, પ્રેમ સાચો કે ખોટો ક્યારેય હોતો નથી… પ્રેમ માત્ર પ્રેમ જ હોય છે.’
‘યુ આર રાઈટ માય હોમમિનિસ્ટર…’

પ્રિતા અને વ્યોમેશ બહુ ખુલ્લા મનથી એક બીજાની મજાક કરી શકતાં હતાં. કદાચ આ જ કારણ હતું કે જેની શંકાની દીવાલ બંને વચ્ચે ક્યારે આવી શકતી નહીં. એક વખત ત્રણે જણાં સિનેમાં જોવા ગયાં હતાં ત્યારે પ્રિતાએ વ્યોમેશને ચીડવવા એક યુવાન તરફ ઈશારો કરીને કહ્યું : ‘હાય… કેવો હેન્ડસમ છે…’
વ્યોમેશે તેની તરફ જોયા વિના જ કહ્યું : ‘હશે, પણ મારા જેવો હેન્ડસમ નહીં હોય…’
‘અરે… તારાથી પણ હેન્ડસમ… મારુતિ લઈને ઊભો છે…..’
વ્યોમેશે સહેજ બનાવટી ચીડ સાથે કહ્યું : ‘તો મને શું કામ પરણી ?’
‘એ ગમે તેટલો હેન્ડસમ હોય ને પૈસાવાળો હોય, મને હોમમિનિસ્ટર તો ના કહેત ને ?’ બંને હસી પડ્યાં. સાથે સાથે ફોરમ પણ કશું સમજ્યા વગર હસી પડી….

દિવાળીના દિવસો હતા. વ્યોમેશને બોનસ આવ્યું. પતિ-પત્ની ફોરમને લઈને એક મોલમાં ખરીદી કરવા ગયાં. પ્રિતા સાડી પસંદ કરવા જતી હતી ત્યાં વ્યોમેશે કહ્યું : ‘પ્રિતા, સાડી પસંદ કરવામાં અમને તો ભૈ કંટાળો આવશે. હું ફોરમને આઈસ્ક્રીમ ખવડાવી આવું. તું જા…. તને ખોળી લઈશું અમે….’ પ્રિતા સાડી પસંદ કરવા ગઈ. એક સાડી તેને ખૂબ પસંદ પડી ગઈ. ભાવ પૂછ્યો તો આઠસો રૂપિયા… મોલમાં ભાવતાલ કરવાનો તો સવાલ જ આવતો નથી. ‘સાડી તો સરસ છે. પણ… રહેવા દો મને તેની કિંમત વધારે લાગે છે….’ પ્રિતાએ કહ્યું.
…. અને પાછળથી અવાજ આવ્યો : ‘પૅક ઈટ…. આઈ વિલ પે ફોર હર….’
પાછળ જોયું તો હિરેન…
‘અરે હિરેન, કેમ છો…. તારી બદલી તો મુંબઈ થઈ ગઈ હતી ને ? અહીં ક્યાંથી ?’
‘રજામાં આવ્યો છું…’
‘કહે શું ચાલે છે ?…’
‘અરે જલસા છે…. લગ્ન કરી લીધાં. મારી વાઈફ પણ સરકારી નોકરીમાં છે…. એક બાબો છે. રેલમછેલ છે પૈસાની. બે ફલૅટ છે મુંબઈના પોશ ગણાતા એરિયામાં… હજુ ગયા અઠવાડિયે જ નવી સાન્ત્રો ખરીદી. સફળ માણસ ગણાઉં છું મુંબઈમાં… બીજું શું જોઈએ ?…..’
‘વાહ તારી પ્રગતિ જોઈ ખૂબ આનંદ આવે છે હિરેન….’

‘એક જવાબ આપ પ્રિતા, શું મળ્યું તને મને ઠુકરાવીને ? આજે તારી પાસે મહિનાના માત્ર આઠ હજાર આવે છે. અને મારે પૈસાની રેલમછેલ છે…. ક્યારેક તો અફસોસ થતો હશે ને ?’
‘અફસોસ ? ક્યારેય નહિ, હિરેન. તું જાણે છે મારા માપદંડો કાયમ દુનિયાથી અલગ રહ્યા છે. અને સરખામણીનો સવાલ પણ ઊભો થતો જ નથી. કારણ કે હું જાણું છું તારી પાસે પૈસાની રેલમછેલ છે….. તો શાથી છે ? તારા સુખની હું ઈર્ષ્યા નથી કરતી, અને ચાહુ કે મારા દુ:ખની તું દયા ન ખાય……’
હિરેન ધુંધવાઈ ઊઠ્યો : ‘સિંદરી બળી ગઈ પણ વળ નથી જતા.’
‘અને જશે પણ નહીં,…..’

હિરેન તો ગયો પણ પ્રિતાએ પાછળ જોયું તો વ્યોમેશ ઊભો હતો અને બધી વાત સાંભળતો હતો. બંને ઘેર પહોંચ્યા ત્યાં સુધી બહુ ઓછી વાત થઈ બંને વચ્ચે….. આવું પ્રથમ વાર બન્યું…. પાંચ વર્ષના લગ્નજીવનમાં… પ્રિતાએ નક્કી કર્યું હતું કે બધું જ કહી દેવું છે વ્યોમેશને. વિશ્વાસ હતો એને વ્યોમેશ પર કે કશો જ ખોટો અર્થ નહીં કાઢે એની ભૂતકાળની ભૂલોનો…. રાતે ફોરમને સુવડાવી, પ્રિતાએ વ્યોમેશને કહ્યું : ‘તારે જાણવું નથી એ કોણ હતો ?’
‘ચોક્કસ… જો તું કહીશ તો….’
‘વ્યોમેશ, સાંભળ, તે મારો ભૂતપૂર્વ પ્રેમી હતો…. અને પ્રેમ એક તરફી નહીં પણ બંને તરફી હતો…’
‘પ્રિતા પ્લીઝ, રહેવા દે… મને તારા ભૂતકાળમાં કોઈ રસ નથી, માત્ર તારા વર્તમાનમાં જ છે….’
‘નહીં વ્યોમેશ, મારે કહેવું જ છે અને તારે સાંભળવાનું જ છે…. થોડો ભાર હળવો કરવો છે મારે… આપણાં લગ્ન થયાં તે પહેલાં બે વર્ષથી અમે પ્રેમમાં હતાં. તેને સરકારી નોકરી મળી ત્યાર પછી અમારું પરણવાનું લગભગ નક્કી જ હતું. પણ એ દિવસોમાં અમારા કોમન ફ્રેન્ડસ દ્વારા મને જરા આઘાતજનક સમાચાર સાંભળવા મળ્યા કે હિરેન બેફામ ભ્રષ્ટાચાર કરતાં શીખ્યો છે. સાંજ પડે તો બસ્સો રૂપિયા આ રીતે ન બનાવે તો તેને ચેન પડતું નથી. મને આ વાતથી સખત આઘાત લાગ્યો. એક સાંજે એક કૉફી-શૉપમાં મળ્યાં. અને મેં તેને સીધો સવાલ પૂછ્યો : ‘હિરેન, આ બધી વાતો સાચી છે ?’
‘કઈ વાતો, પ્રિતા ?’
‘મેં સાંભળ્યું છે કે તું બેફામ કરપ્શન કરે છે….’
‘કરવું પડે !’
‘શા માટે ?’
‘અરે પ્રિતા, આપણાં લગ્ન થશે… બાળકો થશે… પૈસા તો બનાવવા જ પડે ને ? હું આખી દુનિયાની ખુશીઓ તારા કદમોમાં મૂકી દેવા માગું છું… આ બધું તારા માટે જ તો છે….’
‘જો હું કહું કે મને એવી ખુશીઓમાં રસ નથી તો ?’
‘પણ શા માટે પ્રિતા, આ જ તો દુનિયા છે. એ જ તો સફળ ગણાય છે જેની પાસે પૈસા છે. કરપ્શન-બરપ્શન એવું દુનિયા ક્યાં જોવા આવે છે ? આજ તો દુનિયાનો માપદંડ છે, જેની પાસે જેટલા વધારે રૂપિયા એટલો વધારે એ સફળ. એટલો એનો મોભો વધારે. આપણે પણ દુનિયામાં જ રહેવું છે ને ?’

‘અને હું કહું કે મને દુનિયાના એવા માપદંડમાં રસ નથી તો ?’
‘તો…તો…. આપણે છૂટા પડવું પડશે… હું તને ચાહું છું પ્રિતા, પણ સૉરી ટુ સે… મારી પોઝિશન, મારા પાવર કે મારા પૈસાથી વધારે નહીં…’
‘ઓ.કે. હું જે વસ્તુને નફરત કરું છું એ વસ્તુને જ તું વધારે ચાહે છે… તો પછી આપણે ખુશીથી છૂટા પડીશું ?’
‘પ્રિતા, માન્યું કે આજે તારા અને મારા રસ્તા અલગ પડ્યા છે. પણ જિંદગીની કોઈ એક રાહ પર આપણે મળીશું તો તું પસ્તાશે પ્રિતા…. ખૂબ પસ્તાશે….’
‘એ તો સમય જ કહેશે….’
‘…. અને અમે છૂટાં પડ્યાં. બોલ વ્યોમેશ, મેં સાચું કર્યું ને ?’
વાતને હળવી બનાવતાં વ્યોમેશ બોલ્યો : ‘ઑફ કોર્સ… યસ… યસ.. ઍન્ડ… યસ.. કારણ કે મારી પ્રિતા હંમેશાં સાચું જ કરે છે અને હંમેશા સારું જ કરે છે. કારણ કે તે વ્યોમેશની હોમ-મિનિસ્ટર છે…..’ બંને હસી પડ્યાં.

થોડા સમય બાદ અખબારમાં સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈ ઈન્કમટૅક્સના કર્મચારી હિરેન કામદારની લાખોના ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ…. વ્યોમેશ અને પ્રિતાને બંનેને ખૂબ દુ:ખ થયું આ વાંચીને. ત્યારબાદ સમયાંતરે છૂટાછવાયા સમાચાર મળતા રહ્યા કે હિરેન કેસમાં ખૂબ ખરાબ રીતે ફસાયો છે. તેની પત્ની તેને છોડીને પિયર ચાલી ગઈ છે. હિરેને તેના પુત્રની કસ્ટડી પણ ગુમાવી વગેરે વગેરે. પ્રિતાને એક તરફ પોતાના એક જૂના મિત્રની દુર્દશા જોઈને દુ:ખ પણ થતું અને બીજી તરફ પોતાના સંસ્કારોનો ગર્વ પણ થતો.

થોડા સમય બાદ વ્યોમેશ અને પ્રિતાને એક મિત્રના લગ્નપ્રસંગે જવાનું થયું ત્યારે હિરેનને જોયો. શરીરે એકદમ પાતળો પડી ગયેલો, દાઢી વધી ગયેલી અને પ્રિતા સાથે આંખ પણ ન મેળવી શકતો હિરેન ખરેખર દયાજનક લાગતો હતો. અચાનક ઉપર જવાની સીડીનાં પગથિયાં ઉપર પ્રિતા અને હિરેન ભેગાં થઈ ગયાં. હિરેન આંખ ન મેળવી શક્યો. પ્રિતા સાથે નીચી નજર રાખીને બોલ્યો : ‘સૉરી… પ્રિતા…’
‘સૉરી શેના માટે, હિરેન ?’
‘મેં તે દિવસે મોલમાં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું.’
‘ના હિરેન, દુ:ખી ન થા. મને કંઈ એવું માઠું લાગ્યું જ નથી કે તારે માફી માંગવી પડે.’
‘પ્રિતા, મને લગ્ન પહેલાં તને કહેલી એ વાત કોરી ખાય છે કે જિંદગીના કોઈ મોડ પર આપણે મળીશું અને તું પસ્તાશે… હું ખોટો હતો.. હું પસ્તાઉં છું….’
‘ફરગેટ ઈટ હિરેન, બી બ્રેવ અને નવેસરથી જિંદગી શરૂ કર…. અને હવે યાદ રાખજે કે દુનિયાનાં કોઈ પણ માપદંડ આખરી હોતા નથી. જગતમાં દરેક વ્યક્તિએ પોતાના માપદંડો પોતે જ બનાવવાના હોય છે.’
‘છતાં પણ પ્રિતા, મને એક વાર કહી દે કે તેં મને માફ કર્યો.’
‘હું તને માફ કરવાવાળી કોણ ? તને તો તું પોતે જ માફ કરી શકે. ક્યારેક ખુદની માફી માંગવાની ટ્રાય કરજે. તું તને માફ કરી શકે તો ઠીક છે… બાકી આ દુનિયાને તારા દોષમાં કે તારી નિર્દોષતામાં રસ જ ક્યાં છે ?’
‘ચોક્કસ કરીશ પ્રિતા… ઍન્ડ થેંક્સ… મારો ભાર હળવો કરવા માટે…’

પ્રિતા સીડી ચડી ઉપર પહોંચી તો જોયું કે વ્યોમેશ ઊભો હતો અને બધું સાંભળતો હતો. તે પ્રિતાના કાનમાં બોલ્યો : ‘યુ આર ગ્રેટ માય હોમમિનિસ્ટર…’
પ્રિતા પણ હસી : ‘આઈ નો ઈટ…. આઈ નો ઈટ….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિત્ર…!!! – યશવંત કડીકર
વાહ, ભાવનગર ! – પ્રો. જશવંત શેખડીવાળા Next »   

37 પ્રતિભાવો : હોમમિનિસ્ટર – અલ્પેશ પાઠક

 1. nayan panchal says:

  “દુનિયાનાં કોઈ પણ માપદંડ આખરી હોતા નથી. જગતમાં દરેક વ્યક્તિએ પોતાના માપદંડો પોતે જ બનાવવાના હોય છે.”

  “હું તને માફ કરવાવાળી કોણ ? તને તો તું પોતે જ માફ કરી શકે. ક્યારેક ખુદની માફી માંગવાની ટ્રાય કરજે. તું તને માફ કરી શકે તો ઠીક છે… બાકી આ દુનિયાને તારા દોષમાં કે તારી નિર્દોષતામાં રસ જ ક્યાં છે ?’”

  સરસ વાર્તા.

  નયન

 2. અત્યારે ઘરે ઘરે આવા ગ્રેટ હોમ મિનિસ્ટરની આવશ્યકતા છે. અનેક વ્યોમેશ અને પ્રિતાની, દુનિયા રાહ જોઈ રહી છે. રોજે રોજ હિરેનને થતી સજાના સમાચારો તો આવતાં જ રહે છે. શું આ હિરેનો પોતાને માફ કરીને નવી જીંદગી શરુ કરશે?

 3. shruti says:

  nice story..
  every body have to decide their own morals and should strictlly follow it…
  good one.. keep it up..
  thnxs
  shruti

 4. palabhai muchhadia says:

  very beautiful storey. life must be precious and clean

 5. Binita says:

  “હું તને માફ કરવાવાળી કોણ ? તને તો તું પોતે જ માફ કરી શકે. ક્યારેક ખુદની માફી માંગવાની ટ્રાય કરજે. તું તને માફ કરી શકે તો ઠીક છે… બાકી આ દુનિયાને તારા દોષમાં કે તારી નિર્દોષતામાં રસ જ ક્યાં છે ?’”

  સાચે જ દરેક વ્યક્તિ એ મફિ માનગ્ત્તા પહેલા પોતાનિ જાત નિ જ માફિ માન્ગવિ જોઈએ

  ખુબ સરસ વાર્તા…

 6. જયંત says:

  તમારો જવાબ ખુબજ સુંદર છે. ખરેખર મનુષ્‍યે ખોટૃ કામ કરે અથવા કોઈને દુઃખ પહોચાડે તો તેને ઈશ્‍વર પણ માફ કરતો નથી તેથી પોતે કરેલી ભુલ બદલ પોતાના આત્‍મા પાસેજ માફી માંગવી જોઈએ.

  અતી સુંદર

  જયંત

 7. shruti says:

  shruti.h.maru
  this story is very nice. this stroy give many meaning like good life between husband wife. when she’shusband know their past life he was not take sensitively it is big movement for indian woman. so i like this story’s moral and concept. very good.keep it up…

 8. Moxesh Shah says:

  Good Story.

  One sentence needs re-thinking, i.e.

  “આ દુનિયાને તારા દોષમાં કે તારી નિર્દોષતામાં રસ જ ક્યાં છે ?’”

 9. bhavin says:

  too good……..

  આ દુનિયાને તારા દોષમાં કે તારી નિર્દોષતામાં રસ જ ક્યાં છે ?’

 10. Ashish says:

  Beautiful Story and good narration.
  See 2 different view points.

  —-આ જ તો દુનિયા છે. એ જ તો સફળ ગણાય છે જેની પાસે પૈસા છે. કરપ્શન-બરપ્શન એવું દુનિયા ક્યાં જોવા આવે છે ? આજ તો દુનિયાનો માપદંડ છે, જેની પાસે જેટલા વધારે રૂપિયા એટલો વધારે એ સફળ. એટલો એનો મોભો વધારે. આપણે પણ દુનિયામાં જ રહેવું છે ને ?’

  — પ્રમાણિકતાના પૈસાથી ખરીદેલી આ જૂની ફિયાટમાં જે મજા આવે છે… એ કદાચ કરપ્શન કરીને ખરીદેલી નવી નક્કોર એસ્ટીમમાં ન આવત.’

  The morals are being generated from the personal experiences of life in general.

  Different people have different experiences of past and based on that they want to get some new experiences of life in future. Morals are being generated somewhere in between.

 11. Navin N Modi says:

  પ્રિતાના સર્જક અલ્પેશભાઈને અભિનંદન.
  પ્રિતા જેવી સ્ત્રીઓ ભલે થોડી, પણ સમાજમાં હશે જરુર!
  પ્રિતા જેવી સ્ત્રીઓને વંદન.

 12. minaxi says:

  સરસ

 13. Viren Shah says:

  ભંગાર વાર્તા.
  No practical points.

 14. Hemant Jani says:

  આ વાર્તામાં ઍવું તે શું છે, જેથી તેનો રીડ ગુજરાતીના સાહીત્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો?
  સાવ સામાન્યકક્ષાથી પણ ઉતરતી કક્ષાની વાર્તા….
  આત્યાર સુધી વાંચેલી તમામ વાર્તાઓમાં સાવ થર્ડ ક્લાસ વાર્તા-વસ્તુ…..

 15. pragnaju says:

  સરસ વાર્તા
  ‘દુનિયાનાં કોઈ પણ માપદંડ આખરી હોતા નથી.
  જગતમાં દરેક વ્યક્તિએ પોતાના માપદંડો પોતે જ બનાવવાના હોય છે.’

 16. Chirag Patel says:

  …. what was the point of this story? Can some one please explain that to me???

  Thank you,
  Chirag Patel

 17. gopal h parekh says:

  ક્યારેક કુટઁબની આવશ્યકતા(ખાસ કરીને સ્ત્રીની) પુરુષને ભ્રષ્ટાચાર તરફ પરાણે ધકેલે છે એ હકીકત નજર અઁદાજ કરવા જેવી નથી.પ્રિતાના નાતીલાઓની સઁખ્યાવધે તો કેવુઁ સારુઁ

 18. Gira says:

  nice nice!! always stick to the right path!! 🙂

 19. સુંદર લેખ .. આજ કાલ પ્રિતાબેન મળી આવવા મુશ્કેલ છે … !!

 20. જીતુભાઇ સોની says:

  ખરેખર એક સુંદર વાર્તા.
  આજે સમાજ પૈસાદર ને જ શુખી માને છે. પરંતુ એ વાત સાચી નથી.
  સાચું સુખ તો સમાજ માં સૌ સુખી થાય તેવા આચરણ માં છે.
  આજે સમાજ ને પ્રિતા જેવી સમજણ વાળા સ્રી સમુદાય ની જરૂર છે.
  સાચું સુખ સર્વ જીવહિતાવહ કર્યો દ્વારા મેળવી સકાય છે.
  એક કુટુંબ જો ભ્રષ્ટાચાર થી દૂર રહેશે તો બીજા ને પણ પ્રેરણા મળશે.

 21. જીતુભાઇ સોની says:

  ખરેખર એક સુંદર વાર્તા.
  આજે સમાજ પૈસાદર ને જ સુખી માને છે. પરંતુ એ વાત સાચી નથી.
  સાચું સુખ તો સમાજ માં સૌ સુખી થાય તેવા આચરણ માં છે.
  આજે સમાજ ને પ્રિતા જેવી સમજણ વાળા સ્રી સમુદાય ની જરૂર છે.
  સાચું સુખ સર્વ જીવહિતાવહ કર્યો દ્વારા મેળવી સકાય છે.
  એક કુટુંબ જો ભ્રષ્ટાચાર થી દૂર રહેશે તો બીજા ને પણ પ્રેરણા મળશે.

 22. VIPUL PANCHAL says:

  really good story

 23. krishna says:

  બહુજ સરસ ખરેખર જીવન માં ક્યારે કોણ ક્યાં પસ્તાશે એ તો ભગવાન પર જ આધારીત છે..

 24. ranjan pandya says:

  હેમંતભાઈ,વિરેનભાઈ,
  એ– તો– જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.

 25. Vaishali Maheshwari says:

  Good one Mr. Alpesh Pathak.

  તારા સુખની હું ઈર્ષ્યા નથી કરતી, અને ચાહુ કે મારા દુ:ખની તું દયા ન ખાય……

  Vyomesh and Prita have immense trust in their marriage relation.
  Vyomesh comes to know about Prita’s past, and he confirms that her wife had taken a right decision.

  Prita also gives good answers back to Hiren and the end of this story is very good.

  Hiren is punished for all his wrong deeds and so finally he realizes that it is not worth to cheat, earn money and get reputation. You are really successful even if you have less income, but you are honest and do deeds that people woould respect you.

  Nice one…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.