પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક રજતપર્વ દીપોત્સવી પદ્યવિશેષાંકમાંથી સાભાર.]
.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મોજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..
હૉસ્ટેલને ?…… હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ,
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે?….ના ના…તો વાસણ છો માંજતી
કે જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો….. ભોળી છે…. ચિન્તાળુ….ભૂલકણી…. પાડજો ના વાંકું કે ચૂંકું…..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ?…. સ્કૂટરને ?…. ભારે ઉતાવળા…. શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?….ને હપ્તા ને વ્યાજ ?…વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં,……… એટલે કે ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
Print This Article
·
Save this article As PDF
ખૂબ જ સુંદર રચના.
નયન
મનોહર રચના! sms અને e mailએ આપણી અભિવ્યક્તિની ક્ષમતાને કેવો કુઠરાઘાત કર્યો છે.નથી વાત કરવાના વિષયો-પત્ર લેખનના તો હોય જ ક્યાંથી? communication ના નામે, forward કરાતા e mail આપણા સબંધો સાચવી શકશે? ફોન મૂકું છુ!
સરસ કવિતા. હું હોસ્ટેલમાં હતો ત્યારે આમ જ જલદી જલદી STDમાં વાત કરતો. જુની યાદો તાજી થઈ.
‘ દિકરી વ્હાલનો દરિયો ‘ એ પંક્તિનો સાક્ષાત્કાર કરાવતી સુંદર કવિતા.
પ્રથમતો પોતે જ્યાં પણ છે ત્યાં ખૂબ ખુશ અને સુરક્ષિત છે એમ કહી મા-બાપની ચિંતા ઓછી કરી દે છે.
ત્યાર બાદ ખૂબ હળવાશથી પિતાને મા ની સંભાળ રાખવાનું સૂચન કરે છે.
છેલ્લે આખા પરિવારની કાળજી લેવાની વાત આછા ઠપકા સાથે કહી દે છે.
મનોહર ત્રિવેદીને ખોબલે ખોબલે અભિનંદન.
ખૂબ સરસ રચના.
દિકરી ભલે ને ગમે તે જગ્યાએ રહે મા ની ચિન્તા તો ચોક્કસ કરે જ! આવુ સરસ કાવ્ય આપવા બદલ મનોહરભાઇ નો આભાર!
સરસ મીઠો મજાનો દીકરીનો ટહુકો !
This is awesome. I enjoyed it a lot.
So simple but expressive.
Father- daughter is a special relationship unlike mother- daughter
Daughters are always more near to their fathers
This reminds me of my Hostel days and the loving voice of my beloved father from the receiving end when I used to make a call from STD
It brought tears to my eyes.
પિતા અને પુત્રીના સબધોનુ નવલુ નજરાણુ
સરસ રચના…ઘરમાં રહેતા માતાપિતાને દીકરીની ચિંતા ને દીકરીને માતપિતાની…
“હૉસ્ટેલને ?…… હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ,
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ;”
2 good piece..daughters always remain daughters..caring for parents ..after her marriage also..this poem express all the daughters..very touchy..
regards..
Shi.
મનોહરભાઈ આપની આ રચના હર્દય મા વસી ગઈ……
બહુ સરસ કાવ્ય!