બેસણાનું ઉઠમણું – ડૉ. નલિની ગણાત્રા
[હાસ્ય-લેખ : ‘શબ્દસૃષ્ટિ’ રજતપર્વ દીપોત્સવી ગદ્ય વિશેષાંકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120.]
જગતનું એકમાત્ર જોવાલાયક અને રોવાલાયક સ્થળ એટલે બેસણું. બેસણામાં હસો તો હારા નથી લાગતાં અને રડવા માટે રિહર્સલ કરીને આવવાની જરૂર નથી. હસવાના રિહર્સલ માટે લાફીંગ કલબ હોય છે. ‘ક્રાઈંગ કોચીંગ કલબ’નું નામ ક્યાંય સાંભળ્યું ? ‘કચ્છડો બારે માસ’ની જેમ માણસ ‘રોતડો બારે માસ’ જ હોય. વળી, બેસણામાં સહુથી મોટી શાંતિ એ હોય છે કે અહીં કોઈ તમને રડવાનું કારણ નથી પૂછતું. અન્ય સ્થળે તો અવશ્ય પૂછે. ઘણીવાર તો હાસ્યાસ્પદ કારણસર આપણે રડતાં હોઈએ તોયે પૂછપરછ કરે એટલે છેવટે કહી દેવું પડે કે ભઈ, ખરબચડી ટાઈલ્સ પરથી લપસી પડ્યો કે ન્હાતાં ન્હાતાં કાચની ડોલ તૂટી ગઈ તેથી વાઈફ સાથે ઝઘડો થયો !
અહીં બે બાબતો અવશ્યમેવ નોંધનીય જોવા મળે છે. એક એ કે, બેસણાની જાહેરાતમાં ક્યાંય ભાવભીનું કે અભાવભીનું આમંત્રણ નથી હોતું કે, ‘અમારા પૂ.દેવાદારપ્રસાદનું દુ:ખદ અવસાન થયું છે તો સહકુટુંબ / એક વ્યક્તિ / બેવ્યક્તિએ આવવું. માત્ર એટલું જ લખ્યું હોય કે ‘અમારા પૂ. પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું નીચેના સ્થળે અને સમયે રાખેલ છે.’ બસ, આટલું જ લખ્યું હોય અને અસર ધમકી જેવી થાય ! સંબંધસૂઝ પ્રમાણે આખું, અડધું કે પોણું કુટુંબ સમયસર પહોંચી જાય. કેટલાંકની તો જી.એલ. (ગાપચી લીવ) મંજૂર ન થાય તો પોતાની સી.એલ. લઈનેય પહોંચી જાય. બીજી બાબત એ કે નિયમ અને ફરજ ન હોવા છતાં (કે એટલે જ !) બધાં યુનિફોર્મમાં આવે છે. અશ્વેત રંગ ધારણ કરીને આવનારને કાંઈ બેસણા ફરતી પાંચ રાઉન્ડ મરાવવા કે પ્રગતિપત્રકમાં ચિઠ્ઠી કે લખાણ માંગે, એવું ન હોવા છતાંય બધા વ્હાઈટ કૉલરમાં જ આવે છે. જો કે જ્ઞાતિજનો દ્વારા સૂચિત સ્થળેથી જ યુનિફૉર્મ લેવો ફરજિયાત ન હોવાથી સફેદ કલરમાં અલગ અલગ શેડ જોવા મળે છે. તેમ છતાં અહીં ‘ઉનકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યૂં ?’વાળી ઈર્ષ્યાનો અભાવ જોવા મળે છે !
બેસણામાં શિસ્તનો પણ જબરો પાઠ શીખવા મળે છે. શિસ્તની ટ્રેનિંગ માટે રોજબરોજ પાંચથી સાત બેસણાં એટેન્ડ કરવાં જોઈએ. સંસ્કાર કે વ્યવસાયલક્ષી સ્વભાવનો અહીં અભાવ જોવા મળે છે. સર્વિસ કરતી બહેનો પણ અહીં તુવેર-વટાણાં ફોલવાનું કે ભરતગૂંથણનું કામ લઈને નથી આવતી કે ડૉક્ટર સ્ટેથો લટકાવીને કે સરકારી ઑફિસર ફાઈલોનો ખડકલો લઈને નથી આવતા કે પાણીપુરીવાળો ખુમચો લઈ નથી આવતો ! બેસણામાં ‘ઊંચ-નીચ’ નો ભેદ નથી રખાતો. બેસણા અંગેની તમે ‘ટચુકડી’ નોંધ આપી હોય તોય ‘મોટા’ લોકોય આવે છે અને છેલ્લે પાને મોટી જાહેરાત આપી હોય તો ઠીંગુ લોકોય આવે છે, કોઈ બાધ નહીં. ઘણીવાર કેટલાંય મૂંજી લોકો ધોખો કરતાં હોય છે કે અમારે ઘેર તો કોઈ મહેમાન જ નથી આવતાં. એવા ને હું સૂચન કરું કે તમે તમારી એક ટચુકડી ‘અવસાન નોંધ’ આપી દો. પછી રિઝલ્ટ જુઓ !
બેસણાની વિજ્ઞાપનમાં એક ચમત્કાર આજ સુધી જળવાઈ રહ્યો છે. એમાં ક્યારેય પ્રિન્ટીંગ મિસ્ટેકથી ‘દુ:ખદ’ ને બદલે ‘સુખદ’ બેસણું એવું નથી છપાઈ જતું. અરે, ડોસો ઘરડાં-ઘરમાં મર્યો હોય તોય તે દીકરો અવસાનનોંધમાં ‘પૂ.પિતાશ્રી’નું દુ:ખદ અવસાન થયેલ છે એવું જ છપાવે છે. વર્ષોથી જેને ટળોને….ટળોને… કહેતાં આવ્યાં હોય, એ પેપરમાં ‘પૂજ્ય’ બની જાય છે. બેસણાની એક જાહેરાતમાં તો ફોટાની જગ્યાએ ચોરસ દોરીને લખેલું કે – ‘તસ્વીર અમારા હૃદયમાં છે.’ તો એવું લખનારની ફરજ નથી કે પોતાના હૃદયનો ઍક્સ-રે કે કાર્ડિયોગ્રામ ત્યાં ચોંટાડે ! એમ તો કાજોલ અને અમિતાભ આપણા હૃદયમાં હોય, તો શું થિયેટરમાં તેઓ પડદા ઉપર ના આવે તો ચાલે ? વા…આ..ત કરે છે ! એ તો આપણે હારા માણહના દીકરાવ છીએ એટલે વાંધો પાડતા નથી, બાકી બેસણાં પર ‘સ્ટે’ લાવી દઈએ, શું ?
જો કે, બેસણાંના ફોટાઓ આપણને ‘અગોચર વિશ્વ’ની જેમ જાતજાતની અનુભૂતિ કરાવે છે.
[1] કેટલાંકના ફોટા જોઈને આપણને એવું લાગે કે આપણે અગાઉ પણ આમના બેસણામાં આવી ગયા હોઈએ.
[2] કેટલાંકનો ફોટો સ્પેશ્યલ બેસણા માટે જ પડાવ્યો હોય એવો લાગે.
[3] કેટલાંકનો ફોટો ડોળા કાઢતો હોય – જાણે કહેતો હોય કે – ‘ઉપર’ આવો, જોઈ લઈશ.
[4] કેટલાંકના ફોટા દાઢી-મૂછમાં હસતાં હોય એવા લાગે. જાણે કહેતા હોય કે ‘બધાનું કરીને’ પહોંચી ગયો ને ? એ તો એવું ત્યારે !’
[5] કેટલાંકના ફોટા જાણે દયાયાચના ન કરતા હોય કે, ‘હું નિર્દોષ છું. મને આમ છોડી ન મૂકો.’
[6] કેટલાંકના ફોટામાં હાવભાવ એવા હોય જાણે કાંઈ કહેવાનું રહી ન ગયું હોય !
[7] કેટલાંકના ફોટા એવું આશ્ચર્ય પ્રક્ટ કરતાં હોય કે….મ…મ..મારું બેસણું ?!!
મારો ચહેરો ઉપર્યુક્ત એકેયના બેસણામાં, સૉરી બેસણાના ફોટામાં ફીટ થાય તેવો નથી. હું તો સંબંધીના બેસણામાંય મારા રિપ્રેઝન્ટેટીવને જ મોકલું છું. મારો એ પ્રતિનિધિ ગજ્જબનો Crying face ધરાવે છે. આવી પર્સનાલિટીને લીધે એને આ પ્રકારનું પૂરતું કામ મળી રહે છે. બેસણા માટે મારે રિપ્રેઝન્ટેટીવ રાખવો પડ્યો એનાં કારણ પાછળ ઈતિહાસ છે. કહેવત છે ને કે ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય’ પણ એમાં એવું નથી બનતું કે પ્રાણ કોઈકનો જાય અને પ્રકૃતિ આપણી જાય…. એકવાર હું, જેનો પ્રાણ ગયો’તો એના બેસણામાં ગઈ અને મારી ટીખળી પ્રકૃતિ સહજ ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતાં સ્વજનને મેં આશ્વાસન આપતાં કહ્યું :
રોઈ રોઈને આમ અડધા ન થાવ સ્વજન,
આજ નહિ તો કાલ તમારા ફોટાનેય ફૂલહાર ચડશે.
….અને ત્યાં હાજર ત્રાહિતો મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યાં. હું ત્રાહિતોની લિપિ ઉકેલી ન શકી. (આમેય હું પ્રૉબ્લેમ ઊભા કરી જાણું; પછી ઉકેલની ઝંઝટમાં ન પડું.) મારો ઈરાદો તો આશ્વાસન આપવાનો જ હતો. પણ તે પછી મેં રિપ્રેઝન્ટેટીવ જ રાખી લીધો.
પણ ક્યારેક ક્યારેક કેવાં ધર્મસંકટોનો સામનો કરવો પડે છે માણસે ! આજીવન બેસણા પ્રતિનિધિ ધરાવતી હોવા છતાં એકવાર મારે જ મારા સાસુના પ્રતિનિધિ તરીકે બેસણામાં જવું પડ્યું. નાનકડા ગામમાં મારી મોટી નણંદનાં નજીકનાં સાસુ ગુજરી ગયાં. વેવાણ તરીકે મારા સાસુએ જવાનું હોય – પણ એમને એ જ સમયે નાના આંતરડામાં મોટો સણકો ઉપડ્યો અને મારે પ્રતિનિધિત્વ કરવું પડ્યું. જ્યાં ટપાલીની પણ લાજ કાઢવી પડે એવંે છેડાનું ગામડું હતું એ ! શહેરમાં તો આવા ‘શુભપ્રસંગ’ માટે હૉલ ભાડે મળે. અહીં તો ઘરમાં જ બેસણું રાખેલું. સફેદ સાડી પહેરવી પડે એટલું જ જ્ઞાન મને ! પહેરવાની ઢબ-છબનો ખ્યાલ નહીં, એટલે ન તો મેં ગુજરાતી ઢબની સાડી પહેરેલી કે નહીં માથે ઓઢેલું. ઑફિસથી સીધી ગયેલી એટલે ખભે ફૅન્સી પર્સ લટકાવેલું અને રિવાજ મુજબ બસ પકડવાવાળી સ્પીડી સ્ટાઈલમાં જ મેં તો ઍન્ટ્રી મારી ! મને જોતાં જ જે થોડું ઘણું રડતા’તા એય શાંત થઈ ગયા. જાણે હું બેસણામાં સુપરવિઝન માટે આવી હોઉં ! અગાઉથી ત્યાં હાજર મારા નણંદ લગભગ દોડતા આવીને ઝૂંટવાની સ્ટાઈલથી મારા ખભેથી પર્સ લઈને ક્યાંક મૂકી આવ્યા. ‘ભાભી, અહીં બેસો.’ કહીને મને એક સલામત જગ્યાએ બેસાડી દીધી. અલબત્ત, બધાની સાથે જ ! પછી મને કહે, ‘ભાભી, માથે ઓઢી લો.’ મેં ઓઢી લીધું. રડવાનો વિવેક કે આગ્રહ ન કર્યો, નહીં તો હું રડત પણ ખરી. નણંદને ના કહેવાય ? નણંદને દયા આવતી હશે કે કાયમ હું રડાવું જ છું ને ! આજે બિચ્ચારી ભાભી ભલે ન રડતી. તોય મને થયું કે કો’કની સાસુ માટે જ રડવાનું છે ને ! લાવ થોડું રડી લઉં પણ ત્યાં રડતી સ્ત્રીઓ જે ખરખરો કરતી હતી એ સાંભળીને મારાથી હસવુંય માંડ રોકાયું !
બાણું વરસની બટકી ગયેલી ઉંમરે બચીડોસી ગુજરી ગયાં, તોય કહે – બિચ્ચારા અચાનક ગુજરી ગયાં ! મને થયું બાણું વરસે અચાનક ન જાય તો શું ‘અવસાન નોંધ’ આપીને જાય ? એમનો ખરખરો અને મારા સવાલો (અલબત્ત મનમાં) આવા હતા….
# આમ તો કંઈ બિમારી નહોતી. છેલ્લા આઠ-દશ દિવસથી અશક્તિની ફરિયાદ કરતાં’તાં.
>> બાણું વરસે અશક્તિ ન લાગે તો શું અરબી ઘોડા પર અસવાર થાય ?
# સવારે તો ચાંદીની વાટકીમાં ભગવાનને દૂધ ધરાવ્યું.
>> એટલે શું મરવાની ફરજ નહીં ?
# સવારે ચા-માં માખી પડી એય જાતે ઉડાડી.
>> રોજ તમે ઉડાડી દેતા’તા ?
# એમનો જઠરાગ્નિ સારો. પણ જમ્યા પછી કોઈ ચીજ મોઢામાં ન મૂકતાં.
>> કેમ જાણે આપણે તો જમ્યા પછી ‘ચીઝ’ના પૅકેટો ગુટખાની જેમ મોઢામાં ખંખેરતા હોઈએ !
# અરે કહું છું, બપોરે તો અમે સાથે ચા પીધી !
>> મતલબ મરવાના થ્યા હોય ઈ તમારી હારે ચા પીવે !!
# આમ પાછા ભલા હતા. કોઈ દી કીડી-મંકોડાય એમણે નથી માર્યા !
>> આપણો જાણે બાપદાદાનો બિઝનેસ હશે ! કીડી-મંકોડા મારીને જ મોટા થયા હોઈશું !
# મને તો સ્વપ્નેય ખ્યાલ નહીં. આવું થઈ જશે.
>> બધું તને સ્વપ્નામાં આવ્યા પછી જ અમલમાં મૂકાય ?
# હું રોજ મંદિર જાઉં અને રોજ મને મળે !
>> એટલે ઈ અમર થોડાં થઈ જાય ?
# હશે, શું થાય ? આપણું કાંઈ ચાલે છે ભગવાન આગળ ?
>> તારું પ્યાલા-બરણીવાળા પાસેય ક્યાં ચાલે છે ? ઠાલી અમથી…
# મોટી વહુ કહે – રોજ તો સાત વાગે ઊઠી જાય. આજે તો આઠ વાગેય ઊઠ્યાં નહીં એટલે હું ઉઠાડવા ગઈ. પણ એ તો હાલ્યાય નહીં. મને થયું કે કાયમ હણહણે અને આજે હાલેય નહીં ! ડોક્ટરને બોલાવ્યા. પછી ડૉક્ટરે કીધું કે માજી તો ગુજરી ગયાં છે. જોકે, અમને તો તોય માનવામાં ન આવ્યું ઘડીક !
>> હાસ્તો, સાસુ અને ગુજરે ?
# જેની અહીં જરૂર હોય તેની ત્યાંય જરૂર હોય !
…અને હું ઊભી થઈ ગઈ ! કેટલું અપમાનજનક કહેવાય આપણા માટે ! આનો મતલબ એ થયો કે આપણી અહીં કે ઉપર ક્યાંય જરૂર નથી. જે ઉપર પહોંચી જાય છે એ અહીં જરૂરવાળા સાબિત થાય. આપણે રહી ગયેલાઓ તો બેય જગ્યાએ નક્કામાં ! બિનજરૂરી ! જો કે, આવું બહુમાન મળવા છતાં (કે જનારની બેય જગ્યાએ જરૂર) એ લાભ લેવાની ઈચ્છા થતી નથી. પરદેશ જનારની ઈર્ષ્યા થાય છે એટલી પરલોક જનારની થતી નથી. બેસણામાં એવો વિચાર નથી ઝબકતો કે- ઈ ગ્યો ને હું રહી ગયો !
ઈશ્વરને એક સૂચન કરવાની ઈચ્છા તો થાય જ છે કે ભલે બધાને એની પાસે બોલાવે, પણ જરા સિનિયોરીટી જાળવે તો સારું. જે જાતે ઉધરસ પણ નથી ખાઈ શકતા એવા એકયાસી વરસના અચરતલાલ બીજા દસ કાઢીને એકાણુંનો સ્કૉર કરે અને એનો જ અગિયાર વરસનો એકનો એક પૌત્ર ઉધરસ ખાતાં અંતરસ આવે અને ઉકલી જાય. ત્યારે મને થાય કે ઈશ્વરને ગણિત મેં નથી ભણાવ્યું તોય કાચું કેમ ! કેટલાક સુમનલાલ તો બિચ્ચારાં દીકરો-વહુ, દીકરી-જમાઈ, પૌત્રો-બધ્ધાંયના બેસણાં એટેન્ડ કરીને સાવ ‘સૂકીવાડી’ કરમુક્ત ફિલ્મ જોઈને જાય ! આવું કેમ થાય છે ! ઈશ્વર પેપર ફોડે તો ખબર પડે એ. અત્યારે તો એટલું જ જ્ઞાન લાધ્યું છે કે –
બેસણું કોઈનું સગુ નથી થતું,
ચેતનહારા ! ચેતી જજો !
લ…લે કર વાત ! લેખની શરૂઆતમાં જે ‘જોવાલાયાક અને રોવાલાયક’ તરીકે પ્રસિદ્ધ હતું એ બેસણું અંતે ‘હસવાલાયક’ બની ગયું ! અહીં ક્યાં કશુંય સ્થિર છે ?
Print This Article
·
Save this article As PDF
Dear Nalini (Ben),
Mazaa padi….. Savar and DIVAS banne (SUDHARI) didha.
Best Regards,
Manisha
ખાસ સૂચનાઃ આ લેખ વાંચીને બેસણામાં જવુ કે ચાલુ બેસણે આ લેખ વિશે વિચારવુ તબિયત માટે હાનિકારક નીવડી શકે છે.
મજા આવી ગઈ.
મરનાર માણસ ઉપરથી પોતાના બેસણાને અને આવનાર લોકોને જોઈને શું વિચારતો હશે ?!!
નયન
બહુ જ સરસ..
આજે આ લેખ વન્ચિ બહુ મજા આવિ.
ખુબ સરસ લેખ છે. વધુ આવા લેખ લખો જેથિ વધુ મજા આવે.
keep it up..
મજા આવી ગઈ.
માણસ જાત બેસણાનો સમય પણ એળે જવા દે તેવી નથી, બેસણામાં બેસીને છોકરાં – છોકરીઓનું નક્કી કરતાં ઘણાં વડીલો જોવા મળે છે.
# અરે કહું છું, બપોરે તો અમે સાથે ચા પીધી !
>> મતલબ મરવાના થ્યા હોય ઈ તમારી હારે ચા પીવે !!
# આમ પાછા ભલા હતા. કોઈ દી કીડી-મંકોડાય એમણે નથી માર્યા !
>> આપણો જાણે બાપદાદાનો બિઝનેસ હશે ! કીડી-મંકોડા મારીને જ મોટા થયા હોઈશું !
# મને તો સ્વપ્નેય ખ્યાલ નહીં. આવું થઈ જશે.
>> બધું તને સ્વપ્નામાં આવ્યા પછી જ અમલમાં મૂકાય ?
હા હા હા….ખરેખર મજા આવી ગયી……
સુન્દર હાસ્યલેખ.ઈશ્વર પેપર ફોડે ત્યારે ખરુ… મર્મ્-સ્પર્શી રહયુ
nice…good comik
બેસણા અંગેની તમે ‘ટચુકડી’ નોંધ આપી હોય તોય ‘મોટા’ લોકોય આવે છે અને છેલ્લે પાને મોટી જાહેરાત આપી હોય તો ઠીંગુ લોકોય આવે છે, કોઈ બાધ નહીં.
ખરેખર ‘બેસણા’ના સોગીયા ગંભીર્યનું ઉઠમણું કરી નાખ્યું.
વાહ! મજા પડી!
ખુબ હસાવિ દિધુ.
Great artical! Had fun reading it….
સુન્દર લેખ,ખુબ જ મજા આવી ગયી.
બેસણું કોઈનું સગુ નથી થતું,
ચેતનહારા ! ચેતી જજો !
સા ચી વા ત
ક હી ર મુ જ માં!
એકદમ ઝક્કાસ!
[3] કેટલાંકનો ફોટો ડોળા કાઢતો હોય – જાણે કહેતો હોય કે – ‘ઉપર’ આવો, જોઈ લઈશ.
[4] કેટલાંકના ફોટા દાઢી-મૂછમાં હસતાં હોય એવા લાગે. જાણે કહેતા હોય કે ‘બધાનું કરીને’ પહોંચી ગયો ને ? એ તો એવું ત્યારે !’
Keep it up 🙂 🙂
રોવાનેી જગ્યાએ પણ હસાવી દે તેવો લેખ ! ખરૂં હાસ્ય નીપજાવ્યુ છે. ધન્યવાદ!
Respected Naliniben,
What a nice and funny article!!! Though it is funny it touches very sensitive aspect of life, human behavior and reality. Your observation is very accurate and you have narrated in such a nice way, reader will laugh all the time. Thank you.
ખરેખર રમૂજી લેખ.
Creating humor in any situation is an art.
Here is the example.
hello naliniben,
excellent ! superb!
the topic, the sense and the langauge everything is amazing!!!!
even though, u r a doctor, u can write this article, that’s credit to your personality, hats off!!!!!!!!!!
અતી ઊતમ !!!
હાસ્યરસ ની સાથે કરુણરસ નુ મિશ્રણ માણી ને મઝા આવી ગઇ.
મજાનો લેખ .. 🙂
READ WITH SMILE
DEAR DR. NALINIBEN GANATRA,
IT’S A FUN, FUN & FUN WORLD.
WHEN YOU BORN YOU WERE NOT CRYING BUT SMILING.
ITS BETTER THAN LAPHING CLUB.
I READ YOUR ARTICLE IT WAS VERY NICE. I HOPE READ YOUR MORE ARTICAL. PLEASE SEND ME IN MY E:MAIL..
very nice article with very detailed observation. very good and congrats to naliniben
Sister Naliniben,
Nice Article, as specialy for Basnu, i have pass this article to my friend ciecle
Paresh
મા રડતી હતી, કેમકે દીકરો ખાતો નહોતો,
મા રડે છે, કેમકે દીકરો ખવડાવતો નથી.
હાસ્યરસની ઉંચાઇ ત્યારે સર થાય છે જ્યારે હાસ્યલેખ હસાવતા હસાવતા રડાવી જાય. અન્તની આ પ્ંક્તિઓ લેખને અલગ ઉંચાઈ પર લઇ ગઈઃ
” કેટલાક સુમનલાલ તો બિચ્ચારાં દીકરો-વહુ, દીકરી-જમાઈ, પૌત્રો-બધ્ધાંયના બેસણાં એટેન્ડ કરીને સાવ ‘સૂકીવાડી’ કરમુક્ત ફિલ્મ જોઈને જાય ! આવું કેમ થાય છે ! ઈશ્વર પેપર ફોડે તો ખબર પડે એ. અત્યારે તો એટલું જ જ્ઞાન લાધ્યું છે કે –
બેસણું કોઈનું સગુ નથી થતું,
ચેતનહારા ! ચેતી જજો !
એક સુંદર હાસ્યલેખ પીરસવા બદલ ધન્યવાદ!