મા નો ગરબો રે

માનો ગરબો રે રમે રાજને દરબાર (2)

રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર (2)
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં કોડિયાં મેલાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર (2)
એલી સોનીડાની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં જાળીયા મેલાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર (2)
એલી ઘાંચીડાની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં દિવેલીયા પુરાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઢોલીડા ઢોલ ધીમો વગાડ
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો Next »   

5 પ્રતિભાવો : મા નો ગરબો રે

  1. અતુલ જાની (આગંતુક) says:

    કદાચ આ સમયે નવરાત્રી હશે. પણ અત્રે લેખની તારીખ ૨૪ જાનુઆરી માં ભુલ હોવાની શક્યતા લાગે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.