સમજપૂર્વકનું અંતર – અવંતિકા ગુણવંત

કાજોલનો ફોન આવ્યો, ‘તું તૈયાર રહેજે. હું તને લેવા આવું છું.’
ક્યાં જવાનું છે એવો પ્રશ્ન મેં એને પૂછ્યો નહિ. એવો પ્રશ્ન હું એને કદી પૂછતી નથી, કારણ કે અનુકૂળતા હોય ત્યારે સાથે વખત ગાળવાનું અમને બેઉને ગમે છે. લાંબા સમયનો અમારો પરિચય નથી, પણ પહેલીવાર મળ્યાં ત્યારથી જ સ્નેહભરી મૈત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એનું કારણ કદાચ કાજોલનાં ભારતીય મૂળ હોઈ શકે…. કાજોલનાં માતાપિતાનો જન્મ, ઉછેર અને અભ્યાસ ભારતમાં હતો. લગ્ન કર્યા પછી તેઓ અમેરિકા આવીને વસેલાં.

કાજોલનો જન્મ અમેરિકામાં થયો, પણ એના ઘરનું વાતાવરણ, જીવનશૈલી લગભગ ભારતીય હતાં. કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે, એ અમેરિકન સિટિઝન છે, એણે ભારત જોયું જ નથી, છતાં મને એવું લાગ્યા કરે કે ઊંડેઊંડે એનામાં પરંપરાગત ભારતીય સંસ્કારો છે. તેથી જ અમે જીવન વિશે ઘણી બધી બાબતોની ચર્ચા કરી શકતાં ને અન્યોન્યનું દષ્ટિબિંદુ સમજી શકતાં. કશુંક છુપાવ્યા વગર હૃદયમનના ભાવ નિખાલસતાથી બેધડક પ્રગટ કરી શકતાં. અમારી વાતોનો પ્રવાહ અસ્ખલિત વહ્યા કરતો.

રસ્તમાં કાજોલે કહ્યું : ‘આપણે બર્લિંગ્ટન મૉલમાં જઈએ છીએ, પ્રેઝન્ટ ખરીદવા. ડીક માટે પ્રેઝન્ટ.’
‘ડીક માટે ?’ આટલા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યાં, પણ પછી હું અટકી ગઈ, કારણ કે આજ સુધી એક ડીકનું નામ મેં એના મોંએ સાંભળ્યું છે અને એ છે એનાથી છૂટા પડેલા એના પતિનું. એ સિવાય બીજા કોઈ ડીક વિશે મેં સાંભળ્યું નથી, તો એના એ છૂટાછેડાવાળા પતિ માટે પ્રેઝન્ટ લેવા એ જતી હતી ? ડીકથી છૂટા પડ્યે પાંચેક વરસ થયાં છે. આ ડીકની વર્ષગાંઠ કે એવું કંઈ હશે, એની ઉજવણી થવાની હશે.. એક સેકન્ડમાં મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા. મારા ચહેરા પર આલેખાઈ ગયેલા એ પ્રશ્નો એણે વાંચી લીધા હોય એમ કાજોલ બોલી : ‘ડીકનાં લગ્ન છે, કાલે આમંત્રણ આપવા આવ્યો હતો.’
મેં જોવા પ્રયત્ન કર્યો, એ દુ:ખી તો નથી ને ! અમેરિકામાં છૂટાછેડા લીધા પછી પણ પતિ-પત્ની એકબીજાને સદભાવથી મળે છે. તેઓ વચ્ચે મૈત્રી ટકી રહે છે, એમના એ સંબંધનું એક ગૌરવ હોય છે. કાજોલ જ્યારે જ્યારે ડીક વિશે વાત કરે ત્યારે માનપૂર્વક ઉલ્લેખ કરતી, એને ડીકમાં વિશ્વાસ હતો, તેઓ એકબીજાનું ધ્યાન રાખતાં, કાળજી લેતાં, તેઓ ઉત્સાહપૂર્વક એકબીજાને મળતાં. કાજોલના મોંએ એની વાતો સાંભળી ક્યારેક તો મને થતું કે આ લોકોએ શું કામ છૂટાછેડા લીધા હશે !

એક વાર તો મારાથી બોલાઈ ગયું હતું કે આટલી સારી રીતે મેળ બેસતો હોય તો ભારતમાં કોઈ છૂટાં ન પડે.
‘છૂટાં પડવા માટે ઝઘડવું જ પડે ?’ કંઈક અકળામણભર્યા સૂરે એણે પૂછ્યું.
‘અરે, ત્યાં તો ઝઘડા થતા હોય તોય થોડી બાંધછોડ કરીને નિભાવી લેવાની જ સલાહ અપાય.’ મેં કહ્યું.
‘નિભાવવું એટલું આસાન છે ? પતિ-પત્નીનો સંબંધ, ત્યાં જરાય કૃત્રિમતાને અવકાશ નથી ત્યાં બાંધછોડ કરો, મન ન હોય છતાં અણગમતી વાત ચલાવી લો, તો એક પ્રકારની ખેંચ ન લાગે ? સ્ટ્રેસ ન અનુભવાય ?’ એણે પૂછ્યું.
‘સ્ટ્રેસ નથી અનુભવવો એવો નિર્ણય કરો તો સ્ટ્રેસ ન અનુભવાય. આપણું મન ધારે તો આવી અસરમાંથી મુક્ત રહી શકે અને થોડા સમય પછી બધું બરાબર થઈ જતું હોય છે.’
‘એવું ખેંચી તાણીને જીવવાનો શો અર્થ ? હું તને કહું, લગ્ન પહેલાં હું ને ડીક સારાં મિત્રો હતાં. વર્ષો જૂની અમારી મૈત્રી હતી, કલાકો સુધી અમે વાતો કરતાં. જંગલમાં સાથે ફરતાં, પહાડોમાં ઘૂમતાં. એ ઈતિહાસ અને માનવજાતની વાતો કરતો ને હું સાંભળતી, ક્યારેક એ આદિમાનવ વિશે વાત કરે, દુનિયાભરના દેશોની, ત્યાંની પ્રજાની, એમની ચડતીપડતીની, એમની સભ્યતા અને સંસ્કૃતિની વાતો કરે, ધર્મની વાતો કરે ત્યારે એ વાતો સાંભળવી મને ગમતી, બહુ ગમતી. મુગ્ધ હૈયે હું સાંભળ્યા કરતી. અમે કદી રેસ્ટોરાં કે નાચગાનની પાર્ટીમાં નથી ગયાં. મિત્રોના સમૂહમાં ઊછળકૂદ કરવી કે ધાંધલધમાલ અમને પસંદ નહોતાં. ઝાકઝમાળથી દૂર રહેવું અમને ગમતું.

યુદ્ધને અમે બેઉ ધિક્કારીએ. માણસમાત્ર માટે અમને બેઉને સમભાવ. હું કહું, આપણે એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ જેથી સામાન્ય માણસનાં દુ:ખ દૂર થાય. હું નર્સ બની અને એ શિક્ષણક્ષેત્રે દાખલ થયો. એ શિક્ષક બન્યો અને સાથે સાથે આગળ ભણતો હતો. હું વિચારું એક શિક્ષક ધારે તો એના વિદ્યાર્થીઓને કેટકેટલું આપી શકે. વિદ્યાર્થીઓનું ચારિત્ર્યઘડતર કરે, જીવનની વિષમતા સામે લડવાનું બળ આપે, જીવનમાં ઊંચે જવાની પ્રેરણા આપે, શિક્ષકનું જીવન તો આદર્શ જીવન કહેવાય. અમે બેઉએ લગ્ન કર્યાં. થોડા મહિના તો અમે આકાશમાં ઊડ્યાં, પણ પછી મને એની જીવનશૈલી ન ગમી, એનું જીવન ખામીયુક્ત દેખાવા માંડ્યું. એ આખો દિવસ વાંચ્યા જ કરે. કૉલેજ લાઈબ્રેરી વચ્ચે ફરતો જ હોય. ઈતિહાસ અને સંસ્કૃતિ એના વિષય હતા. મારી કલ્પના મુજબ એ એના વિદ્યાર્થીઓથી ઘેરાયેલો ન હોય, ભાવુક, જ્ઞાનઘેલા, થનગનાટવાળા વિદ્યાર્થીઓ એની પાછળ દોડતા નહિ, વિદ્યાર્થીઓનો એ પ્રિય ટીચર ન બની શક્યો. વિદ્યાર્થીઓમાં એને રસ જ નહોતો. જીવંત માણસોમાં નહિ, પણ નિર્જીવ થોથમાં એને રસ હતો. આ જોઈને હું અકળાઈ ઊઠું. હું કહું, ડીક, તું બહાર નીકળ, તારી રૂમમાંથી બહાર નીકળ. તારાં આ ખુરશી ટેબલ છોડ. ખુલ્લી જગ્યામાં જા. રમતના મેદાનમાં જા. તારા વિદ્યાર્થીઓમાં ભળ. એમનાં આકાંક્ષા, અરમાન અને સ્વપ્નાં વિશે સાંભળ. એમના ચહેરા વાંચ, એમના હૃદયની ભાષા ઉકેલ, એમનાં પ્રગતિ અને ઉત્કર્ષનો વિચાર કર. એમને માર્ગદર્શન આપ, પ્રોત્સાહન આપ.

પણ ના, એને મારા શબ્દો સંભળાય જ નહિ, મારું કહેવું એના મનમાં ઊતરે નહિ. એને તો અભ્યાસ કરવાથી, ગંભીર ચર્ચા કરવાથી, લેકચર કરવાથી સંતોષ થાય, મને એ પૂરતું ન લાગે. મને એની જીવનપદ્ધતિમાં દંભ લાગે, નિરર્થકતા લાગે, એની એ ભ્રમણામાંથી બહાર કાઢવા મેં પ્રયત્ન કર્યા, પણ કંઈ વળ્યું નહિ, પરિણામે મારી નજરમાંથી એ ઊતરતો ગયો. મને થાય એ સાવ બેઠાડું છે, આળસુ છે, નિરુદ્યમી છે. શું આવી જિંદગીનાં આપણે સ્વપ્નાં સેવ્યાં હતાં.’
‘નર્સ તરીકે તો તારી કામગીરીથી તને સંતોષ હતો ને ?’ મેં પૂછ્યું.
‘હા, હું મારા દર્દીઓમાં પ્રિય હતી. ડૉક્ટરો પણ મને માનથી જોતા હતા, પણ ડીક સામે મારા મનમાં ફરિયાદો જ ઊઠતી. દિવસના અંતે સાંજે અમે મળીએ ત્યારે જીભાજોડી કે વાદવિવાદ જ હોય. એમાંય રજા આવે ત્યારે તો નાની વાતમાંથીય એવી ઉગ્રતા પ્રગટે કે વાતાવરણમાં અશાંતિ પ્રવર્તી જાય. અમારાં હૃદયમન કડવાં કડવાં થઈ જાય, અમે એકબીજાથી દૂર જવા માંડ્યાં. પતિ-પત્નીના સંબંધમાં આકર્ષણ, માધુર્ય, તીવ્રતા, રોમાંચ નાશ પામ્યાં. અમે બેઉ અવશપણે ઉદાસીનતાના ખાડામાં ડૂબી ગયાં. અમે બેઉ ચોંકી ઊઠ્યાં. જીવનને આમ નષ્ટ તો ન જ થવા દેવાય. અમે બેઉએ સાથે બેસીને વિચાર્યું કે સાથે જીવવામાં કોઈ લાભ નથી. સહવાસથી કશું સારું નીપજતું નથી. તો લગ્નના નામે એકબીજાને બાંધી રાખવામાં ડહાપણ નથી, બંધાઈ રહેવું ઈષ્ટ નથી.

અમે નક્કી કર્યું કે છૂટાં પડીએ. આવી રીતે અમે છૂટાં પડ્યાં. અંત:કરણપૂર્વક શુભેચ્છા પાઠવી છૂટાં પડ્યાં. અમને એકબીજામાં ખૂબ વિશ્વાસ હતો, સ્નેહ હતો, તેથી અમારી મૈત્રી અતૂટ રહી. અમે છૂટાં પડ્યાં તોય એકબીજાને અમે છોડી નહોતાં દીધાં, અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો, એ પ્રેમને જાળવવા અમે માગતાં હતાં, તેથી જ અમે છૂટાં પડ્યાં હતાં. પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં. કોઈ અટપટો, પડકારરૂપ પેશન્ટને મેં ટ્રીટ કર્યો હોય તો એની વાત ડીકને કહેવા હું અધીરી બનતી તો ડીક પણ એના અભ્યાસના અંતે કોઈ તારાતમ્ય પર પહોંચ્યો હોય તો સૌથી પહેલાં મને કહેતો. અમારા સારા કે ખોટા સમાચાર અમે એકબીજાને તરત કહેતાં. ક્યારેક લૉંગડ્રાઈવ પર સાથે જતાં.’

કાજોલ વાત કર્યે જતી હતી, હજી એ ડીકના પ્રેમમાં હતી, પણ હવે શું ? હવે તો ડીક પરણી જાય છે. કાલે જ એનાં લગ્ન છે. ડીકને જીવનસંગિની મળી છે. હવે એ એકલો નહિ હોય. હવે કંઈક કહેવા એ કાજોલ પાસે દોડી નહિ આવે અને કાજોલ પણ પોતાની કોઈ વાત કહેવા એને બોલાવી નહિ શકે. હૃદયમનની વાત કહેવા હવે કાજોલ ક્યાં જશે ? હવે કાજોલ ખરેખર એકલી પડશે. મેં વિચાર્યું એવું કાજોલે વિચાર્યું જ હશે. એના હૈયામાં આવનારી એ એકલતાની વેદના હશે જ. ડીકને ગુમાવી દીધો એનું દુ:ખ હશે જ. છતાં એ ડીક માટે પ્રેઝન્ટ લેવા જાય છે. મધુર દાંપત્યજીવનની શુભેચ્છાઓ સાથે એ ડીકને પ્રેઝન્ટ આપશે. સસ્મિત વદને પ્રેઝન્ટ આપશે અને પછી… એ દૂર દૂર ચાલી જશે. આવી કલ્પના આવતાં મારું હૈયું કાજોલ માટે સમભાવથી આર્દ્ર બની ગયું. મેં કાજોલ સામે જોયું, એના ચહેરાને વાંચવા પ્રયત્ન કર્યો. પણ નવાઈ ! કાજોલ સ્વસ્થ છે. હા, એના અવાજમાં વ્યથા વરતાતી હતી. આંખ કદાચ ભીંજાયેલી હતી, પણ આંસુની ધાર નહોતી વહેતી. એ પૂરા સંયમથી વર્તતી હતી. એની જાત પર એનો અંકુશ હતો. કોઈ પણ પ્રકારની લાગણીમાં એ વહી નહોતી ગઈ. એ પોતાની સ્વામિની હતી.

દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઈતિહાસ – શ્રીમદ ભાગવત મહાપુરાણ
મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર Next »   

41 પ્રતિભાવો : સમજપૂર્વકનું અંતર – અવંતિકા ગુણવંત

 1. રેખા સિંધલ says:

  દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ. કેટલી સાચી વાત !

 2. Ravi Ponda says:

  Really nice and interesting articel..

 3. Neha says:

  Dear Ms Gunvant,

  Pls receive my whole hearted appreciation for presenting so nicely the thread of thought :

  દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ.

  It is indeed a good value system of we Indians, that we value the marriage system and try our best to protect and save the same.

  It is really good if one tries to adjust with the partner and save the marriage. But there are many couples , around us, in our Indian society, who are staying with each other physically but they are not mentally in union with each other.I liked the stanza :

  પણ નવાઈ ! કાજોલ સ્વસ્થ છે. હા, એના અવાજમાં વ્યથા વરતાતી હતી. આંખ કદાચ ભીંજાયેલી હતી, પણ આંસુની ધાર નહોતી વહેતી. એ પૂરા સંયમથી વર્તતી હતી. એની જાત પર એનો અંકુશ હતો. કોઈ પણ પ્રકારની લાગણીમાં એ વહી નહોતી ગઈ. એ પોતાની સ્વામિની હતી.

  Good Story!

 4. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ

 5. this is really admirable attitude towards life. though in our India society look at such couple with little respect so in our country and at least in Gujarat such trend is really admirable. A new thought provoking story.
  Cnograts.

 6. nayan panchal says:

  એકદમ mature વાર્તા.

  પરાણે આખી જિદંગી ઢસડવા કરતા સારા મિત્રો બની રહેવુ વધુ સારુ.

  જિસ અફસાને કા અંજામ મુમકિન ના હો, ઉસે કિસી ખૂબસુરત મોડ પર છોડ દેના ચાહિએ…

  નયન

 7. payal says:

  This is an interesting story. I have seen many cases where husband wife decided to seperate after minor disputes. They manage to have a understanding relationship even after the divorce. But things get very complicated after one of them decides to remarry. The understanding is then replaced by feelings of jealousy, frustation, and finally bitter anger and lonliness. It is quite a vicious cycle. It is worse if there are kids involved. They start second guessing themselves if they should have seperated in the first place. Avantika ben can write a second part of this story to see how things unfold for both Kajol and Dick.

 8. Urvi Pathak says:

  દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ.
  સુંદર વાત.

 9. pragnaju says:

  મઝાની વાત-‘પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.’ સરસ અભિવ્યક્તી

 10. Veena Dave says:

  Yes, this happens in America. I read many stories written by Respected AG in ‘Akhand Anand’.Each and evry stories are good.

 11. Geetika parikh dasgupta says:

  Nice, but Isn’t it more difficult and stressful to give divorce and hunt for the another life partner? As per my opinion, person starts feeling insecure and alone and gets back to square one, as she has to restart the hunt for another good life partner or love of her life. This might turn more stressful than adjusting with your husband. Biterness could be the part of any and every relationship, one can not always run away from that bitterness, rather one might want to accept that bitterness and try to resolve it. That would be less stressful for me rather than hunting for a new love.

  Geetika Parikh

 12. Chirag says:

  Kajol should have seen all these flags before getting married. She clearly failed to see all those flags…. In any realtionship if you have to compromise, its not worh it. Brake the relationship right there and then… By the way, excellent story!!! I totally agree with Kajol – why waist time and energy on something that cannot be fixed – rather distance yourself and enjoy the life to its fullest. And love the fact that marriage is not whole life but its part of the life… Simple yet very powerful words… Congratulations!!!

  Thank you,
  Chirag Patel

 13. ઈન્દ્રેશ વદન says:

  વાર્તામાં નર્યો દંભ છે.

  લોકો પ્રેમ કરી ને લગ્ન કરે. ત્યારે અહીં આ બે નમૂનાઓ છુટાછેડા લીધા પછી પ્રેમ જાળવવા માંગતા હતા. છુટાછેડા લીધા પછી જખ મારવા લોંગ ડ્રાઈવ પર જતા હતા?

  ઘણાં લોકોને પહેલા મિત્રતા થાય, પછી પ્રેમ અને પછી લગ્ન. ત્યારે તો અહીં ગાડીને રીવર્સ ગીયર માં ચલાવાતી હતી.

  Both are total freaks. Maybe both will be married to different persons. Get divorced again. And, expand their circle of friends. And, then they all will go for a long drive together.
  Bloody nonsense. 🙂 🙂

 14. Megha Kinkhabwala says:

  દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.

  Very true but there is other side of the story as well. It is more stressful to settle life after divorce especially for girls. What if Kajol is living in some small city of India and not being financially self-dependent? There are many financial, social and emotional challenges for a girl after getting separated from her husband.

  One needs to have vision of her life after divorce and capabilities to fight against every odd.

 15. ઉપર લખાયેલી કમેન્ટોમાં લગભગ દરેક મહિલા વાચકોએ આખી રજૂઆતમાં એક જ વાક્યને વધાવ્યું છે :

  “દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે”

  જીંદગીને માત્ર પોતાના આદર્શો માટે જ જીવવી અને પોતાના ગૌરવ માટે જ જીવવી એ મને સ્વકેન્દ્રિતા લાગે છે. કદાચ આવા વિચારો સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત ના થઇ શકે. માત્ર સ્વનું વિચાર્યા વગર આપ્તજનોનું પણ વિચારીને જીવન જીવી જવાની મઝા અનેરી હોય છે.

  ઉપર જણાવાયેલા વિચારો કદાચ પશ્ચિમી દેશો અને ત્યાંની સંસ્કૃતિમાં કદાચ યોગ્ય હોઇ શકે પરંતુ ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં મને યોગ્ય નથી લાગતા.

  મારા વિચારો કદાચ દરેક મહિલા વાચકોને જૂનવાણી જ લાગશે પણ હું એ પણ સ્પષ્ટતા કરી લઉ કે કે “સ્ત્રી એટલે પગની જૂતી સમાન” એવા પણ મારા વિચારો નથી.

 16. Parul says:

  થોઙા ઘણા અંશે કુનાલ ના વિચારો સાથે હુ સમંત થઇશ.

  જીંદગીને માત્ર પોતાના આદર્શો માટે જ જીવવી અને પોતાના ગૌરવ માટે જ જીવવી એ મને સ્વકેન્દ્રિતા લાગે છે. કદાચ આવા વિચારો સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત ના થઇ શકે. માત્ર સ્વનું વિચાર્યા વગર આપ્તજનોનું પણ વિચારીને જીવન જીવી જવાની મઝા અનેરી હોય છે.

  માત્ર ડિક ની જીવન શૈલી સાથે અનુકુલન ન સાધી શકાયુ એ કારણ છુટાછેડા માટૅ યોગ્ય ન ગણાય. એજ વસ્તુસ્થિતિ ફરીવાર પણ બની શકે છે. બન્નેને એક બીજા માટે સ્નેહ હતો, વિશ્વાસ હતો તો થોડુ સમજ્દારીથી કામ લઈને સુન્દર દામ્પત્યજીવન જીવી શકયા હોત. આખરે થોડો પ્રેમ, થોડુ સમાધાન એકબીજાને અપાતી સ્વતન્ત્રતા ( જેને પશ્ચિમી દેશો space કહે છે) એનુ જ નામ સહ્જીવન છે.

 17. charulata desai says:

  શ્રી ઈન્દ્રેશ વદનનો અભિપ્રાય વ્યાજબી છે. કાજોલના મનમાં ઊંડે ઊંડે ભારતીય સંસ્કાર હોત તો, એના કહેવાતા ડિકથી છુટા પડવાની વાતનો વિચાર સુધ્ધા એણે ન કર્યો હોત.

 18. DEVINA says:

  after so much of discussion ,i felt if kajal would have been an indian she would have been surely adjusted her self with her husband.

 19. Updendra Parikh says:

  Most of the Hindu marriages take place by parental arrangement. The groom and the bride hardly know each other, even if they have met for a short time, some time less than an hour. One reason these marriages appear like successful because the female partner is monetoraly dependent or socially not ready to dishonor her family by divorce or hung up on social customs.

  In western society the boy and the girl have met and known each other for substantial time, and yet they do not know each other well enough to prolong the marriage for the life. Even if hindu folks know each other for some time, they do not know each other’s likes and dislikes.

  Under such situation, a successful marriage is very difficult if not impossible.

 20. mukesh Thakkar says:

  didn’t like this story. I partly agree with the other people’s comment from top(especially Geetika Parikh and Indresh Vadan). This is not the stroy you would expect of any Indian origin. Hope the writer think again to write bit better stuff next time.

 21. કલ્પેશ says:

  સંસ્કાર પર કોઇનો (ભારતીય અથવા પશ્ચિમી) ઇજારો નથી.

  કદાચ બીજા દેશમા લોકો પોતાના માટે વધુ વિચારે છે અને તેથી લગ્ન કર્યા બાદ, સંતાન હોવા છતા લોકો છૂટાછેડા લે છે. કોઇને પણ નકામુ દબાણ જોઇતુ નથી.

  આપણ ત્યા લોકો નિભાવી લે છે (અથવા નિભાવી લેતા હતા). જેમ સ્ત્રીઓનુ વર્તુળ વધતુ ગયુ છે એમ તેઓ પુરુષની જેમ મોકળાશ માટે પ્રયત્ન કરે છે. આજે સ્ત્રીઓ પગભર થઇ રહી છે. અને પુરુષો પર જવાબદારી વધી છે.

  ઉપરની વાર્તામા આપણે એમ પણ જોઇ શકીએ કે એક યુગલ સાથે રહેવા છતા તાણ અનુભવે છે (એનુ કારણ એમ નથી કે કોઇ પાત્ર ખરાબ છે. પણ બન્નેની એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ પૂર્ણ નથી થતી) અને બન્ને અલગ થયા બાદ પણ એકબીજાને માન આપે છે અને એક મિત્ર તરીકે જોઇ શકે છે.

  આપણામાથી કેટલા આમ કરી શકે?

  આપણે લગ્ન જીવનના થોડા સમય પછી ધ્યાન છોકરા/છોકરીઓ પર આપતા હોઇએ છીએ. જેથી, એકબીજાઓ પ્રત્યેની અપેક્ષાઓ ઓછી થતી જાય છે. અને તકલીફ હોવા છતા લોકો (સંતાનના ભવિષ્યને ધ્યાનમા રાખી/લોકલાજને કારણે) અલગ થવાનુ વિચારતા નથી.

  ઈન્દ્રેશભાઇ – બીજા શુ કરે છે કે નથી કરતા (કે એમના સંસ્કાર/રીતભાત) આપણાથી અલગ છે એટલે એ “Bloody nonsese” છે? હું કે તમે અમેરિકામા જન્મ્યા હોત તો આ બધુ સામાન્ય લાગતે.

  એક બીજી વાત – આપણે કેટલા પુર્વગ્રહી છીએ? અમેરિકન આપણને જીંદગી આવી રીતે જીવતા જુએ (ઘસરડો કરતા), તો પણ એ કદાચ આપણને પુર્વગ્રહથી ન જુએ. અમેરિકનને લગ્ન કરવા હોય તો એ સામેના પાત્રની ન્યાત/પેટા-ન્યાત જોવા ન બેસે.

  આપણે સારી વસ્તુઓ કેમ અપનાવી શકતા નથી?

 22. Janki says:

  niceee… really enjoyed reading it. Thanks

 23. Moxesh Shah says:

  I kindly request and suggest all the readers and commentors to read the story “Agni Pariksha Ram Ni” hosted on “Read Gujarati” on 28.8.2008 after reading this story. If one had already read it (many had read as obvious from their comments there) then also I request to re-read it in context of this story.

  Thanks,
  Moxesh Shah.

 24. vipul oza says:

  article is good but looking to the indian culture (whereever we are) we have to follow this culture and to establish ourselves. only b’coz of difference of opinion kajol seperated. we have to learn a lot from our indian history that indian lady should be ready to give any SAMARPAN to save her husbond.

  it is ok that everyone has their own view but looking to the life we have to be very sure with each front.

  secondly kajol spent lot of time with DICK by that time why she didnot have any idea about DICK hobby as after a period of long duration you should be aware about your co-partner.

  this is story and real life is difference.

 25. Gira says:

  lol.. nicee… i meant comments of readers!! 😀 lol..

  yaah.. story is good as story.. 😀

  life –> friendship –> marriage –> love –> understanding –> compromise –> divorce –> partner –> society –> success –> western –> indian –> customs –> love marriage –> arrange marriage –> family –> history –> seperation –> sacrifice –> culture –> expectations –> and list is a bit long… 😀

  by the way, all of this means that it’s a the Biggest Reaction of the Chemistry of the Life!! 😀 these are the intermediates… and starting materials.. product is what we receive after performing this reaction !!!

  thanks 😀

 26. deepak says:

  સમય અન કાદ બધુ બદ્લિ નખે ચે
  mind blowing story.
  society must change with international waves prevailing time totime.
  pote khus to duniya khus.
  thanks to author
  deepak

 27. સર્વ શ્રી,
  હુ મારી બહેન અને કવિયત્રિ શ્રીમતી મનોરમા ઠાર નો આભારી છું કે જેણે મને આ સાઈટ ખોલી જોવા કીધું હતું અને ખરેખર ખૂબ જ આનંદ થાય છે.આપ હંમેશા નકલ મારા ઇ-મેલ ઉપર મોકલવા મહેરબાની કરશોજી.
  આભાર,
  લી.પ્રફુલ ઠાર
  04/01/2009

 28. પૂર્વી says:

  “દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ” – Punchline of the story. Well said.

 29. jinal says:

  After reading readers’ comments I also want to give my opinion and I am totaly agree with Kalpeshbhai. I have spent 22 years in India and now I am here in US due to my marriege. I have seen people around here like Kajol. Sometimes they have kids and they get seperated. At first sight, we think that this “Divorce” thing is not possible in India at all. But have we ever though about our own existance?
  The only difference between Western and Indian culture is “સ્વ” and “સ્વજન”.!!

 30. Rajni Gohil says:

  છુટાછેડા લીધા પછી પણ સમજપૂર્વકનું અંતર રાખી શકાય તે આ વાર્તા આપણને શીખવી જાય છે. જીવનમાં Positive attitude રાખવાથી આ કામ સરળ બની જાય છે.

  જીવંત માણસોમાં નહિ, પણ નિર્જીવ થોથમાં એને રસ હતો. મતભેદ હોઇ શકે પણ મનભેદ ક્યરે પણ ન હોવો જોઇએ. આખી જીંદગી નીરસ માણસ સાથે કેવી રીતે પસાર થઇ શકે? કાજોલનો છુટાછેડાનો નિર્ણય પણ યોગ્ય જ છે.

  દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે. જો તેમ ન હોય તો દાંપત્યજીવના અંત સાથે જીવનનો પણ અંત આવી જાય ને!

  સ્ટ્રેસ નથી અનુભવવો એવો નિર્ણય કરો તો સ્ટ્રેસ ન અનુભવાય. આ વાત બીલકુલ સત્ય છે. દરેક બાબતમાં આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણા જીવનમાં બને છે. માટે આપણે હંમેશા સારા વિચારો જ કરવાની ટેવ પાડવી જોઇએ.

  અવંતિકાબેને નાજુક પ્રશ્નનું સુન્દર આલેખન કર્યું છે. તેમને અભિનંદન.

 31. અમે છૂટાં પડ્યાં તોય એકબીજાને અમે છોડી નહોતાં દીધાં, અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો, એ પ્રેમને જાળવવા અમે માગતાં હતાં, તેથી જ અમે છૂટાં પડ્યાં હતાં.
  વાર્તા સારી છે પણ ગડમથલ ભર્યો વિષય લાગે છે.
  લી.પ્રફુલ ઠાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.