હરિ તારાં નામ છે હજાર

હરિ તારાં નામ છે હજાર ! કયે નામે લખવી કંકોતરી !
રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોતરી !

મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો,
દ્વારિકાનો રાય રણછોડ. કયે નામે લખવી કંકોતરી.

કોઈ સીતારામ કહે કોઈ ઘનશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર. કયે નામે લખવી કંકોતરી.

ભક્તોની રાખી ટેક રૂપ ધર્યાં તે અનેક,
અંતે તું એકનો એક. કયે નામે લખવી કંકોતરી.

ભક્તો તારા અપાર, ગણતાં ન આવે પાર,
સાચવવા તારો વહેવાર. કયે નામે લખવી કંકોતરી.

નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીરાંનો ગીરધર ગોપાલ. કયે નામે લખવી કંકોતરી.

રાધાનો કનૈયો તું પરિવારનો,
ચરણ ચટ વૈષ્ણવ પરિબળો. કયે નામે લખવી કંકોતરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગ્રીનકાર્ડ – નયના શાહ
નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ Next »   

11 પ્રતિભાવો : હરિ તારાં નામ છે હજાર

 1. Jayshree says:

  Ghana Vakhate Aa Bhajan Malyu.. Naanapan ma sambhalyu hatu..

  Thank you..!!

 2. Dipika says:

  vah! saras. Tamo Narisih Mehta nu “Akhil Brhamandama Aek Tu Shri Hari” pan mukava vinanti.
  “Bhoodar Bhakti Padarth Motu, Brham Lok ma nahi re..”
  “ShriRam Chandra Krupalu Bhajman..”
  “Vaishnavjan to tene kahiye” pan mukava vinanti. vachine man prasann thay chhe.

 3. Dr.Bhav Gujarati says:

  મનૅખુબ પસદ પડયુ મજા આવી; ઘણા વખ ત થી આવી કોઇ ક સા ઇટ્ ની શોધ મા હતો; આજે એ પુરી થ ઇ અએ બદલ આપનો ધ્ન્યવાદ

 4. nayan panchal says:

  સરસ ભજન.

  ભગવાન તો અંતર્યામી,સર્વવ્યાપી,બહુરૂપિયો છે અને ભક્તોનુ ધ્યાન પણ રાખે જ છે. સાચા દિલથી લખી હશે તો એને કંકોત્રી મળી જ જશે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.