ગગનવાસી – નાઝીર દેખૈય્યા

[નાઝીર દેખૈય્યા રચિત આ ગઝલને સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહરભાઈ ઉધાસે સ્વર આપ્યો છે. રીડગુજરાતીને આવી લોકપ્રિય ગઝલ ટાઈપ કરીને મોકલવા માટે શ્રી સુરેશભાઈ જાનીનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે નાઝીર
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંતરિક જીવન – સ્વેટ માર્ડન
મારી જ – દર્શના Next »   

9 પ્રતિભાવો : ગગનવાસી – નાઝીર દેખૈય્યા

  1. manvant says:

    Sureshbhai tame anuvad karine bhasha ni sunder seva kari chhe.Gaganvasi param krpalu parmeshvar maanvi ni jem rahi shake ke kem te prashna chhe.Ishware aapvaanu ne maanase khamvanu !Isi ka naam duniya hai !

  2. manvant says:

    Sorry Sureshbhai…Tame kavya type karelu chhe Anuvaad nathi te pachhi thi dhyanma avyu.Tethi farithi lakhvu padyu.Jai Shri Krishna !

  3. આખી ગઝલ જ ઘણી સારી છે, મૃગેશભાઈ! મારા બ્લોગ “શબ્દો છે શ્વાસ મારાં”માંથી આપને ગમે તે ગઝલ આપના આ ઈ-દૈનિકમાં આપ સમાવી શકો છો. શુભેચ્છાઓ!

  4. Vijay Dave says:

    Shri Vivekbhai dwaara janaavel BLOG – shabdo chhe shwaas maara kevee reete joee shakaay ?

  5. chand says:

    થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
    ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
    કયારેક બંધ બાજી રમવી સારી,
    દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે !!!

  6. nayan panchal says:

    સરસ ગઝલ. આગમનમાં મનહર ઉધાસજી એ સ્વરબધ્ધ કરી છે.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.