વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

oak_treeવૃક્ષ નથી વૈરાગી
એણે એની એક સળી પણ….
ઈચ્છાથી ક્યાં ત્યાગી ?

જેમ ખૂટ્યાં પાણી સરવરથી,
જેમ સૂકાયાં ઝરણાં.
જેમ ભભકતી લૂ લાગ્યાથી,
બળ્યાં સુંવાળાં તરણાં.

એમ બરોબર એમ જ…..
એને ઠેસ સમયની લાગી.
વૃક્ષ નથી વૈરાગી.

તડકા છાંયા અંદર હો કે બ્હાર…
બધુંયે સરખું.
શાને કાજે શોક કહું હું…
શાને કાજે હરખું ?

મૌસમની છે માયા સઘળી…
સમજ્યો હું વરણાગી…
વૃક્ષ નથી વૈરાગી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાતવટો – યોગિની શુક્લ
અનુકરણીય – હરિત પંડ્યા Next »   

19 પ્રતિભાવો : વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

 1. GOPAL says:

  ભાવ સભર રચના

 2. BHINASH says:

  nice……..

 3. મૌસમની છે માયા સઘળી…
  સમજ્યો હું વરણાગી…
  વૃક્ષ નથી વૈરાગી.

  વાહ!

 4. રેખા સિંધલ says:

  મૌસમની છે માયા સઘળી…વાહ ખુબ સરસ રચના !

 5. sudhir patel says:

  ચંદ્રેશ મકવાણાનું આ અનોખી ભાત પાડતું ગીત ફરી અહીં માણવાની મજા આવી.
  એ તક બદલ આભાર, મૃગેશભાઈ!
  સુધીર પટેલ.

 6. pragnaju says:

  એમ બરોબર એમ જ…..
  એને ઠેસ સમયની લાગી.
  વૃક્ષ નથી વૈરાગી.
  સરસ
  યાદ આવી
  પઢે કવી પીંગળ છંદ ગોવિંદ ગ્રાગી –
  વૃથા હે જગત સબ બનો વૈરાગી
  તથાપી રહ્યાના યથા દેહત્યાગી

 7. nayan panchal says:

  વૃક્ષ તો વૈરાગી જીવ જ છે. મોસમ તો નિમિત્ત માત્ર છે.

  છતાં પણ સુંદર રચના.

  નયન

 8. ખૂબ જ સુંદર અને ભાવવાહી ગીત… ફરી વાંચવાની મજા આવી…

 9. SANJU RAJGOR says:

  koi pan pase sari web site ni mahiti hoy gujarati site nii to jarur mane mail karjoo..

  apnoo visvasu

  sanjay

 10. Yashwant Barot says:

  I am very happy to read your ‘READ GUJARATI’.

 11. સરસ, ખરેખર ધન્યવાદને પાત્ર …

 12. kanu yogi says:

  I am very much pleased to read Chandresh Makwana’s poem ‘ vruksha nathi vairagi ‘. I am working in govt. herbal botanical garden,rajpipla dist.narmada; I am very close to the trees every day. I feel that trees are the real GURU of us.They teach the lessions for our life in different ways.We can learn many many things from them. Well, good poem from mr. chandresh makwana. My congratulations to him.
  kanu yogi , Rajpipla , dist. narmada.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.