જીવનનું સત્ય – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબહેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો. ]

[1] જીવન જીવવાની કલા

બેફામ સાહેબની એક રચના છે :

અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.

પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.

માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?

કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’

ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.

વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
.

[2] ભૂલો અને માફ કરો

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. વિલિયમ બ્લૅક કહે છે કે ‘દુશ્મનને તો હજુ પણ માફ કરી શકાય પણ મિત્રોને માફ કરવા ખૂબ જ અઘરા છે.’ એ વ્યક્તિ આપણી સાથે આવું કરી જ કેમ શકે ? એ વાત આપણે ભૂલી શકતા નથી. કહેવાય છે કે ‘ભૂલો અને માફ કરો’ એમાં ભૂલવું તો હજુ સહેલું છે કારણ કે માનવ સ્વભાવ જ વિસ્મૃતિને વરેલો છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.

ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. ક્ષમા તો હૃદય ઉદાર બને તો જ આપી શકાય ! માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે. વ્યક્તિ જેવો છે તેવો દોષસહિત સ્વીકારવાની તૈયારી તેને મૂઠીઉંચેરો બનાવે છે. એક સાયકોલોજી બુલેટિન પ્રમાણે, ‘માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. જે લોકો કોઈ પણ વાતને જલ્દીથી ભૂલી શકતા હોય અને બીજાને માફ કરી શકતા હોય તેમની તંદુરસ્તી પણ સારી રહે છે.

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. કોઈક વાર તો પેઢીઓ સુધી વિસ્તરે છે અને નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે. માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવું પણ બને ! – સંકલિત
નવા વર્ષની નવી યોજના – જયવતી કાજી Next »   

44 પ્રતિભાવો : જીવનનું સત્ય – તન્વી બુચ

 1. nayan panchal says:

  બંને લેખો ખૂબ જ સરસ.

  આભાર.

  “માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.”

  નયન

 2. Urmila says:

  heart warming articles – helpful in life when you need guidance to solve a problem

 3. જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે……..સરસ અને સરળ ભાષામાં મર્મસ્પર્શી વાત.

  જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે

  સરસ લેખો

 4. Anant Patel says:

  સરસ લેખ વાઁચવા મળ્યા.લેખિકાને અભિનન્દન્.

 5. Sandip Kotecha says:

  When you seek revenge. Prepare two graves. One for you too….

 6. Geetika parikh dasgupta says:

  સરસ…

 7. Navin N Modi says:

  શોખ અને ક્ષમાનું મહત્વ સમજાવતા બંને લેખ જીવનયાત્રામાં બહુ ઉપયોગી થાય એવા છે.
  લેખિકાનું અભિવાદન કરું કે તેમનો આભાર માનું? હું તો બંને કરીશ.

 8. pragnaju says:

  ‘હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે”માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે’ બન્ને સુંદર વાતનું મહત્વની સુંદર સમજુતી

 9. Keyur says:

  Both articles are extremly presented in proper format keep it up

  Examples of (Potatoes) and (Teacher – student ) are helpful to learn about life lessions

  I hope, again write on same topic continuously

  keyur

 10. Janak says:

  I’ll Try to implement those skills forgiveness and keeping away all the negative thoughts

  Cheers!!!!!!!!

  Janak

 11. Piyush says:

  Hello Tanviben both articles are really appriciable

  keep it up

  article about “Forgiveness ” extremely practical

  Piyush

 12. Raju says:

  Good evening Tanviben

  Both articles are really appriciable

  Raju

 13. mukul says:

  ખુબ જ સુન્દર લેખો. તન્વીબેન ને અભિનન્દન

 14. Nikunj says:

  Tanviben both articles are nice

  Nikunj

 15. Veena Dave says:

  Tanvi,

  very good.

  Keep it up.

  Veena Dave,
  USA

 16. Vinod Patel says:

  Thank you tanviben for inspiring articles. Forgiveness is freeing up and putting to better use the energy once consumed by holding grudges, harboring resentments, and nursing unhealed wounds. It is rediscovering the strengths we always had and relocating our limitless capacity to understand and accept other people and ourselves. It is the first step of giving love.

  Vinod Patel
  USA

 17. અરવિંદ અડાલજા says:

  સરસ લેખો. જીવન જીવવું અને જીવંત રહેવું બને જીવનમાં અગત્ય ધરાવે છે.જીવનની જીવંતતા જ કદાચ જીવનમાં મહત્વની બની રહે છે.જીવી તો કદાચ બધા જતા હોય છે પણ ખરેખર જીવન જીવી જાણવું અને ધબક્તું રાખવું એ ખૂબ કઠિન બની રહેતું હોય છે. મનુષ્ય ઉપર કેટ્લીક વાર અણધાર્યા આઘાત/કઠણાઈ આવી પડે ત્યારે તૂટી પડે છે અને જીવન અકારું બનાવી ધરાર જીવી લેતા હોય છે. આમ કરવાને બદ્લે લેખિકા કહે છે તે પ્રમાણે જીવનમાં કોઈ શોખ કેળવે કે જેનાથી ફરીને જીવન જીવંત બની રહે. આ વિષે મારો પોતાનો અનુભવ કહું તો અસ્થાને નહિ ગણાય. આજે મારી ઉંમર 70 વર્ષની છે. નિવૃત બેંક મેનેજર છું.મારાં પત્ની 2000ની સાલમાં ખૂબજ ટૂંકી બિમારીથી અવશાન પામ્યા. મારાં ઉપર આસમાન તૂટી પડ્યું.બે દીકરીઓ તેમના સાસરે , દીકરો પણ બહાર. એક્લા રહેવાનું આવી પડ્યું. એકલતા કોરી ખાય.જમવામાટે ટિફિન આવે પણ ફાવે નહિ. સ્થાનિક દીકરીને ત્યાં જમવાનું રોજ્-બરોજ નહિ ફાવે.મારી 60 વર્ષની ઉંમરમાં ક્યારેય રાંધેલું નહિ.અરે ! માટલા પાસે ઉભા રહી પાણી માંગીને પીધેલું તેવી જીવન પધ્ધતિથી થયેલ ઉછેર શું કરવું ? જીવવું તો હતું જ તુટવું નહિ હતું. આખરે નિર્ણય કર્યો જાતે રાંધવાનો અને શરૂ કર્યુ. લેખિકા કહે છે તેમ અને હું પણ મકકમતાથી માનું છું કે કોઈ પણ કલા કે બીજી વસ્તુ શિખવામાટે કોઈ ઉંમર નથી હોતી. થોડા સમયમાં જ બધું જ રાંધતો થઈ ગયો એટ્લું જ નહિ મારા દીકરી-જમાઈ અને અન્ય મિત્રોને જમાડ્તો પણ થઈ ગયો. થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું કે wordpress.com એ ગુજરાતી બ્લોગ ફ્ર્રી મૂકવાની સવલત શરૂ કરેલ છે અને મેં પણ જો કે ક્યારેય ટાઈપ શીખ્યો ના હોવા છતાં ગુજરાતી ટાઈપ શીખી ગયો અને મારો બ્લોગ બનાવી મૂક્યો પણ ખરો.www.arvindadalja.wordpress.com આપને એ જાણી ને આનંદ થશે કે મારી બીજી દીકરી અને જમાઈ કોમ્પ્યુટર એંજીયર છે અને મારાં ઘરમાં 15 વર્ષ થયા કોમ્પ્યુટર હાવા છતાં મેં ક્યારેય શીખવા પ્રયત્ન નહિ કરેલો પણ 2003 માં મારી દીકરી પાસે યુએસએ ગયો ત્યારે દીકરીએ મને ધરાર શીખવ્યું અને આજે મને તે મારી એકલતામાં મને સુંદર સાથી દાર લાગે છે. આમ કોઈ ઉંમર કંઈ પણ શીખવા માટે બાધા રૂપ બનતી નથી માત્ર જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક રાખી જીવંત રીતી જીવવાનો નિર્ધાર હોવો જોઈએ. ક્ષમા માટે પણ દિલની દેલાવરી અને ક્ષમા વિરસ્ય ભૂષનમ ગણાય છે તે સૂત્રને આત્મસાત કરવુ રહ્યુ. ખૂબ કઠિન છે પણ અસંભવ નથી.

 18. Manish says:

  Nice and inspired Articles Tanviben

  Congrates for covering interesting topic

  Manish

 19. Kiratsang says:

  Very nice articles about life ,hobies and forgiveness

  keep constantly write about such interesting topics

  it is really helpful in such era

  Kiratsang

 20. Mahendra says:

  Hello Tanviben
  again congrates for nice , strong and inspired articles about human life

  Mahendra

 21. Mayursinh says:

  Nice articles
  keep it up Tnviben

  Mayursinh

 22. DARSHANA DESAI says:

  ખૂબ જ સરસ લેખ. નવું નવું શીખતા રહેવુંને મસ્તીથી જીવન જીવવુ. નવું શીખવા માટૅ ની કોઇ ઉમર નથી. જીવો ત્યાં સુધી વિદ્યાર્થી , કલાર્થી બની રહો.સુખી જીવનની આ જ તો જાદુઇ ચાવી છે.

 23. Vivek says:

  Tanviben,

  It’s never too late to learn something useful Nice articles

  Vivek

 24. Dhrmaraj says:

  Very nice and inspired articles

  Dhrmarja

 25. Chetan says:

  Tanvi
  Nice articles Art of living is really super

  Chetan Dave

 26. Ramesh Solanki says:

  jIVAN nU sATYA aRTICLE KHUB SARAS CHE

  rAMESH

 27. Kush says:

  Tanviben four lines in art of living article is nice orgainsied and properly fit
  “Jivan Nu Satya ” article ni link me mara group ma pan mokli che kharekhar article khubaj saras che

  congrates

  Kush

 28. Samir says:

  Tanvi Nice articles again

  Samir

 29. Hardik Mankad says:

  Both of the articles are good.
  I would definitely like to read it if i find some more articles of yours in this site.

  Keep it up… and all the best.

  Waiting for more from your side.

  Hardik (Ahmedabad).

 30. Nitin Ramani says:

  સરસ ……….
  જિવન નુ સત્ય ખુબજ સરસ

  નિતિન

 31. Khushbu says:

  અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
  હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
  અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
  તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

  Very Nice Lines

  Khushbu

 32. Mansi says:

  ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે.

  Nice thoughts Tanviben

  Mansi

 33. keyur says:

  ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.

  કેયુર્

 34. મિલન સિન્ધવ says:

  સુશ્રી તન્વીબહેન,

  સુંદર લેખ માટે અભિનંદન.
  શ્રીમાન અરવિંદભાઈ અડાલજાના પ્રતિભાવો સુંદર અને હકારાત્મક.
  અમારા બા સપ્ટેમ્બર-૨૦૦૭માં ગુજરી ગયાં. અમારા બધાં માટે એ આઘાતજનક હતું, પિતાજી “કવિ બાદલ” (ગણેશ સિન્ધવ) એ બા ના નિધન પછી આઘાતમાંથી બહાર આવવા “અકબંધ રહસ્ય” નવલકથા લખી, આઘાતમાંથી બહાર આવ્યા.
  જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવતા ગયા, આજે અમુક સમય એકલાં રહી શકે છે.

 35. vikas says:

  અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
  હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
  અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
  તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

  really nice

  Vikas

 36. Anuradha says:

  શ્રિ દર્શના બેન્,

  “જીવો ત્યાં સુધી વિદ્યાર્થી બની રહો.સુખી જીવનની આ જ તો જાદુઇ ચાવી છે…”

  તમરિ આ કોમ્મેન્ત્સ્ બહુજ ગમિ… આપે પન લખવુ જોઇએ.

 37. PRAFUL THAR says:

  ખરેખર ઉપરનાં બંને લેખો માટેના એટલા બધા પ્રતિભાવો વાંચ્યા કે મારી પાસે લખવા માટેના એનાથી વિશેષ શબ્દો જ જળ્યા નહીં…
  પ્રફુલ ઠાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.