સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત

હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો !
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,
દિવસને ઢળવા દો !
….સાંજ તો પડવા દો !

હજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર !
અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવમંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો !
….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !

હજી ક્યાં દુનિયાદારી થાકી છે !
હવાની રૂખ બદલવી બાકી છે !
હજી આ કિરણોમાં કરડાકી છે,
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
….સાંજ તો પડવા દો !

હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારકસૂની છે,
સાંજ તો શોખીન અને સમજુની છે.
કનકકિરણને નભવાદળમાં
અદ્દભુત રંગ રગડવા દો !
….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તિલક કરતાં… – અખો
વૈવિધ્ય સંચય – સંકલિત Next »   

11 પ્રતિભાવો : સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત

 1. sudhakar hathi says:

  સરસ કાવ્ય રોજ એક કાવ્ય આપતા જાઓ. નવા તેમજ જુના અન્ય ભાશા ના અનુવાદ કરેલા પન

 2. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 3. સાંજ પડતા પહેલાની ઉતરાયણની પતંગ પર્વની એક સાંજ મને યાદ આવી ગઈ

  હજુ તો આ કનકવાઓ ઘુમે છે,
  કાપ્યો છે ની બુમોથી છોકરાઓ જુમે છે
  ઢીલ અને ખેંચતાણની લડાઈ લડવા
  હ્રદયમાં જોમ અને હજુ તો
  દોર ઘણો બાકી છે
  ….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !

 4. Ami says:

  હા, કદાચ સાતમા કે આઠમા ધોરણ મા આ કવિતા આવતી હતી…

 5. અતિ સુંદર !

 6. pragnaju says:

  સુંદર રચના
  કનકકિરણને નભવાદળમાં
  અદ્દભુત રંગ રગડવા દો !
  ….સાંજ તો પડવા દો ! દિવસને ઢળવા દો !
  ખૂબ સુંદર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.