શૂન્ય સરવાળો – જય શાહ

[આમ જુઓ તો આ ન તો કાવ્ય છે કે ન તો ગઝલ ! હકીકતે આ કાવ્ય કે ગઝલ તરફ જવાનો પ્રયત્ન છે. એક નવયુવાનના મનમાં ઉગતી સંવેદનાઓએ માતૃભાષાની આંગળી પકડીને કશુંક સર્જવા કરવા કરેલો આ પ્રયાસ છે. બાળકની તોતડી બોલીમાં છંદ, કર્તા, કર્મ, ક્રિયાપદ કંઈ ન હોય તો પણ મા તેને કશાય પ્રયત્ન વગર સમજી લે છે કારણ કે મા જાણે છે કે વાક્યોનું બંધારણ તો એ શીખી જશે; સવાલ અંત:કરણના ભાવનો છે. અભ્યાસઅર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા 21વર્ષીય જયને એકલતાનો સ્પર્શ થતાં કંઈક કાવ્ય રચવાની ઈચ્છા જાગી. (કેવી સુંદર ઘટના !) તે પછી હૃદયના ભાવોરૂપી ખડિયામાં કલમ બોળીને જે કંઈ લખાયું તે આ ! કવિતા રચવાનો આ તેમનો પ્રથમ પ્રયાસ છે. સર્જનક્ષેત્રે જય ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જયનો ખૂબ ખૂબ આભાર. આપ તેનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jay_goodfriend@yahoo.co.in –તંત્રી.]
.

હા, હું કદાચ ન’તો ઊભો એ કતારોમાં,
જ્યાં ખુદા નસીબ વહેંચતા’તા હજારોમાં.

સમજી લીધો આવરા જો તારી ગલીમાં હું ભટકતો,
તને કદી પ્રેમ ન દેખાયો મારી લટારોમાં.

રાત ગમે છે મને કે હોય છે હસીન સપનાથી ભરેલી,
બાકી તો ઉદાસી જ આવી છે હંમેશા સવારોમાં.

કહેતી હોય તો જીવ આપી દઉં, મારો પ્રેમ સાબિત કરવા,
પણ પછી શું તું મને શોધીશ બધી મઝારોમાં ?

કોઈ આવે તો આંસુ લૂછી અને એક ખોટું સ્મિત આપું છું,
જીવન અભિનય કરતાં શીખવી દે છે ઘણા કિરદારોમાં.

સરવાળો શૂન્ય થાય જો મને યાદ કરનારાની ગણતરી કરું,
આમ પણ વિતેલો સમય ક્યાં હોય છે કોઈના વિચારોમાં ?

યંત્ર નથી કઈ દુઃખ આપવાનું ‘જય’, એવું કોઈ ક્યારે સમજશે,
મારા મિત્રોએ તો મારી લાગણીઓ પણ વેચી દીધી બજારોમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાલિકા વધૂ – અનામિકા
પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી Next »   

34 પ્રતિભાવો : શૂન્ય સરવાળો – જય શાહ

 1. nayan panchal says:

  ભાઈ જય,

  ખૂબ જ સુંદર રચના. આટલી નાની ઉંમરે આટલા દર્દ ભરેલુ લખાણ !!!

  લખવાનુ ચાલુ રાખજો.

  “કોઈ આવે તો આંસુ લૂછી અને એક ખોટું સ્મિત આપું છું,
  જીવન અભિનય કરતાં શીખવી દે છે ઘણા કિરદારોમાં.”

  નયન

 2. kirit madlani says:

  very lovely. all lines are great. i am amazed at the simplicity.
  jay please keep up yr first line itself says 1000 words. another mareez in making?

  kirit

 3. JITENDRA J. TANNA says:

  ખુબ જ સરસ રચના. અભિનંદન જયભાઈ.
  લખતા રહેજો.

 4. vidhi trivedi says:

  hey jay,its really great n lovely.
  keep it up.congreats!

 5. Yash says:

  તમને જોય ને મુખડુ મલ્કાય ગયુ…,
  દીલ પણ ખુશી થી હરખાય ગયુ…
  ઊંડા દરીયા જેવુ હ્રદય હતુ મારુ…
  પણ તમારી એક દોસ્તી ના ટીપે છલકાય ગયુ…

 6. ખુબ સરસ રચના. લખતા રહેજો.

 7. mohit says:

  short but sweet.sad but sentimental.simple but superb. gr8 job jay.carry on.
  this 1 is 4 u, jay,”કઠણાઈ મારી કેવી હશે ક્યાસ કાઢજો, વાંકું હતું નસીબ અને જીવન સીધું હતું !”

 8. Rima says:

  This Gazal is very very touching I have ever heard…The words show the depth of emotions…
  Please request the writer Jay to write more Gazals so that we can get good Gazals like this

 9. DEVINA says:

  EXCELLENT WORK DONE. ALL THE LINES ARE VERY GOOD,JAY KEEP IT UP.

 10. Snehal Aus says:

  Good on you Jay, well done…

  we are really proud of you….no words to describe the beauty of it…very nice..

 11. Neha says:

  very nice.

 12. ભાવવાહી રચના ભાઈ જય … લખતા રહેજો …

 13. ઈન્દ્રેશ વદન says:

  Ha ha. Very Cool.

  It would’ve made Naseer Ismailee smile too.

  The poem very much and effortlessly diffuses poet’s grief and distress.

 14. kalpesh says:

  its very nice jay.

  “કોઈ આવે તો આંસુ લૂછી અને એક ખોટું સ્મિત આપું છું,
  જીવન અભિનય કરતાં શીખવી દે છે ઘણા કિરદારોમાં.”

  i like this line very much.keep it up.

 15. ncpatwari says:

  excellent observation and an eaternal truth LIFE TEACHES ACTING

 16. Harshal says:

  Hey Jay mate u become a poet now hmmmmm kool keep going.
  Jay i swear this poem is most beautiful i have never heard before.
  It’s a heart touching.Just tell me, according to your nature no one can think that u can write this type of poem.Dont stop to compose new poems your fans are waiting for some more, asspecialy me.
  ok buddy bye 4 now
  Jay maharaj

 17. Kalpesh Shah says:

  Hi Jay,

  This is an excellent begining. Its different than all others in the family, so keep it up. But one kind tip..never get pessimistic in life, jeevan ma je kai male tene Bhagavan ni prasadi mani leje…to koi afsos nahi thai.

  Cheers…

  Kalpesh

 18. lajja says:

  મને નહોતી ખબર કે તમે આટલુ સરસ લખ છો.
  બહુ સરસ છે,લખતા રહો.
  જય મહારાજ..

 19. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ… લખતા રહેજો…

  “કોઈ આવે તો આંસુ લૂછી અને એક ખોટું સ્મિત આપું છું,
  જીવન અભિનય કરતાં શીખવી દે છે ઘણા કિરદારોમાં.”

 20. deep says:

  gud poem…..in fact in dis age u have so much deep thought…..gud
  n i appreciate ur hard work….keep it up…we all are with u

 21. sujata says:

  જ્ય કિ જ્ય હો……………..

 22. MANISH says:

  Good job done Jay,
  There is no words to appreciate u but keep on writing.This is first time i have ever heared like touching poem in my life.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.