પથ્થરદિલ – કલ્પેશ પટેલ

[જીવનલક્ષી સામાયિક ‘જલારામદીપ’ ડિસેમ્બર-2008માંથી સાભાર.]

મેં સેલફોનમાં સમય જોયો. છ વાગવામાં પાંચ મિનિટની વાર હતી. દષ્ટિ હવે આવવી જોઈએ. સમયની એ પાબંદ છે. બે કૉફીનો ઑર્ડર આપી દઈ મેં દરવાજે નજર નોંધી રાખી. દોઢેક વરસથી આ ક્રમ ચાલે છે, પરિણામની ખબર નથી મને. સાવધ રહું છું, બસ ! જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય નથી જ થતું એ જાણવા છતાં – માન્યું કે એ મુગ્ધ હતી પણ હું તો નહોતો ને ? હર્યોભર્યો મારો સંસાર તો ! સુશીલ-ઘરરખું પત્ની, બાળકો, મોભાવાળી નોકરી…. પંદરેક વર્ષના લગ્નજીવનમાં ક્યારેય તિરાડ નથી પડી. કોઈવાર ઘડી-બે-ઘડી તૂં-તૂં-મેં-મેં ચાલ્યું હોય એટલું બાદ. બાકી, તો હૅપી ફૅમિલી હતું અમારું…. ! છતાંય… ભીતરનો વ્યવહારુ ગૃહસ્થ ચેતવતો હતો, હજુ સમય છે ! અટકી જા ! પાછો વળી જા…

પરંતુ…. દષ્ટિ સાથેના સંબંધો એટલા છીછરા નહોતા કે એકઝાટકે કાપી નાખી છૂટા થઈ જવાય. જો કે, અમે કદી મર્યાદા ઓળંગી નહોતી. અમારો સંબંધ સંપૂર્ણ સ્વસ્થ અને સમજણભર્યો હતો. મારા કંઈક અંશે બોલકા સ્વભાવથી, મારી કળાકીય દષ્ટિથી દષ્ટિ આકર્ષાઈ હતી, પ્રભાવિત થઈ હતી. એમાં અસ્વાભાવિક કશું જ નહોતું. તમારાથી દસ વર્ષ નાની યુવતી તમારાથી જબરદસ્ત પ્રભાવિત હોય છતાં તમે મુનિની જેમ વર્તો એ અશક્ય નહીં હોય તો ય અઘરું તો છે જ… ! મેં પણ જાતને વશમાં રાખવાની ભરપૂર કોશિશો કરેલી. મારા પ્રયાસો મુદ્દલ બનાવટી નહોતા છતાંય મારાથી દૂર થઈ શકાયું નહોતું એનાથી. પ્રયાસોને લીધે જ આકર્ષણ વધતું જતું હતું. છૂટ્યું છૂટાય એમ નહોતું જાણે ! એની જોડકણાં જેવી કવિતાને હું નાપાસ કરતો. એ શરમાતી. છૂટે મોંએ હસી પડતી. વિસ્ફારિત આંખે જોયા કરતી મારી સામે. પોતાની કવિતાને પોતાને હાથે જ ફાડી નાખતી. ‘બીજી લખીને આવીશ !’ એવી ધમકી સાથે સ્તો ! પુસ્તકોની આપ-લેનુંય ચાલ્યા કરતું અમારી વચ્ચે. એનાં આપેલાં પુસ્તકોમાં ઘણાંખરાં મારાં વાંચેલાં હોય. કેટલાંક મને વાંચવા જેવાં ન લાગે. હું એમ ને એમ પાછાં આપું.

મારા અહમને પંપાળ્યા કરતી એ. કદાચ, હું અવનવી યુક્તિઓથી એના પર ભૂરકી છાંટ્યા કરતો હોઈશ. આખરે, તો પુરુષ જ ને ? અમારા સંબંધો ભલે ચર્ચામાં ન આવ્યા હોય પણ, ગપસપ તો થવા લાગી જ હતી. એક વાતની સ્પષ્ટતા કરી લઉં ? અમારી વચ્ચે દેહભાવ નહોતો. હશે તો ય એવો બોલકો નહોતો. દષ્ટિ સાથે અનૈતિક છૂટછાટ લેવાની મારી મુદ્દલ વૃત્તિ નહોતી. દષ્ટિ સાથેનો મારો સંબંધ માનસિક સ્તરનો હતો. સમાનસ્તરના લોકો વચ્ચે હોય એ પ્રકારનો બૌદ્ધિક સંબંધ હતો એ. એટલે જ, કદાચ સમાજની બીકે એની સાથેનો સંબંધ કાપી નાખતાં હું અચકાતો હતો. સમાજ સ્ત્રી-પુરુષ મૈત્રીને સ્વસ્થતાથી નથી જોતો એ માન્યું, પરંતુ એ સંબંધ સ્થૂળ કે સપાટી પરનો જ હશે એમ ઓછું માની લેવાય ? કમ સે કમ મારી અને દષ્ટિ વચ્ચે તો નિખાલસતા હતી જ. એના મારી પ્રત્યેના આદરને હું સસ્તો લેખી શકું એ વાતમાં માલ નહોતો….

કાલે સાંજે ફોન આવેલો એનો : ‘કાલે છ વાગ્યે મળી શકો, સર ?’
ના પાડવાનું મન હતું છતાં મેં પૂછ્યું : ‘એવું તે શું કામ છે ?’
‘કામ હોય તો જ મળાય, સર ?’
‘એમ તો નહીં પણ…. ઓ.કે. મળીશું બસ ? મેં ફોન મૂકી દીધેલો. પત્નીએ પૂછેલું : ‘કોણ હતું ?’ જવાબ આપું એ પહેલાં જ કહે – ‘દષ્ટિ જ હશે !’
‘હા. મળવા માગે છે.’
‘તમે નથી મળવા માગતા ?! વેધક સવાલ. પત્નીના પ્રશ્નનો ઉત્તર ‘ના’ કે ‘હા’માં આપી શકાય તેમ નહોતું…
મેં કહ્યું : ‘હું ખરેખર ડરું છું, સુરેખા ! એને મારી જેમ સર્જક બનવાની ઘેલછા છે, મારી મદદ ઈચ્છે છે એ. સ્ત્રી-પુરુષના ભેદ રાખ્યા વિના મારે એને મદદ કરવી જોઈએ પણ….
‘એ સ્ત્રી છે અને રૂપાળી છે એટલે તો તમે ઉદાર નથી બનતાને ? એમ હોય તો તમે દંભી કહેવાઓ.’ બોલીને પત્ની હસી પડી. એસ.એસ.સી. પાસ પત્નીનું નોખું જ રૂપ ! એને જ પૂછ્યું : ‘શું કરું ?’
‘મળવાનું તો કહી ચૂક્યા છો. હવે પૂછો છો ?’
‘હું એ અર્થમાં નથી પૂછતો. પણ, એની સાથેના સંબંધને મારે કેટલે અટકાવવો, સુરેખા ! મને મારી ચિંતા નથી, એની છે. એ તાજી જ પરણેલી છે, મુગ્ધ પણ. એની મુગ્ધતા એના દામ્પત્યમાં આગ ચાંપશે તો ? આઈ એમ રિયલી કન્ફ્યૂઝડ ! સુરેખા, તે અત્યંત લાગણીશીલ છે.’
‘સ્પષ્ટ થઈ જાઓ. કડક શબ્દોમાં કહી દો એને. તમને ફોન ન કરે, તમેય શક્ય એટલા દૂર રહો એનાથી.’ પત્નીની સલાહ વ્યવહારુ હતી. મારી ભીતરનો વ્યવહારકુશળ માનવ તો સંમત થતો હતો પણ પેલો બળવાખોર ? કોઈનેય ગાંઠે એ વાતમાં માલ નહીં ! જે તને નિખાલસતાથી ચાહે, તારો આદર કરે, તારી મૈત્રી બદલ ગૌરવ અનુભવે એને જ છેહ ? એનો જ ધિક્કાર ? લોકેષણાની ફિકર તો સામાન્ય માણસને હોય તું તો સર્જક ! સર્જક તો સમય-સંજોગ-સમાજથી ઉપર ઊઠીને વિચારે…. ઊંઘ ન આવી. આખી રાત પડખાં જ ફેરવ્યાં. દિવસે ઑફિસમાંય બેધ્યાન થઈ જવાતું. પોણા છએ બૉસની રજા લઈ નીકળ્યો. સંકલ્પ-વિકલ્પ કરતો હૉટલે પહોંચ્યો.

‘કેમ ન આવી હજુ ?’ મેં ગભરાઈને સેલફોન જોયો. છને ઉપર આઠ મિનિટ ! કે પછી, કોઈ મુશ્કેલી તો નહીં થઈ હોય ? આજકાલના પતિદેવોનું ભૂલું પૂછુવું ! જબરી વૉચ રાખતા હોય છે. સેલફોન તપાસે તો રિસીવીંગ નંબર્સ ને ડાયલ્ડ નંબર્સ… મેં લમણાં પરનો પરસેવો લૂછ્યો. દરવાજા સામે જોયું. સાંજનો ગુલાબી તડકો રસ્તા પર છંટાવા લાગ્યો હતો. મેં સ્વસ્થ બેસવા પ્રયત્ન કર્યો. મને ધ્યાનથી જોનાર મારી અસહજતા પારખી જાય એમ હતું. છ ને દશ મિનિટે દષ્ટિ આવી. બ્લેક ટીશર્ટ અને જિન્સમાં આકર્ષક દેખાતી હતી. મેં મનને ધમકાવ્યું, તું તો કહે છે કે શરીરનું આકર્ષણ નથી ! માનસિક મૈત્રી છે તો પછી….
‘સૉરી સર ! આઈ એમ લેટ !
‘બેસ. કૉફીનો ઑર્ડર અપાઈ ચૂક્યો છે.’
‘થેંક્સ. સર ! બધું બરાબર તો છે ને ?’
‘હા. પણ લાંબો સમય નહીં રહે. આનો અર્થ શો દષ્ટિ ?’ વાતાવરણ ભારેખમ થઈ ઊઠ્યું. હું મૌન થઈ ગયો. એ પણ ચૂપ. થોડીવાર પછી એણે જ મૌન તોડ્યું – ‘હું પજવું છું, નહીં ? સોરી ! પણ સર, નહોતો કરવો તો ય ફોન કર્યો. શું છે કે એક વીક માટે ફરવા જાઉં છું. એટલે થયું કે સરને…’
‘ક્યાં જાય છે ?’
‘મહારાષ્ટ્ર’
‘સાથે કોણ કોણ ?’
‘વર સાથે. બીજા કોની સાથે ?’ મેં દીર્ઘ નિ:શ્વાસ નાખ્યો. કૉફી આવી ગયેલી. એક કપ મેં એના ભણી ખસેડ્યો. એને કૉફી ઠંડી કરીને પીવાની ટેવ. મેં કપ મોંએ લગાવ્યો.
‘ઍન્જોય કરવાનો ટાઈમ છે, કરો.’
‘ઈર્ષ્યા આવી, કેમ ? મારે તમને ગમે એ જ કરવાનું ? પાસે રહું તો ય ને આઘી જાઉં તોય ન ગમે. મારે કરવું શું ? મરું ?’
‘કૉફી સારી છે.’ કહી મેં ચૂસકી લીધી. એમ જ બેસી રહી એ. કૉફી ઠંડી પાડવાનું જ એક કામ જાણે. હું અણઘડ રીતે કૉફી પી ગયો. ખાલી કપ રાખી દઈ એની સામે જોયું. પત્ની યાદ આવી. કહી દઉં ? કહી દઉં કે, આ છેલ્લી મુલાકાત છે ? હવે પછી મળવું નથી. તું તારા વરમાં જીવ પરોવ. મારા પરિવાર સાથે હું સુખી છું. તું પણ સુખી થા ! તારી સાથે ફાગ ગાવાની ઉંમર નથી મારી. મારી આંખ નીચેનાં કૂંડાળાં જોઈ શકે છે તું ? વિસ્તરતા રણ જેવું મારું કપાળ ? હવે એની વિશાળતાનું ગૌરવ લઈ શકાય એમ નથી. મારી કદરૂપતાનો ઢંઢેરો પીટતું મારું પેટ… એ બધુંય ઠીક પણ, હું એક જવાબદાર વ્યક્તિ છું, દષ્ટિ !

‘કંઈ મંગાવવું છે, મુંબઈથી ? હલવો ? પુસ્તક કે બીજું કંઈ ?’
‘ના.’
‘કોઈ ખ્વાહિશ ? મન્નત ?’
‘કોણ પૂરી કરશે ?’
‘સાંઈબાબા !’ સાવિત્રીની શ્રદ્ધા હતી એની આંખોમાં ! ખડખડાટ હસી પડ્યો હું. જરાય ડગુમગુ ન થઈ એની શ્રદ્ધાની જ્યોતિ !
‘તમને હસવું આવે છે ?’ શાંતિથી પૂછ્યું એણે. ધૈર્ય ખોયા વિના. બિલકુલ જૂદું રૂપ ! એની આધુનિકતા અદશ્ય હતી ! મારા નાસ્તિક વલણથી અજાણી નહોતી એ. તેમ છતાં એનું આ રીતે બોલવું મને હસવા પ્રેરે એમાં અસ્વાભાવિક નહોતું કશું. ભણેલી કહેવાતી સ્ત્રીઓની આ પ્રકારની ઘેલછાને હું ઉડાવતો.
‘બોલો… શું ઈચ્છો છો ?’ હજુય પૂર્વવત્ ગંભીર હતી એ.
મને ટીખળ સૂઝી.
મેં કહ્યું : ‘માગું ?’ એણે આંખોથી જ હા પાડી.
‘દષ્ટિ ! મને તારું આકર્ષણ નથી એમ કહી જાત સાથે છળ નહીં કરું. ભગવાનમાં મારી શ્રદ્ધા નથી પણ, તારી આસ્થાને ઉડાડવાનો મને હક્ક નથી. મને બીજી લાલસા નથી. મને બધું જ મળ્યું છે. પત્ની-પુત્ર-પુત્રી-પ્રતિષ્ઠા-પૈસો અને….
‘અને ?’
‘તારા જેવી સહૃદયી મિત્ર ! મારે બીજું શું જોઈએ ? હું સંતુષ્ટ છું. મારે તો, એક વચન જોઈએ છે, તારી પાસેથી.’
‘એટલે ?’
‘આપણી વચ્ચેની આ નિખાલસતા અકબંધ રહે. આપણી આ વિરલ મૈત્રી વચ્ચે શરીર ન આવે. મૈત્રીનું પાવિત્ર્ય આપણે જાળવી શકીએ. આપણી વચ્ચે ગેરસમજની દીવાલ ન ઊભી થાઓ ! બોલ, આ શક્ય છે ?’

એની આંખો ભરાઈ આવી. કૉફી પીવાનું જતું કરી માંડમાંડ બોલી : ‘મારામાં શ્રદ્ધા નથી સર ? તમેય મને સસ્તી ધારી ? સ્ત્રી છું એટલે ? પણ, ચિંતા ન કરતા. હું વચન આપું છું. પછી વધેલી કૉફી પી લઈને બોલી – ‘નવાઈ લાગે છે કે તમે લેખક છો તો ય કેટલા કઠોર છો ! લેખક તો કોમળ હોય કે આવો પથ્થરદિલ ?’

મારાથી અસ્વસ્થ થઈ જવાયું. મેં મારી છાતી પર હાથ મૂકીને જોયું કે હૃદય ધબકે છે કે નહીં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સર્વરને થઈ શરદી ! – તંત્રી
રણકાર (ભાગ-4) – કલ્પના જોશી Next »   

31 પ્રતિભાવો : પથ્થરદિલ – કલ્પેશ પટેલ

 1. mohit says:

  સમાજ સ્ત્રી-પુરુષ મૈત્રીને સ્વસ્થતાથી નથી જોતો એ માન્યું, પરંતુ એ સંબંધ સ્થૂળ કે સપાટી પરનો જ હશે એમ ઓછું માની લેવાય ? i agree with u kalpeshbhai.i do have a female friend 10yrs younger than me. v had same kind of intellectual relationship u talked in this story. but average people can’t take such relationship 4 granted. so i consciously had 2 make myself aware of the fact that she was a young,unmarried,good-looking but female. so i had 2 keep some distance in our relationship otherwise people might get it wrong although i did liked her company & she was a great inspirational force for my creativity.she’s happily married now & thankfully vr in touch thru net. but people’s attitude 4 male-female relationship in our society has not matured enough till date. so v better exercise caution in such relationships, so that it doesn’t spoil anyone’s life!

 2. “આપણી વચ્ચેની આ નિખાલસતા અકબંધ રહે. આપણી આ વિરલ મૈત્રી વચ્ચે શરીર ન આવે. મૈત્રીનું પાવિત્ર્ય આપણે જાળવી શકીએ. આપણી વચ્ચે ગેરસમજની દીવાલ ન ઊભી થાઓ ! બોલ, આ શક્ય છે ?”

  મને લાગે છે કે નાયક જ્યારે આ શબ્દો દષ્ટિને કહી રહ્યા હતા ત્યારે હકીકતમાં એ પોતાને જ, પોતાની senses ને જ કહી રહ્યા હતાં !!

  સુંદર વાર્તા …. ઘણુંખરું દુર્લક્ષ સેવાતો એવો વિષય … મને એવું નથી લાગતું કે સમાજ આ બાબતમાં પરીપક્વ નથી પણ કદાચ આવી મૈત્રી, કે જ્યાં બૌધિક સ્તરનું સામંજસ્ય સધાયું હોય અને એના લીધે સામિપ્ય ગમતું હોય, એ આપણી સમાજરચના માટે alien છે. માત્ર થોડા દાયકાઓથી વધેલું સ્ત્રી-પુરુષોનુ સમાન શૈક્ષણિક સ્તર અને એના લીધે આવેલી સામિપ્યતા અને વિચારોની સ્વતંત્ર આપ-લેના લીધે આ પ્રકારની મૈત્રીનું પ્રમાણ વધ્યું હોય એવું લાગે છે…અને તેના લીધે હજી સમાજ મૈત્રીનો આ પ્રકાર સ્વીકારવામાં અકળામણ અનુભવતો હોય !!… બની શકે મારા આ વિચારો ખોટા હોય …

 3. GIRISH THAKKAR says:

  THIS IS NOT POSSIBLE AT ALL. ONE MALE & FEMALE. SEX WILL DEFINETLY WILL CAME BETWEEN THEM. PLATONIC LOVE & FRIENDSHIP ,ALLTHIS THING R HUMBAG. ONLY IN BOOKS ,NOT IN REAL LIFE.

 4. pragnaju says:

  મઝાની વારતા
  પથ્થર દિલ પર યાદ આવી–
  સંગ દિલકો સંગ લે કર,

  સંગ દિલકે ઘર ગઈ

  જીસકા દિલથા સંગે મરમર

  ઉનકે સંગ મરમર ગઈ

 5. Malay says:

  પરીપક્વતા નો અર્થ હજી પણ આપણો સમાજ નથી જાણતો. સ્ત્રીપુરુષ ના સંબંધો હંમેશા શંકા ના ત્રાજવા માં તોલાવાના જ છે.

 6. કલ્પેશ says:

  “Maturity” is a relative term.

  If we are in such a relationship, we expect people (Samaj) to be “Mature”.
  And as observers (Samaj), we act the other way.

  Girish: Life & relations have things more than sex. It is too generalizing to say that sex will be the reason, when male/female are together.

  It is a possibility, but not necessary.
  Isn’t it about how much each one puts restraint on themselves?

  આપણે બીજાની નબળાઇઓની ટીકા કરીએ અને પોતાની નબળાઇને ઢાંકવા જઇએ?

  Put yourself in the other person’s shoe and see how the world looks different.

  In the end, I really enjoyed the story. It shows the mental thought process very carefully. Samaj is made of people like you and me.

 7. કલ્પેશ says:

  કુણાલ, તારી વાત સાચી છે.
  તે છતા પરિપકવતા નથી એમ પણ નથી. આપણે ફટાકથી લોકોને એક જ રીતે જોઇએ છીએ.

  દા.તઃ એક છોકરો અને છોકરી સાથે ફરતા હોય તો મનમા એમ વિચાર આવે કે આ બન્ને “બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ” લાગે છે (ભલે આપણે એને ઓળખીએ કે નહી). હકીકતમા બન્ને મિત્ર હોય/સગા હોય?

  ફરી પાછો પૂર્વગ્રહ !!

 8. Navin N Modi says:

  જ્યારે નીતિ અને મન(ઈચ્છાઓ) વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે નિર્માતી સ્થિતિનું નિરુપણ કરતી સુંદર રચના. આ દ્વંદનો નિવેડો લાવવાની ક્ષમતા આધ્યત્મમાં છે જ્યારે બહારી પ્રયત્નથી વાર્તાનો નાયક દ્રષ્ટીને પોતાના મનની વાત કરી વધુ ગૂંચ ઊભી કરે છે. દ્રષ્ટીને એ આઘાત પહોંચાડે છે.નાયક જો પોતાના મનમાં ઊંડો ઉતર્યો હોત તો આઘાત આપ્યા વિના પ્રશ્નનું સમાધાન મેળવી શકત.
  આ બાબતમાં વિશ્વામિત્ર-મેનકાની વાત સમજવા જેવી છે. આ એક રુપક કથા છે. મેનકા એ બહારની વ્યક્તિ નથી – એ માનવીનું પોતાનું મન છે. તપોભંગ કરાવનાર મેનકા અર્થાત આપણું મન હોય છે. એને જો આપણે કાબુમાં રાખી શકીએ તો દ્વંદ આપોઆપ શમી જાય.

 9. Navin N Modi says:

  શ્રી ગિરીશ ઠક્કરના પ્રતિભાવ સાથે હું સહમત નથી થઈ શક્તો.
  Sex એ હવા, પાણી અને ખોરાકની જેમજ એક કુદરતી શારીરિક જરુરીયાત હોવા છતાં એમાં એક ફરક છે. હવા વિના માત્ર કેટલીક મિનીટથી વધુ, પાણી વિના કેટલાક દિવસથી વધુ અને ખોરાક વિના કેટલાક મહિનાથી વધુ જીવી શકાતુ નથી. પરંતુ Sex વગર આજીવન રહી શકાય છે. આ હકીકતનો જો આપણે સ્વીકાર કરી શકીએ તો આ વાર્તામાંની નીતિની વાત Humbag નહીં લાગે. શ્રી ગિરીશભાઈ જો આધ્યાત્મનો જરા સરખો અભ્યાસ કરશે તો આ વાત એમને સહેલાઈથી સમજાશે.
  હું માત્ર એટલું જ કહીશ – Sexને કાબુમાં રાખવાનું ખૂબ અઘરું છે, અશક્ય નથી.

 10. URVI says:

  SHORT AND LOVELY STORY. INDEED I BELIVE THAT IF BOTH PERSONS MALE – FEMAIL ARE HONEST IN THEIR RELATIONS, THERE WILL NOT ARISE QUESTION OF SEX . BEING A WOMAN I BELIVE STROGLY ,NO WOMAN FIND IN EVERY MAN OR IN HER BOY FRIEND SEX ONLY .

  THINKING OF MAN AND WOMAN ARE NATURALLY DIFFERENT AND FOR SINGLE SUBJECT THEY HAVE DIFFERENT VIEWS AND OPINION ALSO. SO BY EXCHANGE OF VIEWS AND DISCUSSIONS THEIR FREINDSHIP MAY BE VERY TRUE & INTERESTING . IF SOMEONE BELIVE THAT SEX BETWEEN MAN & WOMAN WILL DEFINATELY COME THEN THEY ARE VERY SICK .THATS ALL .

 11. Reema says:

  લોકો ના મગજ નો બ્રમ ચ્હે કે એક ચોક્રો અને ચ્હોક્રિ વચ્હે ખલિ ખોત સમ્બન્ધજ હોય. પન હકિકત અએ ચે કે લોકોના મજજ જ ખરબ હોય ચે. જવુ પોતે કરે અવુજ વિચરે. બહધને પ્રેમ જોયે પન તનો અર્થ સેક્ષ નથ પન એક પોતાને સમ્જ્હે સથ આપે અને હુફ આપે આવિ વ્યક્તિ નિ જરુરત ચ્હે.

 12. Dipak says:

  It is possible that relation mail & femail without sex.I have seen & so many persons
  about this types relation.It is really very nice story.It is very diff. for society(samaj)
  to accept this kind of relation.

 13. Rajni Gohil says:

  પથ્થર દિલ તો હજારો લોકોના દિલની વાત છે, વાસ્તવિકતા છે. સમાજમાં રહેવું હોય તો ચેતીને ચાલવું જોઇએ. આવા સ્નેહભર્યા સંબંધમાં લપસિ ન પડાય એની પૂરેપૂરી સાવધની રાખવી જોઇએ. સ્ત્રીપુરુષ ના સંબંધો હંમેશા શંકા ના ત્રાજવા માં તોલાવાના જ છે. આપણી Educational System is responsible for lapses of this kind.

  Education is the means of unfolding the moral and spiritual potentialities of man. Education reveals to man what is right and what is wrong. Education today is concerned with imparting worldly knowledge, with no place for ethics or spirituality. All along education has remained an exercise in acquiring bookish knowledge. What is needed today is practical knowledge. Every student should acquire a good character, moral values, and develop a spiritual bent of mind. These three constitute true learning.

  Youngsters take great pains to acquire degrees for securing good jobs. But they hardly take any trouble to develop their character and personality. Good conduct and character are the most essential requisites for a man. They are the basis for spiritual life. If the spiritual aspect is neglected, man becomes an artificial, mechanical being with no genuine human quality in him. Many people today do not understand what is meant by spirituality. It is the knowledge of Divinity, which is man’s true nature. Spirituality reveals the basic principle that is immanent in everything and sustains the entire Cosmos. Sai Baba

  મેં Real Story વાંચી હતી રાજાનું નામ યાદ નથી. એક સ્ત્રી રાજાને પોતાને ત્યાં બોલાવે છે. પ્રજાની કાળજી રાખનાર રાજા સ્ત્રીને દરબારમાં આવવા કહે છે. સ્ત્રીના આગ્રહને વશ થઇ રાજા ત્યાં જાય છે. સ્ત્રી ફેમીલી રૂમમાં નહીં પણ બેડરૂમમાં લઇ જાય છે. પછી કપડા ઉતારી રાજાને કહે છે ” મારે છોકરા નથી તો તારા થકી મને છોકરો આપ. રાજા તેને પ્રણામ કરીને કહે છે. ” હે મા ! આજથી હું તારો છોકરો.

  એક હાથે તાળી ન પડે.. You have to have good moral character, which is most important in our life. Man with good character can keep good relationship informing her – (Drashti’s) husband. પવિત્ર સ્નેહ બંધન.

 14. સુબોધ બ્રહ્મભટ્ટ says:

  હા હા, ખરી બકવાસ અને ફાલતુ વાર્તા. ગીરીશ નો અભિ્પ્રાય સાચો છે.
  જો બંને ને “પવિત્ર” મિત્રતા રાખવી હતી તો, એકલા મળવાની શું જરુર હતી.

  Both could have had double-date with their respective spouses. If four of them meet together, then it can be called sacred friendship. Or, She could’ve gone to the male’s house when his wife would’ve been present.

  Here, the male character is “checking out” her female friend in her black tshirt and jeans. Then thinks to himself, she is s exy but you are just her friend.

  સ્ત્રી મિત્ર પરિણીત હોવા છતાં પણ “મુગ્ધ” દર્શાવાઈ છે. એના વર્તન પરથી એ મુગ્ધ ઓછી અને “મૂર્ખ” વધુ લાગે છે.

  ઉપરના બીજા એક ભાઈ ના અભિપ્રાય પ્રમાણે સેક્સ વગર આજીવન રહી શકાતુ હશે. પણ, આવી ફ્રેન્ડ જો સામે થી મળવા બોલાવતી હોય, તો એવી રીતે રહેવુ જરુર થી અશક્ય બની જાય.

 15. JAWAHARLAL NANDA says:

  HA, SUBODH BHAI KHAREKHAR SAACHU KAHE CHHE, KE MENKA SAAME THI AAVTI HOY TO VISHWAMITRA PAN KORA NAHOTA RAHI SHAKYA, JYARE AAPNE TO MANAS KAHEVAIYE, KHARU NE ? CHHATA STRI-PURUSH NI DOSTI FAKT SEX AADHARIT J HOY E MANVA NE KOI STHAN NATHI, SHUDH METRI SEX VAGAR NI HOY PAN SHAKE, ANE NA PAN HOY SHAKE, KARAN KE BANE MANA MANAV NI MARYADAO THI BHARPUR CHHE.

 16. nayan panchal says:

  Now this is a complicated story.

  We don’t have to judge every thing as right or wrong. Some relationships are beyond that.

  In this story, both characters are relatively quite honest unlike our society who is full of hypocrites.

  At least the author is accepting that even if they try to keep their friendship platonic, sooner or later “sexual” element MAY come in between, which may destroy two families.

  And why sex is such a big issue. Sex is just one more dimension of love.

  Here, I can safely say that both characters are in love. They desired each other’s company for whatever reason. But again their relation (read love) is not very shallow. It is something which a third person can not understand.

  But, our society is moulded in such a way that every relationship has some boundary. That’s what author is trying to do. He knows boundary of this relationship and consequences if he crosses it. So, he is being proactive to avoid crossing that. Again, this thing is beyond right or wrong.

  Thanks.

  nayan

 17. Neha says:

  I agree with Nayanbhai!
  Certain relatioships are beyond the discrimination of age, sex , outward appearance etc. It is more mental than physical. It is obvious that a person feels comfortable in the company of another person who shares same wavelength of thoughtprocess as he has. On top of it, if they are of opposite sex, there are all the chances, that the element of sex, becomes more powerful with regular meetings and interaction. Yes, but there are only chances. Probability.
  It all depends on the fabric of ones character to handle such relationships. The stronger the fabric, the better such relationships can be managed and enjoyed.

 18. HEMA BHATT says:

  Male-Female vache nikhalas dosti hoi ske pan man ma ava koi malin bhav vina pan jyare Be male-female ekala male tyare koi pan ana sambandh vishe gamete vichari sake chhe. Ane aa story ma pan nayak na man ma ani girl friend pratye aakarsan to hatu j pan ane samaj ni bik hati atle sambandh aagal n vadhariya ane maitri na rupara nam ma vitari rakhiya.
  Hema

 19. Gaurav says:

  I don’t know what other people think but I feel that platonic love and such relation can be true. I have few female friends who are really beautiful and so many of their other friends tried to attract them. I never feel such feelings for them but I feel myself more comfortable with them and I can share everything with them which I can not explain to my girlfriend or my parents. Two of my female friends are married and I only met them not more than 5 times in my entire life but we always helped one another.

  I will never be alble to explain our relationship to my girlfriend and they will never do same to their husband. Still we are best friends forever.

  I strongly believe that there is up to you to let sex enter between your relation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.