મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય !
મંગલ મંદિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો,
દયામય !
મંગલ મંદિર ખોલો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાનકડી નારનો મેળો – વેણીભાઈ પુરોહિત
મયૂરપંખ – બાળકૃષ્ણ જી. વડનેરે Next »   

15 પ્રતિભાવો : મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

 1. Niraj says:

  આહા… મજા આવી ગઈ.

 2. Hiral Thaker "Vasantiful" says:

  શાળામાં ભણતા ત્યારે જો કોઇ શાળાના વિદ્યાથ્રી નુ મ્રુતયુ થાય ત્યારે આ કરુણ સ્વરે ગવાતુ…પણ એક ગ્રથી બંધાઇ ગઇતી કે એમ જ ઘરમાં ન ગવાય…..

  “તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો” … ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા….

 3. nayan panchal says:

  સરસ, શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ.

  નયન

 4. Margesh Raval says:

  This prayer remind me my school days of Diwan Ballu bhai when somebody of our school mate passed away our music teacher Oza sir used to sing this prayer on Mic…such a nice prayer it is..

 5. varsja tanna says:

  શાળાનુ સ્મરણ થઈ આવ્યુ અને આપોઆપ પ્રર્થના થઈ ગઈ

 6. સુંદર પ્રાર્થના.

 7. Gira says:

  mast ane chakachak prarthna che!!

  i love this prayer.. i still sing this prayer.. since i love singing 🙂 😀

  oh.. i also like Mandir Taru .. prarthna!!
  thankss

 8. Riya says:

  My bapa teach us this bhajan. It reminds me of him and my childhood. I still sing this in my morning prarthana.
  I want to teach this bhajan to my son as well.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.