જાતવટો – યોગિની શુક્લ

મારે ઝળહળવું છે,
ઓલવાઈ ગઈ છું હું
સૂરજનું પહેલું કિરણ
ક્યારે મારી સુષુમ્ણામાં દીવો બને
એની રાહ જોતી
મારા આકાશમાં.
મારે ભીંજાવું છે,
સુકાઈ ગઈ છું હું
વરસાદનું પહેલું બુંદ
ક્યારે મારી નાભિમાં મોતી બને
એની રાહ જોતી
મારા દરિયામાં.
મારે શ્વસવું છે,
ગૂંગળાઈ ગઈ છું હું
હવાનું પહેલું ઝોકું
ક્યારે મારે ટેરવે સિતાર બને
એની રાહ જોતી
મારા પાતાળમાં.
પણ
ના,
હવે હું રાહ નથી જોતી
કેમ કે
હમણાં જ મેં આપી દીધો છે મને
જાતવટો – !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થાય છે – ફિલિપ કલાર્ક
વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા Next »   

6 પ્રતિભાવો : જાતવટો – યોગિની શુક્લ

 1. mohit says:

  self-identification ની શોધમાં વલખાં મારતાં પાત્રની મનોવ્યથાની સુંદર રચના. આપણે સૌએ ઝળહળવું છે,ભીંજાવું છે,તાજી હવામાં શ્વસવું છે.પરંતુ તેના માટે આપણે કંઇ કરવાના બદલે સૂરજના કિરણો, વરસાદ કે હવાની તાજી લહેરખીના આવવાની રાહ જોઈ બેસી રહીએ છીએ.પરિસ્થિતિ સામે લડીને આપણને જોઇતું મેળવવાને બદલે પરિસ્થિતિ આપણને અનુકૂળ થવાની રાહ જોઇએ છીએ.બસ, આમ ને આમ રાહ જોવામાં જ સમય વીતતો જાય છે ને આપણે અંતરની ઇચ્છાઓ મનમાંજ ધરબી રાખીને જાત સાથે છેતરપિંડી કરતાં રહીએ છીએ.જરુર છે આપણો reactive nature છોડી proactive બનવાની. આ માટે જ યોગિનીબેન આપણા દંભી અને ભીરુ સ્વભાવને જાતવટો આપી આપણી સાચી જાતને ઓળખવા માટે self-realisation ની વાત કરે છે અને તે પણ સત્વરે જ,કોઇની રાહ જોયા વગર.કારણકે હવે બહુ થયું.અત્યાર સુધી ઘણી રાહ જોઇ લીધી.પણ
  ના,
  હવે હું રાહ નથી જોતી
  કેમ કે
  હમણાં જ મેં આપી દીધો છે મને
  જાતવટો – !

 2. સુંદર કૃતિ અને સરસ પ્રતિભાવ. યોગિનીબહેન અને મોહિતભાઈ આભાર.

 3. sudhir patel says:

  વાહ, સરસ કાવ્ય! જાતને જાણવા માટે કોઈની પણ રાહ જોયા વિના દંભને જાતવટો આપવાની વાત સુપેરે વ્યકત કરવા બદલ યોગિનીબેનને અભિનંદન!
  સુધીર પટેલ.

 4. Chirag Patel says:

  What were you waiting for? Till the last line of the poem I felt like the poet has very – very low selfestime.

 5. nayan panchal says:

  સુંદર રચના અને મોહિતભાઈ નો પ્રતિભાવ ખૂબ જ સુંદર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.