ત્રિપદી – હેમેન શાહ

[1]
વૃક્ષને તાજા પવનનો કેફ છે,
પથ્થરો પર કંઈ અસર થાતી નથી
એ ઋતુના ચક્રથી વાકેફ છે.

[2]
વ્યસ્ત બહુ લાગે છે આજે વાયરા,
મોગરો, ચંપો, જૂઈ પાસે લીધા
કેટલાં ફોરમ તણાં સંપેતરાં.

[3]
બેસતાં ગભરાય એ સંભવ નથી,
પીઠ હો એ ભેંસની કે સિંહની,
દેવચકલીને કશી અવઢવ નથી.

[4]
વેશભૂષાથી કદી પરખાય છે ?
આ સમય ચાલાક છે બહુરૂપિયો.
ક્યાંક સાબર, ક્યાંક ગોકળગાય છે.

[5]
ડેલી એ કાળી હતી, ઊંચી હતી,
રત્નમંડિત ભવ્ય દરવાજો હતો,
ને ઉષાની સોનેરી કૂંચી હતી.

[6]
વહીવટ બધો કોણ નક્કી કરે ?
કયું પાન ખરશે ? કયું બી ફળે ?
ક્યો છોડ ક્યારે તરક્કી કરે ?

[7]
જીવન અલ્પ ને લાગે પામર ભલે,
રહે ઘાસ હંમેશ આનંદમાં,
બધી કોર વૃક્ષો કદાવર ભલે.

[8]
કાલ મળશે પડેલો શેરીમાં,
એની ચિંતા કર્યા વગર હમણાં
ચાંદ ઝૂલે છે નાળિયેરીમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું ડૉક્ટર, હું દર્દી – ડૉ. પ્રદીપ પંડ્યા
કરી લીધી – અમૃત ઘાયલ Next »   

14 પ્રતિભાવો : ત્રિપદી – હેમેન શાહ

 1. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  નયન

  “વેશભૂષાથી કદી પરખાય છે ?
  આ સમય ચાલાક છે બહુરૂપિયો.
  ક્યાંક સાબર, ક્યાંક ગોકળગાય છે.”

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સુંદર

  “ડેલી એ કાળી હતી, ઊંચી હતી,
  રત્નમંડિત ભવ્ય દરવાજો હતો,
  ને ઉષાની સોનેરી કૂંચી હતી.”

  “વહીવટ બધો કોણ નક્કી કરે ?
  કયું પાન ખરશે ? કયું બી ફળે ?
  ક્યો છોડ ક્યારે તરક્કી કરે ?”

 3. Pratik says:

  “બેસતાં ગભરાય એ સંભવ નથી,
  પીઠ હો એ ભેંસની કે સિંહની,
  દેવચકલીને કશી અવઢવ નથી”

 4. tejal tithalia says:

  nice …….

  વેશભૂષાથી કદી પરખાય છે ?
  આ સમય ચાલાક છે બહુરૂપિયો.
  ક્યાંક સાબર, ક્યાંક ગોકળગાય છે.

 5. વાંચતા જ ગમી જાય એવી નાવીન્યસભર ત્રિપદીઓ…

 6. PAMAKA says:

  વાહ વાહ ખુબ સુન્દર રચના

 7. palabhai muchhadia says:

  સુન્દર કાવ્ય મધુરતાથિ મનમા શિતળતા ઉત્પ્ન્ન કરે , કવિતામા મિઠાશ સમાયેલિ છે.

 8. pragnaju says:

  હેમેન શાહની મઝાની ત્રિપદીઓ
  વહીવટ બધો કોણ નક્કી કરે ?
  કયું પાન ખરશે ? કયું બી ફળે ?
  ક્યો છોડ ક્યારે તરક્કી કરે ?
  વાહ્

 9. Maharshi says:

  ખુબ સરસ રચનાઓ….

 10. કલ્પેશ says:

  સરસ.

  આવી ત્રિપદી કદી વાંચવામા આવી નથી. શુ આ પ્રકારની કૃતિએઓ ગુજરાતીમા પહેલેથી છે? (જેમ કે છપ્પાઓ, ચોપાઇ)

 11. preetam lakhlani says:

  પ્રિય હેમન્ ધણા દિવસ બાદ તારી ત્રિપદિ વાચ વા મલિ, બ હુજ મજા આવી, બહુ જ સરસ લાગી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.