મારી જ – દર્શના

[રીડગુજરાતીને આવી સુંદર રચના લખી મોકલવા બદલ શ્રી દર્શનાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર ]

નદીના પટમાંથી
પર્વતની બખોલમાંથી
કંકર વીણતી

રેત કિનારે મહેલ ચણતી
જળના તરંગ ભાંગતી

ભીના અરીસે સંદેશ લખતી
ચપટીભર્યા રંગે અવસર સજાવતી

ઝબોળીને ક્યારેક રસાસ્વાદ આપતી
ક્યારેક રંગીલો છંટકાર
કોરા બરડાએ ક્યારેક શબ્દો આંકતિ
ક્યારેક પાંખડીની ભાત

લટમાં ગુંથાતી, ભાલને સજાવતી
મ્હેંદીના રંગે થતી લાલ
તાર રણઝણાવતી, લાડથી ઠપકારતી
ઝાલીને લઈ જતી ક્યાંક

આંગળીથી વિખુટી ન પડતી
એ બધીયે તૃષ્ણા,
મારી જ !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગગનવાસી – નાઝીર દેખૈય્યા
સુખ અને દુ:ખનો વેશપલટો – સુરેશ દલાલ Next »   

13 પ્રતિભાવો : મારી જ – દર્શના

 1. અમિત પિસાવાડિયા says:

  સુંદર શબ્દો છે .
  શ્રી દર્શનાબહેન તમોને મારા અભિનંદન ,
  જય શ્રી કૃષ્ણ .

 2. નીલા says:

  શબ્દોની સુંદર વણાટ કરી છે તમે

 3. rakesh chavda(surat) says:

  very nice poem with deep meaning of each line. even staying far from gujarat people like you keep gujarat sahitya live foreever. I m proud to be a gujarati. Thanx

 4. Darshana says:

  amerika ane gujarat vachche setu e a gujarati internet…One can be physically anywhere but galathuthi maathi j gujarati hovano garv chhe.

 5. nayan panchal says:

  જાવેદ અખ્તરે ગુજરાતીમા લખ્યુ હોય એવુ લાગ્યુ.

  સુંદર રચના.

  નયન

 6. Valium. says:

  Valium….

  Valium side effects. Mexian valium. Valium….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.