અતીતના સંભારણા – સંકલિત

[1] જયેશ અધ્યારુ (‘દિવ્યભાસ્કર’માંથી સાભાર.)

આંખો બંધ કરીને આપણા ભૂતકાળ વિશે વિચારીએ અને ફરી એકવાર ત્યાં પહોંચી જવાની તીવ્ર ઇરછા થાય એને શબ્દકોષ અતીતરાગ અથવા તો નોસ્ટાલ્જીઆ કહે છે. ખબર છે કે સરી ગયેલા એ સમયમાં પણ મુશ્કેલીઓનો પાર નહોતો, પરંતુ અત્યારે એના વિશે વિચારતાં હૈયે ટાઢક તો અનુભવાય છે જ. એ સમયગાળો હશે એંસીની મઘ્યથી લઇને નેવુંની મઘ્યનો. એ વખતે આજના જેવી પલ પલ કી ખબર આપતી ટીવી ચેનલો નહોતી. અરે, ઘરે ટીવી હોવું એ જ લકઝરી ગણાતી. લાકડાના ખોખા જેવા શટરવાળા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા. ટીવીધારક પાડોશીઓને ઘેર જઇને ફિલ્મ, ચિત્રહાર, રંગોલી, રામાયણ-મહાભારત જોવું સામાન્ય હતું, અને ટીવી ધારક મુઘલ-એ-આઝમના હાવભાવ સાથે દરબાર ભરીને બેસતા. સલમા સુલતાન, સરલા માહેશ્વરી, વેદ પ્રકાશ, શમ્મી નારંગ, મીનુ, સુનિત ટંડન વગેરે સમાચાર વાંચતા. મારા-તમારા જેવાં જ સુખ-દુ:ખ ધરાવતા પાત્રોવાળી સિરિયલો આવતી.

ક્રિકેટનું લાઇવ ટેલિકાસ્ટ ભાગ્યે જ આવતું. હા, સુશીલ દોશીના અવાજમાં આંખો દેખા હાલ સાંભળતા. સાઇકલ ઢસડીને બચાવેલા પૈસાથી ઘરે સ્કૂટર આવે (એ પણ નોંધાવ્યાના મહિનાઓ પછી) ત્યારે મીઠાઇઓ વહેંચાતી. કોલેજે સાઇકલ લઇને જવામાં શરમ નહોતી આવતી. અવાજવાળા સ્ટવ (પ્રાઇમસ) પર રસોઇ થતી. રમવા માટે વીડિયો ગેમને બદલે સંતાકૂકડી, લખોટી, નારગોલ (સાતોલિયું), થપ્પો, પકડદાવ, ભમરડા, બાકસ (મેચ બોકસ)ની છાપ, ફિલ્મસ્ટાર્સના ફોટા વગેરેથી કામ ચલાવવું પડતું.

કમ્પ્યૂટર તો શોધાઇ ચૂકયું છે એવું સપનું પણ નહોતું આવતું. દૂરદર્શન સાંજે દોઢેક કલાક જ જોવાતું અને ફિલ્લમ તો વીકએન્ડ્સ પર. નાના હતા એટલે બાળકોના મેગેઝિન વાંચીને સમય પસાર કરતા. સ્કૂલે ઘોડાગાડીમાં બેસીને જતા. ફટાફટ કશું બની જવાની ઉતાવળ નહોતી એટલે જાતભાતના કલાસીસ પણ નહોતા. દર મહિને ઘરમાં કરિયાણાની દુકાનેથી ખાતામાં છાપાંના કાગળના પડીકાંમાં બંધાઇને બધી વસ્તુઓ આવતી. મોટર માત્ર બહારથી જ જોતાં અને ઘરની બાજુમાંથી પસાર થતી રેલગાડી જોવી અને એના કોલસાનો ધુમાડો શ્વાસમાં ભરવો એ રોજનો ક્રમ હતો. વેકેશનમાં મામાને ધેર જતા. હજી આપણા ફોન નંબરની આગળ ‘પી.પી.’ જ લાગતું, અને ફોન આવે ત્યારે પાડોશી મોં મચકોડતા. સગાં પંદર પૈસાનાં પોસ્ટ કાર્ડ કે બાર આનાના ઇનલેન્ડ લખતા અને બપોરે ટપાલી સાઇકલની ઘંટડી સાથે આપી જતા.

ત્યારે આજના જેવી કમ્ફર્ટ નહોતી. મોબાઇલ, કમ્પ્યૂટર, કેબલ ટીવી, એટીએમ-ક્રેડિટ કાર્ડ, દરેક સભ્યનું પર્સનલ વાહન, મિલ્ટપ્લેકસ વગેરે જેવી સગવડો નહોતી. છતાં ત્યારે બહુ મજા પડતી… કારણ કે ત્યારે પપ્પા નોકરીએ જતા કે અમે સ્કૂલે જતા ત્યારે મમ્મીને ખાતરી હતી કે રસ્તામાં કયાંય બોમ્બ વિસ્ફોટ નહીં થાય, આતંકવાદીઓ ગોળીબાર નહીં કરે…
.

[2] કાર્તિક મિસ્ત્રી (સૉફટવેર ઍન્જિનિયર, અમદાવાદ, kartik.mistry@gmail.com)

૧૯૮૩ થી ૧૯૯૨ સુધીનો સમય જુદો જ હતો. આજુ-બાજુ ક્યાંય ટીવી નહોતું અને ટીવી પર માત્ર ભૂરી ભેંસ અને સમાચાર, ચિત્રહાર જેવી વસ્તુઓ જ આવતી હતી. સાયકલ માત્ર ૧ રુપિયામાં ૧ કલાક (મોટી સાયકલ ૧ કલાક, એકદમ ટબુ સાયકલ આખો દિવસ) ભાડા પર મળતી હતી. ૫ પૈસામાં બરફ ગોળો મળતો હતો – ૫, ૧૦, ૨૦, ૨૫ પૈસા જોવા અને વાપરવા મળતા હતા. છોકરા-છોકરીઓ પપ્પા-મમ્મીનુ કહ્યું માનતા હતા. ટેલિફોન પી.પી. નંબર પર જ હતો. રીક્ષામાં ક્યાંય જવું એ મોટી વાત ગણાતી હતી. છેક હાઇ-વે સુધી સાયકલ પર જવું એ બહાદુરી ગણાતી હતી. નવી સાયકલ વડે છોકરીઓને ઇમ્પ્રેસ કરવામાં આવતી હતી. સ્કૂલમાં નવું-નવું કોમ્પ્યુટર ૩૨ કેબી અને ૬૪૦ કેબી સંગ્રહ ક્ષમતા ધરાવતું હતું (હા, હાર્ડ-ડિસ્ક એટલે શું?). ટેકનોલોજીનાં સમાચાર માત્ર ગુજરાત સમાચાર અને સ્કોપ વડે મળતા હતા. (સ્કોપનાં જૂનાં અંકો વડે – મારા મામા તરફથી જ્ઞાન-વારસામાં મળેલાં).

સ્કૂલમાં ૧ થી ૪ ધોરણ સુધી કોઇ યુનિફોર્મ નહોતો, એટલે સાતતાળી રમવા માટે હું ઘણીવાર ચંપલ કે બૂટ પહેર્યા વગર સ્કૂલે જતો હતો. ઘરે આવીને દફતરે ફેંકીને સીધા બહાર રમવા જવાતું હતું. બંધ ઘરોમાં દિવાળીમાં સૂતળી-બોંબ ફોડી શકાતા હતા. રાવણ બનાવી શકાતો હતો (હજી પણ મારા ઘરની આજુ-બાજુ છોકરાઓ બનાવે છે, તે વાત અલગ છે….) તોફાનો ક્યારે બંધ થશે તેની મોટી-મોટી ચર્ચાઓ કરી શકાતી હતી. પરીક્ષાઓ તોફાનોને કારણે મોડી પડતી હતી અને અમને એમ કે પરીક્ષા લેવાશે નહી એ ભ્રમમાં રખડી લેવાતંી હતું ! સ્કૂલનાં ટીચર્સને ઘરે જમવા કે ગપ્પાં મારવા ટ્યુશન સિવાય પણ બોલાવી શકાતા હતાં. વી.સી.આર અને વી.સી.પી ભાડા પર લાવીને જ ફિલ્મો જોઈ શકાતી હતી. દરેક છોકરાનો આદર્શ ‘બ્રુસ-લી’ હતો. ટીવી પર પ્રસારણ ન આવતું હોય ત્યારે રંગીન કે બ્લેક-એન-વ્હાઇટ પટ્ટાઓ જોવા મળતા. ‘કિલે કા રહસ્ય’ નામની સિરિયલથી બહુ ડર લાગતો હતો. ‘હી-મેન’ સિવાય બીજા કોઇ કાર્ટૂન વિશે વિચાર આવતો નહોતો. પપ્પાનાં સ્કૂટરનો નંબર આવતાં દિવસો નીકળ્યાં હતાં. સન્ની નવું-નવું આવ્યું ત્યારે આખા શહેરમાં નવાઈની વાત બની હતી !! હા, બોમ્બ-બ્લાસ્ટ ૧૯૯૩માં સંભળાયા હતા…પણ ખાતરી નહોતી કે સમાચાર સાચા છે.
.

[3] મનિષ મિસ્ત્રી (સોફટવેર એન્જિનિયર, ઑસ્ટ્રેલિયા, manishmistry.com@gmail.com)

પહેલાંના દિવસો સારા હતાં. બળદ ને ખેતરના છેડે વાવેલા ઘાસથી ચાલી જતું હતું એટલે પેટ્રોલના ભાવની ચિઁતા નહોતી. દિવો બાળવા જેટલું તેલ મળી રહેતું હતું એટલે લાઈટ જવાની ચિઁતા નહોતી. ઘરાકવટી કરતાં ટાઈમે કોઠી ભરાય એટલું ધાન મળી રહેતું એટલે મંદીમાં નોકરી જવાની ચિઁતા નહોતી. દિવસને દિવસ પ્રમાણે અને રાતને રાત પ્રમાણે જીવતાં હતાં એટલે અપૂરતી ઊંઘ અને તબિયતની ચિઁતા નહોતી. મહેનત કર્યા વગર કંઈ ન મળે/ચેન ન પડે એવા માણસોને વધતી ફાંદની ચિઁતા નહોતી.
જે સોંઘવારીની વાતો દાદા પોતાના પૌત્રોને કરતાં હતાં તે હવે મોટોભાઈ પોતાના તાજા પરણેલા ભાઈને નથી કરતો ! એક રવિવારે બપોરે ડેનીસ (‘-ધ મેનેસ’ વાળો) પોતાના પડોશી અંકલને ત્યાં પોતાની મિત્ર ટોળકી લઈને પહોંચી ગયો અને અંકલને કહે – ‘અંકલ, મારા મિત્રોને જોવું છે કે તમારા જમાનામાં ટીવીની ચૅનલ બદલવા માટે કેવું ઝૂલણ-ખુરશી પરથી પોતે-જાતે ઊભા થઈને ટીવીનું બટન ફેરવવું પડતું હતું, તે જરા બતાવોને !’

સુજ્ઞ વાચકો, ભાવાર્થ એ છે કે ભૌતિક રીતે દરેક જનરેશન ગઈ જનરેશનની હાંસી ઉડાવશે અને આવતી જનરેશનની ઈર્ષા કરશે. જ્યારે મનોમન એનાથી ઉલટું જ ચાલશે. દુનિયાના અંત જેવું કશું જ નથી અને જો છે તો તમે શું કરી લેવાના છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રૂના પૂમડાં – પ્રદ્યુમ્ન આચાર્ય
બાલિકા વધૂ – અનામિકા Next »   

28 પ્રતિભાવો : અતીતના સંભારણા – સંકલિત

 1. nayan panchal says:

  સરસ લેખ.

  જો કોઈ વાચકમિત્ર ૬૦-૭૦ના દાયકા વિશે પણ માહિતી આપે તો મજા પડી જાય્. હું પણ ૮૦-૯૦ ના દાયકાનો જ છું.

  નયન

 2. થેન્કસ, મૃગેશભાઇ!!

 3. Hiral Thaker "Vasantiful" says:

  સાવ સાચુ. મુગ્ધ રમતો તો આજની જનરેશને કદાચ મન ભરીને માણી જ નહી હોય.

 4. પૂર્વી says:

  ખૂબ જ સરસ લેખ. હુ તો એ પછીના દાયકા ની છુ પણ વાચીને મજા પડી.
  Best lines
  “ભાવાર્થ એ છે કે ભૌતિક રીતે દરેક જનરેશન ગઈ જનરેશનની હાંસી ઉડાવશે અને આવતી જનરેશનની ઈર્ષા કરશે. જ્યારે મનોમન એનાથી ઉલટું જ ચાલશે. દુનિયાના અંત જેવું કશું જ નથી અને જો છે તો તમે શું કરી લેવાના છો ?”

 5. ranjan pandya says:

  નવા નવા દિવસો હતા ભારતમાં ટીવી આવ્યા ‘ના— ૧૯૮૫ માં ક્રિકેટ્ની વલ્ડૅકપ શારજાહની લાઈવ મૅચ જોવા કેટ્લા ઉત્સાહથી અને પૈસા ભેગા કરીને ઘરમાં કલર ટી વી લાવ્યા હતા!પણ યાદ આવે છે–ટીવી ચાલુ કરવા જતાં ભુલથી ટીવી પર હાથ મુકાઈ ગયો અને –અ–ને ટીવી ટેબલ પરથી નીચે પડી ગયું. ઘરમાં ભાઈ બહેન અને મમ્મી બધા ખુબ રડ્યા પણ દુકાનદાર ખુબ સારા હતા. મૅચ જોવા બીજુ ટીવી આપ્યુ, અને તુટેલું ટીવી રીપેર પણ કરી આપ્યું.જુના દિવસો આંખો બંધ કરતા જ નજર સામે આવી જાય છે—

 6. […] આવી ખાતરી ખરી? ને રીડગુજરાતી.કોમમાં અતીતના સંભારણા માં સમાવવા માટે — મૃગેશભાઇ, ખૂબ ખૂબ […]

 7. ધન્યવાદ, મૃગેશભાઈ!!

 8. Veena Dave says:

  very good.

 9. Chetna.Bhagat says:

  બહુ જ મઝા નો લેખ. ખરેખર જુના દિવસો- ૧૯૯૨-૯૫ એટલે કે શાળા ના દિવસો યાદ આવ્યા…..

 10. Kavita says:

  Thank you very much Mrugeshbhai. Reminded me of my school days. Golden period fro me.

 11. ઈન્દ્રેશ વદન says:

  ha ha.. good stuff.

  બીજા સંભારણાઓ માં,

  ઘર માં એક જ સ્કૂટર હોય અને સમગ્ર પરિવાર એના પર સવાર થઈ ને ફરવા નીકળ્યુ હોય.
  થમ્સ-અપ કે ગોલ્ડ-સ્પોટ પીવી એ લકઝરી કહેવાતી.
  નવરાત્રીના ગરબા સોસાયટીમાં જ થતાં હોય.
  વેકેશન માં આખો દિવસ ઘરની બહાર રમવાનું રહેતું.

  અને બીજા અનેક……

 12. અભિનંદન કાર્તિક, જીજ્ઞેશ અને મનિષ… good write-ups… keep it up! 🙂

 13. Sweta says:

  ખુબ મજઅ આવિ, ખરેખર ખુબ સુનદર લેખ ચે. મને મારા પિયેર ના દિવસો યાદ આવિ ગયા. થેન્ક્સ તમ્ને બ્ધા ને.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.