બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ

[યુવા નવોદિત સર્જક શ્રી જીગ્નેશભાઈ અભ્યાસે M.E. Civil છે. વડોદરાના વતની એવા જીગ્નેશભાઈ હાલમાં પિપાવાવ પોર્ટ (મહુવા) ખાતે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : adhyaru19@gmail.com ]

[1] જીવું છું

હજાર સપનાઓનો ભાર લઈને જીવું છું,
એક સફળતાનો પરિવાર લઈને જીવું છું.

હારી ગયા છે દુ:ખો, હજીય કોનામાં હામ છે,
હું તો મૃત્યુનો ય વેપાર લઈને જીવું છું.

અહોભાવના આખરે પડીકાં વળતા જોયાં,
તોય હું સન્માનનો અધિકાર લઈને જીવું છું.

મોટાઈનો દંભ એ સચરાચર વ્યાપક છે,
હું તો માણસાઈનો શણગાર લઈને જીવું છું.

અભિમાનના વહાણો તરે છે ઉંડે તોય,
હું હજીય મારો વિચાર લઈ જીવું છું.

ક્યાંથી મળશે એ જેને મારી જરૂર છે,
બાકી હું તો પારકો સંસાર લઈ જીવું છું.
.

[2] ચડતી-પડતી

દુ:ખોની સદા ચડતી અને મારી પડતી હોય છે,
વ્યથાઓ મારી પાસે આવવા બાખડતી હોય છે.

હું ખુશી, મનેય ત્યારેય તેં કદી ખુશ જોઈ ?
દુ:ખની પહેરેદારી મારેય કરવી પડતી હોય છે.

કલ્પના તો ક્યાંથી હોય તનેય આવા દર્દની,
ટોચે રહેલાની આ પહેલી પહેલી પડતી હોય છે.

અસમંજસ ને ઉદાસીના ચક્રવર્તી આ રાજમાં
સુખોની ક્યાં ક્યારેય આશા ફળતી હોય છે.

જો માનતો હોય તો સાંભળ મારી વાત, વ્હાલા
કે ખુશીઓ મળતી નથી, ખેંચવી પડતી હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃક્ષોની ઘટામાં – યજ્ઞેશ દવે
એક અયાચકની યાચના – ઈન્દુભાઈ પોપટાણી Next »   

32 પ્રતિભાવો : બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ

 1. nayan panchal says:

  જો માનતો હોય તો સાંભળ મારી વાત, વ્હાલા
  કે ખુશીઓ મળતી નથી, ખેંચવી પડતી હોય છે.

  સુંદર રચનાઓ.

  નયન

 2. Hiral Thaker "Vasantiful" says:

  સુંદર રચનાઓ

  “કલ્પના તો ક્યાંથી હોય તનેય આવા દર્દની,
  ટોચે રહેલાની આ પહેલી પહેલી પડતી હોય છે.”

 3. chetu says:

  ખુબ જ સુઁદર રચનાઓ..અભિનઁદન ..

 4. hemant doshi says:

 5. hemant doshi says:

  it realy fine and send regularly to reader
  thank you
  comments by hemant doshi at mumbai

 6. Narendra Chauahan says:

  Dear Jigneshbhai,

  …aavi hradaysparshi rachnaao maate ABHINANDAN ane aabhaar pan!
  i like the last line of “jeevun chhun” and first of “chadti-padti”.

  …wish you the best for go ahead by such beaautiful crations.

  …with regards,
  Narendra Chauhan
  scientist
  IPR
  Gandhinagar, Gujarat

 7. Geetika parikh dasgupta says:

  સપના નો ભાર……. સરસ કલપ્ના….

 8. pragnaju says:

  અધ્યારૂ નું જગત બ્લોગ પર સુંદર કૃતીઓ લખતા જીગ્નેશની -આ બે કૃતીઓ ખૂબ સુંદર
  અસમંજસ ને ઉદાસીના ચક્રવર્તી આ રાજમાં
  સુખોની ક્યાં ક્યારેય આશા ફળતી હોય છે.

  જો માનતો હોય તો સાંભળ મારી વાત, વ્હાલા
  કે ખુશીઓ મળતી નથી, ખેંચવી પડતી હોય છે.
  વાહ્

 9. વાહ, આપના બ્લોગ પર તો આપને માણ્યાં છે, આજે રીડગુજરાતી પર માણવાનો વિશેષ આનંદ થયો.

 10. Ramesh Patel says:

  હું ખુશી, મનેય ત્યારેય તેં કદી ખુશ જોઈ ?
  દુ:ખની પહેરેદારી મારેય કરવી પડતી હોય છે.

  કલ્પના તો ક્યાંથી હોય તનેય આવા દર્દની,
  ટોચે રહેલાની આ પહેલી પહેલી પડતી હોય છે

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. સુંદર ઊર્મિસભર ગઝલદ્વયી… અભિનંદન!

 12. mann says:

  વાહ વાહ ખુબ સરસ્…..
  મઝા આવી ગઇ.

 13. yogesh.a.bhatt says:

  As precious as u are 2 me, as precious as no one can ever be.
  I know friends are hard(like you) to choose, but u are a friend i never want 2 loose…!
  good morrning.
  yogesh.bhatt

 14. Pratibha says:

  સરસ પ્રયત્ન ગમતી તાજી ગઝલ વાચવાની મળૅ આભાર બેઉનો રિડગુજરાતીનો અને લેખકનો. બલિહારી ગુરુદેવની ગોવિન્દ દીયો બતાય
  પ્રતિભા

 15. PARESH says:

  તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.