એક અયાચકની યાચના – ઈન્દુભાઈ પોપટાણી

[જેતપુરમાં 1940માં જન્મેલા શ્રી ઈન્દુભાઈ પોપટાણીએ પ્રવૃત્તિકાળ દરમિયાન સેલ્સટેક્ષ વિભાગમાં પોતાની ફરજ બજાવી છે. પરંતુ તે સાથે તેમણે ‘સ્મરણમ’, ‘જીવન-મૃત્યુ અટલ ઘટમાલા’ અને ‘ફૂલદાની’નામના ત્રણ પુસ્તકો સાહિત્યજગતને આપ્યા છે. તેમની કાવ્ય રચનાઓમાં વેદાંત અને જ્ઞાનની વાતોની લોકભોગ્ય અને રસાળ અભિવ્યક્તિ છે. આપ તેમને આ સરનામે સંદેશો પાઠવી શકો છો : tojaytrivedi@yahoo.com ]

રોજ મંદિરે આવું છું ને રોજ ઉઘાડું ઝાંપો,
નિજદ્વાર સાંકળ ખખડાવું, કહું હૃદયની વાતો !
હરિ ! હોકારો તો આપો !

તમે હરો ને તમે પૂરો છો ભક્તો કેરા ચીર,
અપહરણ તમે કરાવનારા, ખરા સુભદ્રા-વીર !
પાંચાલીને ચીર પૂરનારા, એક રૂમાલ તો નાખો !
હરિ ! હોકારો તો આપો !

ધ્રુવ પ્રહલાદ ને નરસૈયાના દુ:ખો પ્રભુ તમે હરિયા,
મીરાનો હતો એક કટોરો, અહીં તો ભરીયા દરિયા !
છતાંયે કહું ના નટવરનાગર ! આંગળી બોળીને ચાખો !
હરિ ! હોકારો તો આપો !

જમ્યા સુદામા કેરા તાંદુલ, જમ્યા વિદુરની ભાજી,
શબરીના ચાખેલાં બોરમાં થયા રામજી રાજી !
છપ્પન ભોગ ધરાવું પ્રેમે, જરીક તો પ્રભુ ચાખો !
હરિ ! હોકારો તો આપો !

આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
સાશક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
હરિ ! હોકારો તો આપો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ
તિલક કરતાં… – અખો Next »   

23 પ્રતિભાવો : એક અયાચકની યાચના – ઈન્દુભાઈ પોપટાણી

 1. nayan panchal says:

  “આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
  કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
  સાશક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
  હરિ ! હોકારો તો આપો !”

  સુંદર રચના.

  નયન

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ રચના

  “રોજ મંદિરે આવું છું ને રોજ ઉઘાડું ઝાંપો,
  નિજદ્વાર સાંકળ ખખડાવું, કહું હૃદયની વાતો !
  હરિ ! હોકારો તો આપો !”

 3. કેતન રૈયાણી says:

  ખૂબ જ સુંદર ઉપસંહાર…!!! ખરેખર ઉત્કૃષ્ટ રચના…!!!

  કેતન રૈયાણી

 4. narendra shingala says:

  ખરેખર સુન્દર રચના આવી સરસ મજા ની રચના વારમ્વાર વાન્ચવા મળે તો મજા પડી જાય

  જમ્યા સુદામા કેરા તાંદુલ, જમ્યા વિદુરની ભાજી,
  શબરીના ચાખેલાં બોરમાં થયા રામજી રાજી !
  છપ્પન ભોગ ધરાવું પ્રેમે, જરીક તો પ્રભુ ચાખો !
  હરિ ! હોકારો તો આપો !

 5. તેજસ says:

  ખુબ જ સરસ !

  કેટલા બધા પ્રાચિન પ્રસંગો અને પાત્રો નો ઉપયોગ એક જ પદ્ય માં…. અને આ અનુસંધાન લઇ અત્યાર ના સમયના સામાજિક પડકાર ની વાત.

 6. pragnaju says:

  સરસ રચના
  તમે હરો ને તમે પૂરો છો ભક્તો કેરા ચીર,
  અપહરણ તમે કરાવનારા, ખરા સુભદ્રા-વીર !
  પાંચાલીને ચીર પૂરનારા, એક રૂમાલ તો નાખો !
  હરિ ! હોકારો તો આપો !
  સુંદર પંક્તીઓ

 7. આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
  કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
  શાસક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
  હરિ ! હોકારો તો આપો !

  ગુજરાતમાં એક અર્જુન (મોઢવાડીયા નહીં હો) પણ ખરો નરમાં ઈન્દ્ર આપીને પ્રભુએ હોંકારો આપ્યો હોય તેમ નથી લાગતું?

 8. રેખા સિંધલ says:

  ખુબ સરસ રચના !

 9. આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
  કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
  સાશક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
  હરિ ! હોકારો તો આપો !
  …………..અત્ય્ંત સુંદર રચના

 10. viral joshi says:

  આજ પહેલિ વાર આ વેબ્ સઈટ જોઇ અને આ પહેલિજ ક્રુતિ વાન્ચિ. મને લાગે છે કે વ્યસનિ બનવ્શે

 11. RAMESH MEHTA says:

  OH…! IT’S WORTH READING

 12. રોજ મંદિરે આવું છું ને રોજ ઉઘાડું ઝાંપો,
  નિજદ્વાર સાંકળ ખખડાવું, કહું હૃદયની વાતો !
  હરિ ! હોકારો તો આપો !

  એક ભક્તહૃદયની કેટલી સુંદર અભિવ્યક્તિ. આમ તો સમગ્ર કૃતિનો ભાવ અત્યંત હૃદયસ્પર્શી છે પરંતુ પ્રથમ પંક્તિઓ વાંરવાર વાંચવાનું મન થાય એવી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.