નાનકડી નારનો મેળો – વેણીભાઈ પુરોહિત

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ :
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર ! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ…. હાલોને સહિયર….

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ….. હાલોને સહિયર…..

સાસુને માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ…. હાલોને સહિયર…..

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ….. હાલોને સહિયર…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મીરાબેન ભટ્ટ સાથે મુલાકાત (પૂર્વાધ) – મૃગેશ શાહ
મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા Next »   

19 પ્રતિભાવો : નાનકડી નારનો મેળો – વેણીભાઈ પુરોહિત

 1. Hiral Thaker "Vasantiful" says:

  “ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
  એકબીજાને ગાંજે રે લોલ”

  ખુબ સરસ. ઘમ્મર ઘમ્મર ચાલતા વલોણાની કલ્પનામા તરબતર થઇ જવાય…!

 2. કલ્પેશ says:

  આપણી ઘણી કવિતાઓ ગ્રામ્યજીવનને ધ્યાનમા રાખીને લખાઇ છે.

  આજે જ્યારે લોકો દાંડિયા/ગરબા રમે છે ત્યારે “ઇંધણા વિણવા ગઇતી મોરી સહિયર” વાગતુ હોય છે (લોકગીત છે એટલે) પણ રમનારામા કેટલા આ ગીતને સમજી શકે અને માણી શકે?

  કવિતા સારી છે પણ સમજનારા કેટલા?

 3. nayan panchal says:

  સુંદર રચના.

  કલ્પેશભાઈની વાત વાંચીને વિચાર થાય છે કે આજના sms સમયમાં આટલી સુંદર કલાત્મક, આલંકારિક શબ્દો વડે લખાયેલી કવિતાને disect કરીને માણવાનો સમય આજની પેઢી કાઢશે ખરી.

  નયન

 4. Moxesh Shah says:

  નયન ભાઈ,
  આજની પેઢી આપણા થી જ બને છે.
  તમે, કલ્પેશ ભાઈ અને મે તો આ સુંદર કલાત્મક, આલંકારિક શબ્દો વડે લખાયેલી કવિતાને disect કરીને માણી જ ને.
  માણવુ એ મનઃ સ્તીથી છે. ગીતને સમજી ના શકીએ તો પણ દાંડિયા/ગરબા મા વાગતુ લોકગીત માણી તો શકાય.

 5. Ambaram K Sanghani says:

  હાલોને સહિયર ! પાણીડાં જઈએ,
  વીરડે વાતું કરશું રે લોલ :
  વાટકે વાટકે ભરશું રે લોલ.

  આજે પણ અંતરીયાળ ગામડાઓમાં આવી “ગ્રામિણ ઝલક” જોવા મળશે જ.આ જીવન ભાતીગળને કેવી રીતે અનુભવી કે માણી શકાય, એ આપણા હાથમાં છે. હકિકત એ છે કે આવી બાબતોને નજરઅંદાજ કરીને આપણે જીવનને માણવાનુ ભુલી રહ્યા છીએ.

 6. varsja tanna says:

  ગામડામા સવાર ચકચકતી માણી

 7. Girish Parikh says:

  આવા સુંદર કાવ્યનો રસ માણવો એ વાચકની રસવ્રુત્તિ પર આધાર રાખે છે.
  કાવ્ય વાંચતાં મને મારું અપ્રગટ કાવ્ય “ગામડાનું બજાર” યાદ આવી ગયું. પ્રભુની ઈચ્છા હશે તો થોડા દિવસોંમાં આ વેબ સાઈટ પર પોસ્ટ કરવા માટે મ્રુગેશભાઈ પર મોકલીશ.

 8. vipul pandya says:

  koi sari gujarati sahity ni website ni shodh ma hato ane aaje aa shodh puri thai gai………thanks to everybody, who spent his time to set this ….i hertly congtratulet aal of u…..thanks….

 9. manvantpatel says:

  કાવ્યમાં ગામ આખું હેલે ચઢ્યું છે.
  આભાર કવિ અને પ્રેષકનો !!!!!!

 10. મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
  આપણી વાતું નો ખૂટે રે લોલ…..

  વાહ ભાઈ વાહ, આ નાનકડી નારુના મેળે તો મન હિલોળે ચડી ગયું. ગામડાનું જીવંત દૃશ્ય નજર સામે આવીને ઉભુ રહી ગયું.

 11. vishal says:

  Gujarati Bhasha English Lipi ma….

  aabhar,
  mane mari bhasha bahu game che,
  karan mane mari baa bahu game che.
  aa 1 avi site chhe k jyan gujarati sahitya na rasikjano male chhe. hu pan kyarek thodu lkhi lau chhu. pan 1 saval mane satave chhe. aapni bhashha nu aapne j kem gaurav nathi karta? shu kam englishni pachhad bhagiye chhiye? kadach aa mate aapni vanchan pachhadni nirasata javabdar hashe. aapne aapna sahitykaro no varso jalvi nathi shakya. ghanivaar dukh thay chhe k aapne aapna sahityakaro na ghar ne, amni hastpratone sachvi nathi shakta. Shakspiar na ghar ne tyani govt. a musium banvyu ane apni govt. a Zaverchand Meghani na ghar ne khander…..

  jo tamara thi kashu thatu hoy to aa msg gujarati sahityakaro ane bhaviko ne pahochado plz.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.