તિલક કરતાં… – અખો

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

મુક્તિ-બંધ પૂછે મતિમંદ, શોધી જાતાં સ્વે ગોવિંદ,
પ્રાણપિંડમાં હું કે હરિ, જો જુએ અખા નરતે કરી.
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, જ્યમ આકાશકુસુમનો નોહે હાર.

અનુભવી આગળ વાદ જ વદે, ઊંટ આગળ જ્યમ પાળો ખદે.
ઊંટ તણાં આઘાં મેલાણ, પાળાના તો છંડે પ્રાણ.
અખા અનુભવી ઈશ્વરનું રૂપ, તો સાગર આગળ શું કૂદે કૂપ ?

આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?

જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર,
વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અદકેરું જડે.
જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહિ આપને ઘેર ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક અયાચકની યાચના – ઈન્દુભાઈ પોપટાણી
સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત Next »   

15 પ્રતિભાવો : તિલક કરતાં… – અખો

 1. rutvi says:

  આજે મને મારી શાળા જીવનની યાદ અપાવી દીધી ,

  ગુજરાતી ના વિષયમા અખાના દોહા તો ઘણી વાર ભણ્યાછે ને આજે તેની ફરી યાદ અપાવી દીધી ,

  જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
  અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી

  આ અમારે પરીક્ષામા સમજાવાનુ આવતુ હતુ ,
  આજે અમેરિકા મા આબધુ યાદ આવે છ

  આભાર

 2. nayan panchal says:

  એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
  પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
  એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

  અખાવાણીનો લાભ આપવા આભાર.

  નયન

 3. અખાના છપા એટલે મીઠામાં બોળેલા ચાબખા.

 4. kumar says:

  ખુબ જ સરસ
  મારા શાલાના દિવસો યાદ આવિ ગયા

 5. આજે જ અખાના છપ્પા યાદ કર્યા અને વાંચવા મળ્યા. તેનો અંગ્રેજી અનુવાદ હજુ વાંચવા નથી મળ્યો. પણ ગુજરાતીમાં તો અમર થઈ ગયા. મગજની ધૂળ ખંખેરે તેવા છપ્પા મૂકવા માટે મૃગેશભાઈનો આભાર !

 6. અખાના છપ્પા આપણા ગુજરાતી સાહિત્યનું અમર નજરાણું છે અને જડ રૂઢીઓ પર સજ્જડ પ્રહાર…..!
  એક એક છપ્પાનું જો ઊંડાણપૂર્વક અધ્યયન કરી શકાય તો હૃદય સોંસરો ઉતરી જાય એવો ગહન અર્થ પામી શકાય.

 7. પરેશ ગોહિલ says:

  નાનપણ યાદ આવી ગયુ. શાળાના દિવસો યાદ આવી ગયા.

 8. pragnaju says:

  અખાના ચાબખા હજુ પણ એટલા જ તર્કસંગી અને વિચાર કરી મૂકે તેવા
  એકે એક કહેવત જેમ વપરાય
  જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
  અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
  ખૂબ સુંદર્

 9. કલ્પેશ says:

  મુક્તિ-બંધ પૂછે મતિમંદ, શોધી જાતાં સ્વે ગોવિંદ,
  પ્રાણપિંડમાં હું કે હરિ, જો જુએ અખા નરતે કરી.
  બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, જ્યમ આકાશકુસુમનો નોહે હાર.

  અનુભવી આગળ વાદ જ વદે, ઊંટ આગળ જ્યમ પાળો ખદે.
  ઊંટ તણાં આઘાં મેલાણ, પાળાના તો છંડે પ્રાણ.
  અખા અનુભવી ઈશ્વરનું રૂપ, તો સાગર આગળ શું કૂદે કૂપ ?

  આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
  ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
  અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?

  જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
  અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

  આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
  કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
  ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

  વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર,
  વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અદકેરું જડે.
  જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહિ આપને ઘેર ?

  આનો અર્થ કોઇ સમજાવશે?
  થોડુ સમજાય છે પણ વિસ્તાર અને સાર કોઇ સમજાવી શકે?

 10. Rasik Butani says:

  ખુબ મજા આવી.
  મ્રુગેશભાઇ
  ક્યારેક કાગવાણી પણ મુકોને. ખુબ મજા આવશે.
  દુલાભાયા કાગ.

  રસિક બુટાણી

 11. dr.dinesh pandya says:

  અખો જાતે સોની હતો-તેની બહેની કાન ની વાળીમાં અખાએ પોતાનુ સોનુ ઉમેરી બનાવી આપી હોવા છતાયે તેની બહેન તે વાળી ધરમકાંટા ઉપર તોલાવવા ગઇ.આ વાત ની અખા ને જાણ થતાં તેને સંસારમાં વૈરાગ્ય થયો.આમ સગી બહેનના તેના ઉપર ના અવિશ્વાસ્ ને કારણૅ અખા ને છપ્પા લખવાની સ્ફૂરના થઈ,તેવી ઊક્તિ છે—ડૉ.દિનેશ પંડ્યા-

 12. dr.dinesh pandya says:

  અખો અને તેના છપ્પા—ન ભૂતો ન ભવિશ્યતી…

 13. KRISHNA DAVE says:

  વાહ ખુબ જ મઝા આવી.
  ઘણા સમય બાદ આજે જૂની યાદો તાજી થઈ.
  હવે આવી રચનાઓ ક્યારે જોવા મળશે ?
  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.