અનુકરણીય – હરિત પંડ્યા

[સત્યઘટના, ‘અખંડ આનંદ’માંથી સાભાર.]

અમારા કેર્સીભાઈ બહુ ઉતાવળિયા. એમના રઘવાટનો પાર નહીં. ઘેરથી કામે જતાં ત્રણેક વખત તો ઝાંપેથી પાછા આવે. ક્યાં તો રૂમાલ ભૂલી ગયા હોય કે ક્યાં તો પાકીટ નહીં તો પછી સ્કૂટરની ચાવી લેવાનું ભુલાઈ ગયું હોય. રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં બૅન્કની પાસબુક કે અગત્યનો એકાદ કાગળ પણ માર્ગમાં પધરાવી દે.

એક દિવસ કેર્સીભાઈ રાત્રે નવેક વાગે ઘેર આવ્યા. ઘેર આવીને એમણે રાબેતા મુજબ એમના ટેબલ પર બધાં ખિસ્સાં ખાલી કરવા માંડ્યાં, અચાનક એ ચોંક્યાં. આજે બધું તો સલામત ઘેર પાછું આવ્યું હતું, પણ પાકીટ…? એ ભારે ચિંતામાં પડી ગયાં. એમણે ફરીથી બધાં ખિસ્સાં તપાસ્યાં. પણ પાકીટ ખિસ્સામાં હોય તો મળે ને ! ક્યાં ગયું હશે પાકીટ ? રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં પડી ગયું હશે ? બે-ત્રણ હજાર તો હશે જ એમાં, હવે ? એ વિચારી રહ્યા.
‘શું શોધો છો ?’ એમનાં પત્ની, દેવયાનીએ પૂછ્યું.
‘પાકીટ, કદાચ પડી ગયું હશે રસ્તામાં.’ એમણે કહ્યું.
‘કેટલા પૈસા હતા એમાં ?’
‘બે-ત્રણ હજાર હશે.’
‘ચાલો, હવે એની ચિંતા ન કરશો, મળવાનું હશે તો મળશે. એની ફીકર છોડીને જમી લો નિરાંતે.’ દેવયાનીબહેને કહ્યું. એમણે કહ્યું તો ખરું પણ એય મનોમન કોચવાઈ રહ્યાં.
‘સારું. પીરસ.’ કહી કેર્સીભાઈ જમવા બેઠા. પણ એમના મગજમાંથી પાકીટ ખસતું નો’તું.
ત્યાં એમના મોબાઈલની રિંગ વાગી, એમણે મોબાઈલને કાને ધર્યો.
‘હલો, ફુઆ, હું અતુલ બોલું છું, વડોદરાથી.’
અતુલ કેર્સીભાઈના સાળાનો દીકરો. કેમ અત્યારે ફોન કર્યો હશે ? કોઈ દિ’ નહીં ને આજે ! કોઈ મોકાણના સમાચાર…. એ વિચારી રહ્યા.

‘હા, બોલ, કેમ ફોન કર્યો ? બધાં મજામાં ?’ એમણે ફોનમાં કહ્યું : ‘હા ફુઆ, તમારું પાકીટ ખોવાયું છે ?’
‘હા, પણ મારું પાકીટ અહીં અમદાવાદમાં ખોવાયું એની તને વડોદરામાં ક્યાંથી ખબર પડી ?’ કેર્સીભાઈએ આશ્ચર્ય પામતાં કહ્યું.
‘તમારા ઘરની આસપાસ મેં કલોઝ સર્કીટ કૅમેરા ગોઠવી રાખ્યા છે એટલે અહીં બેઠે બેઠે મને ત્યાંની નાનામાં નાની ઘટનાની જાણ થાય છે.’ અતુલે કહ્યું.
‘મજાક છોડ, બોલ, ક્યાંથી જાણ્યું તે ?’
‘હમણાં જ મારા પર એક ભાઈનો અમદાવાદથી ફોન આવેલો. ફોનમાં એ ભાઈએ કહ્યું, કે એમને રસ્તામાંથી એક પાકીટ મળ્યું છે. પાકીટમાં તમારું પૂરું નામઠામ તો હતું નહીં પણ મારા સરનામા અને ફોન નંબરવાળું કાર્ડ તમે તમારા પાકીટમાં મૂકી રાખ્યું હશે એટલે એ કાર્ડને આધારે એ ભાઈએ મને ફોન કર્યો. પાકીટ પર માત્ર કે.કે. ડૉક્ટર લખેલું, પણ એટલા પરથી તો એ ભાઈ તમને કેમના શોધી શકે ? મેં એ ભાઈનો ફોન નંબર લીધો છે, એને ફોન કરીને એનું સરનામું મેળવી તમારું પાકીટ લઈ આવજો એને ઘેર જઈને.’ કહી અતુલે એના ફુઆને પેલા ભાઈનો ફોન નંબર આપ્યો… અતુલ પાસેથી પેલા ભાઈનો નંબર મળતાં, બાકીની વાત ટૂંકમાં પતાવીને કેર્સીભાઈએ પેલા ભાઈનો નંબર જોડ્યો.

‘હલો !’ સામેથી અવાજ આવ્યો.
‘ભાઈ, હું કે.કે. ડૉક્ટર બોલું છું. તમને મારું પાકીટ રસ્તામાંથી મળ્યું છે. એ મને વડોદરા રહેતા મારા ભત્રીજા પાસેથી જાણવા મળ્યું, તમે ખૂબ ભલા માણસ છો. પાકીટ તમારી પાસે રાખવાને બદલે, ગાંઠના પૈસા ખરચીને તમે વડોદરા ફોન કરીને એની જાણ કરી એ સારું કહેવાય. હું સિનિયર સિટીઝન છું અને રાત્રે સ્કૂટર ચલાવવાનું ટાળું છું. હું વેદ મંદિર પાસે રહું છું. ત્યાંથી તમારે ત્યાં દાણીલીમડા આવવાનું ખાસ્સું દૂર પડે. નહીં તો ચાલતો આવી જાત. એમ કરો, તમે મારું પાકીટ હમણાં તમારી પાસે જ રહેવા દો, હું સવારે આવીને લઈ જઈશ. તમારું સરનામું જરા વિગતે લખાવજો.’ કેર્સીભાઈએ કહ્યું.
‘અંકલ, તમારે સવારે અહીં સુધી આવવાની તસ્દી લેવાની જરૂર નથી. હું હમણાં જ મારા મિત્ર સાથે ત્યાં આવીને તમારું પાકીટ આપી જાઉં છું. વેદ મંદિર પાસે કઈ જગ્યાએ તમે રહો છો ?’ પેલા ભલાભાઈ કહ્યું. કેર્સીભાઈએ સરનામું આપ્યું એ સાથે જ સામેથી ફોન મુકાઈ ગયો.

એ જમીને હાથ-મોં ધોતા હતા ત્યાં તો એમના આંગણે એક સ્કૂટર આવીને ઊભું રહ્યું. એના પર સવાર બે યુવાનોએ કેર્સીભાઈનું બારણું ખખડાવ્યું.
‘આવો, ભાઈ !’ કહી એમણે આગંતુકોને આવકાર્યા. એમના પોષાક પરથી તેઓ શ્રમજીવી વર્ગના લાગતા હતા.
‘લો, અંકલ તમારું પાકીટ. જોઈ લો અંદર, બધું બરાબર છે ને ?’
‘ભાઈ, એમ કરીને મારે તમારી પ્રમાણિકતાનું અપમાન નથી કરવું.’
‘સાંજે સાતેક વાગે તમે ગીતા મંદિર રોડ પરથી પસાર થતા હતા ત્યારે અમે તમારી પાછળ જ હતા. તમારું પાકીટ ત્યાં જ પડી ગયેલું. અમે ઘણી બૂમો પાડી પણ ભીડમાં શાની સંભળાય !’
‘ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો. બોલો, ચા લેશો કે કૉફી ?’
‘કશું જ નહીં અંકલ, હમણાં જ જમીને આ મિત્રના સ્કૂટર પર નીકળ્યા આ તરફ. ફરી ક્યારેક આવીશું ખાસ ચા પીવા જ, કહી બંનેએ બારણા તરફ ચાલવા માંડ્યું.’
‘ઊભા રહો એક મિનિટ.’
અને એ ભલો યુવક ના ના કરતો રહ્યો તોય કેર્સીભાઈ એને નાનકડી રકમ ટોકન ઈનામ તરીકે આપ્યા વિના ન રહ્યા.
એ સજ્જને સ્કૂટર સ્ટાર્ટ કર્યું. ત્યાં કેર્સીભાઈને યાદ આવ્યું.
‘અરે ભાઈ, તમારું, નામ તો કહેતા જાઓ.’
પણ, ત્યાં સુધીમાં તો સ્કૂટર ઝાંપાની બહાર ચાલ્યું ગયું હતું.

આજે બસમાં, ટ્રેઈનમાં કે ગમે ત્યાં જામેલી ભીડમાં લોકોના ખિસ્સાં કપાયાના સમાચાર એ રોજિંદી ઘટના બની ગઈ છે ત્યારે એક સજ્જન શ્રમજીવી પોતાને મળેલું પાકીટ સામે ચાલીને એના માલિકને સુપરત કરવા પ્રેરાય એ એક વિરલ અને આનંદાશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. ધન્ય છે એ શ્રમજીવી યુવકને !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા
ટી.ઍમ – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’ Next »   

24 પ્રતિભાવો : અનુકરણીય – હરિત પંડ્યા

 1. kumar says:

  ખરેખર એ યુવક જેવા થોડા માણસો ના લીધે જ આજે વિશ્વાસ નુ મુલ્ય ટકી રહ્યુ છે.

 2. piyush says:

  very nice article. thank you.

 3. Rajni Gohil says:

  માનવતા હજી મરી પરવારી નથી. આજના સુવિચારમાં લખ્યું છેઃ સંસારરૂપી કટુ વૃક્ષનાં અમૃતસમાન બે ફળ છે : એક તો પ્રિય વચન અને બીજું તે સજ્જનોની સોબત. આ બંન્નેની અહીં પ્રતિતિ થાય છે Honesty is the best policy.

  If we keep faith in ourselves and God that I will definitely get it, without any doubt, then chances are better to get it back. Have positive attitude all the time.

  સુંદર અનુકરનીય દ્રષ્ટાન્ત છે.

 4. Malay says:

  આજની તારીખે ગુજરાત ના લોકોની પ્રામાણિકતા ના દાખલા આવા વ્યક્તિઓ ને લીધે જ અપાય છે.

 5. Dipak says:

  this shows that there are in our society(samaj) many honest people are living.we should get inspiration from this.very nice article.thanx.

 6. mohit says:

  રાજકપૂરની ફિલ્મ “આવારા”નો એક ડાયલોગ છેઃ “યે લોગ દેખ રહે હો.યે સમાજ કે ઇજ્જતદાર લોગ હૈં. યે વો લોગ હૈં જિનકો ભી તુમ્હારી તરહ કિસીકા બટવા મિલા થા પર ઉન્હોંને લૌટાયા નહીં.” we expect honesty from others but when it’s our turn we try to be”practical”. osho Rajnish once said that,”everyone is honest till his price is paid.” but,incidences like the 1 mentioned in this story keeps our hope that everything is not lost yet. there are some guys who don’t want to be practical.you can’t pay any price for their honesty becoz they are priceless.

 7. Riya says:

  Very positive story. Monday morning became positive by reading this. I know we have lots of bag things happening in today’s time but these type of action by human make life worth living. Very wonderful stody. I loved it.

 8. Chirag Patel says:

  Nice… very positiv message…

 9. Veena Dave says:

  Wah, very good.

 10. રેખા સિંધલ says:

  સદગુણો વાર્તા બની રહ્યા છે એ કરુણતા નહી?

 11. Viren Shah says:

  I had similar experiences…
  My wallet was lost at a 7-11 Gas Station (Petrol Pumps) in city Plano Texas.
  I had all my credit cards, Social Security Number cards, ATM, and Driver’s License in it. This is so valuable for identity theft that a person having above can get everything and all money.

  I called 7-11 Gas station, went there but didn’t find the wallet.
  I had placed my insurance card just recently in that wallet with my address. Then I got home and canceled all cards.

  After about four days, a person came to the home and knocked door. I was at work, my wife didn’t open the door due to risk of unknown person knocking door. This person could not speak English as he was Spanish (Mexican origin person). Generally Mexican origin people are involved in construction and building labor related work. Finally this person knocked again and showed my wallet to my wife and we took it.

  This person (Mexican guy) came based on the address in my insurance policy as my license had the old address and returned us everything that I had in wallet.

  However, important thing to note is that this is my third encounter where I got my wallet back.
  First time when I was in Std 12, I got my wallet back returned by some body with 40/- in it. And second time I got a call when I lost my school bag with all signed journals during my engineering study…

  Well, things do happen.

 12. કલ્પેશ says:

  Come on guys. Please don’t say that “આવા થોડા લોકો”.

  જો પ્રમાણિકતા દેખાડવાનો મોકો મળે તો છોડતા નહી.

  જો આપણે પણ આ યુવાનની જેમ વર્તીએ તો થોડા નહી પણ ઘણા લોકો થઇ જઇએ. અને આપણામાના બધા જો આપણા સંતાનોને નીતિથી જીવવાના પાઠ શિખવે તો આવતી પેઢી પણ અનુકરણીય જીવન જીવે.

 13. કલ્પેશ says:

  I can give you a very simple example here.

  I was traveling by train & while walking I came across a person who wanted to pull something out of his wallet & his few dollars fell outside (which he didnt know)

  I ran after him & told him to collect the money, which was lying on the ground.
  How difficult it was?

  It just requires you to be aware and not losing the chance to be of help (while I didn’t help that person out of my own pocket, I saved him from loss of some amount).

 14. nayan panchal says:

  પાંચેય આંગળીઓ સરખી નથી હોતી.

  આભાર.

  નયન

 15. Vinod Patel says:

  Let me tell you my experience. I was new immigrant back in 1982. I lost my wallet at University of Maryland. The day before I lost it, I received a new ATM card. I was stupid enough to put my ATM card along with my PIN in the wallet. The wallet was loaded with cash, ID card, driving license, social security number etc. Four days later, I received the wallet in the mail with no name of sender. Everything was in the wallet that was supposed to be. No financial damage was done to me. I called this act by someone a miracle. Angels do exist in this world. Haritbhai, please keep writing these type of positive stories.

  Thank you!

  Vinod Patel (USA)

 16. kamlesh patel says:

  men pahelaj kahyu ke imandari khandani hoy chee tene amiri ke garibi sathe koi leva deva nathi hotu.

 17. SURESH TRIVEDI says:

  My son got his first salary and being away from family he with his friends went to seashore in Dubai.They all must have spent about 2 hours enjoying at their best.During that time his purse with whole month”s salary slipped out of his pocket.When he reached home he didn’t find his purse.He thought his friends must have played mischief so he asked his friends to return his purse.Since nobody really knew of his loosing the purse ,all were got serious and told that none of us have any idea about it.My son naturally got nervous and they all went again to seashore to find.As they reached there and try to locate the purse there was one person sitting asked what are you trying to find ?All of them told the fact and that person showed the purse and asked and confirmed whether this purse belongs to any one of you.My son and and his friends were surprised at his gesture.There were 3500dhs.in purse and one could easily keep in the pocket but that gentleman returned it and didn”t accept any reward offered by my son to him.He replied “If I would have been in your place and if the same thing would have happened with me and if I would have got my purse back how much best wishes I would have given to the person from the bottom of my heart!BHAGWAN HAMMESHA BADHA NE SADBUDDHI AAPE.

 18. ભાવના શુક્લ says:

  આવા જ સજ્જનોથી વિશ્વ હજુ સુધી રહેવા લાયક રહ્યુ છે. ઇશ્વર કરે દરેકમા ક્લ્યાણકારી વિચારોનો આવિર્ભાવ સદા વહેતો રહે.

 19. Bhupendrabhai Mistry says:

  આજ ના આ છળકપટ છેતરપડી અને કૌભાડો ના જમાના મા સત્ય અને ઈમાનદારી ભૂલાઈ ગઈ છે.
  ત્યારે આવો નાનકડો એક પ્રકાશ આપણા મા માનવતાની આશા જીવંત રાખે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.