સુરક્ષાચક્ર – જીતેન્દ્ર જે. તન્ના

[વ્યવસાયે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ એવા શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ) આ સુંદર કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jitendratanna123@rediffmail.com અથવા +91 9825469666 પર સંપર્ક કરી શકો છો.]

‘ક્યું ડરે જિંદગીમેં ક્યા હોગા, કુછ ન હોગા તો તજુરબા હોગા…’ સુધાકર જગજીતસિંહની પંક્તિ ગણગણતો પોતાની ફાઇલ પર કામ કરતો હતો ત્યાં એના ટેબલે એક ભાઇ આવીને વિનંતિ કરવા માંડ્યો :
‘સાહેબ, હું કેટલા દિવસથી ધક્કા ખાઉં છું. મેં ગયા વર્ષમાં વધારે પૈસા ભરેલા હતાં જેનું મને રીફંડ મળવાનું થાય છે. રીફંડનો ચેક ત્રણ મહિના સુધી માન્ય ગણાય છે; પરંતુ મને ચેક ત્રણ મહિના વીતી ગયા પછી જ મળેલ છે અને મને આ લોકો ચેકમાં તારીખ સુધારી આપતા નથી.’
સુધાકરને પણ ખબર હતી કે આ બિચારાને અગાઉ અહીં આવતાં જોયેલો છે. સુધાકરને પોતાની ઓફિસની રમત ખબર હતી. ઓફિસનો ક્લાર્ક રીફંડનો ચેક તો મોકલતો પરંતુ જાણી જોઇને ત્રણ મહિના પછી મોકલતો જેથી તારીખ સુધારવા જે-તે વ્યક્તિએ જાતે આવવું પડે અને પછી બે-ત્રણ ધક્કા ખવડાવી પૈસા લઇ મોટો ઉપકાર ચડાવી ચેકની તારીખ સુધારી અપાતી. આવું તો દરેક કામમાં થતું. કોઇ પણ કામ પૈસા વગર ન થતું.

‘આપ આરામથી બેસો. હું સાહેબ સાથે વાત કરી આપના ચેકની તારીખ સુધારી આપું છું.’ કહી સુધાકરે પટાવાળાને પેલા ભાઇને પાણી આપવા કહ્યું અને પોતે જાતે સાહેબની ચેમ્બરમાં ચેક લઈને અંદર ગયો. ખરેખર તો એના ક્લાર્કનું આ કામ હતું પરંતુ સુધાકરને ખબર હતી કે ક્લાર્ક જો ચેકમાં સહી કરાવવા જાય તો એને પણ સાહેબને કદાચ ભાગ આપવો પડે અને પેલા માણસે તો પૈસા આપવા જ પડે ! એટલે એ પોતે ગયો. સાહેબ સુધાકરને આવા કામની ના પાડી શકતાં નહી. એટલે એ અંદર ગયો અને ચેકને ‘રીવેલીડેટ’ કરાવીને પેલા ભાઇને પાછો આપ્યો. પેલો ભાઇ ગદગદિત થઇ ગયો. એણે સુધાકરનો હાથ પકડી અને જાણે મોટું કામ થઈ ગયું હોય એવા આનંદ સાથે ત્રણ-ચાર વખત ‘થેન્કયુ’ કહ્યું અને પુછ્યું, ‘શું આપવાનું સાહેબ ?’
સુધાકરે હસીને કહ્યું, ‘આશીર્વાદ’.
સુધાકરની નીચેનો ક્લાર્ક આ બધુ જોતો હતો અને સુધાકર પર ખીજાતો હતો. કેમકે જો પેલો માણસ ક્લાર્ક પાસે કામ કરાવવા જાત તો એને આરામથી પાંચસો-હજાર રૂપિયાનો તોડ થઈ જાય તેમ હતો પરંતુ સુધાકરને લીધે આજે પોતાને નુકસાની ગઇ હતી. આવું તો અનેક વાર બનતું. જે માણસ સુધાકર પાસે જતો એનું કામ ઝડપથી અને વગર વહીવટે પતી જતું. ઓફિસના બધા લોકો સુધાકરને પ્રેક્ટિકલ થવાનું કહેતા અને પૈસા લેવાનું સમજાવતા ત્યારે સુધાકર કહેતો, ‘તમે મને પ્રેક્ટિકલ થવાનું કહો છો પરંતુ દરેક ખોટી બાબતને સાચી ઠેરાવવી એટલે પ્રેક્ટિકલ થવું એવું નથી. પ્રેક્ટિકલ શબ્દનો મતલબ જે વસ્તુ કોઇને નુકશાનકારક નથી એને અવગણીને કામ પુરું કરવું. પૈસા લેવા અને કામ કરવું એટલે પ્રેક્ટિકલ થવું એવું નથી. સરકાર આપણને લોકોના કામ કરવાનો પગાર આપે છે. સરકારને નુકશાની કરી અને મારે પૈસા જોઈતા નથી. જે સાચું છે એને હું માનું છું. તમારે જેમ કરવું હોય એમ કરો. હું તો આવો જ છું.’

સુધાકર આમ પણ પહેલેથી જ એવો હતો. દરેક બાબત માટે એને પોતાનો જુદો વિચાર હતો અને દરેક પરિસ્થિતિમાં જિંદગીને જોવાની, અનુભવવાની એની પોતાની એક રીત હતી. હા, ક્યારેય પોતે સાચો જ છે એવું બીજા પર ઠોકી બેસાડવાનું એના સ્વભાવમાં ન હતું પરંતુ દરેક પરિસ્થિતિનો ક્યાસ કાઢી અને દરેક મુશ્કેલ સમયમાં પણ પોતાની હકારાત્મકતા જાળવી રાખવી એ એનો જાણે કે જીવનમંત્ર હતો. આથી જ તો એના સાથી કર્મચારીઓ તેનાથી દૂર રહેતા. વરસોથી એ કસ્ટમ ઓફિસમાં કામ કરતો હતો. શરૂઆત આસિસ્ટન્ટથી કરીને પોતાની પ્રમાણિકતાના ઠેબા ખાતો ખાતોએ સાડત્રીસ વરસની ઉંમરે ઇન્સપેક્ટરની પોસ્ટ સુધી પહોચ્યો હતો. બધા જાણતા હતા કે સુધાકર માણસ લાખનો છે. એના કામમાં કોઇ કચાશ ન હોય. અરે, સુપ્રિટેન્ડન્ટ તો શું આસિસ્ટન્ટ કમિશનર અને ખુદ કમિશનર પણ માનતા કે સુધાકરના કરેલા કામમાં પૂછવાપણું ન હોય. પરંતુ બધાને સુધાકર સાથે એક જ તકલીફ હતી કે તે ક્યારેય કોઇ પાસેથી પાંચ પૈસા પણ લેતો નહીં. એ એવું બોલતો પણ નહીં. પરંતુ કોણ જાણે એની સાથે કામ કરવાવાળા સુધાકરથી અસલામતી અનુભવતા. બાકી, સુધાકરે કોઈની ફરિયાદ ક્યારેય કરી ન હતી કે ન એ કોઇને શિખામણ પણ આપતો. એના સાથી મિત્રો કહેતા કે એ તો ‘વેદિયો’ છે. આ કારણોથી સુધાકરને ક્યારેય સારી જગ્યાએ પોસ્ટીંગ મળતું નહીં. જો કે સુધાકર એના સ્વભાવ મુજબ પોતાની જાતને સમજાવી લેતો કે મારે મારા સિદ્ધાંત પ્રમાણે જીવવું હશે તો આટલી તકલીફ તો સહન કરવી જ પડશે.

હા, સુધાકરની પત્ની નીતાને અસંતોષ ચોક્કસ રહેતો. એ જોતી કે પોતાના પતિની નીચે કામ કરનારા
પણ સારી બાઇકમાં ફરતા થયા જ્યારે સુધાકર પાસે એ જ ઠોઠીયું સ્કુટર હતું. સુધાકરના છોકરા ગુજરાતી માધ્યમની સાધારણ સ્કુલમાં ભણતાં જયારે આજુબાજુમાં રહેતા લોકોનાં બાળકો સરસ મજાનાં કપડાં, બુટ-મોજા તથા સ્કુલ બેગ લઈ સ્કુલ બસમાં ‘કોન્વેન્ટ સ્કુલ’માં જતા ત્યારે પોતાને છોકરાઓને સ્કુલમાં ચાલીને મુકવા જવું પડતું. નીતા આ બાબતમાં સુધાકરને હંમેશા ફરિયાદ કરતી રહેતી, પરંતુ સુધાકર એને સમજાવતો કે આપણી પાસે તો માત્ર પૈસા જ નથી. બાકી જે સુખ-શાંતિ છે એ પૈસા જ્યાં છે ત્યાં ઓછી જોવા મળે છે. ઘરમાં આવતી લક્ષ્મી જો સત્કર્મની ન હોય તો પોતાની સાથે બીજી અનેક બદી લાવે છે. પરંતુ નીતા પાસે એવી દ્રષ્ટિ ન હતી કે ન તો એ વાત સમજવાની કે સ્વીકારવાની તૈયારી. ધીમે ધીમે એ પણ સુધાકરનો સ્વભાવ ઓળખી ગઈ અને એની ફરિયાદો બંધ ન થઇ, પરંતુ ઘટી જરૂર.

સુધાકરને પૈસા બનાવવાની અનેક તકો મળતી. ક્યારેક કોઈ દરોડો પાડવાનો હોય ત્યારે દરેક ઓફિસરો એની હોશિયારીને લીધે એને સાથે રાખતાં, પરંતુ જ્યારે વહિવટ કરવાની વાત આવતી ત્યારે એને પાછલે બારણે ધકેલી દેવાતો. ઓફિસમાં પણ એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું. બધા લોકોથી એ જાણે અલગ પ્રાણી હોય એમ એની ઉપેક્ષા થતી. એના ઉપરીઓ એને વિના કારણે ઉતારી પાડતાં કે એવું કામ સોંપતા જેમાં એનો અહં ઘવાય. પરંતુ સુધાકર જાણતો જ હતો કે આ દુનિયા પૈસાની જ પુજારી છે. લોકોને પૈસાને બદલે બીજું કાંઇ પણ મળતું હોય તો પૈસાને જ પસંદ કરે છે. પોતે તો એક નાનો નોકરિયાત હતો; તેમ છતાં એણે પૈસા માટે કેટલાય સબંધો તુટતા જોયાં હતાં એટલે એને એટલું ખરાબ ન લાગતું. એ પોતાની જાતથી ખુશ હતો. પોતાના બાળકો કપડાં ભલે સાદા પહેરતાં પરંતુ અભ્યાસમાં તથા હોશિયારીમાં બધાથી આગળ જ રહેતાં. એની વાતો પણ બીજા લોકોને સારા સંસ્કારની પ્રતીતિ કરાવતી.

સુધાકરને બહાર ખુબ માનપાન મળતા. જે લોકોએ સુધાકર સાથે કામ કર્યુ હોય એ લોકોને સુધાકર ખુબ ગમતો. કેમ કે સુધાકર કોઈ પણ વ્યક્તિને કદી ખોટી રાહ ન જોવડાવતો કે ન તો ખોટી રીતે હેરાન કરતો. સુધાકરને પણ ઘણી વખત અનુભવ થતાં કે ઓફિસની બહાર પોતાને જે લોકો ઓળખતા એ એનું કામ હોંશે હોંશે કરી આપતા. આથી એની માન્યતા ધીરે ધીરે દ્રઢ થતી ગઇ કે ક્યાંક કોઇક એવી વસ્તુ કામ કરે છે જ્યાં આવા સાચા ખોટાના સારા-નરસાના હિસાબ થતા હશે. ભલે આ હિસાબો આર્થિક પ્રકારના નહિ હોય પરંતુ કોઈ અદ્રશ્ય શક્તિ પોતાને જાણે મદદ કરતી હોય એવું એને હંમેશાં લાગતું. એના બાળકો મોટા થઈ ગયા પરંતુ બીજાના બાળકોને જે નાની-મોટી બીમારી આવતી એવી કોઈ બીમારી પોતાના બાળકોને એણે ભાગ્યે જ આવતી જોઈ હતી. બાળકોના એડમિશન કે સારે-નરસે સમયે દરેક કામ વખતે એને માનવસહજ થોડી ચિંતા જરૂર થતી પરંતુ એને એ અદ્રશ્ય શક્તિ પર વિશ્વાસ હતો કે જેને આપણે ભગવાન, ઇશ્વર, અલ્લાહ કે જે કાંઈ માનીએ. એ શક્તિ એનાં કામ પૂરા કરાવી દેતી. સુધાકર આ શક્તિને પોતાનું સુરક્ષાચક્ર માનતો. એ એની પત્ની અને બાળકોને પણ કહેતો : ‘આપણે જો કોઈને આપણાથી ખોટી રીતે નારાજ ન કરીએ, કોઇને હેરાન ન કરીએ અને મનથી પણ એનું ખરાબ ન વિચારીએ તો ભગવાન એક સુરક્ષા ચક્ર આપણી આસપાસ બનાવી દે છે જે હંમેશા આપણી આસપાસ રહે છે. આપણી આસપાસ ક્યારેય મુશ્કેલી આવવા નથી દેતું. આપણે પણ આવા સુરક્ષાચક્રથી સુરક્ષિત છીએ માટે હંમેશા બીજાનું સારું જ કરવું.’ અને આમ ને આમ પોતે પોતાની નાનકડી દુનિયાથી ખુશ હતો.

સુધાકરને બે દીકરીઓ અને એક દીકરો હતા. મોટી દીકરી નિધિ નવ વરસની અને નાની રિદ્ધિ પાંચ વરસની. દીકરો મનન બે વરસનો હતો. સુધાકરના માતા-પિતા ગામડામાં રહેતા હતા. એના પિતાને ગામડામાં નાનકડી દુકાન હતી. સુધાકરને જે પ્રમાણિકતાના સંસ્કાર ગળથુથીમાં મળ્યા હતા, એ સંસ્કાર એના પિતાના લોહીમાં આવેલા. તેના પિતાજી પણ એટલા જ ચુસ્ત હતા. દરેક કામ ઇમાનદારીથી અને પૂરી મહેનતથી ખંતપુર્વક કરવું એ એમના જીવનનો મહામંત્ર હતો. સુધાકરને હજી એ બરોબર યાદ હતું…. પિતા સાંજે દુકાન વધાવી ઘરે આવતાં અને આવીને દરરોજ સ્નાન કરી પરવારતા. એકદમ તરોતાજા થઈને સુધાકરને તેડીને રમાડતાં. પિતાના ખોળામાં સુધાકરને ખૂબ સલામતીનો અનુભવ થતો. પિતાના શરીરની સુગંધથી એને અનૂભુતિ થતી કે દુનિયામાં જો કોઈ સુખ, શાંતિ છે તો એ મહેનત તથા સીધી રીતે જીવવામાં છે. સુધાકરને ત્રણેય બાળકો ઘણા વહાલા હતા. ઓફિસથી ઘરે આવ્યા પછીથી આ ઘરની દુનિયા એના માટે સર્વસ્વ હતી.

હમણાં હમણાંથી સુધાકરને પૈસાની થોડીક ખેંચ પડવા માંડી હતી. નીતા પુત્રને સેન્ટ્રલ બોર્ડની કોન્વેન્ટ સ્કુલમાં ભણાવવા માટે એકદમ આગ્રહ કરતી હતી. આ બાબતમાં એ કોઇ રીતે સમજવા તૈયાર ન હતી. એ સુધાકરને કહેતી કે થોડી ઘણી બાંધછોડ ભલે કરવી પડે બાકી હું મારા દિકરાને તો કોન્વેન્ટમાં જ ભણાવીશ. હવે સુધાકર ખરેખર મુઝાંયો હતો. એક બાજુ પોતાના સિદ્ધાંતો હતાં, બીજી બાજુ પુત્રનું ભવિષ્ય હતું. સુધાકરે હિસાબ કર્યો તો મહિને પંદરસોથી અઢારસો રૂપિયાનો ખર્ચ એના પુત્રને કોન્વેન્ટમાં બેસાડવાથી વધતો હતો. બન્ને દીકરીઓના ભણતરનો તથા બીજા ખર્ચા પણ વધતાં જતાં હતાં. પોતાના પગારમાંથી બધુ કેમ થશે એ એને સમજાતું ન હતું. જિંદગીમાં આટલી મજબુરી એણે ક્યારેય અનુભવી ન હતી.

એકાદ મહિનાથી સુધાકરની ઓફિસમાં એના ટેબલની બાજુમાં જ એક ઇન્સ્પેક્ટર – અરવિંદ મહેતાની બદલી થઇ હતી. અરવિંદ મહેતા સુધાકરથી થોડી નાની ઉંમરનો હસમુખો તથા મળતાવડા સ્વભાવનો યુવાન હતો. એ પણ બધાનું કામ જલદીથી કરી આપતો. કોઇને ખોટી રીતે હેરાન ન કરતો; પરંતુ સાથે સાથે કોઈ ખુશીથી જે કાંઈ પણ પૈસા આપે તે લઇ લેતો. સુધાકરની અરવિંદ સાથે એક મહિનામાં સારી એવી મિત્રતા થઈ ગઇ. શરૂઆતમાં ઓફિસની વાતો થતી અને પછી ધીમે ધીમે મિત્રાચારી વધતા આ વાતો વ્યક્તિગત તથા ઘરની સરહદ પણ વટાવી ગઇ. ક્યારેક અરવિંદ સુધાકર પાસે આ ‘ઉપર’ની આવકની વાત છેડતો પરંતુ સુધાકર એમાં ખાસ રસ ન લેતો. પરંતુ જ્યારે દીકરાને સારી સ્કુલમાં દાખલ કરવાની વાત આવી ત્યારે અરવિંદે એને સમજાવતાં કહ્યું, ‘જુઓ સુધાકરભાઈ, તમે મારા મોટાભાઈ જેવા છો. મને પણ આવા પૈસા લેવા નથી ગમતા, પરંતુ મજબુરી છે. ઘરમાં દવાનો ખર્ચ એટલો બધો છે કે મારાં પગારમાં તો હું પહોંચી જ ન શકું. વળી હું ક્યાં કોઈને મજબુર કરીને પૈસા લઉ છું ? કોઇ પૂછે તો જ કહું છું અને એ પણ એને જેટલા રાજીખુશીથી આપવા હોય એટલાં લઈ લઉં છું. આટલું પ્રેક્ટિકલ તો તમારે પણ થવું જ પડશે….’ આ વખતે આ ‘પ્રેક્ટિકલ’ શબ્દ સુધાકરને વીંધી ગયો. તેણે વિચાર્યું કે એકાદ-બે દિવસમાં જ મહેન્દ્રભાઈ પોતાનો એસેસમેન્ટ ઓર્ડર લેવા આવવાના છે. મહેન્દ્રભાઇની મોટી પેઢી હતી. પોતે એને થાય એટલી કાયદાની અંદર રહીને મદદ કરી હતી. જો મહેન્દ્રભાઇ પૈસાનું પૂછે તો આ વખતે ના નથી પાડવી… કમસે કમ દસ પંદર હજાર રૂપિયા તો આપશે…. એનું મન ગણતરી કરવા લાગી ગયું…. જો એમ થાય તો પોતાના દીકરાની ફી વગેરે નીકળી જશે અને દીકરીઓ માટે પણ એ નવા કપડાં ખરીદી શકશે…વગેરે….વગેરે… આજે પહેલી વખત સુધાકર પૈસાની માયામાં લપેટાઇ ગયો. છતાં હજી એનું મન માનતું નહોતું. એને પોતાનું સુરક્ષાચક્ર આછું થતું દેખાતું હતું. જે સુગંધ એને એના પિતાના સાનિધ્યમાં અનુભવાતી એ સુગંધ એને પોતાના શરીરમાંથી બહાર ચાલી જતી અનુભવી. પરંતુ એને થયું કે આના સિવાય બીજો કોઇ રસ્તો નથી. જિંદગીમાં ક્યારેય ન અનુભવેલી અસહાયતા એ આજે આ નિર્ણય પછી અનુભવતો હતો. આજે બપોરથી એનાથી કોઈ કામ જ થતું ન હતું. ભારે ગડમથલને અંતે એણે નક્કી કર્યું કે મહેન્દ્રભાઈ જે પૈસા આપે એ લઇ જ લેવા છે પછી ભલે ગમે તે થાય.

હજુ તો સુધાકર મનમાં નક્કી ચૂક્યો ત્યાં જ ટેબલ પરનો ફોન રણકી ઉઠ્યો. સામે નીતા હતી.
‘હલ્લો, મનન હમણાં જ ટેબલ પરથી નીચે પડ્યો છે. માથામાં પાછળ એકદમ વાગ્યું છે અને નાકમાંથી એક-બે ટીપાં લોહી નીકળ્યું હોય એમ લાગે છે. તમે જલ્દી ડૉ.રાજાને ત્યાં પહોચો, હું રીક્ષામાં મનનને લઇને આવું છું’ આટલું તો નીતા ડૂસકાં ખાળતા માંડ બોલી શકી.
સુધાકરની આંખે અંધારા આવી ગયા. એને બધુ જ સમજાઈ ગયું. જાણે મનનને વાગવામાં પોતાનો જ વાંક હોય એમ એને લાગવા માંડ્યું. ડો. રાજાસાહેબના ક્લિનિક પર પહોંચતા સુધીમાં તો સુધાકરની આખી જિંદગીની રીલ એની આંખ સામેથી પસાર થઈ ગઈ. પોતાનો આજનો એક જ નિર્ણય એને આખી જિંદગીમાં ખોટો લાગ્યો હતો. એણે રસ્તામાં જ નક્કી કરી લીધું કે પોતે પોતાના સિદ્ધાંતો બદલશે નહીં, મનન ભલે ગુજરાતી સ્કુલમાં ભણે. પરંતુ મનનને કાંઈ થશે તો નહિં ને ? જિંદગીના બધા જવાબો જાણે આ પ્રશ્ન પર આવીને અટકી ગયા તેવું એને લાગવા માંડ્યું.

જલ્દીથી સ્કુટર પાર્ક કરીને એ ડો. રાજાસાહેબના ક્લિનિક પર ધસી ગયો. નીતા એના એકાદ-બે મિનિટ પહેલાં પહોંચી ગઈ હતી અને સાહેબે એને ઈમરજન્સીમાં હજુ અંદર બોલાવી જ હતી. મનન અત્યારે રડતો ન હતો. એને જોઇને સુધાકરને ઘણી શાંતિ થઇ. ડો. રાજાએ મનનના માથામાં હાથ દબાવી જોયું. નાકમાંથી લોહી નીકળેલું હતું ત્યાં બેટરીથી બરોબર તપાસ્યું. એ પછી એમણે તરત કહ્યું, ‘ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પડવાને લીધે નાકમાંથી બ્લડ નથી નીકળ્યું એ તો આ તમારે પ્રિન્સે નાક સાફ કરવા આંગળી નાખી હશે અને સહેજ નખથી ખોતરાઈ ગયું છે. ‘હેડ ઇન્જરી’થી બ્લડ નથી નીકળ્યું. વોમિટ થઈ નથી ને ? તો પછી કંઈ ચિંતા કરવાની જરૂર નથી……’ અને સુધાકર લગભગ રડી પડ્યો. એના પરથી એકદમ મોટો ભાર ઉતરી ગયો હોય એમ લાગ્યું. પોતાના આંસુ છુપાવતો ડોકટરને એની ફી આપી પત્ની સાથે ક્લિનિકની બહાર નીકળ્યો. એણે માની લીધું કે ભગવાને એને જે રસ્તો ચીંધાડેલો છે એમાંથી એને હટવાનું નથી. પોતાના ઠોઠીયા સ્કુટર પર પત્ની નીતા તથા પુત્ર મનનને ઘરે લઈ જવા એણે કીક મારી ત્યારે એને પોતાના શરીરમાંથી પોતાના પિતા જેવી સુગંધ આવતી અનુભવી અને પોતાનું સુરક્ષાચક્ર વધુ મજબુત થતું જતું હોય એમ લાગ્યું. પોતાનો ભગવાન પરનો ભરોસો પણ વધુને વધુ મજબુત થતો લાગ્યો કે કાંઈને કાંઈ થઈ રહેશે. એની ઇચ્છા હશે તો મારો દીકરો જરૂર સારી સ્કુલમાં ભણશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપાઠ – એન. આર. નારાયણમૂર્તિ
સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા Next »   

34 પ્રતિભાવો : સુરક્ષાચક્ર – જીતેન્દ્ર જે. તન્ના

 1. Trupti Trivedi says:

  This is the way to be happy I say. સાચઈ રીતે જીવ્વા માજ મજા છએ.

 2. કસોટીમાંથી પાર ઉતરનારા વીરલાઓ થકી જ જગતમાં સચ્ચાઈ ટકી રહી છે. સુંદર વાર્તા. ધન્યવાદ !

 3. Neal says:

  I has personal experience with 4 year old kid..I work as gym instructor in Aus. He is son of one of the instructor and told me one day while i was playing with him, he was playing with colors & making painting while sitting at door of an office at gym..i said to him what you doin? he ssaid to me he is giving out this paitings which he made but it’s free!! i said that’s good..then he replied to me” MONEY DOESNT MAKE YOU HAPPY”…i was shoked a 4 year old boi knows more than us…and since than i always remember that i am very happy with what i have got….

 4. Moxesh Shah says:

  અહિ મને વાલિયા લૂટારા મા થી બનેલા વાલ્મીકીજી ની વાર્તા યાદ આવે છે.

  Before compromising with the self ethics, ask your family: “Whether they will be part for subseuent results for that compromise?”

 5. dipak says:

  i personally believe in this.if we earn in right way, God definetly will help us & our family in many ways to sort out our problems.everyone must read this story.

 6. Hiral Thaker "Vasantiful" says:

  લક્ષ્મી અને પૈસા વચ્ચેનો તફાવત…. સારા માર્ગે આવે તે લક્ષ્મી અને ખોટી રીતે/ અનીતિથી આવે તે પૈસા…

  સરસ વારતા.

 7. nayan panchal says:

  સરસ વાર્તા. ઉપરવાળી આપણી માલામાલ બેંક બેઠી જ છે. બધુ બરાબર થઈ રહેશે.

  નયન

 8. Snehal Aus says:

  બહુ સરસ….

  but it seems like blindrun behind the money may lead to human being where it makes it much harder to come back from..

 9. સરસ વાર્તા.
  આજના મંદીના સમયમાં પ્રમાણિક રહેવું એ લગભગ અશક્ય છે. છતાં કેટલાંક વિરલાઓ નીકળી આવે છે. અહિં પણ એક નબળી પળે સુધાકરે ‘સુધરી’ જવાનું વિચાર્યું જ હતું. અને ઉપરની આવકનું આયોજન પણ કરી જ નાંખ્યુ હતું. મનન, એનો પુત્ર ભલે પડી ગયો પણ સુધાકરને પડતા બચાવી ગયો.
  આવા જ પ્રમાણિક પિતાની વાત “પિતૃ કૃપા” મારા બ્લોગ પર વાંચવા વિનંતિ છે.
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 10. Chirag Patel says:

  WOW! Amazing story… Excellent point….

  Thank you,
  Chirag Patel

 11. ઈન્દ્રેશ વદન says:

  સુંદર વાર્તા.

  સત્યનો માર્ગ હંમેશા અગ્નિપથ રહ્યો છે, તે અહીં પુરવાર થાય છે. 🙂

 12. Vinod Patel says:

  I share one poem on Happiness here:

  What is honesty?
  No one knows.
  What is dishonesty?
  Every body knows.
  The time has gone of honesty.
  Dishonesty has entered our society.
  One who follows honesty?
  He faces a lot of problems.
  If honesty tastes sweet,
  Then the dishonesty tastes bitter.
  Honesty always wins in the long run.
  Dishonesty always loses in the long run.
  If dishonesty brings a lot of comfortable things,
  Then the honesty brings a lot of peace of mind.

  Thank you Jitendrabhai for writing positive story.

  Vinod Patel
  USA

 13. Veena Dave says:

  Wow, Excellent.

  If we are honest HE will help us. No doubt about it.

  On 26th December,2004 we met with an accident in Utah and my car was total but we didnot have a single scratch.We felt like GOD made a ‘kavach’ over us.

  Bhagvan nu sharan laie to jivan nirvah ni khatari Geeta ma Bhagvane lekhit aapi chhe.

  Veena Dave
  USA

 14. Viren Shah says:

  Good one…
  Very good one….

  Believing something with a passion is the one that leads you to eternity.

 15. Khetsi V. Maithia says:

  A true man have to sacrifice life., and that is only the Yoga Sadhna, which can have resistance power from physically and mentally.

 16. Niraj says:

  વાહ વાહ… આવુ સરસ લખતા રહેજો.

 17. Ramesh says:

  બહુજ સરસ….. ખુબ સુંદર….દરેક મનુષ્ય આવું વિચારે તો? – રમેશ શાહ

 18. shridevi shah says:

  adbhut!!
  marij atmakatha jevo anubhav thayo!!
  govt.servicema honestyna badlama promotionna badle malti mansik yatnano mane
  sachej parichay chhe,pun honsty thi malta atmasantosh ane pramanikta thi malti
  atmashradhha ni same duniyana badhaj bhautik sukh savj tuchh lage chhe!!
  gotlo vavo to keri malej a nirvivad satya chhe. sanskari santan melvava enathi
  vadhu zindginu biju kayu sukh hoi shake? aa maro jat anubhav chhe ane tethij
  apramaniktani same zukvu nahi ,nirash thaya vagar apne ‘apnej’ banine rehvu.
  keep it up!!

 19. Rajni Gohil says:

  Mrugeshbhai, this is very good story, and timing it is published here, could not have been better. Honesty is the Best Policy. God helps those, who help themselves. If all of our polititians learn from this story, we can have “Ram Rajya”. There is no doubt that this story teaches us to be honest all the time, NO MATTER WHAT.

  If you keep FULL FAITH in God and do your duty, He takes care of you. At His time and His way. Sudhakar’s son Manan got injured, that is God’s way of warning Sudhakar to introspect and do the right thing. And he did it, thank God. But we do not understand God’s plan and we complain and cry. Thoughts, Speech and Action must be in HARMONY. Getting injured or loosing something or facing some difficulties in life is not bad for us. Nothimg in this world happens is Good or Bad to us. Whatever is happening has to happen to us as a result of our past actions, in this life as well as actions from our previous life. “Banyu Te Nyay”.

  Bhagwad Gita also says “Pratyavayo Na Vidhyate” – this means, there is no difficulty in this world. We know this only by our intellect, but we are supposed to know it with our heart with full faith in God and LOVE for Him.

  Keep us Mrugeshbhai, stories like this will definitely change the world.

 20. pradip popat says:

  Excellent !!
  we can summerise this story in two lines “પ્રાણિ શિદ ને ચિન્તા કરે,ક્રિશ્ન કરે તે શારુ જ કરે”

 21. raj says:

  હજુ પ્રમનિક માનસો ચ
  honesty always lift you in the life,and God will help you at all time that is true and my experience too.
  thank you for writing such good story.
  raj

 22. Gaurav says:

  Real true story. I feel the same thing. I know that I was never that much ethical but I always feel that if you do good tho others, good will happens to you. In my life I face so many problems where I found that I got some help from nowhere. People who don’t know me or whom I know just by name helps me like we know eachother since long.

  ‘આપણે જો કોઈને આપણાથી ખોટી રીતે નારાજ ન કરીએ, કોઇને હેરાન ન કરીએ અને મનથી પણ એનું ખરાબ ન વિચારીએ તો ભગવાન એક સુરક્ષા ચક્ર આપણી આસપાસ બનાવી દે છે જે હંમેશા આપણી આસપાસ રહે છે. આપણી આસપાસ ક્યારેય મુશ્કેલી આવવા નથી દેતું. આપણે પણ આવા સુરક્ષાચક્રથી સુરક્ષિત છીએ માટે હંમેશા બીજાનું સારું જ કરવું.’

  Really true.

 23. Aparna says:

  completely agree to the moral of the story
  the inner peace and contentment are the twin byproducts of leading a life with honesty..nothing can be compared to it, no material joy
  those dwelling in the riches through dishonesty – for them i can just say ignorance is bliss, they do not know what their hands are occupying is of no value for what they have left by following the unethical path

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.